લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ

વિકિસ્રોતમાંથી
ગ્રામોન્નતિ
રમણલાલ દેસાઈ
૧૯૪૦
ગ્રામોન્નતિવિરાટ ગ્રંથાવલિ
પુસ્તક ત્રીસમું
 

ગ્રામોન્નતિ
લેખક
રમણલાલ વસંતલાલ દેસાઈ

: પ્રકાશક :
આર. આર. શેઠની કંપની
બુ ક સે લ ર્સ ઍ ન્ડ ૫ બ્સિ શ ર્સ
કેશવબાગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–ર


આવૃત્તિ પહેલી :
૩૧ : ૧ : ’૪૦
 

રૂા. ૨-૦-૦: મુદ્રક :
કસ્તુરચંદ છગનલાલ શાહ
શ્રી લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ
સુરસાગર પાસે — વડોદરા
 

અર્પણ


ગ્રામમંદિરના કળશ બનવાનું સહુને ગમતું કાર્ય મૂકી મંદિરના
પાયામાં પુરાઈ જનસેવાના ધ્યેયમાં જ સ્વત્વનું સમર્પણ કરનાર
વિરલ ગ્રામસેવક

શ્રી. રવિશંકર વ્યાસને

રમણલાલ વ. દેસાઈ
પ્રસ્તાવના

ગ્રામજીવન સહુની માફક મેં પણ જોયું છે અને અનુભવ્યું છે – અલબત, મર્યાદિત રીતે. ગ્રામજીવનથી આપણે ધારીએ તો ય અલગ થઈ શકીએ એમ નથી.

સરકારી મુલ્કી નોકરીમાં મને એક બહુ ભારે અંગત લાભ થયો માનું છું : હું ગામડાંને અમુક અંશે ઓળખતો થઈ શક્યો : એ પણ નોકરીની મર્યાદાસહ; ગ્રામવાસી તરીકે તો નહિ જ. નોકરી અને અમલદારીની મર્યાદાનું ભાન પણ મને એમાં જ થયું.

ગ્રામોન્નતિના નાનકડા પ્રયોગો પણ હું એ નોકરીને અંગે કરી શક્યો છું. એમાં પણ મર્યાદાઓ તો ઘણી જ. એ મર્યાદાઓ છતાં ગ્રામજનતાનો થએલો પરિચય મારામાં એટલી શ્રદ્ધા તો ઊપજાવી શક્યો કે ગ્રામોન્નતિ શક્ય છે. ગ્રામજનતા હજી એટલી મુલાયમ છે કે એને ધારીએ તેમ ઘડી શકીએ. એ ‘ધારવામાં’ જ ખરી મુશ્કેલી આવી રહેલી છે.

એ પ્રયાગોની જાહેરાત જરૂરની નથી. અભિમાન લેવા જેટલી એની અસર કાયમી પણ નથી. મારી સ્થિતિમાં સહુ કોઈ કરી શકે એવા એ સામાન્ય પ્રયોગો કહેવાય.

પરંતુ એ નાના પ્રયોગોની નાની સરખી સફળતામાંથી ઉત્પન્ન થએલી શ્રદ્ધાનું એક પરિણામ એ મારી ‘ગ્રામલક્ષી’ નવલકથા. પ્રયોગો પહેલાં અને નવલકથા પછી.

વળી એ પ્રયાગોએ મને ગ્રામજનતાની નિકટતા અર્પી અને ગ્રામજીવનના અભ્યાસમાં કાંઈ અનુભવ આપ્યો. એ અભ્યાસ – તે

પણ આછો – અને એ અનુભવ – તે પણ અધૂરો અને ઉતાવળો – મને ‘ગ્રામોન્નતિ’ નામની એક લેખમાળા લખવા પ્રેરી શક્યો. ‘યુવક’ માસિકમાં એ લેખમાળાનો કેટલોક ભાગ આવી ગયો છે. એ લેખમાળા તે મારા પ્રયોગોનું બીજું પરિણામ.

