લખાણ પર જાઓ

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

વિકિસ્રોતમાંથી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
શિવપ્રકાશ દલપતરામ પંડિત
પૂર્વજો તથા જન્મ સંબધી વૃત્તાંત →


સ્વ. અ. સૌ. કમળા સ્મારક ગ્રન્થાવલી. પુ. ૨.


ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


( સચિત્ર જીવનચરિત્ર )


લેખક અને પ્રકાશક,


શિવપ્રકાશ દલપતરામ પંડિત


‘મૈત્રેયી’ તથા ‘દેવીઅઘોરકામિની’નો લેખક



( સર્વ હક્ક સ્વાધીન. )


સંવત ૧૯૬૭ સને ૧૯૧૧




અમદાવાદ“ વિજય પ્રવર્તક ” પ્રેસનો માલેક.
પા. મોહનલાલ મગનલાલે છાપ્યું.

ઠે. પીરમશા રોડ —અમદાવાદ.


મૂલ્ય ૦–૫–૦.


આ પુસ્તક રચવામાં નીચે લખેલાં
પુસ્તકોની મદદ લીધી છે.




૧. શ્રી ચંડિચરણ બંદોપાધ્યાય કૃત ‘વિદ્યાસાગર, તૃતીસસંસ્કરણ મ્હોટા કદના પૃષ્ઠ લગભગ ૬૦૦.

૨. શ્રી બિહારીલાલ સરકાર રચિત ચરિત્ર દ્વિતીય સંસ્કરણ પૃષ્ઠ. ૫૮૭.

૩. કવિવર્ય રવીન્દ્રનાથ ઠાકુરકૃત વિદ્યાસાગર ચરિત.

૪. ભારત ગૌરવ ચરિતાવલીમાંનું વિદ્યાસાગર ચરિત.

૫. હિન્દી સરસ્વતીમાં કેટલાક વર્ષ પૂર્વે પ્રગટ થયેલું ચરિત્ર.

૬. નાગરી પ્રચારિણી સભા તરફથી “ભાષા સારસંગ્રહ ભાગ બીજા”માં પ્રસિદ્ધ થયેલ ચરિત્ર.

૭. પ્રસિદ્ધ લેખક સ્વર્ગસ્થ રજનીકાન્ત બાબુ કૃત ‘પ્રતિભા’માંનુ ચરિત્ર તથા વિધાસાગર જયંતિ નિમિત્તે વિવિધ સ્થળે અપાયેલાં ભાષણો.






અર્પણ—પત્રિકા.



વિદ્યાસાગરને અનુરૂપ અનેક સદ્‌ગુણોથી વિભૂષિત
ગુજરાતના પ્રસિદ્ધ સુધારક પરમશ્રદ્ધાસ્પદ પૂજ્ય
રા. બા. લાભશંકરભાઈ ઉમિયાશંકરના

