લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/શેરી અને ગામ

વિકિસ્રોતમાંથી
← ૧૯ આંગણું ગ્રામોન્નતિ
શેરી અને ગામ
રમણલાલ દેસાઈ
ર૧ આરોગ્યરક્ષણ અને જીવજંતુ →


.




૨૦
શેરી અને ગામ
સાખ પડોશી
ઘર અને આંગણું સ્વરછ રાખ્યા પછી શેરી અને ગામની સ્વચ્છતાનો પણ ભાગ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

પરંતુ એ સિદ્ધિ મેળવવામાં જ આપણે શેરી અને ગામનો વિચાર કરવો પડે છે.

ઘરનો કચરા આંગણામાં ન નાખો એ પહેલી વાત, પડોશીના આંગણામાં ન નાખવો એ બીજી વાત. તો પછી તે ક્યાં નાંખવો ? પાડોશી ન હોય એવા કોઈના આંગણામાં ?

ના. આપણી સ્વચ્છતાની ભાવના જ આપણને તેમ કરતાં રોકશે. આપણે સાખ પડોશી ન હોય તે પણ ક્રમવાર આપણા જ પડોશી છે. શેરીમાં રહેતાં સઘળાં માણસો આપણાં પડોશી એમ ન માનીએ તો જેના આંગણામાં આપણે કચરો નાખીએ તે આપણા આંગણામાં સ્વાભાવિક રીતે જ કચરો નાખી જશે.

બીજી શેરી
તો કોઈ બીજી શેરીમાં આપણે આપણી અસ્વચ્છતા ફેંકવી ? નહિ જ. એ પણ એવું જ અપકૃત્ય છે કે જેનો બદલો સ્વાભાવિક રીતે જ આપણને મળે. આપણે આપણા ઘરને અને આંગણાને સ્વચ્છ રાખવાં

હોય તો પડોશીના તેમ જ હરકોઈના ઘર આંગણાને આપણે માની લેવાં પડશે. નહિ તો હાલ થાય છે તેમ કચરાની ફેંકાફેંકી ચાલુ રહી આપણને તે જરા ય આગળ વધવા નહિ દે.

પછી કચરો ક્યાં નાખવો ?

સ્વચ્છતા અને અંગ-
મહેનત
શહેરોને તો કચરાના નિકાલ માટે વિશિષ્ટ નોકરશાહી નીભાવવી પડે છે. ગામડાંમાં એ નોકરશાહી ઊભી થાય તો ઠીક, પરંતુ આપણે જોઈ ગયા છીએ કે ૭૦૦ માણસના ગામડાંમાં ભંગીનાં બે કુટુંબ પૂરતી સ્વચ્છતા ન જ રાખી શકે.

આ તો સરેરાશ ગામડાની વાત. ઘણાં ગામડાંમાં તો ભંગીનો અભાવ પણ હોય. અને પછાત અસ્પૃશ્ય જાતોની ઉન્નતિના થતા પ્રયત્નોની એક સ્વાભાવિક અસર એ પણ થાય કે એ જાત પેઢી દર પેઢી ચાલતો આવેલો ધંધો કરવા ના પાડે. આજનું ભણતર અંગમહેનત પ્રત્યે અણગમો લાવે છે એ સહુનો અનુભવ છે. ભણતરની સાથે અમુક અંશે તુમાખી પણ આવે. અને ઉચ્ચ કોમોએ સ્વચ્છતાનું કામ કરનારી કોમ તરફ જાણે અજાણે એવો તિરસ્કાર કેળવ્યો છે કે એ કોમ સમજતી થતાં એ તિરસ્કારનો તિરસ્કારથી જ જવાબ આપે, અને જે અસ્પૃશ્યતાની દિવાલ ઊભી થઈ છે તે ભાંગવા માટે સ્વચ્છતાનું કામ કરવાની જ સ્પષ્ટ ના પાડે એ બહુ જ સંભવિત છે.

આ પ્રસંગ ઝડપથી આવતો જાય છે એ કોઈએ ભૂલવાનું નથી. આપણી સ્વચ્છતાનું કામ માત્ર અસ્પૃશ્ય કહેવાતી જાતો સદાકાળ કર્યા જ કરશે એ ભ્રમ વહેલી દૂર કરીએ તો સારું. આપણી સ્વચ્છતાનું કામ આપણે હાથે જ કરવું પડશે. અને એમાં શા માટે વાંધો લેવો જોઈએ ? આપણો નિશ્ચય હોય તો શેરીની સાફસૂફી એ મુશ્કેલી ભર્યું કામ ન કહેવાય. અમુક અંશે તો ગામડાં અંગમહેનતને ઓળખે છે, અંગમહેનતને સેવે છે, અને અંગમહેનતથી જીવતાં રહે છે. એ જ અંગમહેનત ગામડાંને સ્વચ્છ પણ રાખી શકે છે.

