સ્રોતસ્વિની/વિપત્

વિકિસ્રોતમાંથી
← દીપાત્યય સ્રોતસ્વિની
વિપત્
દામોદર બોટાદકર
અવસાન →


<poem>

વિપત્

( શિખરિણી )

હજારો હૈયાની કુલિશશત જેવી કઠિનતા, મળેલી દુઃસંગે મનુજ-મન કેરી મલિનતા: નિવારીને નિત્યે અતિ અમળ ને આદ્ર કરતી, વિપદ્ગંગે ! વંદુ તુજ ચરણમાં મસ્તક ધરી !

દીસે લાખે દેવી પ્રકટ પૃથિવીમાં થઈ ગઈ, કરી કૈં કૈં કાર્યો, વિમળ યશ મૂકી વહી ગઈ, વસે તું વર્ષોથી, અમિત યુગથી જાગતી સદા, પ્રભુની પ્રીતિનાં અમ હૃદયને પાત્ર કરવા,

અમારા આકાશે રસભરિત તું વાદળી વસે, ભલે રોકી રાખે દિનપતિ તણા દીપ્ત કરને; પરંતુ પર્યન્તે સલિલ સુખકારી વરસતી, હઠાવી પાપોને સતત ઉરને શાંત કરતી.

અને સંપત્તિ તો દુરિતમય અાંધી ઉલટતી, ચડીને ઓચિંતી અમ નયનને અંધ કરતી; પડી પૃથ્વી પૃષ્ઠે મલિન રજ, વેગે વિતરતી,

અનેરા ઉત્પાતો થકી જગતને નિત્ય હસતી. <poem>

તને જોવા કેરી અમ હૃદય ઈચ્છા નવ કરે, અને દેખી તારૂં વદન અતિશે અંતર ડરે; નવા રોગો નિત્યે શરી૨ મહિં સંક્રાન્ત કરતું, ખરે ! ખાટું ખારૂં અધિક અમને ખાધ ગમતું.

પરંતુ રોગોને નિજ બળ થકી નાશ કરતું, નવી શાંતિ આપી સકળ સુખથી દેહ ભરતું; નહિ પીવું ક્યારે કટુતર અરે ! અૌષધ ગમે, અને એવી રીતે હૃદય તુજ માંહે નવ રમે.

સુભાગી શાસ્ત્રોનાં વિમળ વચનોના શ્રવણથી, ગુરૂના સદ્બોધે, નરપતિ તણા નિત્ય ભયથી; અમારા આત્માને અવિરત અહંકાર ન મટે, પડે તારી છાયા પલક મહિં તે પીગળી પડે.

મહા માનાદ્રિના પ્રખરતર શૃંગો પળ વિષે, પડે તારી પાંખે ધરણિ તલમાં ચૂર્ણ થઈને; મટાડીને મસ્તી મનુજગણુને મ્હાત કરતી, ચલાવે ચીલામાં શિર પર રહી તું શુભ સૂણિ.

અમારી અાંખેાનું અતિઉચિત તું અંજન અરે ! ચડેલાં, ચ્હોંટેલાં પડળ સઘળાં સત્વર હરે; પછી પામી દૃષ્ટિ, નવલ બળ, સંસાર પથને,

ઉમંગે આ લેાકે સુરસદનનાં સર્વ તરૂને
<poem>

અયોધ્યાને અંકે અગણિત નૃપાલો થઈ ગયા, પ્રજાને પાળીને સમય સહ સ્વર્ગે વહી ગયા; પરંતુ જાણે છે જગ-જન હરિશ્ચન્દ્ર નૃપને, અને પૂજે પ્રેમે રધુપતિ તણાં પુણ્ય પદને.

કર્યા તે છાયાથી અમર અવનીમાં ઉભયને. ગુણે કીધા કોટિ અનુકરણ અર્થે પ્રકટ તે; કવે લીલા તારી પ્રથમકવિ રામાયણ વિષે, અને વ્યાસે ગાયા તુજ ગુણ મહાભારત વિષે.

કુયોગેથી કૃષ્ણા અહહ ! પરણી પાંચ પતિને, પરંતુ તેં પોષી લઈ સતત અંકે, કર વિષે; નહિ તેથી એની જગત કદી હાંસી કરી શકે, તને દેખી સંગે મનુજગણનાં મસ્તક નમે.

તને સેવી દેવી ! અસુર પણ પામે અમરતા, તને સેવી પામે પુનિત હૃદયો પૂર્ણ પ્રભુતા; મહા મોંધાં દેતી સકળ ગુણકારી ફળ સદા, વિભુની વાડીની અતિ લલિત તું દિવ્ય લતિકા.