ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ભૂલી આવી
Appearance
← ભમ્મરિયા કૂવાને કાંઠડે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ભૂલી આવી ન્હાનાલાલ કવિ |
મહાકાળનાં દુંદુભી → |
હા રે સખિ ! એવા શા કામણ એ જનમા?
ભૂલી આવી હુ તો કાંઈક પ્રેમવનમાં
હા રે સખિ ! ફૂલે ફૂલે મધૂપ માણતા,
ભૂલી આવી હુ તો કાંઈક ત્ય્હા ફુલનમાં
હાં રે સખિ ! જોબનનાં ઝૂલતા'તા ઝૂમખા,
ભૂલી આવી હું તો કાંઈક એ જોબનમાં
હા રે સખિ ! ઉડતી સમાય વીજ મેહુલે,
ભૂલી આવી હુ તો કાંઈક ત્ય્હાં ગગનમાં
હા રે સખિ ! સૌજન્ય ઝરતુ'તુ હાસ્યને,
ભૂલી આવી હુ તો કાંઈક એ હસનમા
♣