એ લેખમાળામાં અન્ય લગતા લેખો ઉમેરી લેખમાળાને આ ગ્રંથમાં સંપૂર્ણ કરું છું. એ શાસ્ત્રીય અભ્યાસ ન કહેવાય. એમાં આંકડા નથી, ખાસ કડીબદ્ધ વિષયનિરુપણ નથી, નવીન શોધખોળ નથી કે નવું માર્ગદર્શન નથી. એમાં પુનરુક્તિ પણ છે. ગ્રામોન્નતિના પ્રશ્નની મહત્તા, વિપુલતા, વિકટતા અને સરળતા મને જેમ સમજાયાં તેમ પ્રગટ કરવાનો પ્રયત્ન આમાં કર્યો છે. ગ્રામજીવન પ્રત્યે સહુની જાગૃત થએલી સહાનુભૂતિ અને રસને જાગૃત રાખવામાં આથી આછો વેગ મળે તો બસ છે. ગ્રામજીવનના નિષ્ણાત તરીકે નહિ, પરંતુ ગ્રામજીવનના નમ્ર ભક્ત તરીકે આ પુસ્તક હું પ્રસિદ્ધ કરું છું.


૧૨ જાન્યુઆરી ૧૯૪૦ }
રમણલાલ વસંતલાલ દેસાઈ
 


ગ્રામોન્નતિ
 

અનુક્રમણિકા

 પ્રકરણ પૃષ્ઠ
૧ ગ્રામસેવા

ગામડું – દેશનો આધાર - જૂનાં અને આજનાં ગામડાં – આકર્ષક અંગો

૨ ગ્રામોન્નતિ

ગ્રામોન્નતિના મહત્ત્વનો સ્વીકાર – ગોમડાં પ્રત્યેનો તિરસ્કાર – ગામડાંની પરિસ્થિતિ - પુનર્ઘટનાનો અમલ ગામડાંમાંથી – ગ્રામોન્નતિના પ્રયત્નો – પંચાયત અને સહકાર્ય – શ્રી. સયાજીરાવનું સ્થાન – મહાત્મા ગાંધી – દેશોદ્ધાર – ગ્રામપ્રવેશ અને ગ્રામનિવાસ – ગ્રામ્ય થાણાં અને જાગૃતિ – સરકારી પ્રયત્નોની મૂળભૂત ખામી – ગ્રામોન્નતિ એટલે શાસ્ત્ર તથા પ્રયોગો – પ્રયોગો

૩ ગામડું અને ઉન્નતિપ્રકાર ૧૫

ઉન્નતિનો અર્થ – એક ગામડાનો ચિતાર – ગ્લાનિભર્યું ચિત્ર – ગ્રામોન્નતિના પ્રકાર – મૂડીવાદ અને સામ્યવાદ – આર્થિક ઉન્નતિ

૪ ખેતી—સુધારણા ૨૧

ખેતી ઉત્તમ ખરી ? – ભણેલાઓની નિષ્ફળતા – સુધારણાના ઈલાજ – ખેડૂતો અને ભણેલાઓનો સહકાર – યાંત્રિક શોધનો ઉપયોગ – વરસાદ – પાણીનાં સાધનો – કૂવા – તળાવોની દુરસ્તી – નદીઓના પાણીનો ઉપયોગ – નહેરો – ક્ષેત્રોના ટુકડા – જમીન એકજથ્થે કરવાની જરૂ૨ – જમીન મહેસુલની પદ્ધતિ, ભાગબટાઈ અને રૈયતવારી – બંને પદ્ધતિના દોષ – ખેતીવાડી કમીશન - સરકારી ખાતાં અને પ્રયોગક્ષેત્રો

 પ્રકરણ પૃષ્ઠ

– નવીન કૃષિ વસવાટ – ગણોત અને સાંથ – દેવાનું ભારણ - સારાંશ

૫ પશુ–સુધારણા ૩૩

પશુ અને કૃષિ – પશુ અને માનવ સંસ્કૃતિ – ગોપ ભૂમિકા – ગાય અને હિંદુ સંસ્કૃતિ – પશુના વર્ગ – પશુ પ્રત્યેનું વર્તન – ઢોર ઉછેરની વર્તમાન સ્થિતિ – ઢોરની ઉત્પત્તિનો પ્રશ્ન – ગોપાલન ( Dairy ) – રબારી – જાનવરોના વાળ તથા ઉન અને ગૃહઉદ્યોગ – ભારવાહક પશુઓ

૬ રસ્તા ૪૫

માલ ઉપજાવવો અને તેની વહેંચણી કરવી – જરુરિયાતો ઉપજાવવી અને તેનો ઉપયોગ કરવો – વેચાણ – ૨સ્તા – રસ્તાનું મહત્ત્વ - અવરજવરનાં સાધનો અને રસ્તા – રાજ્ય અને રસ્તો – જળમાર્ગ અને રેલમાગ – સહાયક અને ગ્રામરસ્તા – ગ્રામરસ્તાઓની વર્તમાન સ્થિતિ – રસ્તા-દુરસ્તીના ઉપાય – રસ્તા અને તંદુરસ્તી

૭ બજાર ૫૪

બજાર – ઉપયોગ જૂની વેચાણ વ્યવસ્થા – પદ્ધતિનો ચિતાર – લૂંટાતો ખેડૂત – કારખાનાં અને વેચાણ – વેચાણમાં નિયંત્રણ – ચાલુ બજારોનો વિકાસ – ખેડૂતોનાં સંગઠન – બજારની રૂપરેખા – બજાર – ખાતાં – ગ્રામોન્નતિ અને ખર્ચાળપણું

૮ ધીરધાર—શાહુકારી પદ્ધતિ ૬૪

શાહુકાર – ખેડૂતની જરૂરિયાત – ધીરધારનો ધંધો – કૃષિકાર અને શાહુકારનાં માનસ – શાહુકાર વિરૂદ્ધ ટીકા – શાહુકારી પદ્ધતિની ખામીઓ

 પ્રકરણ પૃષ્ઠ
૯ શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો ૭૩

શાહુકારી પદ્ધતિની મુશ્કેલીઓ – એ પદ્ધતિનો અનર્થ – વ્યાપારનું ધ્યેય નફો – હિંદની પરતંત્રતા અને વ્યાપાર – નિરૂપયોગી બનતી પદ્ધતિ – સુધારણા – માર્ગ – જમીનનું રક્ષણ – ગણોત નિયમન – ખેડૂતોના હાથમાં જ જમીન રાખવી – શરાફી ધંધાનું નિયંત્રણ – ખેડૂત કરજની તપાસણી – સહકાર્ય – ઇલાજોની જરૂરિયાત - ઈલાજોનું વર્ગીકરણ

૧૦ સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ ૮૪

પરદેશી યોજના – મૂડી તથા મજુરીની તુલના – મૂડીવાદનું પરિણામ – સહકારનો વિજય – અંગ્રેજોના સ્પર્શનું પરિણામ – હિંદમાં સહકાર – સહકારનો વિકાસ - નગર સહકાર્ય - પ્રકારો – સહકાર્યને ટેકો – પ્રશ્નો – સહકારસાધુ કોઈ જાગ્યો નથી – વ્યવહાર – સહકાર અને જીવનમંત્ર

૧૧ સહકાર-વર્તમાન યોજના ૯૯

આર્થિક સિદ્ધાંત – શુભ તત્ત્વોનો સ્વીકાર – પ્રજામાંથી તેનો વિકાસ નથી – પ્રજાકીય પ્રવૃત્તિ – ધીરધારનું ક્ષેત્ર – ધીરધારથી આગળ વિકાસ – નગર સહકાર-Urban cooperation – ચારિત્ર્યની જરુર – – ઉદ્દેશ – વહીવટ – કેળવણી – મૂડીવાદ ઉપર અંકુશ – વિશિષ્ટ સમાજરચના

૧૨ ગ્રામઉદ્યોગ ૧૦૭

ગ્રામઉદ્યોગ વિશે બે પ્રકારની વિચારસરણી – મોટા પાચા ઉપરના ઉદ્યોગોમાં પરવશતા – ગ્રામઉદ્યોગ એ આજનો પ્રશ્ન – તાત્કાલિક અર્થશાસ્ત્ર – બદલાયલી પરિસ્થિતિ – ગ્રામઉદ્યોગ-તાકાલિન આર્થિક કાર્યક્રમ

 પ્રકરણ પૃષ્ઠ

– ગ્રામઉદ્યોગના પ્રકાર – નવીનતાની જરુર – ઉદ્યોગોના નાશનું પરિણામ

૧૩ ગ્રામઉદ્યોગ ૧૧૪

ઉદ્યોગોનો ઇતિહાસ – પર્યટનપ્રિય હિંદવાસી – સંસ્કાર સંબંધ – વહાણ બનાવટ – મોટા ઉદ્યોગો – ગ્રામઉદ્યોગો – યંત્રવાદ – યંત્રવાદની હિંદ ઉપર અસર

૧૪ ગૃહઉદ્યોગનું વર્ગીકરણ ૧૨૦

ગૃહઉદ્યોગનું મહત્વ – ગૃહઉદ્યોગોના વિભાગ – પોષણુના અંગના – કૃષિ ઉપયોગી – ઘરકામના ઉદ્યોગો – કૌટુમ્બીક સંપત્તિ વધારનારા – કલાપ્રધાન ગૃહઉદ્યોગ – ગૃહઉદ્યોગ અને હિંદનો શ્રીમંત વર્ગ – ગરીબવર્ગ અને ગૃહઉદ્યોગ – દસકાનો પ્રયોગ

૧૫ સ્વદેશી શા માટે ? ૧૨૮

સ્વદેશી આંદોલન – બંગભંગથી ગાંધીયુગ સુધી – સ્વદેશીને ટેકો – ગરીબી ટાળવા સ્વદેશી – પરદેશ જતું અઢળક નાણું બચાવવા સ્વદેશી – હિંદનાં જ સાધનો વડે સમૃદ્ધ થવા માટે સ્વદેશી – સંસ્કાર સ્વાતંત્ર્ય માટે સ્વદેશી – સ્વાભિમાન, સ્વદેશાભિમાન તથા જગતકલ્યાણની ભાવના અર્થે સ્વદેશી – આજથી જ સ્વદેશી

૧૬ સામાજિક ઉન્નત્તિ ૧૩૪

અર્થ અને સમાજનું પરસ્પર અવલંબન – પરાધીન પ્રજાનું અર્થશાસ્ત્ર – વ્યક્તિ અને સમાજ – તંદુરસ્તી – કેળવણી – આગેવાની – કલાદૃષ્ટિ – ગ્રામજીવન પ્રત્યે મમત્ત્વ

 પ્રકરણ પૃષ્ઠ
૧૭ આરોગ્યરક્ષણ ૧૪૬

ગામડાંની તંદુરસ્તી – રોગ અને આરોગ્ય – ચોંકાવનારા આંકડા – ગામ અને શહેર – ગામ અને શહેરના તફાવત – તફાવત – ગામડાંની ઘીચ વસતી – આંકડા – સંકડાશ – સ્વચ્છ પાણી

૧૮ સ્વચ્છતા ૧૫૨

દેહરચના અને સ્વચ્છતા – આપણી ગંદી ટેવો – સભ્યતા અને સ્વચ્છતા – શહેરો અને ગામડાં – સ્વચ્છતા અને અંગમહેનત – સ્વચ્છતાના ધંધાદારીઓની ખોટ – સ્વચ્છતાની વિગત – કપડાં અને સ્વચ્છતા – વસ્ત્રોની અતિશયતા – ગૃહસ્વચ્છતા – ગ્રામસ્વચ્છતા –સ્વચ્છતા એટલે આરોગ્ય

૧૯ આંગણું ૧૬૩

કંકુલીપ્યાં આંગણાં – ઉચ્ચ કોમોની બેકાળજી – સુંદર આંગણાથી ઉપજતું સુંદર માનસ – પવિત્ર પ્રસંગો અને આંગણું – ગરીબીનું બહાનું – આંગણું અને અંગમહેનત – સ્વચ્છતામાં રહેલી સહેલાઈ – જૂનો યુગ – પારસીઓનાં આંગણાં – દક્ષણિ કુટુંબોનાં આંગણાં ૧૧ સ્વચ્છતાનો નિશ્ચય

૨૦ શેરી અને ગામ ૧૭૧

સાખપડોશી – બીજી શેરી – સ્વચ્છતા અને અંગમહેનત – સ્ત્રીઓ અને અંગમહેનત – કચરો નાખવા મુકરર જગા – ગામાત સ્વચ્છતા – ગ્રામરચનામાં યોજનાનો અભાવ – નવાં ગામ અને પરાં – પાદર – ગુજરાતની સગવડ – ગ્રામસ્વચ્છતા – સમગ્ર વિચાર

 પ્રકરણ પૃષ્ઠ
ર૧ આરોગ્યરક્ષણ અને જીવજંતુ ૧૮૪

રોગ ન થાય એવી સાવચેતી – સાવચેતીનું માપ – માખી અને મચ્છર – ચલાવી લેવાની ટેવ – માખી અને મચ્છરરહિત ગ્રામનિવાસ – નાની બાબતોનાં ભયંકર પરિણામ – જંતુ ઉપદ્રવ દૂર કરવાનાં સાધનો – આરોગ્યનાં ભયસ્થાનો – અન્ય જંતુઓ – જંતુવિનાશ – સાદા ઈલાજો

૨૨ રોગનિવારણ ૧૯૨

રોગના ઈલાજ – જૂની ગ્રામવૈદ્ય સંસ્થા – ડાક્ટરો – સેવાભાવનાનો અભાવ – ગ્રામાભિમુખ વૈદ્યકીય સારવાર – હકીમી અને આયુર્વેદિક પદ્ધતિ – ગામડે સારવાર પહોંચાડવાની રીત – સોંઘી દવા – ગ્રામ આગેવાનો

૨૩ ખોરાક, બાળઉછેર અને કેળવણી ૨૦૧

ખોરાક – પ્રજીવનક-વિટેમિન્સ – મિશ્રણ અને વિવિધતા જ ધનિક વર્ગનો ખોરાક – ખોરાકનો અભાવ અને આરોગ્ય – પૂરતા ખોરાકનો અભાવ – ખોરાક અને તેમાં રહેલાં તત્ત્વો – માંસાહાર – જમવાનું મહત્ત્વ – વસતિની વૃદ્ધિ – સાધનોની વૃદ્ધિનો અભાવ – ઉદ્યોગનો અભાવ – સરકારી નોકરીની મર્યાદા – સંતતિનિયમન – બાળક – સુવાવડો અને મરણપ્રમાણ – શિક્ષિત દાયણો – બાળજન્મ પૂર્વે સારવાર – બાળઉછેર – કેળવણી દ્વારા કાચાપલટ – કેળવણી એટલે ? – અજ્ઞાન-અભણપણું – ગ્રામ કેળવણી – સામાન્ય જ્ઞાન – વર્ધા યોજના – કેળવણીની અસર – કેળવણીનો આદર

