બીરબલ અને બાદશાહ/સવાલ જવાબ
← લક્ષમીપતી તે લાખેણો | બીરબલ અને બાદશાહ સવાલ જવાબ પી. પી. કુન્તનપુરી |
આ બેમાંથી ચોર કોણ ? → |
એક સમે શાહ દરબાર ભરી બેઠો છે. તેવામાં શાહે બીરબલને નીચે મુજબ સવાલો પુછવા લાગ્યો.
શાહ - કયો દુશ્મન કોઈથી ન જીતાય ?
બીરલબ - મોત.
શાહ - કોનું ઓસડ નહીં?
બીરબલ - સ્વભાવનું.
શાહ - કયો માણસ સાલસ સમજવો ?
બીરલબ - જેની આંખમાં શરમ હોય તેને.
શાહ - કોણ બળવાન છે ?
બીરબલ - વખત બળવાન છે
શાહ - કેમ માણસ બળવાન નહીં વારૂ?
બીરલબ - સાંભળો ત્યારે.
અરજુને એક વખતે આખા ભરતખંડના રાજનો રાજા થયો હતો તે એક સમે દુવારકાથી ભગવાનની રાણીઓને લઈને હસ્તિનાપુર જતાં કાબાએ તે રાણીઓને લુટી લીધી. એ વખતે પણ એના એ ધનુષ બાણ હતાં પણ કાંઈ કામમાં આવીઆ નહીં, માટે સમો બળવાન છે.
શાહ - કળયુગ ક્યાં સમજવો ?
બીરબલ - જ્યાં કુસંપ હોય ત્યાં.
શાહ - કોણ આંધળો છે ?
બીરલબ - ઈશક
શાહ - લંપટ થવામાં શું દુઃખ?
બીરબલ - શરીરમાં વ્યાધિ વધે, અને ઈશવરનો ચોર થઈને નરકમાં જવું પડે.
શાહ - વગર પાદશાહીએ પાદશાહ કોણ ?
બીરલબ - બેતમાં વાળો.
બીરબલના આ હાજર જવાબો સાંભળી શાહ અને દરબાર આનંદમાં તલ્લીન બની ગઈ.