સ્રોતસ્વિની/સૌરાષ્ટ્રસુંદરી

વિકિસ્રોતમાંથી
← અપરોદ્વાહ સ્રોતસ્વિની
સૌરાષ્ટ્રસુંદરી
દામોદર બોટાદકર
દુહિતા →


<poem>

સોરાષ્ટ્રસુંદરી

( તેાટક )

રસ પૂરિત રાસ વિષે રમતી, દઈ તાલ પરિક્રમથી ફરતી; રસ-ગાન વડે જગ રેલવતી, કલ કંઠ થકી કકુભો ભરતી.

જનતા મહિં મૌન મુખે ધરતી, રસ કૈંક અલૌકિક ઉદ્દભવતી; ગુ રૂ વ ર્ગ વિ લો ક ન લાજવતી, વપુથી વપુ માંહિ સમાઈ જતી.

અ મ લા ન ન નું અવગુંઠનથી, કંઈ ગોપન વિભ્રમમાં કરતી; સખીવૃન્દ વિષે મૃદુ ગુંજનથી, દૃગથી , શિરથી, કરથી વદતી.

શિર ઉપર શેભિત હેલ ધરી, હળવે હસતી જતી હંસગતિ; પથ મધ્ય ગુરૂ જનને નિરખી,

દઈ પૃષ્ઠ સલજ્જ તીરે તરતી.
<poem>

પટ ભૂષણ નૂતન કૈં ધરતાં, કંઈ નવ્ય પ્રસંગ વિષે પડતાં; ગુરૂ સુંદરીને ચરણે નમતી, શુચિ આશિષ અંતરની ગ્રહતી.

અ તિ થિ જ ન પૂ જ ન પુણ્યવતી, પ થિ કા ગ મ પા વ ન સ દ્મ વ તી; જ લ ભા જ ન દા ન પ્ર વા હ વતી; શ્ર મ વા ર ણ ભ વ્ય વિ વે ક વતી.

ગૃ હ કા ર્ય વિ લ ક્ષ ણ વે ગ વ તી, ગૃ હ મં ડ ન દક્ષિણ ચિત્ત વતી; શિ શુ પા લ ન વ ત્સ લ ભાવવતી; કટિ ભા ગ વિ રા જિ ત બાલવતી.

વિભુના ઉરની વર વાંસલડી, જગ–કાનન કુંજતી કેાયલડી; પ્રણયામૃત વર્ષતી વાદળડી, શીળી સંસૃતિની પથ-છાંયડલી.

નહિ જ્ઞા ન દિ વા ક ર ત પ્ત મ તિ, પણ ભક્તિરસે ભરી આદ્ર અતિ; ઉરમાં, દૃગમાં ન વિકાર કદી,

નહિ અંતરમાં અભિમાન રતિ.
<poem>

ઠગતી નહિ, સ્હેજ ઠગાઈ જતી, ન રડાવતી, આ૫ ઉરે રડતી; અબળા બલ-વીર તણી જનની, ૨મણી પણ મન્મથની જયિની.

સુરભિ પ રિ સે વ ન બ દ્ધ મતિ, દ ધિ મં થ ન દો લિ ત દે હ વ તી; વિ વિ ધ વ્ર ત સં ય મ શી લ વ તી, સમયો ચિત ગાન નિધાનવતી.

કંઈ રૂકિમણી રૂપગુણે રમતી, કંઈ માનસ માંહિ મારાં મળતી; કંઈ સ્નેહભરી સખી સોન તણી, કંઈ રાણિક વિગ્રહથી વસતી.

વ્રત–તેજભરી કોઈ નાગમતી, કંઈ રાજુલસગસંગસુરંગવતી; કંઈ તોરલ તીવ્ર તપે તપતી. કંઈ કસ્તૂરબ્હેનની બ્હેનપણી.

સુરનારી શી સોરઠ-સુંદરી એ, મૃદુ ભાષિણી ભવ્ય રસે ભરી એ. ભુવિ ભારતભૂષણ ભાગ્યવતી, નરલોક વિષે ઈતરત્ર નથી.