બીરબલ અને બાદશાહ/ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન
Appearance
← મહાન પુરુષની માન્યતા | બીરબલ અને બાદશાહ ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન પી. પી. કુન્તનપુરી |
પ્રાણ વ્હાલો કે પ્યાર ! → |
બાદશાહે બીરબલને પુછ્યું કે, 'તમારો મહામંત્ર કયો ? બીરબલે કહ્યું કે, 'હજુર ! ગાયત્રી મંત્ર'. શાહે પુછ્યું કે 'તમે ગાઇ પુજક છો તો પછી ગાઇના ચામડાના જોડા કેમ પહેરો છો !' બીરબલે કહ્યું કે. 'સરકાર ! બ્રાહ્મણના પગમાં ૬૮ તીર્થનો વાસ છે તેથી તે પગોનો એને ગોચર્મનો યોગ થવો યોગ્યજ છે, કારણકે તે બંનેના સંગમથી અધીક તીર્થનો મહીમા વધેછે અને તીર્થનું તે વડે રક્ષણ થાય છે, માટે તેમ કરીએ છીએ.' આ યુક્તી સાંભળી શાહ ખુશી થયો.