લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/શરચ્ચંદ્ર

વિકિસ્રોતમાંથી
← ઉદયાસ્ત સ્રોતસ્વિની
શરચ્ચંદ્ર
દામોદર બોટાદકર
એક વાદળીને →


<poem>

શરચ્ચન્દ્ર

(સ્ત્રગ્ધરા.)

વેઠીને વિઘ્ન કોટિ હૃદય રડી રડી રાત્રિઓ કૈંક કાઢી. સંતાપો શાંત ચિત્તે સહન કરી કરી દેહ દીધો દઝાડી વ્હાલાંના વિપ્રયોએ વૃતિ ધરા ધરીને સ્વાન્ત પાષાણ કીધું. અાશાનાં આંગણામાં ઘડી પળ ગણતાં વૃત્તિનું વિત્ત ડૂલ્યું.

મોંધી કૈં પૂર્ણિમાઓ પ્રણય વરસતી વ્યર્થ જેવી વટાવી ભાવેથી ભેટવાની રસિક હૃદયને ના ઘડી એક આણી વધીનાં વેગવાળાં ગગન વિહરતાં વાદળાં વાટ રોકી ઓચિંતા અંતરાયો પ્રકટી પળ પળે હર્ષ દેતાં હઠાવી

ચાહી ચાહી ચકોરી, મૃદુલ કુમુદિની છેક શોકે છવાયાં ક્યારે પૂરો ન પામ્યાં સમય સુખભર્યો સ્નેહનો સ્વાદ લેવા દૃષ્ટિથી દૃષ્ટિ ક્યારે હૃદય નિરખવા મેળવી ના નિરાંતે સંતોષેથી સુધાનું વિતરણ ન બન્યું નિર્મળી કે નિશાને

કયારે ના વિઘ્ન વાટે, પણ સમય નહિ વ્યોમમાં આવવાને કાં તો પૂરી કળાએ નહિ હૃદય વિષે હાલ વિસ્તારવાને શક્તિને સ્વાસ્થ્ય પૂરાં, સ્થિતિ પ્રિય જનમાં,અભ્ર કેરો અભા

એવો તો યેાગ એકે પળ પણ ન મળ્યો પામવા સ્નેહ–લાજ
<poem>

ઉગીને અસ્ત પામી વિમુખ વહી જવું સર્વ ઈચ્છા શમાવી, . બંદી જેવી દશામાં પરવશ પડીને ચાલવું નેત્ર મીંચી; દૂરે દૂરે રીબાતાં હૃદય નિરખવાં દૃષ્ટિ દેતાં ન દેતાં, ના સંદેશે સુભાગી, નહિ વચન કશું સાન્તવના સ્વલ્પ દેવા.

અંતે આવી અમૂલી રમતી હૃદયમાં શારદી પૌર્ણમાસી, આવી આનંદ દેતી નવલ રસભરી શાંત સંકેતરાત્રિ; વીતી વર્ષા હઠીલી, મિત બળ ધરતાં અભ્રનો અંત આવ્યો, આછા રંગે રસેલા વિમળ વિયતનો માર્ગ લાગે મજાનો.

સાંયકાળે સલૂણો રમણ રજનીનો પૂર્વ પીઠે વિરાજી, ધીરે ધીરે પધારે અતિ ઉલટભર્યો પૂર્ણ પીયૂષ પામી; ઉડી ઉડી ગયેલી કંઈક સમયની ઉછળે શીધ્ર અાશા, સોનેરી સ્વપ્ન કેરા અજબ ઉમળકા અંતર ઉદ્દભવંતા.

જોતો કૈં કૈં કષ્ટાક્ષે, વિરહી હૃદયને દર્શને ધર્યો દેતો, સ્નેહીનો સ્પર્શ સેવી પુલકિત બનતો, વેદ પામી સુહાતેાઃ સંકલ્પો ભવ્ય ભાવે ઘડી ઘડી ઘડતે, સ્વચ્છ સન્માર્ગ જોતો, ઉડી રે'તા અધીરા તરલ હૃદયને રોકતાં વ્યગ્ર થાતો.

અસ્તાબ્ધિને કિનારે ગમનસમયની વેદનામાં વસેલો, ઉંચી આશા ધરીનો નિજ પ્રતિનિધિને જોઈ સંતોષ લેતો; સ્નેહે સામ્રાજ્ય સોંપી અતટ ગગનનું સાનમાં કૈં કહીને,

શાંતિના સઘ માંહે સદય દિનપતિ જાય ચિંતા ત્યજીને.
<poem>

એને આશ્વાસ આપી પ્રતિ પળ ચડતો વ્યોમને પુણ્યધફે, સૌભાગ્યે શર્વરીનું હૃદય રીઝવતો વર્ષતો હર્ષ હેતે. વાત્સલ્યે વ્હાલઘેલો જલધિ હરખતો નાચતો કૈં તરંગે, ને વામાઓ વધાવી રસવશ રમતી રાચતી રાસરંગે

આવ્યો, આવ્યો ઉમંગે ગગન–હૃદયના મધ્યમાં માધ્યરાત્રે, થંભ્યો કે ભાન ભૂલી નયન ભરી ભરી દેખતો દિગ્ય ભાવે: સ્નેહીની સંગતિના સુખદ સમયનો અંત ના સ્વાન્ત દેખે, ભોળા ભાવે ભરેલાં હૃદય સહજમાં કાળનું કર્મ જુલે.

કિંતુ સૌભાગ્ય સાચું સ્થિર ન રહી શકે જન્મદુ:ખી જનોનું, એાછા પ્રારબ્ધમાંહે અમર-વિભવની સંસ્થિતિ સંભવે શું? ધારેલી ધારણાએ ઉર મહિં ઉપજી શૂન્યભાવે સમાય, આશાની વલ્લરી કે પ્રકટિત થઈને નષ્ટ–નિર્મૂળ થાય.

આવે સામે અધીરે મલિન મન તણો દોડંતો દુષ્ટ રાહુ, કોપેલા કાળ જેવો વિકટ વિકસતો કારમું વક્ત્ર કાળું; ધીરે ધીરે ગ્રહીને સરલ હૃદયનાં સત્ત્વને લૂંટી લેતો, સર્વે સંકલ્પ સંગે અહહ! ઉદરના ગર્ત્તમાં સ્થાન દેતો!

પ્રીતિ કેરા પ્રસંગો વિવિધ વિસલતા હાય ! પંચત્વ પામ્યા રોતા જોતા અભાગી અબળ અહીં તહીં તારલા આ બિચારા ને આપત્તિ અજાણી નિરખી નયનથી દુઃખભારે દબાતાં

ઘેલી જેવી બનેલી અવિરત રડતી તેજહીણી ત્રિયામા
<poem>

હા ! એ હીંડ્યો ગ્રહીને પુનિત પ્રણયની સર્વ કોઠા ત્યજાવી, હોંસીલાં હર્ષ પામી હર ઘડી હસતાં અંતરોને રડાવી; મૃત્યુના અંકમાંએ સહજ મધુરતા ના શકે સ્વાન્ત છોડી, એાછું તેાએ ઉમંગે હૃદય રસ તણું દાન દેતું દયાથી.

મોંઘેરાં મૂલ્યવાળી, ચિર સમય તણા પુણ્યપુંજે ભરેલી, સંકષ્ટો સર્વ સાંખી વ્યથિત હૃદયથી સર્વ કાળે સ્મરેલી; સદભાગ્યે સાંપડેલી સુભગ શરદની એકની એક રાત્રિ, અતે છેાડી અધુરી ! હત હૃદય તણી હા! દશા શી નઠારી !