ગ્રામોન્નતિ/ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
← ૧૩ ગ્રામઉદ્યોગ | ગ્રામોન્નતિ ગૃહઉદ્યોગનું વર્ગીકરણ રમણલાલ દેસાઈ |
૧૫ સ્વદેશી શા માટે ? → |
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
આ સ્થિતિની ભયંકરતા રાજકર્તાને, વિચારકોને તેમ જ સમાજસેવકોને સમજાઈ છે. હિંદની મોટા ભાગની વસતિ સાત લાખ ગામડાંમાં વહેંચાયેલી છે. વસતિના એંશી ટકા જેટલો ભાગ ગ્રામજીવન ગુજારનારો–ખેતી કરનારો. હિંદુસ્તાનનું રાજ્ય, હિંદુસ્તાનના રાજ્યકર્તા – ગોરા અને કાળા–તથા હિંદુસ્તાનના ધનિકોનો એના ઉપર આધાર ખેતીનો ધંધો લાભકારક ન રહે, ખેડૂત દેવામાં દટાઈ જાય, તેને જીવવામાં રસ ન રહે એવી સ્થિતિમાં રાજ્યના અને સમાજના પાયા સહુને ડગમગતા દેખાયા અને એકાએક ગ્રામ અને ગ્રામજનતાનું મહત્ત્વ સમજાયું.
ગ્રામઉન્નતિ તરફ સહુનું લક્ષ દોરાયું અને ગૃહઉદ્યોગ તરફ ગ્રામજનતાને પાછી વાળવાની વિચારણા જાગૃત થઈ. ગૃહઉદ્યોગ માટે જુદા જુદા પ્રયોગો પણ થવા લાગ્યા અને સરકારે અને લોકસેવકોએ ગૃહઉદ્યોગના અખતરાઓ પણ કરાવવા માંડ્યા.ગૃહઉદ્યોગનું મહત્ત્વ નીચેના કારણોને લીધે છે:–
Gardens. પોતપોતાનાં આંગણાંમાં પતરવેલીઆં, દુધી, ટીંડોરાં અગર કારેલાંની વેલ, કેળ, કોથમીર, મરચાં, આદુ, ફુદીનો, જુદી જુદી ભાજી, પપૈયા વગેરે ઉપજાવી લેવાની આપણા ગામડામાં જૂની રીત હતી. એ રીત ફરી પાછી જીવંત બનાવવાની જરૂર ઉભી થઈ છે. એથી ગ્રામજનતાના ખોરાકમાં સ્વાદ અને વૈવિધ્યભર્યું પોષણ દાખલ થાય એમ છે.
ગોરસ ઉદ્યોગની પાછળ આપણું સંસ્કાર-જીવન પણ સંકળાયેલું છે. ઘણી ધણી કવિતાઓ ગોરસને અનુલક્ષીને રચાઈ છે, અને કૃષ્ણ સરખા સાહિત્યના સર્વોત્તમ નાયકને પણ ગોરસની સાથે આપણે જોડી દીધા છે. આપણી સંસ્કૃતિમાં ગોરસ અને ગોરસઉદ્યોગનું સ્થાન બહુ જ મહત્ત્વનું અને માનીતું છે એ આપણે ભૂલવા સરખું નથી. ગાયને તો આપણે માતા કહી પૂજીએ છીએ.
સાચવી રાખવાની આવડત પ્રાપ્ત થાય તો નિરર્થક જતાં અનેક ફળ પૈસો આપતાં બની જાય.
- (૧) કોસ. (૨ ) વરત. (૩) પાલાં. (૪) ટોપલા. (૫) કોઠીઓ વગેરે.
(૧) સાદડીઓ (૨) સફરા (૩) પાટીવણાટ (૪) નાડાં (૫) શેતરંજી (૬) પતરાળાં (૭) પંખા ( ૮ ) કાથી, વગેરે.
વધારનારા
(૧) ધાબળી (૨) શીવણકામ (૩) રમકડાંની બનાવટ (૪) બુક બાઈન્ડીંગ-પોર્ટફોફાલીઓ (૫) થેલી, દફતર,
- પાકીટ (૬) હાથવણાટ જેમાં તકલી, રેંટીયો અને શાળનો સમાવેશ થાય છે તે.
તકલી, રેંટીયો અને શાળના સંબંધમાં મહાત્મા ગાંધીએ પૂરતાં વિવેચનનો કરેલાં છે અને એ ધંધાનું મહત્ત્વ સમજાવેલું છે, એટલું તો ચોક્કસ કે હાથકંતામણ અને હાથવણાટ સરખો સર્વોપયોગી ગૃહઉદ્યોગ હજી બીજો હાથ લાગ્યો નથી. હિંદનાં પાંતરીસ કરોડ મનુષ્યો હાથકંતામણ અને હાથવણાટનાં જ કપડાં એક દસકો પહેરવાનું વ્રત લે તો હિંદના અનેક આર્થિક અને રાજકીય પ્રશ્નોનો ઉકેલ આવે એમ છે.
ઉદ્યોગ
- (૧) પડદા (૨) તોરણ (૩) આસનીઓ (૪) બરૂ અને ઘાસનાં રમકડાં (૫) ભીંત ઉપરનાં ચિત્રો (૬) ઘરલીંપણ અને આંગણાંનાં રંગોળી સાથીયા (૭) ફૂલક્યારા અને નાનામોટા બગીચા (૮) વૃક્ષારોપણ (૯) ભરતગુંથણ વગેરેનો સમાવેશ થઈ શકે છે.