સ્ત્રીઓ અને અંગ-
મહેનત
આ સ્થળે ગ્રામજીવનની એક ઊજળી બાજુ તરફ આપણે નજર કરીએ. પુરુષોનાં કેટલાંક મહેનત માગતાં કામ અને મજૂરીમાં ભાગ લેવાની ગામડાના સ્ત્રીવર્ગની તત્પરતા એ ગ્રામજીવનનો બહુ ઊજળો યશસ્વી ભાગ છે. ગામડાની સ્ત્રી પશુની માવજત કરી શકે છે. એ ઘરની રસોઈ કરે છે એટલું જ નહિ. એ રસોઈ લઈ તે ખેતરમાં જાય છે અને ત્યાં કામ કરતાં ઘરનાં માણસોને રસોઈ પૂરી પાડે છે. જરૂર પડ્યે ખેતરમાં નિદવા વાઢવાનું કામ કરે છે અને પાછાં ફરતાં માથે ચારનો ભારો મૂકી લાવતાં તેને શિષ્ટતા નડતી નથી. ટોપલા ભરી તે ખાતર પોતાના ઉકરડામાં નાખી આવે છે. ખળામાં ઉપણવાનું કામ પુરુષોની બરાબર કરે છે, અને બળદ હાંકતાં અને ગાડું ચલાવતાં પણ તેને આવડે છે. વહેલાં ઊઠી ઘરની અને આંગણાંની સાફસૂફી પણ સ્ત્રી જ કરે છે. ચૂલો સળગાવી ઊનું પાણી મૂકી નહાવા નવડાવવાનું કામ પણ સ્ત્રીનું જ. ભણતર અને શહેરનિવાસને પરિણામે ભાગેલાં શરીરવાળી કહેવાતી સુઘડ શિષ્ટ સ્ત્રીમાં દેખાઈ આવતી અંગમહેનતની અરૂચિ એ ગામડાંની સ્ત્રીમાં નથી દેખાતી. ગ્રામસ્ત્રીના પગમાં જ અજબ ઝડપ હોય છે. એના દેહમાં જ અજબ સ્ફૂર્તિ હોય છે. ગ્રામસ્ત્રીઓની કામ કરવાની તત્પરતા આશ્ચર્ય ઉપજાવે એવી હોય છે. ગામડાંની સ્ત્રી એ શહેરી સ્ત્રી માફક માત્ર ઢીંગલી કે રોગનો ભારો બની પુરુષને માથે ભારણ રૂપ બની રહેતી નથી.

એનામાં કેળવણી અને ઓપ ઓછાં હશે એ ખરું. પરંતુ જે કેળવણી, સુધારો કે ઓ૫ પુરુષ અગર સ્ત્રીમાં મહેનતનો કંટાળો કે શરમ ઉપજાવે એ કેળવણી, સુધારો કે આપ જરા ય ઈચ્છવા યોગ્ય નથી. સર્વ સુધારાનો પાયો સ્ત્રી છે. ગ્રામોન્નતિ પણ સ્ત્રી ઉપર આધાર રાખી રહી છે. સ્વચ્છતા તો સ્ત્રી વગર સંભવે જ નહિ. અને અંગમહેનત માગતી સ્વચ્છતા અંગમહેનતને આવકારતી ગ્રામસ્ત્રી દ્વારા બહુ ઝડપ અને સરળતાથી સાધ્ય થઈ શકે એમ છે.

કચરો નાખવા મુક-
રર જગા
કચરો ઘર આંગણે ન ફેંકાય; કોઈના આંગણામાં ન ફેંકાય; ગમે ત્યાં ન ફેંકાય. જ્યાં ખાલી અરક્ષિત જગા જોઈ ત્યાં કચરો ફેંકવો અને ગંદકી કરવી એ હિંદવાસીની તિરસ્કારપાત્ર ટેવ સમૂળ જવી જોઈએ. શેરીના લોકો ધારે તો શેરીમાં ગમે તે એક જગા મુકરર કરી રોજનો કચરો એક જ મુકરર જગાએ નાખે એ શીખવાની જરૂર છે. ઠરેલી જગા સિવાય બીજો કોઈ પણ સ્થળે કચરો ન જ નખાય. શેરીનાં સહુ વસનારાં એટલો નિશ્ચય તો કરી જ લે.

