ગ્રામોન્નતિ/રોગનિવારણ
← ર૧ આરોગ્યરક્ષણ અને જીવજંતુ | ગ્રામોન્નતિ રોગનિવારણ રમણલાલ દેસાઈ |
૨૩ ખોરાક, બાળઉછેર અને કેળવણી → |
.
રોગનિવારણ
રક્ષણ બહુ સરળતાથી કરી શકાય એમ છે. અલબત્ત એ સહુનો ઉપયોગ કરવા માટે આપણા મનને અને શરીરને – કહો કે આખા ગ્રામસમાજને ટેવાવું પડશે. પરંતુ તેમ થાય ત્યાં સુધી તો રોગ, તાવ અને દર્દ ગ્રામજનતાને પીડ્યા કરવાનાં. એ દર્દોના અસ્તિત્વનો સ્વીકાર કરીને રોગના ઈલાજ લેવાની વ્યવસ્થા ગામડાંમાં રાખવી જ પડશે.
સંસ્થા
ઉપયોગી થઈ શકે એવી એમની પદ્ધતિ ન રહી એટલે જૂની સંસ્થા આપોઆપ પાછળ પડી ગઈ એ પણ ખરું. પશ્ચિમની વૈદ્યકીય પ્રગતિનું શાસ્ત્રીયપણું નવા યુગને વધારે માફક આવતું ગયું એટલે આપણે વૈદ્ય હકીમને વિસારે પાડ્યા, પરંતુ પાશ્ચિમાત્ય પદ્ધતિએ કેળવાયેલા ડૉક્ટરો પણ ગ્રામજનતાને જરાયે ઉપયોગી નીવડ્યા હોય એમ લાગતું નથી. અંગ્રેજી પદ્ધતિએ વૈદ્યકીય જ્ઞાન મેળવેલા ત્રીસ હજારથી ચાળીસ હજાર ડોક્ટરો હિંદમાં પોતાનો ધંધો ચલાવે છે, પરંતુ તેમની બધી પ્રવૃત્તિ નગર વિભાગમાં જ-Urban areaમાં જ- એકત્રિત થયેલી છે. સાત લાખ ગામડાંને તો ભાગ્યે જ ડૉકટરનાં દર્શન થાય છે.
કિંમત આપી સારવાર મેળવે એ ડૉક્ટરી જીવનવિધાનમાં તેમની વ્યુહરચના હોય છે.
‘હું ગરીબ માણસનો ડૉક્ટર નથી’ એમ અભિમાનથી જાહેર કરી ગરીબ દર્દીઓને ઠોકર મારતા અનેક ડોક્ટરો આપણે જોયા અને સાંભળ્યા છે. ગરીબ હિંદુસ્તાનની ગરીબાઈને તિરસ્કારનારા એ ડૉક્ટરો હિંદને માથે લદાયેલા ધેાળા હાથીઓ છે, એમાં જરા યે શક નથી. હિંદની ગરીબીને તિરસ્કારનાર સર્વ માણસો મહાભયાનક પાપ કરે છે એ જેમ બને તેમ વહેલું સમજાય એમાં આપણું શ્રેય છે. ઈંગ્રેજી અધિકારીઓ ભારે પગાર માગે. દેશી અધિકારીઓ તેમને પગલે ચાલી એટલું જ ભારણ હિંદને માથે લાદે અને આપણા ઈજનેરો, ન્યાયાધીશ અને આરોગ્યનું રક્ષણ કરવાનો ડોળ ઘાલનાર ડૉક્ટરો પણ ધનના ઢગલાને પૂજે ! આ ભાર હિંદ ક્યાં લગી સહન કરી શકશે ? હિંદની સરેરાશ આવક કરતાં જેટલી વધારે આવક મળે એટલી લૂંટની મિલકત છે એમ માન્યા વગર રહેવાતું નથી.
