મહાન સાધ્વીઓ
મહાન સાધ્વીઓ શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી રાબેયા → |
संवत
१९८५
आसो
विविध ग्रंथमाळा
વાર્ષિક રૂ. ૪) પાકાં પૂંઠાં ૫) પો૦ માફ.
તંત્રી ભિક્ષુ–અખંડાનંદ.
महान साध्वीओ
१६ साध्वीओनां वृत्तांत
અનુવાદકો:–
શિવપ્રસાદ દલપતરામ પંડિત. મુ. કોટા
હાસમ હીરજી ચારણિયા. મુ. કુરલા
અને સ્વ૦ નારાયણ હેમચંદ્ર
प्रसिद्धिस्थान — सस्तु साहित्य वर्धक कार्यालय
છુટક રૂ. ૧ા સાદુ ૧ પો. જુદું
વિવિધ ગ્રંથમાળા, ગ્રંથાંક ૨૨૬ થી ૨૨૮, વર્ષ ૧૯ મું-સ૦ ૧૯૮૫
महान साध्वीओ
(૧૫ સાધ્વીઓનાં વૃત્તાંત)
अनुवादको:—
શિવપ્રસાદ દલપતરામ પંડિત, મુ. ટા;
હાસમ હીરજી ચારણિયા, મુ. કુરલા
અને સ્વ૦ નારાયણ હેમચંદ્ર
सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी
સંપાદક અને પ્રકાશક: ભિક્ષુ–અખંડાનંદ
અમદાવાદ અને મુંબઈ–૨
પૃષ્ઠ ૪૩૨, પ્રત ૪૩૦૦, પ્રસિદ્ધ વૈશાખ-૧૯૮૬માં
પાકું પૂઠું ૧ા, સાદું ૧,
ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત.
“વિવિધ ગ્રંથમાળા”ના અંક ૨૨૬ થી ૨૨૮ તરીકે સ. ૧૯૮પનું આ છેલ્લું પુસ્તક હોઈ તેમાં ૧૫ મહાન સાધ્વીએાનાં ચરિત્ર છે. ૧૨ ચરિત્ર શ્રીયુત શિવપ્રસાદ દલપતરામ પંડિતે નિષ્કામભાવે અનુવાદિત કરી આપ્યાં હતાં. બાકીનાં ત્રણ ચરિત્ર પૈકી કેરેલીન હશેલનું ચરિત્ર “બુદ્ધિપ્રકાશ” માં છપાયેલું તે લીધું છે; બહેન દોરાનું ચરિત્ર સ્વર્ગસ્થ નારાયણ હેમચંદ્રે ૩૦-૪૦ વર્ષ પર પ્રસિદ્ધ કરેલું તે બનતા સંશાધનપૂર્વક લીધું છે; અને જોન ઑફ આર્કવાળું ચરિત્ર શ્રીયુત હાસમ હીરજી ચારણિયાને હાથે યોજાઈ સોળ વર્ષ પર “ચરિત્રમાળા” દ્વારા નીકળેલું તે લીધું છે. આમાંની સાધ્વીઓ હિંદ બહારની હોવા છતાં વર્તમાન ભારતીય બહેનો માટે, તેમજ બંધુઓ માટે પણ એમનાં વૃત્તાંત કેવાં અસરકારક, પ્રેરક અને ઉપકારક છે; તે સમજવામાં આ પછી પ્રસ્તાવનાદિ અપાયું છે તે પણ મદદગાર તો થશેજ. આ સેવક અહી એક ખાસ શિક્ષા યાચે છે કે, પ્રત્યેક વાંચનાર પોતે આમાંનું દરેક ચરિત્ર વાંચીને તરતજ પોતાનું જીવન અત્યારે કેવું છે, અને તેને કયી તરફ વાળવું ને કેવું બનાવી શકાય તેમ છે; તે તરફ પણ પૂરેપૂરૂ ધ્યાન આપે. જે કોઈ આ પ્રમાણે કરશે, તેમને પોતાની અંધશ્રદ્ધા અને ઘેટાંચાલ અને સ્વાર્થ વૃત્તિ માટે શરમ આવી આ ઉથલ પાથલના સમયમાં જ્યાં ત્યાં સાચા સન્માર્ગ મેળવી શકશે એમાં શક નથી. ॐ सत सत्
સં. ૧૯૮૬
ગ્રંથાંક | ગ્રંથનું નામ | મૂલ્ય | સાદું | પૃષ્ઠ |
૨૧૭ થી ૨૨૦ | શુભસંગ્રહ - ભાગ ૫મો | ૧ાા | ૧ા | ૪૦૦ |
ઉપલા ગ્રંથના મોટા કદ બદલ ઉમેરવાનાં | ૨૦૦ | |||
૨૨૧ થી ૨૨૨ | શ્રી સુબોધ રત્નાકર | ૦ાાા | ૦ાા= | ૨૭૬ |
૨૨૩ થી ૨૨૫ | સ્વામી વિવેકાનંદ - ભાગ ૧૧ | ૧ાા= | ૧ા | ૪૮૦ |
૨૨૬ થી ૨૨૮ | મહાન સાધ્વીઓ | ૧ા | ૧) | ૪૨૦ |
કુલ | ૫)= | ૪)= | ૧૭૭૬ |
अनुक्रमणिका
ક્રમાંક | ચરિત્રનું નામ | પૃષ્ઠ |
૧ | સાધ્વી રાબેયા | ૧ |
૨ | સાધ્વી ઝુબેદા ખાતુન | ૧૯ |
૩ | સાધ્વી ઇલિઝાબેથ | ૨૧ |
૪ | સાધ્વી કેથેરિન | ૫૪ |
૫ | સાધ્વી ટેરેસા | ૭૬ |
૬ | સાધ્વી ગેયાઁ | ૧૦૬ |
૭ | સાધ્વી મેરી કાર્પેન્ટર | ૧૨૯ |
૮ | સાધ્વી કૉબ | ૧૫૫ |
૯ | સાધ્વી ક્લેરા | ૧૭૬ |
૧૦ | સાધ્વી સૈયદા નફસિયા | ૧૭૭ |
૧૧ | સાધ્વી લુઈસા | ૧૮૦ |
૧૨ | સાધ્વી એનિટા | ૧૯૦ |
પરિશિષ્ટ | ||
૧ | કરોલીન હર્શેલ | ૨૦૭ |
૨ | સાધ્વી બહેન દોરા | ૨૧૭ |
૩ | વીર સાધ્વી જોન ઑફ આર્ક | ૨૭૩ |
शुद्धिपत्र
પૃષ્ઠ | પંક્તિ | અશુદ્ધ | શુદ્ધ |
૭ | ૭ | બ | બહુ |
૧૦૬ | ૧ | गेया | गेयाँ |
૧૦૯ | ૧૬ | દુઃખાશ્રથીજ | દુઃખાશ્રુથીજ |
૧૨૫ | ૧૧ | ડબવાને | ડૂબવાને |
૨૦૨ | ૩૪ | સન્યવ્યૂહને | સૈન્યવ્યૂહને |
૨૦૬ | ૧૭ | છે તો | તો |
૨૫૮ | ૧૨ | સ્પિટલમાં | હૉસ્પિટલમાં |
૨૭૦ | ૩૩ | ચિ્ન | ચિહ્ન |
૨૭૧ | ૧૧ | કેવા | કેવી |
૨૮૯ | ૧ | આક | આર્ક |
૨૯૫ | ૪ | ઉ ેશ | ઉદ્દેશ |
૩૨૦ | ૧૩ | ૂમી | ઝૂમી |
૩૪૫ | ૧૨ | છટાં | છૂટાં |
૩૪૯ | ૫ | ૂજતી | ધ્રૂજતી |
આજથી સોળેક વર્ષ પૂર્વે “ભારતનાં સ્ત્રીરત્નો” ત્રણ ભાગ લખ્યા, ત્યારથીજ મારા હૃદયમાં અભિલાષ હતો કે, અન્ય દેશનાં સ્ત્રીરત્નોનાં પુણ્ય ચરિત્રનો એકાદ ગ્રંથ ગુર્જરી માતા માટે લખુ. એજ ઉદ્દેશ્યથી પ્રેરાઈને દશ બાર વર્ષ ઉપર આમાંનાં સાત ચરિત્રો લખ્યાં હતાં. શ્રીયુત અમૃતલાલ ગુપ્તના ‘તાપસી’ નામના ગ્રંથમાંથી ‘સેઇન્ટ ટેરેસા’ ‘સાધ્વી ઇલિઝાબેથ’ ‘સાધ્વી કેથેરિન’ ‘મેડમ ગેયાઁ’, અને ‘બ્રહ્મવાદિની કુમારી કૉબ’નાં ચરિત્રેાનો અનુવાદ એમની રજા મેળવી કર્યો હતો. રાબેયાનું ચરિત્ર શ્રીયુત ચારુચંદ્ર બંદોપાધ્યાચના એક નાનકડા બંગાળી ગ્રંથનું ભાષાંતર છે. કલકત્તા વિશ્વવિઘાલયમાં ઈ. સ. ૧૯૦૯ ના વર્ષમાં એન્ટ્રન્સની પરીક્ષાના અભ્યાસક્રમમાં એ પુસ્તકને પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. મેરી કાર્પેન્ટરનું ચરિત્ર પ્રસિદ્ધ ગ્રંથકાર સ્વર્ગસ્થ શ્રીયુત રજનીકાંત ગુપ્તના લઘુ ગ્રંથનો અનુવાદ છે. ‘ઝુબેદા ખાતુન’નું ચરિત્ર મુસ્લીમ લેખક મૌલવી શેખ અબ્દુલ જબ્બારના ‘આદર્શ રમણી’ નામક ગ્રંથમાંથી ભાષાંતર કરીને લેવામાં આવ્યું છે. ‘એનિટા’નું ચરત્ર શ્રીયુત યોગેશચન્દ્ર વસુના લેખનો અનુવાદ છે, અને બીજાં ચરિત્રો ‘ભારત-મહિલા’ આદિ માસિકોમાંના લેખના અનુવાદરૂપે છે.