૨૪ ગ્રામજીવન અને વ્યાયામ ૨૧૫

ગ્રામજીવનની કસોટીઓ – વ્યાયામનો ઉદ્દેશ – વ્યાયામ : આરોગ્ય વિભાગનો વિભાગ

 પ્રકરણ પૃષ્ઠ

સોંઘો વ્યાયામ – સામાન્ય સાધનો – સમાજ અને વ્યાયામ – પશ્ચિમનો વ્યાયામ – ગુજરાત અને વ્યાયામ – દક્ષિણની વ્યાયામપ્રિયતા – વ્યાયામ પ્રકાર – સાદી પદ્ધતિ – કવાયત – ગ્રામજનતા અને વ્યાયામ – સ્વરક્ષણ અને વ્યાયામ – પરરક્ષણ – વ્યાયામ અને આનંદ – એક કલ્પના – લશ્કરી શિક્ષણ - અહિંસા અને વ્યાયામ – કેટલીક મુશ્કેલીઓ – સમયનો અભાવ – નિ:રસ એકધાર્યાં કામ – સામુદાયિક વ્યાયામ – સ્ત્રીઓ અને વ્યાયામ – વ્યાયામના ગ્રામજીવનને લાભ – ગામડે ગામડે વ્યાયામ – સંમેલનો

૨૫ ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો ૨૩૩

આગેવાનીની ખામી – ચાલુ આગેવાનોની અપાત્રતા – જેવો આગેવાન તેવું ગામડું – આગેવાનોના પ્રકાર – વતનદાર-ઇનામદાર – નિરર્થક આગેવાની – શાહુકાર – શાહુકારનું ધ્યેય – ગ્રામજીવન અને ધ્યેયનો વિરોધ – જમીનદાર શાહુકાર – તેમની આગેવાનીના ગેરલાભ – રાજસત્તાના પ્રતિનિધિઓ – શિક્ષક – પંચો – સરકારી કામમાં રહેલી મૂળભૂત ખામી – સત્તાનું દુરૂપયોગ તરફ વલણ – સત્તાનું ગ્રામજીવન પર પરિણામ – તલાટી – શિક્ષક – ચૌદશિયા – નેતૃત્વની કંગાલિયત – સેવાભાવના – ગ્રામોન્નતિ એટલે જીવનભરની તૈયારી – સ્થાયી નિવાસ – કેળવણી – શરીરબળ – સહનશક્તિ – યોજના – શક્તિ – ચારિત્ર્ય – પૈસા સબંધી ચોખવટ – સ્વાર્થત્યાગ – કીર્તિલોભ – નેતૃત્વની પરિક્ષા

૨૬ ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ ૨૫૨

પ્રદર્શન – ભૌગોલિક વિચારો – અંગશૃંગાર – વિશિષ્ટ

 પ્રકરણ પૃષ્ઠ

મુખ અને વસ્ત્રવાળી જનતા – ધંધાદારી લોકો – ગૃહરચના અને ગૃહશૃંગાર – વિશિષ્ટ દૃશ્યો - કલામય દૃશ્યો

૨૭ આદર્શ ગામડું ૨૬૨

ગ્રામોન્નતિનું ધ્યેય – આદર્શ ગામ – નિરાશાવાદ – કામ દુર્ઘટ પણ અશકય નહિ – ગામડાંનો અને જગતનો સંબધ – આદર્શ એટલે ? – આદર્શ ગામની કલ્પના – વ્યાવહારિક જરૂરિયાતો – સુક્ષ્મ જરૂરિયાતો – અવલોકન – કાર્યક્રમ – ઉપયોગ, જ્ઞાન અને સૌન્દર્ય એ ત્રણ વિભાગમાં વહેચાયેલું ગ્રામજીવન – બગીચો – ઉત્સવ – ગૃહશૃંગાર – આંગણાનો શૃંગાર – ગ્રામ શૃંગાર – સૌન્દર્ય તત્ત્વો – મુશ્કેલ છતાં શક્ય – ગામડું એ દેશનો આયનો – આદર્શ સિદ્ધિ