ચરણ કમળમાં

ત્હેમના અનેક સદૃગુણો,

પરોપકારી કાર્યો તથા મ્હારા ઉપરના સ્નેહ

અને કૃપાને માટે શ્રદ્ધા અને કૃતજ્ઞતા પૂર્વક સવિનય

સમર્પિત


બારાં-કોટાસ્ટેટ
રાજપુતાના.
૨૦ ઑગસ્ટ ૧૯૧૧

શિવપ્રસાદ દલપતરામ પંડિત.
}



પ્રસ્તાવના

દયા અને વિદ્યાના સાગર રૂ૫ મહાત્મા પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર ગુજરાતી વાંચક વર્ગ સમક્ષ રજૂ કરતાં મ્હને આનંદ અને ક્ષોભ ઉભય થાય છે. આનંદ એટલા માટે કે, જે મહાત્મા કેવળ બંગાળીઓને માટે જ નહીં પ૨ન્તુ આખા સભ્ય જગત્‌ના પૂજનીય છે, ત્હેમની પુણ્ય ગાથા ગાવાનો તથા ત્હેમના પવિત્ર અને અનુકરણીય ચરિત્રનો ગુજરાતી પ્રજાને ષત્ કિંચિત ભાસ કરાવવાનો સુયોગ મ્હને પ્રાપ્ત થયો છે. ક્ષોભ એટલા સારૂ કે એમની પ્રતિભા એટલી ઉગ્ર હતી, એમની વિદ્વતા એટલી અગાધ હતી, ત્હેમનું ચારિત્ર્ય એટલું બધું વિશુદ્ધ હતું, ત્હેમની સદ્કાર્યોમાં પ્રવૃતિ એટલી બધી વ્યાપક હતી, કે એમાંના એક અંશને પણ મ્હારા જેવા ક્ષુદ્ર લેખકને હાથે ન્યાય આપી શકાય એ અસંભવિત છે. એ મહાત્માનું જીવન ચરિત્ર તો એમના જ જેવા કોઈ પ્રતિભાવાન, સહૃદય પરોપરી વિદ્વાનને હાથે લખાય તોજ તેમની મહત્તાનો યથાર્થ ચિતાર વાંચકને મળી શકે.

વળી મારા ઉપર બીજો એ પણ આક્ષેપ થવાનો સંભવ છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી દ્વારા એ મહાત્માનું એક વિસ્તૃત જીવન ચરિત્ર પ્રગટ થયેલું હોવા છતાં પણ આ પુસ્તકની શી આવશ્યકતા હતી ! નિઃસંદેહ સ્વર્ગસ્થ રા. કૃપાશંકર દૌલતરામ ત્રવાડીનું લખેલું એ ચરિત્ર ઘણું જ ઉત્તમ છે, અને મહાત્મા વિદ્યાસાગારના ચરિત્રનો વધારે પરિચય મેળવવાની જે વાંચકોને ઇચ્છા થાય ત્હેમને એ ચરિત્ર વાંચવાની મારી ખાસ આગ્રહ પૂર્વક વિનંતિ છે. પરંતુ દિલગીરીની વાત એ છે કે એ પુસ્તકનો પ્રચાર આપણી ભાષામાં ઘણો થોડો થયો છે. મહાત્મા વિદ્યાસાગર ઉપરની મ્હારીરી આંતરિક શ્રદ્ધા ભક્તિ ને લીધે ત્હેમનું એક જીવન ચરિત્ર સસ્તે ભાવે ગુજરાતી વાંચકોને પુરૂં પાડવાની મ્હારી ઇચ્છા હતી અને ત્હેને લીધે આ પ્રયાસ

આદરવામાં આવ્યો છે. બીજું એ કે રા. કૃપાશંકરનાં પુસ્તકને પ્રગટ થયે લગભગ બાર વર્ષનો અરસો થઈ ગયો છે. તે સમયમાં ઘણા પ્રતિષ્ઠિત બંગાળી લેખકોએ વિદ્યાસાગરના નવાં જીવન ચરિત્રોર લખ્યાં છે, અને ત્હેમના ચરિત્ર સંબધી ઘણી નવી ધટનાઓ એ અરસામાં બહાર આવી છે. એ સર્વ પુસ્તકોને આધારે પ્રસ્તુત પુસ્તક રચાયું છે. જે પુસ્તકોને આધારે આ ગ્રન્થ રચવામાં આવ્યો છે, ત્હેમનો ઉલ્લેખ અન્યત્ર કરવામાં આવ્યો છે. હું તે સર્વ લેખકોનો ખાસ અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

