બીરબલ અને બાદશાહ/નીમકહરામ કોણ ?
Appearance
← પાનમાં પાન કયું મહોટું ? | બીરબલ અને બાદશાહ નીમકહરામ કોણ ? પી. પી. કુન્તનપુરી |
રામ રાખે તેને કોણ ચાખે ? → |
જમ જમાઇ જાચક સદા, કૃપા કરી રહો દુર.
એક સમે શાહે બીરબલને પૂછ્યું કે, ' દાનેશમંદ બીરબલ ! નીમકહલાલ કોણ અને નીમકહરામ કોણ ? તેનો ભેદ બતાવો.' આ સવાલ સાંભળી બીરબલે કહ્યું કે, 'સરકાર ! નીમકહલાલ એક કુતરૂં કહેવાય છે, જેના ઘરનું અંન ખાય છે તેને પોતાનો પ્રાણ જતાં સુધી પણ ઇજા ન આ્વવા દેતા પોતાના ધણીનું સંરક્ષણ કરે છે. કદાચ એક વખત તેને ખાવા ન આપીએ તો પણ તે નીમકહરામ થનાર નથી, એથી વીપ્રીત રીતે નીમકહરામ જમાઈ હોય છે, કેમકે તેને ગમે તેટલું ધન આપો તોપણ તેને સંતોષ વળતો નથી, દરરોજ તેનું મન મનાવવા છતાં પણ જરા વચમાં વચકું પડ્યું કે જાણે કોઇ વખત ઓળખાણ કે સંબંધ હતોજ નહીં તેમ તુરત રીસાઇ બેસે છે ? જમાઇ છે તે દશમા ગ્રહ સમાન છે. જેમાં નવ ગ્રહને નીત બળીદાન આપતા હોઇએ તો પ્રતિપત્રિ રાશી ઉપર આવ્યા કે પીડા કરે છે તેવીજ રીતે જમાઇને પણ જાણવો.' એ પ્રમાણેનો જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો.