બીરબલ અને બાદશાહ/મહાન પુરુષની માન્યતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સબસે બડી ચુપ બીરબલ અને બાદશાહ
મહાન પુરુષની માન્યતા
પી. પી. કુન્તનપુરી
ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન →


વારતા ઓગણત્રીસમી.
-૦:૦-
મહાન પુરૂષની માન્યતા.
-૦:૦-
લહે ન મોટમ માન, અન અધીકારી જન કદી.

એક સમે દરબારીઓની સમક્ષ શાહે બીરબલને કહ્યું કે, 'આ મારી પાસે બેઠેલા મારા દુધ ભાઇને એક નાહનું રાજ આપવા માગું છું. પરંતુ તે નાહના રાજનો નાનો કારભાર ચલાવવા માટે નાહના બીરબલની ઘણી જરૂર છે, તેથી એક નહાનો બીરબલ શોધી લાવો.' તે સાંભળી બીરબલે કહ્યું કે, 'બહુ સારૂં સરકાર ?' આમ કહી વળતે દિવસે એક બળદને શણગારી રેસમી રસી ગળામાં બાંધી, પોતે તે બળદને દોરી કચેરીમાં આવ્યો, તે જોઇ બાદશાહે અચરત પામી પુછ્યું કે, 'આ શું ? શું તેં મારા દુધભાઇ માટે નહાનોભાઈ બીરબલ શોધી કહાડ્યો કે ?' તે સાંભળી બીરબલે કહ્યું કે, જી સરકાર ! હાજર છે, આપના દુધભાઇ માટે મારોજ દુધભાઇ લઇને આવ્યો છું તે જુઓ.' એમ કહીને બળદને બતાવ્યો. ત્યારે શાહે કહ્યું કે, તમારો દુધભાઇ બળદ શી રીતે થાય ?' ત્યારે બીરબલે કહ્યું કે, એમની માનું હું દુધ પીતો હતો તેથી આ મારો દુધ ભાઇ થાય છે ?' ત્યારે બીરબલે આનંદની સાથે જણાવ્યું કે, 'હું પણ આ બળદની માનુંજ દુધ પી મહોટો થયો છું, માટે આ પણ મારો દુધભાઇ કેમ ના કહેવાય !' આ ગુઢારરથવાળો જવાબ સાંભળી શાહ મનમાં આનંદ પામી ચુપ થઈ બેઠો. કારણકે બીરબલે મરમમાં જણાવ્યું કે મોટા લોકોની બરોબરી હલકા લોકોથી કદી પણ કરી શકાયજ નહીં. માટે આપના વિચાર અતી ઉત્તમ છે, તો પણ અધીકારીનેજ અધીકાર યોગ્ય છે, તેમ બીરબલ આપનીજ દરબારમાં શોભે. બીરબલની આવી છુપી યુક્તી જાણી શાહ મનમાં સમજી જઇ બીરબલની ચાતુરીને વખાણવા લાગો.

સાર - જે જેના લાયક જે વસ્તુ હોય તેજ તેને દીપાવે. પણ વગર અધીકારીને અધીકાર અપાય તો લાભને બદલે હાની થાય છે. બગલો ગમે તેવો રૂપાળો છે, પણ હંસની બરોબરી કરી શકશે નહીં. છાણના દેવને કપાસીઆનીજ આંખો જોઇએ ?


-૦-