આ ગ્રંથનું નામ મેં તો ‘વિદેશી સ્ત્રીરત્નો’ રાખ્યું હતું, પરતુ પ્રકાશક મહો!દયે ‘મહાન સાધ્વીઓ’ નામથી એનો પરિચય કરાવવાનુ યોગ્ય ધાર્યું છે. આ પુસ્તકમાં વર્ણવેલી સન્નારીઓ સાધ્વી અવશ્ય છે અને એમનાં પવિત્ર ચરિત્રો જગપ્રસિદ્ધ થવા યોગ્ય છે, એ પણ નિર્વિવાદ છે. પરંતુ શોક સાથે સ્વીકારવું પડશે કે, સ્વદેશાભિમાન અને ધર્મ પ્રેમની આડમાં રહેલાં પ્રાદેશિક સંકીર્ણતા અને ધર્માંધતાના દોષને લીધે ભારતના કેળવાયલા વર્ગોમાંથી પણ ઘણા થોડાઓજ અન્યધર્મી મહાપુરુષો અને મહાન સન્નારીએની જીવનકહાણી સાંભળવા પ્રયત્ન કરે છે. ભિન્ન ભિન્ન ધર્મ અને દેશનાં સ્ત્રીપુરુષો એકબીજાની મહાન વ્યક્તિઓના પરિચય મેળવી અન્યોન્ય ભક્તિભાવ પોષે તો સંસારમાંથી અનેક કલહ નાશ પામે. ભક્તોનાં જીવનચરિત્ર માનવજાતિને માટે ઘણાં આદરની વસ્તુ છે. મોહમાયાનાં બંધનોથી જકડાયેલા અને ષટ્-વિકારોથી પીડાતા મનુષ્યોને માટે એવાં ચરિત્રેા ઉપકારક નીવડે છે. આ ચરિત્રોના અભ્યાસથી સહૃદય વાચકને ખાત્રી થશે કે, સર્વ ધર્મોમાં નીતિ, પવિત્રતા અને ત્યાગનાં અનેક સામાન્ય તત્ત્વો રહેલાં છે. પાર્થિવ ધનસંપત્તિ તથા યશ, માન, કીર્તિ વગેરેને લાત મારી સાદુ જીવન ગાળનારા ભાગ્યશાળી જીવોજ સાચા ઈશ્વરભકત અને સાધુ-સાધ્વી ગણાવા ભાગ્યશાળી નીવડે છે. આવાં ચરિત્રોનું અવલોકન
અને મનન કરનારને વિધર્મીઓની નિંદા કરવામાં સમયનો દુરુપયોગ કરવાનું મન નહિ થાય; પણ આત્મસંયમ, ત્યાગ અને તપસ્યાદ્વારા પ્રભુના ચરણમાં આશ્રય લેવાની ઈચ્છા ક્ષણભરને માટે પણ અવશ્ય ઉપજશે. આવાં ચરિત્રોના અભ્યાસથીજ આ જડવાદના યુગમાં પ્રતીતિ થાય છે કે “આ પૃથ્વીમાં ધર્મજ દુર્લભ પદાર્થ છે, ધર્મને સારૂજ માણસનો જન્મ છે, અને ઈશ્વરના ચરણમાં આત્મસમર્પણ કરી શકાય તેમજ જીવનનું સાર્થક છે.” પ્રભુ પ્રેમની સાર્થકતા માત્ર એકાંતમાં બેસીને પ્રભુનું ધ્યાન ધરવામાંજ રહેલી નથી, પણ પ્રભુએ સજેલાં માનવો, પશુપક્ષીઓ અને વનસ્પતિની સેવામાં પણ રહેલી છે; એનું ભાન આવાં ચરિત્રો કરાવે છે. ભારતવર્ષનાં ધર્મપ્રેમી પુરુષોએ સ્વધર્મ અને સેવાભાવના એ અભેદપ્રત્યે પણ્ બહુ લક્ષ આપવાની આવશ્યકતા છે. બ્રહ્મવાદિની કૉબ તથા કુમારી કાર્પેન્ટરનાં ચરિત્રો ઉપરથી જણાશે કે, સ્ત્રીઓ સારાં કાર્યમાં મનને પરોવે અને પોતાનું જીવન ભોગવિલાસ કે કાથાકુથલીમાં ગાળવાને બદલે માનવબંધુની સેવાના સત્કાર્ય માં પરોવે તો એ વિષયમાં તે જરૂર તે પુરુષોને હંફાવે. કોમળ હૃદય, દીનજનો - પ્રત્યે દયા, ધર્મભીરુતા, એ એમના સ્વાભાવિક ગુણો છે. પ્રત્યક્ષરૂપે કર્મ ક્ષેત્રમાં ન ઉતરનાર સ્ત્રી આદર્શ ગૃહિણી બની પતિને સન્માર્ગમાં કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે એનું દૃષ્ટાંત એનિટાના ચરિત્રમાંથી મળી આવશે.
