આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક સમે શાહે દરબારીઓને પુછ્યું કે, 'સઊથી મોટું પાન કઇ વનસ્પતીનું ગણવું ? શાહનો આ સવાલ સાંભળી કોઇ કેળનું તો કોઇ સાગનું તો કોઇ કમળનું પાન મોટું છે એમ કહેવા લાગ્યા, પરંતુ શાહે તે એકેની વાત કબુલ રાખી નહીં, છેવટે બીરબલને પુછ્યું. બીરબલે કહ્યું કે, 'સૌથી પાન નાગરવેલનું મોટું છે. કેમકે તે નામદાર સરખાના મુખ સુધી પહોંચે છે. માટેજ તેનેજ બધામાં મોટું સમજવું. બીજા પાન આકારમાં મહોટાં છે પણ અધીકારમાં મહોટાં નથી માટે શું કામના ?' આ જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો. અને બીરબલના ગુણ ગાઇ, બીરબલને રીઝવ્યો.