અને એ શેરીનો કચરો ચોવીસ અગર અડતાળીસ કલાકે ત્યાંથી ખસવો જ જોઈએ.

કચરો ઘર આગળ પણ એક ખોખામાં, ટોપલીમાં કે ડોલમાં રાખવાની ટેવ પાડવી પડશે અને મુકરર કરેલી જગાએ લઈ જઈ મોટી કોઠી, પેટી કે એવી જ કઈ રચનાવાળા સ્થળમાં નાખવી પડે.

પરંતુ સમસ્ત શેરીનો કચરો કોણ ઉપાડે ?

સ્વચ્છતાનું કાર્ય કરનાર નોકરો પંચાયત કે સરકાર તરફથી રાખ્યા હોય તો તેમણે તે કામ કરવાનું છે. ગામનોકર તરીકે રાખેલા ભંગીઓની સંખ્યા આખા ગામની શેરીઓ સાફ રાખવા માટે પૂરતી નથી. એટલે હાથે કામ ન થઈ શકે એમ હોય તો સ્વચ્છતાનું કામ કરનાર માણસો વધારવા જ પડશે.

ગામાત સ્વચ્છતા
અહીં શેરી અને સમસ્ત ગામનો સંબંધ સ્પષ્ટ થાય છે. એક શેરીનો પ્રશ્ન એ આખા ગામનો પ્રશ્ન બની જાય છે. એક શેરીની મુશ્કેલી એટલે આખા ગામની મુશ્કેલી. એક શેરીની સરળતા એટલે આખા ગામને માટે એક સરળ માર્ગ.

સ્વચ્છતાનું કામ કરનાર નોકરો હોય તો તે અને તે ન હોય તો શેરીના ઘરદીઠ જરૂર પૂરતાં માણસો ભેગાં થઈ મુકરર સ્થળનો કચરો ગામ બહાર લઈ જવાની વ્યવસ્થા સરળતાપૂર્વક કરી શકે એમ છે. એ કચરામાંથી ગામાત ઉકરડા પણ બનાવી શકાય અને તેમાંથી કૃષિ ઉપયોગી ખાતર બનાવી શકાય. કચરાના ઘણા ભાગને બાળી નાખી નિરર્થક બનાવી શકાય. અગર કચરાનો કેટલોક ભાગ સૂર્યના તાપમાં ખુલ્લો રાખી તેનાં દુષિત તત્ત્વોનો આપોઆપ નાશ થાય એમ કરી શકાય. માત્ર કૂવા, નદી જેવાં જળાશયો પાસે ગામાત કચરો ન નાખો. વળી ગામની એટલે નજીક ન નાખવો જોઈએ કે જેથી દુર્વાસ ગામમાં આવે. એ માટે પવનની દિશા પણ સમજવી જોઈએ.

ગામનો કચરો એટલે ?

છાણ, અજીઠવાડ, ઘાસ, કાપલીઓ, ચીંથરાં, ફૂટેલાં ઠેબરાં, લાકડાંના કકડા, કાંટા, પાંદડાં, છાલાંકુશકા વગેરે. એનો નિવેડ ધારીએ એટલો મુશ્કેલ નથી.

ઉપરાંત માનવ ગંદકી. એ તો સ્વીકૃત વાત છે કે માનવીને પાંચ સાત વાર કુદરતી રીતે જ દેહસ્વચ્છતાની ક્રિયા કરવી જ પડે. આ કાર્ય માટે એકાંત, ચોખ્ખાઈ અને અસ્વચ્છ દ્રવ્યોનો નિવેડ કરવાની યોજના ગ્રામજનતાએ પોતાના સંયોગાનુસાર વિકસાવવાં જ જોઈએ. ઘર પાછળ વાડાની જગા અને તે ન હોય તો શેરીને સગવડ પડતી જગા એ માટે મુકરર કરવી જ પડે. ગંદકી કરવાનો જાણે બાળકનો હક્ક હાય એવી રીતની મનોવૃત્તિ રાખવામાં આવે છે તે તદ્દન દૂર કરવી જોઇએ. ગંદકી કરવાનો હક્ક કોઈને પણ હોઈ શકે નહિ, બાળકને પણ નહિ. બાળક, અશક્ત અને રોગીઓની ગંદકી અન્યને હાનિકારક ન થઈ પડે એ માટે તે દૂર કરવાની જવાબદારી જેનાં તેનાં સગાંસંબંધીઓએ જ ઉપાડી લેવી જોઈએ.

