રસિકવલ્લભ/પદ-૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૭૫ રસિકવલ્લભ
પદ-૭૬
દયારામ
પદ-૭૭ →


<poem>પદ ૭૬ મું

ધન પણ તેવું મન બગાડેજી, પ્રભુમાં પહોંચ્યું ખેંચી કાઢેજી; અનર્થ જેમાં દશ ને પાંચજી, શ્રીમુખ ગાયા ભરીયાં આંચજી; ૧ સહ્રદય સર્વથી ક્લેશ કરાવેજી, પ્રાણ ખોય કે પ્રેત બનાવેજી; હરિ સેવામાં વા પરમાર્થજી, વિત્ત વવરાયું સફલિત અર્થજી. ૨

ઢાળ સફલિત કરવું અર્થ એમ જ, હોય જો કદિ પાસ; નૂતન ઉપાર્જન કેરી હરિજને ન ધરવી આશ. ૩ મેલતાં દુઃખ દુઃખ રક્ષણે, હાનિ થાતાં મહાદુઃખ; પલવાર પ્રભુ ભજવા ન પણ રહે, ચિત્ત કૃષ્ણ વિમુખ. ૪

ચિન્તાત્યાગ ભોજન વસન ચિંતા કરી, વૈષ્ણવે ન થાવું ઉદાસ; સહુ વિશ્વે પોષે વિશ્વંભર, ક્યમ ભૂલશે નિજ દાસ? ૫ ગિરિ શિખર દ્રુમ સિંચે હરિ, અનાયાસ અજગર પોખે; દધિ મધ્ય શક્કરખોર ખગ, સાકર વડે સંતોખે. ૬ જન્મતા પહેલું જનનિસ્તન પય, પ્રકટ કર્યું પ્રભુ પાસ; ચગુણી રચ્યા પછી ચંચુ રચી, જડ જીવ નથી વિશ્વાસ. ૭ છે અજબ ગુલમેરી ખગી, તજી આહાર રટે મુખ રામ; જન દયાપ્રીતમ ચંચુ કરી, ચરણે ચતુર સુખધામ. ૮ -૦-