સાહિત્ય અને ચિંતન/શ્રીમદ્ ભગવદ્ ગીતા
← અહિંસા: સંસ્કૃતિમાં તેનું સ્થાન | સાહિત્ય અને ચિંતન શ્રીમદ્ ભગવદ્ ગીતા રમણલાલ દેસાઈ |
વલ્લભ સંપ્રદાયની અસર : સાહિત્ય અને જીવન ઉપર → |
શ્રીમદ્ ભગવદ્ગીતા
૧
પાંચ હજાર વર્ષ ઉપરનો એક બોલ ! આજ એવો અને એવો જીવંત છે. એ બોલની આસપાસ આખી આ સંસ્કૃતિ રચાઈ છે, કહો કે રચાયેલી આખી આર્ય સંસ્કૃતિ સજીવન રહેલી છે. કુરાનની આસપાસ ઊગેલી સંસ્કૃતિને તેરસો ચૌદસો વર્ષ થયાં, બાઇબલની પ્રેરણાથી ઊભી થયેલી માનવ શિષ્ટતાનાં બે હજાર વર્ષ. આર્ય સંસ્કૃતિને જીવંત રાખતા એક મહાઉચ્ચારણને પાંચ હજાર વર્ષ થયાં. પાંચ પાંચ હજાર વર્ષોથી આ સંસ્કૃતિને પ્રફુલ્લ રાખી રહેલા એ પ્રેરણાધોધમાં કેટકેટલાં અમૃતઝરણાં ભળ્યાં હશે ? સંસ્કૃતિઓ રચતાં કુરાન અને બાઈબલ જગતની માનવજાવના મહાબોલ. ગીતા એથીયે જુનો છતાં એવો જ જીવંત માનવ બોલ. પાંચ હજાર વર્ષ ઉપરનો એ બોલ…! જોકે પશ્ચિમી અભ્યાસની દૃષ્ટિને આર્યોની સંસ્કૃતિનું અગ્રપણું સ્વીકારતાં સંકોચ થાય છે ખરો.
મહત્તા શું જૂનવાણીમાં રહી છે ? નવીનતા માગતા વર્તમાન યુગને એ પ્રશ્ન સહજ થાય. ખરો. માત્ર જૂનવાણી એ જ મહત્તા નથી. પાંડવ કૌરવ ગયા; ચંદ્રગુપ્ત અને અશોક અદૃશ્ય થયા; કનિષ્ક, હર્ષ અને વિક્રમાદિત્ય ભૂતકાળ બની ગયા; પૃથ્વીરાજ અને શાહબુદ્દીન એ માત્ર પૂર્વકાળના ભણકારા; અકબર અને જહાંગીર જહાન પર નથી; ઔરંગઝેબ અને શિવાજીના અસ્તોદય ઈતિહાસ બની આપણી નજર આગળથી અળગા થયા; આજ ટોપીવાળાનાં ટોળાં આપણા વર્તમાનકાળમાં ઊભરાઈ રહ્યાં હતાં. તે યે ગયાં, અને હવે જૂનવાણી ગણાઈ જશે. અને નવીન સ્વાતંત્ર્યનો અરુણ આકાશ રંગી રહ્યો છે. એ સર્વજૂનવાણીમાંથી વહી આવેલો એક અજર અમર બોલ કૈક જૂનવાણીઓને બાજુએ ફેંકી આજપણ પાંચ હજાર વર્ષ ઉપર પાડેલા સચેતન પડઘા હજી પાડ્યા જ કરે છે, અને એ પડઘા હજી ઝીલાયે જાય છે. ગીતા શું સાચે જૂનવાણી છે ? કે વર્તમાન કાળને પણ સ તા કૃષ્ણ- મુખ સરખા સદાય યૌવનભર્યા જીવતા નગતા શાશ્વત ખેાલ છે ? જૂનવાણી સતત નવીન બનતી રહે તેા એને જૂનવાણી ન જ કહેવાય
वेदाहं समतीतानी वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि .......(७-२९)
ભૂત વર્તમાન અને ભવિષ્યને આમ એક જ બાથમાં ભરતા એ મેાલ આર્યો માટે તા અમર છે. નવીનતા વગર અમરત્વ હેાય જ નહિં. જૂનવાણી મરે છે. પાંચ હાર ભૌતિક વર્ષો પરવારી ગયાં છે. એ સહુને સજીવન કરતા ગીતાના મહામેાલ આજપણુ આતાને ઊભી રાખી શકયા છે. આતાને જીવંત રાખતા ખેાલ સદા નવીન છે. લખાણ વર્ષ બતાવી શું ગીતાની કુરાન કે બાઇબલ ઉપર શ્રેષ્ઠતા સાબિત કરવાની તા આ પ્રવૃત્તિ નથી ? આજ કાઇને ધર્માભિમાન ન પણ ગમે. ભારતની સરકાર પણ ભારતીય ધર્મીમાં ભય જોતી બની ગઈ છે. છતાં
अहं सर्वस्य प्रभवो मत्त: सर्व प्रवर्त्तते
એ વાકયને સખાધતી ગીતાને કાઈના ઉપર સરસાઇ કરવાની જરૂર નથી.
अहमादिस्च मध्यं च भुतानामंत एव च |(१०-१०)
એમ ભૂત ભવિષ્ય અને વર્તમાનને એક જ સાંકળે જોડતી ભાવનાને પાંચ હજાર વર્ષની પુરાણતા પ્રત્યે જરાય મેહુ ન હાય. એને કશું પુરાણ પણ નથી અને કશું નવીન પણ નથી.
यधद्विभूतिमत्सत्वं श्रीमद्व्र्जिंत मेव वा ।
तत्त्देवायगच्छत्वं मम तंजोंशसं भवम् ।। (१०-५१)
એમ જગતભરની વિભૂતિને પોતાની બનાવતી આ કુરાન અને બાઇબલ જેવા મહામાલને પણ પાતાના જ મહામાલ માની અપનાવે એમાં નવાઈ નથી. આ ભાવનામાં જૂનવાણી ન હોય. આ ભાવનામાં કોઈ પણ મહત્તા પરાયી ન હોય. પછી સરસાઈનો પ્રશ્ન જ રહેતો નથી; સાચી આર્યતાને મહમદની મહત્તા કે ઈસુનું ઐશ્વર્ય પરાયાં નથી-હોવાં ન જોઈએ.
અને પાંચ હજાર વર્ષનો પ્રશ્ન પણ આપણી વિદ્યાપ્રણાલિને અંગે જ ઊભો થાય છે. શોધખેાળમાં આનંદ પામતી આજની અભ્યાસ વૃત્તિએ શોધી કાઢ્યું કે મહાભારતના યુદ્ધને પાંચ હજાર વર્ષ થયાં. શોકસંવિગ્ન માનસવાળા ધનુષ્યબાણ ત્યજીને બેસી પડેલા અર્જુનને
क्षुद्रं हृदयषबल्ल्यं त्यक्तवोत्तिष्ठ परंतप । (२–३)
હાકલ કરી ઊભો કરી દેનારા એ ગીતા આજ પાંચ હજાર વર્ષે પણ કૈંક ગળીઆઓને ઊભા કરી શકે છે એ સત્ય અભ્યાસીની ટૂંકી દૃષ્ટિને તો બહુ મહત્ત્વનું લાગે જ. પાંચ હજાર વર્ષ સુધી જે બોલનું બળ ઘસાય નહિ એ બોલ પણ મહાબોલ છે એમ કહેતાં તે વર્ષોને આગળ કરે તો તેમાં આપણી વિકસેલી ઐતિહાસિક અભ્યાસવૃત્તિ જ કારણભૂત છે. બાકી कालोस्मि તરીકે પોતાને ઓળખાવતા ગીતાકારને પાંચ હજાર વર્ષોંના હિસાબ શો ?
