લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/યોગભ્રંશ

વિકિસ્રોતમાંથી
← અન્વેષણ સ્રોતસ્વિની
યોગભ્રંશ
દામોદર બોટાદકર
સ્ખલન →


<poem>

ઉગ્યો હતો ક્ષિતિજમાં રવિ કૈંક રાતે, આછો પ્રકાશ ક્રમથી વધતો જણાતો; ધીરો પ્રભાતપવમાન સુગંધ સંગે, દેતો અનેક લહરિ ઉરની ઉમગે.

નિદ્રા વિદાય મુખ માગતી મુગ્ધભાવે, આલિંગતી, નિરખતી નવલાઃ કટાશે; “ જાઉં ન જાઉં ” વદતી, મનમાં મુંઝાતી, ઉભી થતી, નિકટ દૂર જતી, લજાતી.

સંગીત સંસતિ તણું શ્રવણે શુણાતું, પેસી જતું હૃદયમાં, વળી દૂર થાવું; જાગ્યું હતું હૃદય કૈંક, હતું ન જાગ્યું, પામી વિકાસ પળમાં બળથી બિહાતું.

ત્યાં વ્યોમ કો નવલ તેજ થકી છવાયું, થંભ્યો દિવાકર, થયે કંઈ સ્તબ્ધ વાયુ; એ તેજ વર્ષતી મનોહર દિવ્ય દેવી;

આવી રહી શિર પરે ગૃહછત્ર ભેદી.
<poem>

સંગીતથી ઉર અચિંત્ય જગાડતી એ, ને સ્નેહની નજર નાખી નિહાળતી એ; ધીમે હસી હૃદયને લલચાવતી એ, સંતાડતી મુખ ઘડીક બતાવતી એ.

નેત્રો રહ્યાં ચકિત એ છવિને નિહાળી, ને ચિત્તમાં પણ રહી પળ એક ચોંટી; ઉંચા કરે સહજ સ્પર્શ કરી શકાત, પૂછાત અંતર તણી કંઈ ગૂઢ વાત.

નિદ્રા પરંતુ ઉરથી અળગી ન થાય, એની મીઠી લહરિઓ વધતી જણાય; સા૫ત્ન્યભાવ ઉરમાં પ્રકટ્યો શું એને? સ્પર્ધા થકી હદયને ગ્રહી રેાકતી એ !

આકર્ષણો ઉભય મધ્ય પડી રહેલું, કર્ત્તવ્યમૂઢ મન સ્તબ્ધ બન્યું બિચારૂં, કીધો ન આદર, અનાદર એ દશામાં, છે સ્વપ્ન કે જરૂર જાગૃતિ એ દીસે ના,

અંતે કટાક્ષ ઉર ઉપર એક ફેંકી, અભ્યક્ત વક વદને કઈ શબ્દ કે'તી, ઉડી ગઈ ત્વરિત અંબરમાર્ગ એ તો,

જાગી ગયું હૃદય સ્વસ્થ થયું હવે તો.
<poem>

કિંતુ ગઈ, વહી ધનની ધટામાં, ઝંકાર નુપૂર તણો વિલસે હવામાં; શોધી રહ્યું હૃદય કૈં પરિતાપ પામી, સર્વે દિશા ફરી વળ્યું શ્રમ સદ્ય સેવી.

દીઠી પરંતુ ફરી એ નહિ દિવ્યદેહા, એ હાસ્ય, એ નહિ કટાક્ષ ફરી નિહાળ્યાં; એ સંગીતામૃત ફરી શ્રવણે ન પીધું, ને તેજ એ નભ વિષે ફરીથી ન દીઠું.