લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જુગપલટાના રાસ

વિકિસ્રોતમાંથી
← જુગ જાગે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જુગપલટાના રાસ
ન્હાનાલાલ કવિ
ઝરમર ઝાંઝરી →


પર, જુગપલટાના રાસ




અમે અખંડ ખેલિયે રાસ મહાજુગપલટાના,
અમે પ્રચંડ પ્રજ્જવળ્યા હુતાશ મહાજુગપલટાના.

શેષ સળક્યા ને ડુંગર ડોલિયા,
સાગરના ઝમકાર રે;
મેઘનાં દુંદુભી ગડગડ્યા, ને કાંઈ
વીજળીના ચમકાર: .
મહાજુગપલટાના.

પ્રલય કાળના ૫ડ્યા ચન્દરવા,
એવા અન્ધાર છવાયા રે;
પુણ્ય ને પાપની પાંખો વીંઝાય છે,
હૈયાએ ઝીલ્યા પડછાયા:
મહાજુગપલટાના.

અમે અખંડ ખેલિયે રાસ મહાજુગપલટાના;
અમે પ્રચંડ પ્રજ્જવળ્યા હુતાશ-