बहूनि मे व्यतीतानि जन्मानि तब चार्जुन (४–५)
એમ ચોખ્ખું ઉચ્ચારનારની સાથે પ્રાચીનતાનો મોહ કેમ કરીને સંગમ બનાવી શકાય ? કલ્પ, વિકલ્પ અને સર્ગ-વિસર્ગની કથાઓ ગાતા, સાંભળતા આર્યોને વર્ષોનો ઢગલેા મોહીત તો ન જ કરે. સાચા બોલ, સમર્થ બોલ, જીવનને જાગ્રત કરનારા બોલ, જીવનને ઉન્નત કરનારા બોલ આજના હોય કે પાંચ હજાર વર્ષ પૂર્વના હોય તેા પણ તે આપણા જ છે, પૂજનીય છે, સ્મરણીય છે. એવા આ બોલનો સમર્થમાં સમર્થ ઉચ્ચાર એ ગીતા. પાંચ હજાર વર્ષ ઉપરના પણ ખરા અને એથીયે જૂના આજના ય ખરા, અને નવીનમાં નવીન. હજી એની નવીનતા ઘટી નથી.
इमं विवस्वते योगं प्रोक्तवाजहमव्ययम्
विवस्वान मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् (४-१)
स कालेनेह महता योगो नष्ट: परंतप (४-२)
एवायं मयातेॾद्य योग: प्रोक्त पुरातन: ।
भक्तोऽसिमे सस्वा चेति रहस्यह्येत्तदुमम ॥(४-३)
આમ પ્રભુથી ઊતરેલો આ બોધ, સૂર્ય, મનુ અને ઈક્ષ્વાકુના પરંપરાથી ચાલતો આવી રાજર્ષિઓ દ્વારા ગમ્ય થયેલો પુરાતન બોલ જરા ટાઢો પડચો એટલે ભક્ત અને મિત્ર અર્જુનને આર્યતાના એક મહાપ્રતિનિધિ કૃષ્ણે તે ફરી સંભળાવ્યો.
એ બોલે હજી સુધી આ પ્રજાને, આર્યસંસ્કારને જીવતાં રાખ્યાં છે. એ બોલ નવનવા સંજોગોને અનુકૂળ બની નિત્ય નૂતન રહ્યો છે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે ગીતાબોલ આસંસ્કારની સહાયમાં ઊભો રહેલો જ હેાય છે. આજ પણ ગીતાબોલ સજીવન છે. માટે જ આર્ય સંસ્કાર સજીવન છે.
[૨]
પણ એ ગીતા છે શું? આર્યતાને સજીવન રાખતા એ બોલ શું બોલે છે?
ગીતા એ માત્ર બોધ નથી. એ ગીત છે, ગવાયેલો બોલ છે, સંગીતમય બોલ છે. શબ્દને સરસમાં સરસ ધ્વનિ અને લય પ્રાપ્ત થાય ત્યારે તે સંગીત બને છે. ગીતા આર્યાવર્તનું મહાસંગીત છે. કાનને મીઠો લાગે એવો એ રૂપેરી રણકાર માત્ર નથી; નાનકડા હાવભાવ કે નૃત્યની મૈત્રી શેાધી માધુર્યની ઘુમરીઓ ખાતું—ખવરાવતું એ ગીત નથી. એ મહાસંગીતમાં ભવ્ય અને ઉદાત્ત સૂરસયેાજન છેઃ
शंखान दध्मौ पृथक पृथक (१-१८)
अविभक्त्ं विभक्तेषु (१८-२०)
વિશ્વના વિવિધ શંખનાદનું એ એક સપ્તક વિવિધતાને એકતામાં સંલગ્ન કરતો પૃથક્પૃથક્ શંખનાદમાંથી ગીત ઉપજાવતો એ મહાધેાષ છે. હૃદયની મહત્તાને સ્પર્શતો એ મહારાગ છે. સંગીતના એક મહાઆચાર્ય કૃષ્ણે ભારતવર્ષના એક મહાપ્રસંગ માટે વિકસાવેલો એ ઢાળ છે. ઝમઝમતાં ઝરણાં કે મર્મર મંજૂલ નદીરવ એ ન હોય. એ મહાસાગરનું સંગીત છે.
वेदानां सामवेदोस्मि (१०-१२)
કહેનારના બોલમાં મહાસંગીત ન હોય તેા બીજું શું હોય ? ગરબા, ઠુમરી અને ગઝલના શોખનાં ઊતરી પડેલા આ સંગીતમાં લાલિત્ય હશે-છે. લાલિત્યની રેખાઓને વધારે ઊંડી, વધારે ઓજસ્વી, વધારે ઘુંટાયલી અને વધારે બળભરી બનાવી મર્દોને-મર્દોના સમૂહને, ગાવાને પાત્ર એ સંગીત બનાવાયું. છે. એ સંગીતના સૂર શૃંગારપ્રેરક નથી–જો કે જીવનસ્રોતનુ એક સાયામાં સાચું તત્ત્વ એ સંગીતમાં સ્વીકારાયું છે.
प्रजनश्वास्मि कदर्प: (१०-२८ )
અને સાથે સાથે કંદર્પના વિપરીત સ્વરૂપો—જેની વ્યાપકતાનો આજના યુગમાં બચાવ પણ થાય છે તેને માટે એ ગીતમાં થયેલું ઉચ્ચારણ પણ વિસારવા સરખું નથી,
काम एव क्रोध एव रजोगुणसमुद्भव: .
महाशनो महापाप्मा विध्येनमीह वै रिणम् (३-३७)
એમાં રડતું રડાવતું કારુણ્ય નથી. હિંદ અને હિંદ બહારના અઢાર અક્ષૌહિણી સૈન્ય મૃત્યુનું આવાહન કરી રહ્યાં હતાં; એટલું જ નહિ, નિકટમાં નિકટ સંબંધ ધરાવતા પુરુષો સામસામે ખડા હતા. સગા કાકા કાકાના જ પુત્રો, પિતામહ, આચાર્યો, મામા, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા અને હિતૈષીઓ એકબીજાને કાપવા માટે તત્પર બનેલા હતા. ગાંધારી, કુંતા, દ્રૌપદી અને ઉત્તરા સરખી મહાસતીઓના પડછાયા એ મહાયુદ્ધને વિંટાઈ વળતા હતા. વહાલામાં વહાલાં સ્વજનોના પ્રાણ હરવાનો એ ભયાનક પ્રસંગ. બત્રીસલક્ષણાઓનાં બલિદાનનો એ યજ્ઞ, ભયથી નહિ, સ્નેહને પરિણામે, યુયુત્સુ સ્વજનોને નિહાળી આ સંસ્કારથી બોલાઈ જાય છે:
सीदंती मम गात्राणि म्रुखंच ओअरिशुप्यति । (१-२९)
એ ભાવથી—એ નરમાશથી પર લઈ જતેા પ્રહસન્નિવ ઋષિકેશનો ગીતા એ મહાબોધ છે. એ બોધના સંગીતમાં રુદન નથી, આંસુ નથી, વિલાપ નથી; એમાં છે. મૃત્યુને પણ ઘેાળી પી જનાર વિરાટ સ્વરૂપનું અગ્નિતાંડવ.