શ્રીમંત વર્ગ
જાય છે. એ સ્થિતિ અટકાવવી હોય તો ધનિકવર્ગે જાતે મહેનત કરીને એકાદ ગૃહઉદ્યાગનો સ્વીકાર કરી સ્વાવલંબી બનવાના દેશના પ્રયત્નમાં સહાય આપવી જોઇએ. ગાંધીજી ધનિકને ધનનો માલિક નહિ પરંતુ વાલી કહે છે. વાલીપણું બાજુએ મૂકી માલકીમાં ધસી જનાર મનુષ્ય ગુનેગાર બને છે. એટલે અંગત જરૂર ન હોય છતાં ધનિકવર્ગે ગૃહઉદ્યોગનો સ્વીકાર કરવો જરૂરી છે. એથી તે સામાન્ય અને ગરીબ વર્ગ સાથેનો પોતાનો સંબંધ જીવંત રાખે છે. ગરીબોને દાખલો બેસાડવા ખાતર પણ શ્રીમંતોએ ગૃહઉદ્યોગ હાથ કરવો જોઈએ. શ્રીમંતાઇનાં અનુકરણ ઘણાં થાય છે, અને મોટાભાગનાં અનુકરણ નિરર્થક નીવડે છે. અનુકરણને પણ સફળ કરવા માટે ધનિકો ગૃહઉદ્યોગ પોતાના બનાવી લે.
ઉદ્યોગ
- (૧) પોતાનો સમય ઉત્પાદનના કાર્યમાં ગાળવા માટે,
- (ર) ધન વધારવા માટે,
- (૩) જતો પૈસા અટકાવવા માટે,
- (૪) ભારરૂપ બની ગયેલી પોતાની જાતને સમાજ ઉપયોગી બનાવવા માટે
- (૧) પોતાનો સમય ઉત્પાદનના કાર્યમાં ગાળવા માટે,
ગરીબોએ એક કરતાં પણ વધારે ગૃહઉદ્યોગ તરફ પોતાનું જીવન વાળવું જોઈએ. એ ઉદ્યોગો સહેલા છે, સોંધા છે, જીવનને ઉપયોગી થઈ પડે એવા છે, ગરીબીનો ઘટાડો કરનારા છે, અને સમયને રસમય બનાવે એવા કલામય છે.
હિંદુસ્તાનની પાંત્રીસ કરોડની વસતિ માત્ર એક જ દસકો—
દસકાનો પ્રયોગ
(૧) એકાદ ગૃહઉદ્યોગ પસંદ કરી તેને જીવન વ્યવસ્થામાં વણી લે,
(૨) પરદેશી માલ ન વાપરે,
(૩) અને ખરીદીમાં પણ ગૃહઉદ્યોગના માલને પસંદગી આપે,
તો ગ્રામપુનર્ઘટનાનું કાર્ય કેટલું વેગવાળું, જીવંત અને સરળ બને ?
ગ્રામજીવનની આર્થિક ઉન્નતિ માટે સહાયભૂત બનનારા તત્ત્વોનો વિચાર પૂરો કરતા પહેલાં ફરીથી અત્રે ભાર મૂકવો જોઇએ કે આર્થિક અને સામાજીક ઉન્નતિ એ બન્ને જુદી જુદી ઉન્નતિ નથી; ઢાલની માત્ર બે બાજુઓ જ તે છે. એક બાજુ બીજી ઉપર જીવી શકે છે. ભેદ માત્ર પ્રત્યેકને છૂટક છૂટક વિગતવાર સમજવા માટે જ પાડ્યો છે.
ગ્રામજીવન સમસ્તનો વિચાર કરીએ તો તેમાં આર્થિક ઉન્નતિ અર્થે ગ્રામ અને ગૃહ-ઉદ્યોગનું સ્થાન નીચે પ્રમાણે દર્શાવી શકાય.
ગ્રામજીવન | |||||||||||||||||||||||||||||
આર્થિક ઉન્નતિ | સામાજીક ઉન્નતિ | ||||||||||||||||||||||||||||
આરોગ્ય શિક્ષણ | કેળવણી | કલા–સૌંદર્ય અંગ | નાગરીકત્વ | ||||||||||||||||||||||||||
ઉત્પન્નમાં વધારો | |||||||||||||||||||||||||||||
ઉત્પન્નમાં વધારો (ગ્રામજીવન ચાલુ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કૃષિ સુધારણા | વ્યાપાર સુધારણા | ધીરધારની સગવડ અને દેવાનો ઘટાડો | ગ્રામ તથા ગૃહ-ઉદ્યોગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ખોરાક તથા પોષણને લાગતા | કૃષિ ઉપયોગી | ગૃહ ઉપયોગી | ઉત્પાદક ધંધા | કલા પ્રધાન ધંધા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
કોસ | વરત | પાલાં | ટોપલા | કોઠી વગેરે | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
સાદડી | સફરા | નાડાં | પતરાળાં | પંખા વગેરે | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
વણાટ કામ | શીવણ કામ | કંતામણ | પુસ્તક બંધન વગેરે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વાડી–બગીચા– kitchen gar den. શાક, ભા- જી, ફૂલ ફળના ઉત્પન્ન અર્થે | ગોરસ ઉદ્યોગો | બારમાસી સંગ્રહપાત્ર વસ્તુઓની બનાવટ | પક્ષી ઉછેર | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મુરબ્બા | અથાણાં | ફળ સંરક્ષણ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દૂધ | ઘી-માખણ | છાશ | માવો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વૃક્ષારોપણ | પડદા | તોરણી | આસની | બરૂ તથી ઘાસનાં રમકડાં | દીવાલ ચીત્રો | રંગોળી સાથીયા | ફૂલ ક્યારી | ||||||||||||||||||||||||||||||||||||||||||||