આ પુસ્તકના કેટલાક ભાગનું જાહેર વાંચન, ગયે વર્ષે, વિદ્યાસાગરની જન્મ તિથિને દિને, અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં, ગુજરાત સાહિત્ય સભા તરફથી, મ્હારા સન્મિત્ર ડૉક્ટર જરિપ્રસાદ વૃજરાય દેસાઇએ કર્યું હતું. એ પ્રસંગે પ્રમુખસ્થાને બિરાજીને તથા આ ચરિત્ર પુસ્તકકાર પ્રગટ થતી વખતે ત્હેનુ સમર્પણ સ્વીકારીને રા. બા. લાલશંકરભાઈએ મ્હારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. બંગાળના એક પ્રસિદ્ધ સુધારકનું ચરિત્ર. ત્હેમનાજ જેવા, ગુજરાતના એક વૃદ્ધ અને દૃઢ સુધારકને સમર્પિત થાય એ મ્હને ઘણું જ બંધ બેસતું લાગે છે. હું તો એ ઉભય મહાશયોની ચરિત્રમાં ઘણીજ સામાનતા જોઉં છું. રા. બા. લાલશંકરભાઈએ પણ વિદ્યાસાગરની માફક એક ઉચ્ચ વેદાધ્યાયી કુટુંબમાં જન્મ ધારણ કર્યો છે. બાલ્યાવસ્થામાં ત્હેમને પણ સંસ્ક્ર્ત ભાષા અને સામવેદના કર્મકાંડાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાસાગરના પિતા ઠાકુરદાસની પેઠે સ્વર્ગસ્થ વેદ મૂર્તિ ઉમિયાશંકરજી ત્રવાડીની સ્વાભાવિક ઇચ્છા પણ કદાચ એજ હશે કે ત્હેમના સત્પુત્ર પોતાનીજ માફક એક દક્ષ કર્મ કાંડી તરીકે ખ્યાતિ મેળવે. પરન્તુ રા. બા. લાલશંકરભાઈ સ્વેચ્છા અને જાત મહેનતથી, અંગ્રેજી ભાષા અને કાયદાનું સારૂં જ્ઞાન મેળવીને, વિદ્યાસાગરની માફક જ સરકારની ઉત્તમ સેવા બજાવવા ભાગ્યશાળી નીવડ્યા છે, સનાતન ધર્મી નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા છતાં પણ પોતે વિદ્યાસાગરની માફક લોકાચારના હાનિકારક

દૃઢ બંધનોને તોડી નાંખીને સમાજને ત્હેના પાશમાંથી મુક્ત કરવાનો સંગ્રામ આજ દિન સુધી ચલાવી રહ્યા છે. કન્યા કેળવણીનો પ્રચાર, બાળ લગ્ન અને બહુ વિવાહનો નિષેધ, વિધવાઓનાં દુઃખ નિવારણ, અનાથ બાળકોનું સંરક્ષણ, હીણતા અને તરછોડાતા અંત્યજો તથા પતિતોનો ઉદ્ધાર, માદક પદાર્થોનો નિષેધ, અને નીતિના શિક્ષણ પ્રચાર આદિ સામાજીક સુધારાના પ્રત્યેક વિષયને માટે તેઓ તનમન અને ધનથી સ્વાત્મ ભોગ આપીને પ્રયત્ન કરી રહ્યા છે. પંઢરપુરનું બાળાશ્રમ, અમદાવાદનાં અનાથાશ્રમ અને ગુ. વ. સોસાઈટી વગેરે સંસ્થાઓ રા. બા. લાલશંકરભાઈની કાર્ય દક્ષતાનાં જાજ્વલ્યમાન સ્મારક રૂપ છે, આ સર્વ ઉપરાંત વિદ્યાસાગરની માફક સાદો અને દેશી ઢબનો પોશાક, સ્વભાવની સરળતા, પોતાનાથી વિરૂદ્ધ મત ધરાવતા મનુષ્ય પ્રત્યે સદ્ભાવ તથા ત્હેમનાં શ્રદ્ધા અને વિશ્વાસ સંપાદન કરવાની યોગ્યતા આદિ ગુણો ગુજરાતના ઉછરતા સુધારકોએ તેમની પાસેથી શિખવા યોગ્ય છે.