लेलिह्यसे ग्र्समान: समंताल्लोकान्समग्रान्वदने ज्वलद्भि:
तेजोभोरापूर्य जगत्समग्र भासस्तवोग्रा: प्रतपंतिविष्णे (११-३०)
સ્નેહવશ નિષ્ક્રિયતામાંથી અગ્નિતાંડવમાં ખેંચી જનાર એ ગીત આર્ય માનસને માત્ર અગ્નિમય રાખતું નથી. ગીતોએ ગાયેલું અગ્નિતાંડવ ઘોર, ગંભીર, આદ્ર અને જગતને નવપલ્લવિત કરવા તત્પર વારિભર્યાં વાદળાં ઉપર થાય છે. વિશ્વરૂપદર્શન યોગનું અંતિમ વાક્ય વિરાટ સ્વરૂપની અગ્નિ રેખાઓમાંથી ઉપસી આવતા सौम्यं मानुषं रूपं ના મુખથી નીચે પ્રમાણે ઉચ્ચાર કરાવે છે :
निर्वैर सर्व भूतेषु (११-५५)
કાયરતામાંથી નહીં, સુંવાળા સ્નેહમાંથી નહી પરંતુ
मृत्यु सर्वंहरश्चाहभ् (१-३४)
ની સાબિતી આપી પ્રલય સમા ઘોર ઝંઝાવાતમાંથી પસાર થઈ નક્કર બનેલા સંસિદ્ધ થયેલા–કહો કે અતિ મૃદુ બનેલા માનસમાંથી જાગતું નિર્વૈર છે. નિબર્ળનુ પલાયન નહિ પણ શૌર્યનુ. સ્મિત એ નિર્વૈર સ્થિતિમાં છે. કાયર, બીકણ, પરાજિત, પરાધીન હિંદુ સાચો આર્ય નથી. સાચે આર્ય ગીતાને અનુસરે છે. મૃત્યુનો ભય હોય એ હિંદુ નહિ, આર્ય નહિ; એ ગીતાધર્મ પાળતો નથી. નિર્વૈરને નામે પાછો પગ ધરનાર કાપુરુષને અને ગીતાને તલમાત્ર પણ સંબંધ નથી. ભીરુ હિંદુ એ જ ગીતાને, એક મહા દુશ્મન છે. કોઈ પરધર્મી, આ હિંદુ નહીં.
આમ આ મહાગીત ક્ષુદ્ર સ્નેહ, સ્વાર્થી કારુણ્ય, ભીરુ મનુષ્યત્વ અને કાયર સાધુત્વની એક પણ શ્રુતિને ઓળખતું નથી. એ મહાગીતમાં સ્વાર્થત્યાગની, સાચા સ્વાતંત્ર્યની, મૃત્યુજિત અહિંસાની અને મોહજિત સ્નેહની પ્રલંબ, ઉત્તેજક, વીરશોભન સૂરાવિલ છે. એ સૂરાવલિ આપણે ભૂલ્યા અને આપણું પતન થયું, પાછું આરોહણ ઇચ્છીએ તો ગીતાને સાંભળીએ અને ગીતા ગાઈ સૂરતાલ પ્રમાણે આપણે આપણા પગ ઉપાડીએ. એ સૂર, એ તાલ આપણને અગ્નિ ઉપર–અરે અગ્નિમાંજ ચલાવશે. એ અગ્નિ ભર્યાં માર્ગમાંથી આપણે એવા સ્થાને જઈશું કે જ્યાં
मुक्तं शुभांल्लोकान् [१८-७१]
ની સાચી સ્થાપના હશે.
હિંંદુઓએ, આર્યો એ પોતાને માટે, માનવજાતને માટે, અરે ભૂતમાત્રને માટે ગીતાબોધ્યું સંગીત સાંભળવાનું છે, એ ગીતામાં જીવવાનું છે, એ ગીતના તાલ પ્રમાણે પગ મૂકવાના છે. આર્યોએ પોતાના ધર્મને કશું નામ આપ્યું નથી. હિંદુ શબ્દ પણ પરદેશીઓએ દીધેલો શબ્દ છે. મુસ્લિમોના આવ્યા પછી આપણે એ નામ ભલે સ્વીકારી લીધું હોય. અંગ્રેજોના આક્રમણમાંથી ઉદ્ભવેલી વસતિગણતરીમાં આપણે ભલે હિંદુ ધર્મને આપણો ધર્મ ગણ્યો. ખરું જોતાં આર્યતાને ઓળખાવતા કોઈ નામ ચિન્હધારી ધર્મ જ નથી. તિલક માળા છાપાંમાં સંપ્રદાયો સમાયા છે, આર્યતા-આખી આર્યતા નહિ. સર્વ પ્રગતિ, સર્વ સંસ્કાર, સર્વ શુભ ભાવનાને પોતાનાં બનાવતો આ ધર્મ માનવધર્મ છે. એ માનવધર્મ સંગીતમય છે, જીવવા માટેનો ધર્મ છે, હૃહ્દયના ધબકારાને જીવનતાલ શીખવતો ધર્મ છે, સમગ્ર દેહનાં હલનચલનને પ્રગતિમય બનાવતો એ ધર્મતાલ છે. કૃષ્ણે ગુંજેલી ગીતા એ આર્યધર્મની અસ્તાઈ. એની આસપાસ અનેક અંતરા અને આભોગ રચાય. પરંતુ મૂળ જમાવટ तो ગીતાની જ. એ આપણી આર્યઅસ્તાઈ એ આપણું આર્યત્વપદ.
[ ૩ ]
ગીતાને હિંંદુઓ તો ઓળખે. પરંતુ ગીતાને બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોના સાચા અનુયાયીઓએ પણુ અભ્યાસનું માન આપ્યું છે.
મેકસ મ્યૂલર, મોનિયર વિલિયમ્સ, ગેટે અને શીલર જેવા મહાકવિ અને પ્રાચ્ય વિદ્યાના અભ્યાસીએએ ગીતામાં પૌર્વાત્ય સંસ્કારોનો આત્મા દીઠો છે. અંગ્રેજોને પાલે પડયા होઈએ ત્યારે આપણે જર્મનીને ભલે દુશ્મન તરીકે ગણીએ; એ દુશ્મનાવટ અચળ નથી. આવતી કાલ આપણે પાછા મિત્ર બની જઈશું. અને
समोहं सर्वभूतेषु( ९-२९ )
समा: शत्रौ च मित्रे च (१२-१८)
નું ઉદબોધન કરનાર ગીતાને જ શોભે. એટલે બ્રિટિશ બાંધ્યુ હિંદ જર્મનીને કોઇવાર દુશ્મન ભલે કહે. એના હ્રદયમાં જર્મની માટે કેાઈને યે માટે દ્વેષ કે ખાર તો ન જ હોય. આર્યોના અંશ કે વંશ સ્વીકારી સ્વસ્તિકની પૂજા કરતા જર્મનીને એ માર્ગે લઈ જનાર અનેક વિદ્વાનેામાંનો હંબોલ્ટ નામક એક વિદ્વાન કહે છે કે:
'જગતના સૌથી વધારે વંચાતા ગ્રંથોમાં ગીતા જર્મનીમાં અગ્રસ્થાન ભોગવે છે.
ચીનમાં ગીતાનો અનુવાદ લઈ જનાર સાધુનું નામ પણ વિસરાઈ ગયું છે અને ગીતા કૃષ્ણને નામે એ સાધુને ‘ કિસનજી ’ તરીકે જ ઓળખાવે છે.
બાલી જેવા પ્રદેશમાંથી ગીતાની સંસ્કૃત પ્રત હાથ લાગી છે. ગીતા વેદનો બાલીમાં ઉચ્ચાર થાય છે.
ઉપનિષદનું ફારસીમાં ભાષાન્તર કરનાર ઉદાર મુસ્લિમ શાહજાદા દ્વારા શીકોહ-ઔરંગઝેબના મોટાભાઈએ ગીતા માટે કહ્યુ છે કે: ‘ગીતાનાં વખાણ કરવાં એ મારી શક્તિ બહારની વાત છે.'