૨૮ ગ્રામોન્નતિના માર્ગ ૨૮૧

સહુનો ખપ – નોકરશાહી – શાહુકાર – જમીનદાર – ગ્રામજીવનના આત્માની સંભાળ – ગ્રામજનતાનો સ્વાશ્રય – કેન્દ્ર સ્થાપના – સામાન્ય સહાયના માર્ગ – ધૂન – થોડું થોડું કાર્ય – મંડળ – ગ્રામોન્નતિ રમત નથી – કાર્યક્રમ – શહેર અને ગામડાં – ગામડું આપણું દેવમંદિર

થા અને તે સર્વશ્રેષ્ઠ વસ્તુસ્થિતિ પ્રાપ્ત થતાં સુધી તેને માટે પ્રયત્ન કર.

આત્માનુભવીની અને અનાત્મ પ્રેમીની લોકસેવામાં પણ મોટો ફરક હોય છે. આત્મપરાયણ વ્યવહાર કરતો થકો પણ પોતાના મૂગા જ્ઞાનચારિત્ર વડે પોતાની આસપાસનાઓમાં ઉચ્ચ જ્ઞાન ચારિત્રને શીખવી રહ્યો હોય છે, ત્યારે અનાત્મ પ્રેમી દેવદર્શન કે દાન પૂજન કરતો થકો પણ પોતાની આસપાસનાઓમાં (કેમકે આસપાસના મનુષ્યો તેના હેતુ, આસક્તિ વગેરેથી વધારે પરિચિત હોય છે અને મોટા કરે તેને સારૂં ગણી તેનું અનુકરણ કરવાનો માનવ સ્વભાવ તો પ્રસિદ્ધજ છે) લોભ લાલચ તથા પ્રપંચ પાખંડજ શીખવી રહ્યો હોય છે.

ખેડુતોનું ખોસવીને ગબ્બર બનવા માગતો ગરિબ વણીક પણ ભાત ભાતનાં જે ભભકાદાર કપડાં, રમકડાં, વગેરેમાં લોકોને ફસાવી પૈસાનું પાણી કરાવી રહ્યો હોય છે; તેમાં તે “ગામડીયાઓને ગામડામાં ન મળતી વસ્તુઓ મહા મહેનતે પુરી પાડવા” ની જનસેવાજ બજાવી રહેલો પોતાને ગણાવે છે. દર મહિને એકનો સવા લેનાર કાબુલી કે મારવાડી પણ પૈસા ધીરીને સામાનું કામ કહાડી આપવારૂપ સેવાજ કરતો પોતાને સમજાવે છે. સેંકડે સો બસો ટકા સુધી નફો ગટગટાવી જનાર મીલવાળો પણ લોકોને વિલાયતી માલમાંથી બચાવવાની શેખાઈમાં સમાતો નથી. આખા દેશના દેશ હોઈયાં કરી જઈ ગુલામ બનાવી મૂકનાર યુરોપી ગૌરાંગો પણ બીજાની રક્ષા અને આબાદી કરવા સારૂજ સ્વર્ગ સમા સ્વદેશનો સંન્યાસ કરી દૂરદરાજ દેશમાં દયાના માર્યાજ પોતાને ઉતરી આવવું ૫ડવાનું દર્શાવે છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે તેર (વધઘટ સુધારી લેવી.) પાપ થાય ત્યારે એક પૈસો પેદા થાય છે; પરંતુ “એક દાન, સો પુણ્ય” એવું પણ કહેવાતું હોવાથી પૈસા મેળવવાનાં અનેકવિધ પાપોના પંજામાંથી પોતાનો પંડ છોડાવવા માટે કેટલાકો


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.