આ પ્રસંગે છે હું બા. લલ્શંકરનેને ઘણીજ નમ્રતા પૂર્વક એક સૂચના કરવાનું સાહસ કરૂંછું. રા. બા. લાલશંકર ગુજરાતના વિદ્યમાન સુધારકોમાં સૌથી જૂનામાંના એક છે. પેતાની બાલ્યાવસ્થાથી તે આજ પ્રયત્ન ગુજરાતની સંસાર દુધારાની પ્રત્યેક હિલચાલમાં તેઓ એટલો બધો આગળ પડતો ભાગ લેતા આવ્યછે કે ગુજરાતનાં સંસાર સુધારાનો વર્તમાન ઇતિહાસ તે રાવબહાદુરના ચરિત્રનો ઇતિહાસ છે એમ કહીએ ત્પ્ ચાલી કે એમ છે. શ્રદ્ધેય પંડિતશિવનાથ શાસ્ત્રીએ સ્ત્રીએ બંગાળના સામાજીક સુધારાનો ઇતિહાસ લખીને બંગાળી પ્રજાને જેવી રીતે ઉપકૃત કરી છે, તેવી જ રીતે રા. બા. લાલશંકરભાઈ ગુજરાતના સંસાર સુધારાનો ઇતિહાસ લખવાની તસ્દી લેશે તો ગુજરાતી પ્રજા ત્હેમની ચિરકાળને માટે ઋણી થશે. આગલા યુગના સુધારકો આપણે માટે શું શું કરી ગયા છે, ત્હેમને શી હતી અડચણો નડીછે, ત્હેમની ફતેહો અને ઠોકરો ઉપરથી આપણે શો બોધ લેવાનો છે તથા ભવિષ્યમાં

સુધારાનો કાર્ય ક્રમ કેવી પદ્ધતિ ઉપર રચચો જોઈએ, એ બધાનો નિર્ણય કરવામાં ગુજરાતની હાલની અને ભવિષ્યની પ્રજાને એવો પ્રયાસ ઘણોજ મદદ રૂપ થઈ પડશે.

રા. બા. લાલશંકરભાઇ પ્રત્યેની મારી અગાધ ભક્તિને લીધે થયેલા આ વિષયાન્તર માટે વાંચકોની ક્ષમા માંગી હવે હું સહૃદય ચવાંચક બંધુઓ પાસે એક ભિક્ષા માંગવા ધારૂં છું. વિદ્યસાગર ચરિત એક સાચ્ચા સુધારકનું ચરિત્ર છે. કેટલાક વાંચકોને રૂચિકર ન થઈ પડે એવા વિષયોનો ઉલ્લેખ એમાં જરૂર આવશે. પણા ત્હેમને મ્હારી એક નમ્ર વિનંતિ છે કે, તેઓએ નિષ્પક્ષપાતપણે આ જીવન ચરિત્રને યથેતિ વાંચવાની તસ્દી લેવી. એમ કર્યાથી એમની ખાત્રી થશે કે વિદ્યાસાગરના ચરિત્રમાંનો એક પણ અંશ એટલો બધો મહાન્ છે કે એ એકજ ગુણને લીધે, એમની ગણના શ્રેષ્ઠ મહાત્માઓની પંક્તિમાં થઇ શકે. એમના વિચારો સાથે જ્યહાં વાંચકોને મતભેદ પડે, ત્યહાં તિરસ્કારને બદલે હૃદયની ઉદારતા બતાવી, ત્હેમના ચરિત્રમાં રહેલા બીજા અનેક સદ્‌ગુણોનું અનુકરણ કરવા તેઓ પ્રયત્ન કરશે તો પણ મ્હારો પ્રયત્ન સફળ થશે.

આ પુસ્તકનું ટાઇટલપેજ પોતાની દેખરેખ નીચે ચપાવવા માટે મ્હારા સન્મિત્ર રા. રા. રમણીકલાલ અમૃતલાલ મહેતાનો તથા વિદ્યાસાગરના ચિત્ર માટે ગોઠવણ કરાવી આપવા માટે મ્હારા બંગાળી મિત્ર રવીન્દ્રનાથસેનનો ઘણો ઉપકૃત છું.

બારાં-કોટાસ્ટેટ
રાજપુતાના.
૨૦ ઑગસ્ટ ૧૯૧૧

શિવપ્રસાદ દલપતરામ પંડિત.
}




Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.