આગાખાની ૫ંથ ઇસ્લામી પંથ છે, એમ આપણે માનીએ છીએ. મુસ્લિમોનો જે અભિપ્રાય હોય તે ખરો. પરંતુ આગાખાની મંદિરો-ખાનાં–માં મેં ગીતાના શ્લોકો અને તેના ગુજરાતી અર્થ ખુલ્લી રીતે લખાયલા મારી જાતે વાંચ્યા છે.
સત્યાગ્રહના સિદ્ધાંતોને અમલમાં મૂકી પ્રખ્યાત થઈ ગયેલા અમેરિકન તત્ત્વજ્ઞ થોરોએ કહ્યું છે કે,
'પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ગીતાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી.’
એકાંતવાસ, તપશ્ચર્યા, ધ્યાન વગેરે અનેક પ્રયોગોમાં મગ્ન રહેતા એ મહાત્મા થેારોએ એક વખત એકાંત જંગલમાં નિવાસ કર્યો. ઝૂંપડીમાં એક સાદી પાટ ઉપર સૂતેલા આસપાસ વિંછી અને સર્પ જેવા ઝેરી જંતુ ફરતાં હતાં. થોરોના મિત્રે ભય પામી તેને સ્થાનફેર કરવા જણાવ્યું. થોરોએ હસીને જવાબ આપ્યો :
‘જયાંસુધી ગીતા મારી પાસે છે ત્યાંસુધી મને કોઈનો ભય નથી.’
આમ અંધશ્રદ્ધા લાગે એવો ગીતામાં વિશ્વાસ રાખનાર અમેરિકન વિચારક હતો અને ગાંધીજી ઉપર એની ભારે અસર છે એ આપણે આશ્ચર્યસહ નોંધવા સરખું છે;
થોરો જેટલેા જ પ્રખ્યાત વિચારક અને સાહિત્યકાર એમર્સન પણ અમેરિકાનો. ગીતાને એ સદા સાથમાં જ રાખતા, અને માનવજાતની મહાન સંપત્તિરૂપે તેને લખતો હતો.
सर्व भूतेषुआत्मानं सर्वभूता निचात्मनी (६-२९)
એ શ્લેાક એમર્સન વાંચતો ત્યારે એનું આખું શરીર પુલક્તિથઈ રહેતું અને તેનું હૃદય નાચી ઊઠતુ. આજનો એક અંગ્રેજ કવિ ઇશરવુડ ગીતા લઈ ગુફામાં બેસી ગયો છે. વિચારમાં પ્રગતિ લાવનાર હકસ્લે પણ અત્યારે ગીતા ગોખે છે.
પરદેશ અને પરધર્મથી નજીક આવી આપણે આપણા જીવનમાં રહેલા ગીતાના સ્થાનનો વિચાર કરીએ,
આપણી નજીકમાં આપણી પ્રથમ દૃષ્ટિ તો આજકાલ સ્વાભાવિક રીતે જ મહાત્મા ગાંધી ઉપર પડે. ગીતા એ ગાંધીજીને પ્રિય ગ્રંથ. એમની પ્રાર્થનામાં સાંખ્ય યેાગવાળા બીજા અધ્યાયમાં વર્ણવાયલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ નિત્ય ગવાતાં. અને જવાહરલાલ સરખા નાસ્તિક બુદ્ધિમાનને પણ એ પ્રાર્થના અને ગીતાગુંજનની ઉન્નત અપાર્થિવ અસરને સ્વીકાર કરવો પડયો છે એ જવાહરલાલની પેાતાની આત્મકથામાં જ કહેવાયું છે. મહા આસ્તિક ગાંધીજી જ્યારે ત્યારે ગીતાનો આશ્રય લેતા. તે પેાતે જ કહે છે કે:
“જ્યારે જયારે હું બહુ ભારે મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ જાઉં છું ત્યારે ત્યારે હું ગીતામાતાની પાસે દોડી જાઉં છું.'
કવિ નાનાલાલ ‘ગુજરાત’ નામના કાવ્યમાં પણ 'ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ ’ ગુજરાતમાં છવાયાનું વર્ણન કરે છે.
અરવિંદ ઘેાષના પૂર્ણયાગની પાછળ ગીતાની પાર્શ્વભૂમિકા રહેલી આપણે જોઈ શકીશું.
લેાકમાન્ય તિલકે પેાતાના કારાવાસમાં ગીતાના કર્મયોગ ઉપર મૂકેલો ભાર અભ્યાસીઓનું હજી પણ આકર્ષણ છે.
આપણા આ ત્રણે મહાન રાજનીતિજ્ઞો તો આમ ગીતાના અનુયાયીઓ હતા. એ જાણવા અને સમજવા સરખું છે. ત્રણેનો અંગ્રેજી કેળવણીનો જીવંત પરિચય છતાં પ્રેરણા ગીતાની.
વીસમી સદીની શરૂઆતના ઉગ્ર રાજકીય વાતાવરણે ઉત્પન્ન કરેલા બોંબધારી ક્રાંતિકારી યુવકો માર્ગ ભૂલ્યા હતા કે કેમ એ પ્રશ્નની ચર્ચા અસ્થાને છે. એમની દેશભક્તિ અને આત્મભોગ પ્રેરનાર ગીતા હતી, એ વાત અત્યારે મહત્ત્વની છે. ગીતાને હાથમાં લઈ ફ્રાંસીને માંચડે પ્રસન્નતાપૂર્વક ચઢી જનાર ક્રાન્તિવાદી ગીતાના ગૌરવનું એક પરિણામ છે એમાં શક નહિ, ગીતાનો સાચો અનુયાયી એમ જ કરે.
એની બેસંટ અને થિયોસોફીના સંપ્રદાયે આપણા આર્ય ધર્મને સમજાવવા માટે કરેલો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે. હિંદુત્વની આર્યત્વની જાગૃતિમાં એમનો સારો ફાળો આપણે સ્વીકારવો જ સા ૧૨ જોઈએ. એની બેસંટે કરેલું ગીતાનું ઈંગ્લીશ ભાષાંતર ધણાય અંગ્રેજી ભણેલાઓને આ સંસ્કૃતિ તરફ દોરી ગયું છે.
આમ આપણા નવા, સ્વાતંત્ર્ય પ્રેરતા રાજકારણમાં ગીતા-ઘડચાં માનસ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ વસ્તુ પાંચ હજાર વર્ષ ઉપર ઉચ્ચારાયેલી ગીતાનું સામર્થ્ય સમજવા માટે બસ છે.
ભાવિકો, આસ્તિકો માટે તો ગીતા જીવતો બોલ છે જ. કોઈ પણ પુસ્તકના કરતાં ગીતા વધારે વંચાય છે અને તેનો વધારેમાં વધારે મુખપાઠ થાય છે, એ સાબિત કરવા માટે બહુ તપાસની જરૂર પણ નથી.
ગુજરાતમાં આ વીસમી સદી પણ ગીતાના અનુવાદ માગે છે, ગુજરાતના મહાકવિ ન્હાનાલાલે ગીતાનું સમશ્લાકી ભાષાંતર ગુજરાતીમાં કર્યું છે એ જાણીતી વાત છે. બીજા કંઈક અનુવાદ થયેલા છે જ. હિંદની સર્વ પ્રાન્તિક ભાષાઓમાં આ જ રીતે ગીતાનાં પ્રતિબિંબો પડેલાં છે. પ્રત્યેક ભાષાએ ગીતા માગી: છે; એક યુગમાં નહિં; સર્વ યુગમાં. અને પ્રત્યેક ભાષાના સાહિત્યકારે ગીતાને માગી લેાકભાષામાં ઉતારી પણ છે. આજ વીસમી સદીના મધ્યકાળ સુધી પણ ગીતાની ટીકાઓ કેટકેટલી થયેલી છે ? કોઈ ગીતાપ્રેમી અભ્યાસી હિન્દની ભાષાઓમાં થયેલાં ગીતાનાં ભાષાંતરો અને ગીતા ઉપર રચાયલી ટીકાઓ, દીપિકાઓ અને સ્વાધ્યાયગ્રંથોનો અંદાજ કાઢે તો ગીતાની આર્યજીવન ઉપર થયેલી અને થતી અસર આંકડાના સ્વરૂપમાં સાબિત થઈ શકે. શેકસપિયર જગતમાં વધારેમાં વધારે વંચાય છે, શેકસપિયર ઉપર વધારેમાં વધારે વિવેચનો થયેલાં છે. શેકસપિયર ઉપર વધારેમાં વધારે મીમાંસાઓ રચાઈ છે, એમ કહેવામાં આવે છે એ ખરું હશે.