આનો અર્થ એમ નથી કે બધા ડૉક્ટર જ ખરાબ છે. હિંદુંસ્તાનની ગરીબી ઘટાડવામાં જે કોઈ સહાયભૂત ન થાય એ સઘળું જ ખરાબ છે. પછી તે ડૉક્ટરની સંસ્થા હો, વાઇસરૉય, ગર્વનર કે બ્રિટિશ સનદી નોકરશાહી હો કે હિંદનાં રજવાડાં હો. જ્યાં સુધી વૈદ્યકીય ધંધો ગ્રામઅભિમુખ ન થાય ત્યાં સુધી તે નિરર્થક તો છે જ અને ધનિકતાની, મોટરકારની, રૂવાબદાર દેખાવની લાલસા આજના ડોક્ટરી વર્ગમાં રહેશે ત્યાં સુધી એ સંસ્થા ગ્રામોન્નતિમાં નિરર્થક જ નીવડશે.
સારવાર
સગવડ ગ્રામજનતા મેળવી શકે નહિ ત્યાં સુધી ગ્રામજનતામાં રોગના ઇલાજ કરવાની મુશ્કેલી રહ્યા જ કરવાની. એટલે પહેલી તકે ડૉક્ટરોને ગ્રામવિભાગ સાથે સંસર્ગમાં લાવવાની પ્રથમ જરૂર ઊભી થાય છે. વૈદ્યકીય સારવાર થોડા જ સમયમાં સરળતાથી દર્દી મેળવી શકે એવી રીતે ગામડાંમાં અગર ગામડાંના સમૂહમાં ડૉક્ટરનો નિવાસ હોવો જોઇએ.
ર્વેદિક પદ્ધતિ
શહેરના મોહમાં ફસેલા ડૉક્ટરોને ગામડાંમાં આકર્ષવા અને જૂની ઢબના વૈદ્યહકીમોને વર્તમાન યુગ માટે લાયક બનાવી ગ્રામજનતાને પાછા સોંપવા એ બે પ્રશ્નો હાલ હિંદમાં મહત્ત્વના થઈ પડેલા છે.
ચાડવાની રીત
અમલમાં મુકાય છે. આમ દવાખાનાં સ્થાપીને, વૈદ્ય ડૉક્ટરને ગામડાંમાં સ્થાયી વસવાટ માટે ઉત્તેજન આપીને, ગ્રામજનતામાં ડોક્ટરવૈદ્યની ફેરણીઓ કરાવીને તથા વગર ડૉક્ટરે જાણીતી દવાઓ જાણીતા રોગ માટે ગામડાંના આગેવાનો અગર સેવાભાવી સ્ત્રીપુરુષો દ્વારા વહેંચાવીને ગ્રામજનતાના રોગનું નિવારણ કરવાના પ્રયત્નો થઈ શકે એમ છે.
દવાનો પ્રશ્ન એ પણ કૂટ પ્રશ્ન બની ગયો છે. ડૉક્ટરોની દવા ખૂબ મોંઘી. પરદેશથી આવતી દવાઓની બનાવટ હિંદને ચૂસવાના ઉદ્દેશથી અગર ધનિક પરદેશીઓની કક્ષાનો વિચાર કરી કરવામાં આવી હોય : એટલે ગરીબ ગામડું એ દવાઓ વાપરી શકે નહિ. વાપરે તો મોંઘા ડૉક્ટર અને એથી યે મોંઘી દવાઓના ભારણમાં વધારે દેવાદાર થાય. સુંદર શીશીઓમાં ભરાઈને આવતી ‘પેટન્ટ' દવાઓએ હિંદની ગરીબી વધારવામાં ખરેખર કેટલો ભાગ લીધો છે એ શોધી કાઢવા સરખું છે.