ઊંડા ખાડા, માટીનો ઉપયોગ અને અગ્નિ ગામના કચરા અને ગંદકીને દૂર કરી શકે એમ છે. ઉપયોગી ખાતર પણ તેમાંથી બનાવી શકાય.

ગ્રામરચનામાં યોજ-
નાનો અભાવ
વળી આપણી ગ્રામશેરીની રચના પણ પૂરતા વિચાર પછી થતી જ નથી. પારકી અગર સરકારી જમીનનું દબાણ કરવાનો લોભ ગ્રામજનતામાં છાની હદે પહોંચ્યો છે. એ ઘેલછાને પરિણામે પડોશીઓમાં ઝઘડા, દીવાની ફોજદારી અને મુલ્કી કચેરીઓમાં થતી રખડપટ્ટી અને ખર્ચ, સરકારી નોકરને લાંચ રૂશ્વતની થતી સરળતા અને કનડગતની પડતી ટેવ માટે આ વૃત્તિ અમુક અંશે જવાબદાર છે જ.

ગ્રામરચના સગવડ ભરેલી, બુદ્ધિપૂર્વક અને સૌન્દર્યદૃષ્ટિથી થવી જોઇએ. તેને બદલે એક મકાન આગળ અને બીજું પાછળ; એકનું છજું રસ્તા ઉપર પડતું હોય અને બીજાનો ઓટલો રસ્તે જનારને વાગે એવો હોય; કોઇનું છાપરું આગળ આવતું હોય તો કોઈનો થાંભલો આગળ આવતો હોય. એને લીધે ગામડાં બેડોળ, અવ્યવસ્થિત અને ઢંગ વગરનાં લાગે છે. એથી શેરીઓના રસ્તા વાંકાચૂંકા અને સ્વચ્છતા ન સચવાય એવા બની જાય છે.

ગામડાની શેરીઓમાં પાણીના અવરજવર માટે સાધનો હોતાં નથી. શિયાળા અને ઉનાળામાં પાણી સંબંધી ખાસ મુશ્કેલી હોતી નથી. પરંતુ ચોમાસામાં શેરીઓ કાદવવાળી બની જાય છે, જાનવરની ગંદકી અસ્વચ્છતામાં ઉમેરો કરે છે અને ગામેગામથી વહી આવતાં પાણી ખાડાઓમાં ભરાઈ ગામની અસ્વચ્છતામાં અતિશય વધારો કરી મૂકે છે. કેટલાક ખાડાઓનાં પાણી તો આખો શિયાળો ચાલે છે, અને તે બંધિયાર હોવાથી જીવજંતુ અને માખીમચ્છરનાં મોટાં ઉત્પત્તિસ્થાન બની જાય છે. અટકાવી શકાય તેવા રોગજંતુઓ વ્યાપક બનાવવામાં મચ્છર અને માખીનો ઘણો જ મોટો ફાળો છે, એ હવે તો ગામડિયાએ પણ સમજવાની જરૂર છે. એટલે યોજનારહિત મકાનો, રસ્તા અને શેરીઓ રાખે ચાલે એમ નથી. ગ્રામજીવનમાં સ્વચ્છતા લાવવી હોય તો મકાનોમાં એક પ્રકારનું નિયમિતપણું, સંકડાશનો અભાવ, પાણી વહી જાય એવી રસ્તાઓની ચઢતી ઊતરતી યોજના અને પૂરતી પહોળાઈ રાખવી પડશે. ગામડાની ખરેખર દરકાર રાખવી હોય તો યોજનાબદ્ધ ગ્રામરચનાને હસી કાઢ્યે ચાલે એમ નથી.

વળી ગામડાનો અને કૃષિનો સંબંધ જોતાં ગાડાં, હળ, લાકડાં તથા બીજી વસ્તુઓ મૂકવા માટે છૂટી જમીનો પણ વિચારપૂર્વક શેરીઓમાં રાખવી જોઇએ.