नांतोसडस्ति मम दिव्यानां विभूतिनां परंतप
શેકસપિયર પણ એજ વિભૂતિનો અંશ છે. છતાં અભ્યાસની દ્રષ્ટિએ ગીતાની ટીકા, મીમાંસા, અને વિવેચનોનો અંદાજ કાઢીએ તો જરૂર એ મહાગ્રંથ શેકસપિયર જેટલા સાહિત્ય ભંડાર જરૂર રજુ કરશે એમ લાગે છે. શેકસપિયર સાહિત્યકાર અને ગીતાકાર સાહિત્ય-દેવતા. સાહિત્ય દેવતાના સાચા ઉચ્ચારણમાં ફિલસૂફી છે, છતાં એનો મોહ નાટકો કરતાં ઓછો નથી એ શું નવાઈ ન કહેવાય ?
ગીતા વાંચવા સહુ કોઈ પ્રેરાય છે. ગીતા વિષે વિવેયન કરવા એ વાંચનાર પ્રેરાય છે. લખવામાં અને બોલવામાં પણ ગીતાનો આધાર લેવાય છે. અને ગીતા જીવન જીવવાના પ્રયત્નો તો કેટકેટલાયે થતા હશે ! એ પ્રયત્નો સફળ કે અફળ એ પ્રશ્ન આપણે બાજુએ મુકીએ. છતાં ગીતાના સિદ્ધાન્તો પ્રમાણે જીવન ઘડતા માનવીઓનો સમુદાય આપણે વિચારીશું તો આપણને ગીતાની સજીવન અસરનો વધારે ખ્યાલ આવશે.
नहि कल्याणक्रुत्कस्चिदुर्गतिंतातगच्छ्ति (६-४૦)
ગીતાજીવન જીવવાના નિષ્ફળ પ્રયત્નો પણ ઊર્ધ્વ ગતિ પ્રેરે છે. સફળતા એ પરિણામ. સાચી વસ્તુ એ તો પ્રયત્ન. અનેક નિષ્ફળ પ્રયત્નોની પાછળ સફળતા સમાયલી છે. ગીતાજીવન જીવવાના પ્રયત્નોની નિષ્ફળતા તરફ આપણે ન જોઈએ. એ નિષ્ફળ કહેવાતા પ્રયત્નોમાં જ ગીતાનું ચિરંજીવી સ્થાન છે.
આર્ય સંપ્રદાયોએ તો ગીતાનું પરમ મહત્ત્વ સ્વીકારી લીધું છે. ગીતા ઉપર ભાષ્ય ન રચાય ત્યાં સુધી કેાઈ સંપ્રદાય ન સ્થપાય ન કોઇ આચાર્ય પદ ધારણ કરી શકે. પ્રસ્થાનત્રયી એ આપણી આ ફિલસૂફીનો સ્થંભ. એ ત્રણ પ્રસ્થાનો-પ્રગતિસૂચક વિચાર ઉડ્ડયનેામાં ગીતાનું સ્થાન. એટલા ઉપરથી જ ગીતા આર્યધર્મ સાથે કેટલી નિકટ જડાયલી છે તે આપણે સમજી શકીશું.
રામાનુજ, મઘ્વ, શંકર, વલ્લભ એ આપણા આર્ય સંપ્રદાય, આચાર્યો. દ્વૈત, શુદ્દાદ્વૈત, કેવલાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતને નામે એાળખાતા આ ચારે સંપ્રદાયો ગીતા ઉપર ભાષ્ય રચીને સ્થપાયા છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્માના સંબંધ ઓળખાવનાર આપણા પંથો અને માર્ગ પરસ્પરથી વિરોધી નહિં તે પરસ્પરથી વિભિન્ન ભાવનાઓ, ફિલસૂફો અને વિચારશ્રેણી ધડી કાઢે એમાં ગીતાની સર્વ સ્થિતિને અનુકૂળ થવાની મહાશકિત જ દેખાઈ આવે છે. એ મહાશકિત આજ પણ આપણે નિહાળીએ છીએ. શંકરે ગીતા ઉપરથી વેદાંત કેવલાદ્વૈત રચ્યું અને માયાવાદની સ્થાપના કરી. એ જ ગીતાએ બીજા વાદ પણ આપ્યા. એટલું જ નહિ, આજનાં રાજકીય મંતવ્યો પણ ગીતા ઉપર ઘડાયે જાય છે એ ગીતામાં રહેલી સર્વાનુકૂળ બનવાની મહાશકિત જ દર્શાવે છે. આજના સામ્યવાદી એમ. એન. રોય સરખો પણુ ગીતાને જુએ, એ ગીતાનું સામર્થ્ય ઓછું ન કહેવાય.
ગીતાનું નામ આપી, ગીતામાં વધુ વર્ણવેલા ભાવોને સ્ફૂટ કરવાના પ્રયત્નો પણ થયા છે. જ્ઞાનેશ્વરી ગીતા મહારાષ્ટ્રી ભાષામાં અને અખે ગીતા ગુજરાતીમાં જાણીતા તત્ત્વજ્ઞાનના ગ્રંથો છે. વળી ગીતાને ગ્રામ્ય સ્વરૂપ આપી હાસ્યરસ ઉપજાવી તેમાંનો તત્ત્વાર્થ સ્પષ્ટ કરવાનો ગુજરાતી ભાષામાં થયેલો એક ગ્રામગીતા નામનો સુંદર પ્રયોગ એટલા માટે નોંધવાપાત્ર છે કે ગીતાની ફિલસૂફી શાસ્ત્રીઓ, વિદ્ગાનો અને સંસ્કારી કહેવાતા વર્ગમાં જ ફેલાઈ છે; એમ નહીં, પરંતુ અશિક્ષિત ગ્રામ જનતા સુધી તે પહોંચી ગઈ છે, એ તે પ્રયોગથી સમજી શકાય એમ છે. રસમય પ્રયોગ જોવા સરખો છે. અરજણિયો કહે છે:
નાનાંએ મારવાં ને મોટાંએ મારવાં
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા મારવાનો ના મળે. આરો.
એવું તે રાજ કેદિક ના રે કર્યું તો
ચીયો ગીગો રહી ગયો કુંવારો?
કરહાણિયાયા હું તે નથી લડવાનો.
કરહણિયો કહે છેઃ-
મ્હોટા મ્હાટા મહાત્મા ને મ્હોટા પુરસ,
જીણે વાસનામાં મેલ્યેા પૂળો.
અરજણિયા વાસનામાં મેલ્યેા પૂળો,
અલ્યા એવાયે જગત હાટુ કરમ ઢહઈડ,
પછી તું તે ચેઈ વાડીનો મૂળેા.
અરજણિયા, મેલને મૂરખાવેડા.
ઊંધું ઘાલીને જા કરમ ઢહૈડયને,
ફળની કર્ય માં ફેકર,
અરજણિયા ફળની કરમાં ફકર,
ફળનો દેનારો એલ્યેા ખેઠા પરભુડિયા,
તે નથી તારા બાપનો નોકર.