હિંદ વનસ્પતિનો ભંડાર છે. પરદેશી દવાઓ પણ વનસ્પતિની જ બનાવટ હોય છે. હીંગને મોટું વૈદ્યકીય નામ આપી આઇસાફટીડા કહ્યાથી એ હીંગ મટતી નથી. છતાં નામફેર કે દેખાવફેરથી કીંમત વધી જાય છે. વનસ્પતિ ઉપરાંતની દવાઓ – ધાતુ, ભસ્મ, અર્ક, અહીં પણ બનતાં હતાં, અને હજી પણ બનાવી શકાય એમ છે. ગ્રામજનતાને અને મોંઘા ડોક્ટરને ન બને; ગ્રામજનતાને અને મોંઘી દવાઓને પણ ન બને. મોંઘા ડૉક્ટરો વગર ચલાવી શકાશે; મોંઘી દવાઓ વગર ચલાવી શકાશે. ગ્રામજનતા સિવાય હિંદને ચાલે એમ નથી. અને એ ગ્રામજનતાનું આરોગ્ય મોંઘા ડૉક્ટરો અને ખર્ચાળ દવાઓ ન સાચવી શકે તો આપણે તેમને સોંઘા ડૉક્ટરો, વૈદ્યો અને સાહજિક દવાઓ આપવી જ પડશે.
વૈદ્યો અને ડૉક્ટરો ધારે તો ગ્રામજીવનમાં મહત્ત્વના સુધારા કરી શકે. તેમના સારા વર્તનથી અને મીઠાશભરી માવજતથી તેઓ ગ્રામજનતામાં દેવ સરખા પૂજાય. તે મોટા બંગલાઓ અને હવેલીઓ કદાચ ગામડાંને પૈસે બંધાવી ન શકે; એકે એક હવેલી ગ્રામજનતાની ઝૂંપડીને ભોગે રચાય છે; પરંતુ સાદું સુખમય, આરામભર્યું અને ઉપયોગી જીવન ગામડાંમાં રહીને પણ વૈદ્ય ડૉક્ટરો ગાળી શકે એમ છે. એટલે સેવાભાવી યુવકોમાંથી ઘણો મોટો ભાગ વૈદ્ય ડોક્ટર તરીકે ગામડે ઊતરી ગ્રામપુનર્ઘટનામાં મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે.
આમ ગ્રામજીવનમાં સહજલબ્ધ દવાઓ ઉપજાવવી એ ગ્રામોન્નતિનું એક અંગ બની જાય છે.
વળી બીજી સોંઘી દવાઓ, લેપ, સાધનો પણ ગ્રામજનતાને ઝડપથી મળવાં જોઈએ.
મેલેરિયા માટે ક્વીનીનની વિસ્તૃત વહેંચણી ગ્રામજનતામાં કરી શકાય છે એ તો સહુના અનુભવની વાત છે. જે થાય છે એ ઘણું થોડું અને અવ્યવસ્થિત છે. છતાં એ માર્ગે આપણે ઔષધની વહેંચણી કરી શકીએ એટલું તો સાબિત થાય છે જ.
ગ્રામજીવનમાં અકસ્માતના પણ સંભવ ખરા. અકસ્માતને માટે તૈયાર રહેવાની, અને ઘટતા પ્રસંગે ઘટતી દવા આપવાનો પણ આવડત ગ્રામજીવનમાં જરૂરી છે.
રોગનિવારણ | |||||||||||||||||||||||||||||||||||
વૈદ્ય ડૉક્ટરનું ગ્રામ–અભિ- મુખપણું | દવાખાનાં | સોંઘી દવાઓ- ની બનાવટ | |||||||||||||||||||||||||||||||||
ગ્રામનિવાસ | ધનિકતાની ઇંતેજારીનો ત્યાગ | સ્થાયી | ફરતાં | ||||||||||||||||||||||||||||||||
સરકારી | અર્ધસરકારી | ખાનગી | |||||||||||||||||||||||||||||||||
દવાઓની વહેંચણી | અકસ્માતના ઈલાજ | સ્ત્રીઓમાં ઘર- વૈદકનો પ્રચાર | |||||||||||||||||||||||||||||||||