લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/પાણી અને અગ્નિ

વિકિસ્રોતમાંથી
← જેનું ખાવું તેનું ગાવું બીરબલ અને બાદશાહ
પાણી અને અગ્નિ
પી. પી. કુન્તનપુરી
પોતાની માને કોણ ડાકણ કહેશે ? →


વારતા એકસો ઇઠાવીસમી
-૦:૦-
પાણી અને અગ્નિ
-૦:૦-

એક સમે શાહ શહેરના કીલ્લાની ઉપર ચઢી સાંજના વખતે જમુના નદીના જળ પ્રવાહની ગમ્મત જોતા હતા તે સમે આસપાસના મંદીરો તથા ઘરોના દીવાઓની રોશનીનો પ્રતીબીંબ જમનાના જળમાં પડતો હતો તે જોઇ શાહે એક કવીતાનું પદ બનાવ્યું કેઃ-

હમને દરીયાકી તરફ શેર ચેરાગાન દેખા.

આવું એક પદ રચી પછી શાહ દરબારમાં દાખલ થઇને બીરબલને કહ્યું કે, 'હું જે કવીતાનું પદ કહું તેનાજ ભાવને મળતુ બીજું પદ બનાવી આપ.'

દરબારમાં બેસનારા તમામ લોકો જાણતા હતા કે બીરબલને સરસ્વતી દેવી પ્રસન્ન છે, તેથી તે ગમે તેવી વગર જોએલી કે વગર સાંભળેલી વાર્તા પણ કહી શકે છે અને શાહને પણ તે વાર્તાની પૂરતી ખાત્રી હોવાથી પાદપુરતી કરવા કહ્યું.

બીરબલે કહ્યું કેઃ-

આબ વ આતસકું હમ દસ્તા વ ગરેબાન દેખા.

જેમ તમે સમુદ્રની તરફ સહેલ કરતાં તેમાં રોશની જોઇ, તેમ મેં પાણી અને આગ એકમેકમાં મળી ગયેલ છે એજ અજાયબી પામવા જેવું છે.

બીરબલનો આ ખુલાસો સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-