નવાં ગામ અને પરાં
નવાં વસેલાં કેટલાંક ગામ અને પરાં યોજનાપૂર્વક રચાયેલાં હોય છે. એ ઉપરથી ગામડાની વ્યવસ્થિત રચના થઈ શકે એમ છે, એટલું તો આપણે

સમજી શકીએ છીએ. અલબત્ત જૂનાં ગામોમાં ઘર, શેરીઓ અને મહોલ્લા સ્થાયી થઈ ગયેલા હોવાથી તેમાં ફેરફાર કરવાની મુશ્કેલીઓ ઊભી થાય છે, અને મિથ્યા મમત્ત્વ ઘણીવાર તસુ જમીનના ફેરફાર માટે આખા ગામને હોબાળે ચઢાવી ગામના સેંકડો રૂપિયા ખર્ચાવી નાખે છે. છતાં એ મુશ્કેલીનો સામનો કર્યે જ છૂટકો છે. અનિયમિત ગ્રામરચનામાં સ્વચ્છતાને પોષે એવી નિયમિતતા જરૂર આવવી જોઈએ. કેટલાંક પરાં અગર નવા ગામના મહોલ્લા એટલા પહોળા રહેલા જોવામાં આવે છે કે તેમની વચમાં વૃક્ષારોપણ કરી સ્થળનું સૌંદર્ય અને સ્થળની સગવડ વધારી શકાય એમ હોય છે.

પાદર
ગામડાની સરેરાશ વસતી સાતસો માણસોની : એટલે એક ઘર અને બીજા ઘર વચ્ચે, એક શેરી અને બીજી શેરી વચ્ચે, એટલું બધું અંતર તો ન જ હોય કે જેથી સૌને હળવા મળવામાં, એક બીજાને ઓળખવામાં અગર એક બીજાને ઉપયોગી થઈ પડવામાં ખાસ અડચણ આવે. ગામનું ગોંદરું પાદર અગર ભાગોળ એ પણ આખા ગામની સગવડ સાચવનારું મહત્ત્વનું સ્થાન કહી શકાય. એમાં ઢોરનાં ટોળાં પણ બેસી શકે, થાકેલો ખેડૂત કે વટેમાર્ગુ પણ બેસી શકે અને ગામનાં છોકરાં રમતગમત માટે પણ સહેલાઇથી ભેગાં થઈ શકે. ગુજરાતમાં ઘણાં ગામોની ભાગોળ સ્વાભાવિક રીતે જ સુંદર અને સગવડવાળી હોય છે. માનવી જો તેને ન જ બગાડવી એ નિશ્ચય કરે તે એ ભાગોળ ગામનું સ્વચ્છ રંજનસ્થાન બની શકે. પરંતુ આપણાં અવ્યવસ્થિત માનસને લઈને આપણે ભાગોળના ઉકરડા બનાવી દઇએ છીએ.
ગુજરાતની સગવડ
ગામડું બાંધવામાં મુખ્ય વિચાર ખેતીની સગવડનો જ હોય છે. ખેતી ઘણે દૂર ન પડે એવી રીતે માનવસમૂહ એક સ્થળ પસંદ કરી તેમાં ઘરબાર

કે ઝૂંપડાં બાંધી વસવાટ કરે છે. માણસ વસે એટલે તેને પિવા માટે તથા નાહવાધોવા માટે નદી, કૂવા કે તળાવની સગવડ પણ હોવી જોઈએ. જવરઅવર માટે ગામમાં અને સીમમાં સાધારણ રસ્તા પણ હોવા જોઈએ. મજૂરો અને કારીગરોની પણ તેમાં જરૂર. ગુજરાતમાં તો સામાન્યતઃ જમીન સપાટ છે એટલે ડુંગરાળ અને દરિયા કિનારાનાં ગામો જેવી મુશ્કેલીઓ મોટા ભાગનાં ગામડાંને પડતી નથી. નદીકિનારા ઉપર ઘણાં ગામો છે તે વાત ખરી. અને નદીનાં પૂર તથા પૂરથી પડેલાં કોતર ગામ અને સીમની જમીનનું ધોવાણ કરી કેટલાક મહત્ત્વના જમીન સંરક્ષણના પ્રશ્નો પણ ઊભા કરે છે. કોતરો પડતાં અટકાવવાં એ પણ આપણા ગ્રામજીવનનો એક મહત્ત્વનો પ્રશ્ન બનતો જાય છે.