અરજણિયા મેલને મુરખાવેડા.
ગ્રામ્ય માનસમાં ઊતરેલું તત્ત્વજ્ઞાન ગ્રામ્ય ભાષામાં આથી વધારે સારી રીતે ઊતરી શકે એમ નથી. એ ગીતાની મશ્કરી નથીજ. કેટલી અસરકારક રીતે પ્રજાજીવનનાં કેટલાં નીચા થર સુધી ગીતા પહોંચી શકે એનું ગ્રામ્ય ગીતા એક સરસ દષ્ટાંત છે. ભોજો, ધીરેા, અખો કે નરભો એ સધળા કવિઓ મહાતત્ત્વજ્ઞાની હતા. તેમણે ગ્રામજનતાને તત્ત્વજ્ઞાન આ જ ઢબે આપ્યું છે. ગીતાજ્ઞાન આપણા ગ્રામ જીવનને પણ વારસામાં મળેલ છે.
આમ ધર્માચાર્યોથી માંડીને ગ્રામજનતા સુધી, અર્જુનથી માંડીને આજના ગાંધી સુધી, મહાપંડિતોથી માંડીને સામાન્યતામાં વિસરાઈ ગયેલા સામાન્ય માનવી સુધી, તપસ્વી ઋષિઓથી માંડીને આજના તેજસ્વી ક્રાંતિકારી સુધી, દેશીઓથી માડી દૂરના પરદેશીઓ સુધી ગીતા પહેાંચી ગયેલી છે. આર્ય સંસ્કૃતિને રૂંવે રૂંવે ગીતાનો સંચાર છે. આર્ય સંસ્કારની પોષક માતા ગીતા છે.
[૪]
ગીતા એવું શું કહે છે કે જેથી એ આર્યસંસ્કૃતિની ધાત્રી બની રહી છે? ગીતામાં એવું શું છે કે એનું ગૌરવ પાંચહજાર વર્ષથી અવિચળ રહેલું છે ? સંસ્કારની ઊંચી નીચી સર્વ કક્ષાઓને અનુકૂળ પડે અને સર્વને પ્રગતિનો પંથ બતાવે એવું કયું તત્ત્વ ગીતામાં રહેલું છે ?
નાસ્તિકતા પણ ઘણી વખત શોખ-ફેશન થઈ પડે છે. એવા એક વાતાવરણમાં ગીતા વિરૂદ્ધની દલીલો મેં ખુબ વાંચી અને વિચારી.
એક ઐતિહાસિક દલીલ એ છે કે, ગીતા મહાભારતનો મૂળ વિભાગ નથી. એ મહાભારતમાં પાછળથી દાખલ થઈ છે. બન્ને સૈન્યો સામ સામે યુદ્ધ માટે ઊભાં હોય તે સમયે આટલા લાંબા પ્રશ્નોત્તરને માટે અનુકૂળતા હોય ખરી ? એવી તત્ત્વચર્ચા માટે સમય મળે ખરો ?
એ દલીલને આપણે બાજુએ મૂકીશું, શેકસપિયરનાં નાટકોમાં હેનરી, સીઝર, બુટસ કે એન્ટનીનાં ભાષણોની લંબાઈ આપણને સાલતી નથી. એ સર્વની વકતૃત્વ કલાનાં આપણે વખાણ કરીએ છીએ, અને આ શબ્દો નહિ તો આવા ભાવાર્થભર્યા શબ્દોનું ઉચ્ચારણ તેમણે કર્યું હતું. એમ માની આપણે એની અનૈતિહાસિકતા ઉપર નજર પણ નાખતા નથી.આખું મહાભારત વ્યાસે લખાવ્યું અને ગણેશે લખ્યું એ આપણી કથા. ગીતા એનો એક વિભાગ. કૃષ્ણે અર્જુનને બોધ કર્યો તે અનુષ્ટુપ કે ઉપજાતિ છંદમાં કર્યો, એમ પ્રશ્ન પણ શા માટે ઉપસ્થિત થાય એ હવે સમજાતું નથી. ગીતાનો પાઠ કરનાર તો નિત્ય સંભારી જાય છે કે :
पारशर्ववच: सरोजममलं गीतार्थगंधोत्कटं
ગીતાના અર્થમાં રહેલી ઉત્કટ સુવાસ પ્રસારનારું મહાભારતરૂપી કમલ મહર્ષિ વ્યાસના નિર્મળ વાણીસરોવરનું એક પુષ્પ છે. એનો સ્વીકાર થઈ ચૂકેલો છે. એટલે કૃષ્ણે કરેલો બોધ અતિ લાંબો, અસંગત છે એમ કહેવું એ ઇતિહાસને જાણી જોઈને ન ઓળખવા સરખું છે.
અને આજના મહાયુદ્ધને પ્રસંગે પ્રગટ થતાં મંત્રણા પત્રો white Papers ની લંબાઈ, વાકજાળ અને પોતાનો દોષ ઢાંકી પારકાને દૂષિત દેખાડવાના લેખનછળને વાંચનાર વીસમી સદીની શિક્ષિત પ્રજા ગીતાની લંબાઈ ને જરાપણ દોષ દઇ શકે એમ નથી. અનેક ગીતાઓ રચાય એટલી ભાષા સરકારી પત્રોમાં આજ વપરાય છે. જગતનું સદ્ભાગ્ય છે કે એ પત્રોમાં ગીતા નથી !
ગીતા શું કહે છે, એ તો પોતપોતાની પાત્રતા પ્રમાણે સમજાય એમ છે. એની વિચારમાલા કૃષ્ણની વૈજયંતિ સરખી વિશાળ, વૈવિધ્યભરી અને સૌરભસ્ફુરિત છે. એમાં જીવન, મરણ અને મરણેાત્તર સ્થિતિ વિષે વિચાર કરવામાં આવ્યો છે; મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધ અને મનુષ્ય તથા પ્રકૃતિ વચ્ચેના સંબંધનો સ્ફોટ કરવામાં આવ્યો છે. સમાજની વિચિત્ર ઘટના, એને પરિણામે ઉપજતાં સુખ અને દુ:ખ, તથા સુખ અને દુઃખથી પર રહી બન્ને ને એક જ ઢાલની બે બાજુ તરીકે ઓળખાવવાની દષ્ટિ સંબંધી વિવેચના કરવામાં આવી છે. વ્યવહારને અને અધ્યાત્મને પરસ્પર ઘટાવવાના માર્ગ એમાં સૂચવાય છે. કર્મની અનિવાર્યતા તેમજ એ કર્મનાં ફળથી અલિપ્ત રહેવાનાં સાધનો પણ ગીતામાં દર્શાવાયાં છે. બાહ્ય અને આંતર ઉપાધિ-વાતાવરણ–મનુષ્યને ઘડે છે એનો અંશત: સ્વીકાર તો એમાં છે જ. પરંતુ વાતાવરણ ઉપર સ્વામીત્વ મેળવી વાતાવરણ બદલી નવીન માનવતા ઘડવાની પ્રેરણા ગીતામાંથી મળી રહે છે. પરિસ્થિતિને વશ તો સહુ થાય. પરિસ્થિતિ ઘડે એમ સહુ ઘડાય. પરંતુ માનવીની વિશિષ્ટતા એ પરિસ્થિતિ બદલવાની ઇચ્છા તથા શક્તિમાં રહેલી છે, અને એ પરિસ્થિતિ સામે ઝુઝવામાં જ માનવ ઉત્ક્રાન્તિ ફલિત થાય છે એવો રસભર્યો બોધ ગીતાના શ્લોકે શ્લોકે ભર્યો છે. પરિણામ દર્શી ગણતરી માનવીએ ઈશ્વરી શક્તિને સોંપી કાર્યમાં જ રત રહેવાનું છે, અને નિષ્ફળતાની જેમ સફળતા માટે પણ પેાતાને એ શક્તિના જ માત્ર વાહક કે વિધેય તરીકે ગણી ચાલવાનું છે. એ ઈશ્વરી શક્તિ શું છે એના પરચા પણ ગીતામાં થયેલો છે. એ ઈશ્વરી શક્તિ
द्यावा पृथिव्योरिदमंतरंहि
व्याप्तं त्वंयैकेन दिशस्च सर्वा: (११-२०)
ના ઉદ્ગારથી ઓળખાય છે. એ ઉગ્ર બનતાં पोકારી ઉઠે છે;
कालोस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत: (११-३२)
આમ મૃત્યુની ઉગ્રતા અને સંહારના પ્રચંડ ઝંઝાવાત ગીતામાં ઇશ્વર સ્વરૂપ જ બની જાય છે, સમગ્ર જગતની વિભૂતિઓ એના અંશરૂપ છે. વિભૂતિ એટલે ? ઐશ્વર્યભર્યું, શોભાભર્યું અને પ્રભાવશાળી સત્ત્વ એથી પણ આગળ વધીએ તો
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत !(१०-४२)
પરંતુ પ્રત્યેક માનવીને માટે આશા ઉપજાવતો એક મહાબોધ ગાઈ ગીતાએ મનુષ્યને ઈશ્વર સાથે એક બનાવી તેની અનંત ઉત્ક્રાંન્તિના માર્ગ ખુલ્લા કરી આપ્યા છે :
इश्वर: सर्वभूतानां ह्र्देशर्जुन तिष्ठति। (१८-६१)
અને એ ઈશ્વરની ઉપલબ્ધિનું સ્વરૂપ ?
