આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'જેને કોઈ કાળે પણ વીસામો લેવાનો વખત આવતોજ નથી એવી કોઈ વસ્તુ છે ?' બીરબલે કહ્યું કે, 'હજુર ! સાહુકારનું વ્યાજ ! કે જેને ઘડીકની પણ ફુરસદ ન મળતાં રાત ને દિવસ આગળ વધ્યાજ કરે છે.' આ સાંભળી શાહ ઘણો ખુશી થયો,
સાર--માથે આવેલા દુ:ખને તાબે થવું, પણ મારવાડીનું ચાલુ વ્યાજ ભરવાને મારવાડીને ત્યાંથી વ્યાજે નાણાં લેવાં નહીં.