આમ ગામડું એ વગર વિચાર્યે બાજુએ નાખી મૂકવા જેવું નથી. એમાં કુશળતાભરી યોજનાની જરૂર છે, અને સરળતાભર્યા ધનિક શહેરના કરતાં ગ્રામરચના વધારે બુદ્ધિ, વધારે મહેનત, વધારે સહાનુભૂતિ અને વધારે ઊંચી કલ્પના માગી લે છે. સારું શહેર રચનાર ઇજનેરનું નામ આપણે જરૂર ભૂલી જઈશું. પરંતુ નમૂનેદાર સુંદર ગામડું રચનાર ઈજનેરને તે વર્તમાન હિંદે કીર્તિસ્થંભ રચી અમર કરવો પડશે.

ગ્રામસ્વચ્છતા
ગામની સ્વચ્છતા એટલે ઘરની, આંગણાંની, શેરીની, રસ્તાની, ભાગોળોની તેમ જ સીમની સ્વચ્છતા. ઘર, શેરી કે ગામના કૂવાનાં થાળાં સ્વચ્છ રાખવાં જોઈએ અને વખતોવખત કૂવાને ગાળવા જોઈએ. જરૂર પડ્યે પાણીને શુદ્ધ કરવાને માટે પોટાશ–પરમેન્ગેનેટ કે ફટકડી જેવી દવાઓ પણ નાખવી જોઇએ. ગામનાં તળાવ પણ સ્વચ્છ રાખવા જોઇએ. એવી ગામસમગ્રની સ્વચ્છતા થાય ત્યારે ગ્રામજનતાનું

આરોગ્ય પણ સારી રીતે સાચવી શકાય. ધૂળ એ ગામડાનો મહા ઉપદ્રવ છે. ગુજરાતમાં પથરાળી જમીન ન હોવાથી રસ્તાની સપાટી દડ કે રેતીવાળી સહજ બની જાય છે. પાકી સડક ઇજનેરોની ગણત્રી પ્રમાણે કરવા બેસીએ તો ખર્ચ અને કૉંટ્રાક્ટરોના નફાનો પાર આવે તેમ નથી. છતાં ગામડાની નજીક નદીઓ, નાળાં, ઝરણાં, વગેરે તો હોય જ; અને તેમાની રેતી તથા કાંકરીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણા ગામના રસ્તા પાકા જેવા જ બની જાય અને રસ્તાની સપાટી ધૂળરહિત બનાવી શકાય.

સમગ્ર વિચાર
ગ્રામસ્વચ્છતા આ પ્રમાણે કેટકેટલી વસ્તુઓ માગે છે, તે આ ઉપરથી આપણે સમજી શકીશું. સ્વચ્છતાનો આ પ્રશ્ન નીચેના સ્ફોટન પ્રમાણે સામાન્યતઃ ગોઠવી શકીએ.
સ્વચ્છતા
વ્યક્તિગતસામાજિક
દેહવસ્ત્રગૃહ
સ્નાનગંદી
ટેવોથી મુક્તિ
અસ્વચ્છ દ્રવ્યોના
ઉત્સર્ગ માટેની સગવડ
અતિશયતાનો
અભાવ
હાથધોણી
વ્યવસ્થિત ગોઠવણીકચરાં–જાળાંનો
અભાવ
બારી–જાળી–જેવાં
હવા–અજવાળાનાં સાધનો
ઉકરડા, ખાતર,
જાનવર
ઘાસ,લાકડાં
વગેરેમૂકવાની
વ્યવસ્થા
(પૃષ્ઠ ૧૮૨ જુઓ)
સામાજિક
આંગણુંશેરીરસ્તાભાગોળગામસ્વચ્છતાની
સેવાશ્રેણી–service
વાળેલુંલીંપેલુંસુશોભિતપહોળાપાકાધૂળ વગરનાસીધા
ક્યારાસાથીઆરંગોળીછાપાંવિશાળછાયાવાળીરમતગમત
માટે પૂરતી
ગંદકી
રહિત
ઘરની યોજ
નાબદ્ધ રચના
સંકડાશનો
અભાવ
સમૂહને જરૂ
રના સ્થળ
કૂવોપાણી વહી
જવાના માર્ગ
ચોખળાંચકલાખાંચાકચરોનાખ-
વાનું સ્થળ
કઠેરોગરગડીથાળુંકપડાં ધોવાનું
સ્થળ
યોગ્ય
ગામઠાણ
કૃર્ષિભાગની
નિકટતા
વિસામાકૂવાતળાવવૃક્ષરોપણકોતરથી
રક્ષણ
અંગતજાહેર
સરકારીબિનસરકારી