आश्चर्य वत्पश्यति कश्चिदेनम्
आश्चर्य द्वदति तथैव चान्य:
आश्चर्य वचनेमन्यशृणोति,
श्रुत्वाऽप्येनं वेदन चैव कश्चित् (१-२९)
ક્ષણેક્ષણે સાંભળ્યા છતાં ઈશ્વરને ન ઓળખનાર, પળેપળે જોયા છતાં ઈશ્વરને ન પીછાનનાર આપણા સર્વને માટે ચોખ્ખો માર્ગ દર્શાવ્યો છે:
तमेव शरंण गच्छ सर्व भावेन भारत
અગર
मन्मना भव मद़्मक्तो मद्याजी मां नमस्कुरु (१८-६५)
અથવા
तस्माद़ योगी भवार्जुन (६-४६)
આ બધું આપણને કપરું લાગે છે ? સારી વસ્તઓ, સારા વિચારો અને સત્કાર્યો જેટલાં સરળ અને સહેલાં છે એટલું બીજું કશું જ સહેલું નથી, છતાં એ ન બની શકે એમ માની આપણે આપણી પ્રગતિમાં મંદતા દાખલ કરીએ છીએ. ગીતાએ એ મંદતા ટાળવા બહુ સરળ રસ્તો બતાવ્યો છેઃ
पत्रं पुष्पं फलं तोयं (९-२६)
ગીતા આમ માનસશાસ્ત્રનેા મહાગ્રંથ બની જાય છે. એમાં કાયરતાને સ્થાન નથી; એ વીરોયિત બાધ છે, કાયરને વીર બનાવતો બોધ છે. એની દષ્ટિએ માનવતા એ વ્યક્તિગત પ્રયત્ન અને વિકાસ ઉપર આધાર રાખી રહેલો સામાજિક ધર્મ છે. એ આચારમાં મૂકવાનો ધર્મ છે. ગીતાબેાધિત આચારમાં ભ્રષ્ટતા પ્રવેશી અને આપણે પરાધીન બન્યા. આપણી રાજકીય પરાધીનતા આપણી વ્યક્તિગત, આપણી આંતિરક કાયરતાનું જ પરિણામ છે. ગીતા એ વ્યક્તિગત, રાષ્ટ્રીય અને જગતભરની મુક્તિનો માર્ગ દર્શાવે છે. એનો સહુથી પહેલો બોધ
अभयं सत्वसं शुद्धि (१६-१)
આપણામાં અભય છે ? હેાય તેા આપણે બેડીજડયા ન જ હોઈએ.
આમ ગીતાનું વાચન અને મનન અનેક પ્રકારની વિચારસરણીઓ પ્રેરવાની શક્તિ ધરાવે છે. એમાં કાઈ વિદ્વાનો આધ્યાત્મિક ઘર્ષણ જુએ છે. મહાભારત એ નિત્ય યુદ્ધ છે, દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચેનો એ સનાતન વિરોધ છે. એમ પણ કહેવામાં આવે છે કે કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે માર્ગનો એમાં સમન્વય થયેલો પણ પૂરવાર કરવામાં આવે છે. કર્મકાણ્ડની જડતા ઉપર ખરે ગીતામાં વારંવાર ઠોક પાડવામાં આવ્યા છે, અને કર્મના બાહ્ય સ્વરૂપે પ્રગટ થતા યજ્ઞ ઉપર બહુ જ સુક્ષ્મતાભરી સમાલેાચના તેમાં છેઃ
यज्ज्नशिष्टा शिन: संतो मुच्यंते सर्वकिल्बिषै: (३-१३)
યજ્ઞનું બચેલું જ જમવાનો આપણને અધિકાર સમજાવી યજ્ઞમાં રહેલી સ્વાર્થની આહુતિ આપણા સમક્ષ પ્રત્યક્ષ કરી છે, અને
क्रिया विशेषबहूलां (२-४५) પ્રત્યે ચેાખ્ખો અણગમો દર્શાવ્યો છે. જડ ઉપાસના,વેવલાશભરી ભક્તિને નામે સેવાતી હઠ અને સંકોય ગીતાને ગ્રાહ્ય નથી. જ્ઞાન પણ શબ્દજ્ઞાન કે શઠજ્ઞાન બની જાય છે, એ વિષે ગીતા આપણને સાવચેત કરે છે :
यामीमां पुष्पितां वाचं प्रवदंत्यविपशिच्त
वेदवादहता: षार्थ नान्यदस्तीतिवादिन: (२-४२)
માં વર્ણવાયેલા જ્ઞાનીઓ માટે એકાગ્રતા નથી જ, એમ ચોખ્ખું ગીતા જાહેર કરે છે.
વળી વેદાંત, યોગ, સાંખ્ય, ન્યાય અને વૈશેષિક જેવાં આપણાં દર્શનોમાં વર્ણવાયેલા પુરુષ પ્રકૃતિનાં કાર્ય-અકાર્ય ની ખેંચાખેંચીમાંથી સમન્વય સાધવાનો ગીતાનો પ્રયત્ન છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ. અતિ આગ્રહી અને તીવ્ર બુદ્ધિગ્રાહ્ય આપણાં દર્શનો ભ્રમ ઉપજાવી ઇશ્વર અને પ્રકૃતિ સબંધી નિષ્ફળ વાદવિવાદ ઉત્પન્ન કરી આપણને નિષ્ક્રિય કે વિક્રીય બનાવે એ સંભવિત છે, એ સર્વના સમન્વયમાં જ સત્ય સમાયેલું છે. ગીતા એ સમન્વય કરી આપણા જ્ઞાનભ્રમણને સ્થિરતા આપતી હોય તે। તે પણ યોગ્ય જ છે.
આર્યાવર્તે ઉપજાવેલી ધર્મ ભાવનાની પાંચ શાખાઓ : શૈવ, ભાગવત, બૌદ્ધ, જૈન અને તંત્ર–જેમાંથી આપણે શાક્ત મતને પણ પ્રગટતો જોઈએ છીએ. ઈશ્વરના કર્તૃત્વનું સ્વરૂપ એ શાખાઓની વિભિન્નતાનું લક્ષણ. સંભવિત છે કે એ સર્વ માર્ગોનું દોહન કરી સર્વાનુકૂલ બનવાની વૃત્તિમાંથી ગીતાનો જન્મ થયો હોય. ગીતાની અધ્યાય ઈતિ પણ ગીતાને ભગવદ્ગીતા કહે છે; ઉપનિષદ્, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્રના સ્વરૂપે તેને ઓળખાવે છે. આમ ભક્તિમાર્ગીય ભાગવત પંથ, બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ સૂચિત વેદાંત-શૈવ, સંપ્રદાય અને યોગનો સ્વીકાર કરી ચુકેલા બૌદ્ધ અને જૈન પંથો પણ અહીં વિચારાયા હોય તો તે અસંભવિત નથી, તંત્રનું સૂચન કરતો રાજવિદ્યા–રાજગુહ્ય યોગ પણ એમાં જોનારને જડી આવશે.
વર્તમાન યુગના નેતાઓએ પાતાની ઢબે ગીતાને અપનાવી લીધી છે—કહો કે ગીતાએ વર્તમાન નેતાઓને પણ અપનાવ્યા છે. એ ગીતામાંથી આપણે આપણી માનવતા-ખેાવાયલી માનવતા શોધીએ. ગીતા એ માનવતાની મહાખાણ છે, માનવતાનો એ અખૂટ ખજાનો છે. વાપરતાં વધે એવો એ આપણો જ્ઞાનભંડાર છે.
એ ગીતા ગંગાને જગત ઉપર પ્રવાહિત રાખવાના પ્રયત્નને ઇતિહાસ પણ બહુ શિક્ષણીય છે.: કૃષ્ણે ગુજરાતને પોતાનો જ દેશ બનાવ્યો હતો, એ ભૂલવા સરખું નથી. ગીતાના ઉદ્ભાધન વખતે કૃષ્ણ ગુજરાતી બન્યા હતા, કૃષ્ણનો એ જગતશોભન સંદેશ પાછો ગુજરાતને કહોકે હિંદને ઘેર ઘેર પહેાંચાડવાના, આર્યોના, પંડિતોના, ભક્તોના, કથાકારોના, વક્તાઓના, સાહિત્યકારોના પ્રયત્નો લોકસંગ્રહનો એક સરસ નમૂનો પૂરો પાડે છે. ગીતા વિષે કાંઇ પણ કહેવાથી પાત્રતા કોની એનો વિચાર કરતાં,
आत्मसंभाविता स्तब्धा धनमानमदान्विता: |
यजंते नाम यज़ेस्ते दंमेना विधिपूर्वकम (१६-१६)
એ ગીતાવાકય પણ યાદ આવે છે. આપણે આ માપથી આપણને માપવાની શક્તિ કયારે મેળવીશું ? નૂતન યુગે જૂના યુગ પાસેથી ઘણું ઘણું શીખવાનું છે. આપણી કથા પદ્ધતિની અસર પણ નવીન યુગના વક્તાઓએ શીખવા-સમજવા જેવી છે. શ્રોતાઓ અને વકતાઓ વચ્ચે એકતા જામે નહિં ત્યાં સુધી વક્તૃત્વ નિષ્ફળ જ નીવડે. વિદ્વાન, અવિદ્વાન, સ્ત્રી અને પુરુષ સર્વના મનને ખેંચી રાખતા કથાકારોની વાણી અસરકારક, આકર્ષક, હૃદયંગમ, ગુમાનરહિત અને તેજસભરી હોય છે.
ગીતાને ચિત્ર સ્વરૂપ આપવાનો અતિ રળિયામણો પ્રયોગ પણ કદી થાય છે. ચિત્ર પણ આપણી કલાભાષા છે. શ્રીમદ્ભગવદ્ ગીતાના શ્લેાકોને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન આજનો નથી.
सरसामस्मि सागर:
એ ભાવને સૂચવતું એક ન્હાનું પણ ભવ્ય પ્રાચીન ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ અભ્યાસી શ્રી,મંજુલાલ મજમુદારે મને બતાવેલું હજી આંખ આગળ રમ્યા કરે છે. કથાનકો પણ પીંછી, રંગ અને રેખાને અનુકૂળ બની રહે છે. અને ગીતાપ્રયારમાં બહુ ઉપયોગી ફાળો આપે છે. વાણીથી અને ચિત્રથી ગીતાભાવનાને દઢીભૂત કરનાર ગ્રંથો ગીતાની લોકપ્રિયતા ઝડપથી બતાવી શકશે.
અંતે એક જ વાત કહેવાની હ્પ્ય. ગીતા માત્ર વાંચવા માટે નથી—એ જીવવા માટે છે. એ આયારમાં મૂકવાની કલા છે, એ હું કહું એના કરતાં એ ગીતા પોતે જ વધારે સારી રીતે કહી શકશે.
ભગવતી ગીતા આર્ય સંસ્કારનુ સંરક્ષણ કરો એટલું જ નહી, એ આર્ય સંસ્કારમાં રહેલી વિશિષ્ટતા જગતભરમાં ફેલાઈ માનવજાતની ઉન્નતિ કરો ! અહિંસા, કર્મફળત્યાગ, અપરિગ્રહ, અનપેક્ષા એ સર્વ ગીતાએ સંબોધન કરેલા ગુણો દક્ષતા અને कर्मसु कौशलમાં પરિણામ ન પામે ત્યાં સુધી જીવન માત્ર સંગ્રામ અને સંહાર બની રહે છે. સંગ્રામ અને સંહારની પાછળ રહેલું મહાજીવન અને નવજીવન નિહાળવામાં પશ્ચિમનું કર્મ કૌશલ્ય અને પૂર્વનો કર્મફલત્યાગ એ બન્નેનું સંમિશ્રણ જરૂરી છે. પૂર્વે કર્મકૌશલ્ય ત્યાગ્યું એટલે તેને પરાધીનતા મળી. પશ્ચિમે કર્મફલની ભારે લોલુપતા રાખી. એટલે શસ્ત્રવિજ્ઞાન એ કર્મનાં ફલ તેને અણધાર્યાં આપે છે, અને સંહારશક્તિની પરાકાષ્ટા એ દક્ષતાને લઈ જાય છે. ગીતા બન્નેનો સમન્વય માગે છે. દક્ષતા ઉપર, કર્મકૌશલ્ય ઉપર ગીતા ખુબ ભાર મૂકે છે. આ સંસ્કૃતિ એ દક્ષતાને,કર્મ કૌશલ્યને વિસારે નાખી મ્લાન બની ગઈ છે. દક્ષતા વગરનાં કર્મનું ફલ પણ શું હેાય ? એનો ત્યાગ કરવાપણું પણ ક્યાંથી ઊભું થાય ?
એટલે આપણી કોઈની પણ પરાધીનતા હોય, અશક્તિ હોય ત્યાં સુધી આપણે ગીતા વાંચી ન કહેવાય. જગતમાં યુદ્ધ હોય ત્યાં સુધી ગીતા આચારમાં મૂકી ન કહેવાય. એ આચારમાં મૂકવાનો આપણો પ્રથમ ધર્મ આર્ય સંસ્કૃતિ હિંદમર્યાદિત નથી. આપણો ઈશ્વર તો કહે છે કેઃ
सर्वस्य चाहं हदि सनिनविष्टो (१५-१५)
હૃદય હૃદયમાં રહેલા ઈશ્વરને આપણે જોઈએ અને ઓળખીએ ! એમાંજ ગીતાનું ગૌરવ છે.