આ ચરિત્રો વાંચ્યા અને લખ્યાથી મને પોતાને તો ઘણો લાભ થયા છે અને આ ગ્રંથ વાંચવાથી સહૃદય બંધુઓ અને ભગિનીએને આધ્યાત્મિક ઉન્નતિમાં લેશ પણ સહાયતા મળશે. તો તો હું મારા આ પ્રયાસને સફળ સમજીશ.
સ્ત્રીઓનાં જીવનચરિત્ર તો સ્ત્રીઓજ વાંચે એવી એક ભૂલભરેલી માન્યતા આપણા દેશમાં સાધારણ રીતે પ્રવર્તેલી જોવામાં આવે છે. એને લીધે સ્ત્રીઓની પુણ્યગાથા સાંભળવાથી આપણે કમનસીબ રહીએ છીએ. આ ગ્રંથને પુરુષો પણ આદરથી વાંચે અને વિચારે એવી અભિલાષા રાખવી એ શું અનુચિત ગણાશે ?
ઉપર જે જે લેખકોના ગ્રંથ અથવા લેખ ઉપરથી આ ચરિત્રો લખવામાં આવ્યાં છે, તેમનો હું ખરા અંતઃકરણપૂર્વક ઋણી છું.
ભાષા, શૈલી તથા જોડણી વગેરે માટે (પ્રકાશક સંસ્થાએ પણ યથાશક્ય યત્ન કરવા છતાં) કાંઈ ભૂલચૂક રહી હોય તો તે માટે ઉદારહૃદય વાચકોની ક્ષમા યાચી વીરમું છું.
મંગળવાર તા. ૧૪-૧-૧૯૩૦
જેનો ઈતિહાસ વાંચી લેાકોનાં રોમેરોમ ખડાં થાય, સ્ત્રીશક્તિના ઉચ્ચ આદર્શના કંઇક ખ્યાલ આવે અને સ્વદેશાભિમાનના સમુદ્રમાં હૃદય ઝોલાં ખાય, એવી હિંદુસ્તાનના ઈતિહાસમાં શું કોઈ વીરબાળા નથી ? હા, ઘણી છે. ૨જીઆ બેગમ, ચાંદબીબી, અહલ્યાબાઈ વગેરે. પણ આ વીરબાળાઓને ઇતિહાસમાં સોનાના અક્ષરથી પોતાનાં નામ અમર કરવા ઘણી અનુકૂળતા હતી; તેથીજ દૂરના યુરોપખંડની એક ફ્રેન્ચ બાળાનો પાંચ સૈકા પહેલાંનો અદ્ભુત ઇતિહાસ પસંદ કરવામાં આવ્યો છે. આવી વીર જગવિખ્યાત બાળા એકજ થઇ છે–અને તે ફ્રાન્સમાંજ. વિદેશી કે વિધર્મી વિભૂતિનો સ્વીકાર કરતાં કોઇએ લાજવાનું નથી. અન્ય દેશના ગૌરવનો સ્વીકાર એ સ્વીકાર કરનારના હૃદયની મહત્તા દર્શાવે છે. આ બાળાના સમયમાં અંગ્રેજો ફ્રાન્સના શત્રુ હતા, અને તે વખતે તે પણ અંગ્રેજોની વિરેાધી હતી; છતાં પાછળથી તેઓ પણ તેને એક દેવીસ્વરૂપ લેખે છે; કેમકે તેઓ વીરપૂજા કરી જાણે છે.
જોન ઑફ આર્કના જમાનાની સ્થિતિ, વિઘ્નો અને સાધનોનો વિચાર કરીએ તો આ વીરબાળાએ જે મહાભારત કાર્ય કર્યું છે, તે ઇતિહાસના કોઈ પણ મહાન કાર્યથી ઉતરે એવું નથી. સીઝરે જગતને જીત્યું હતું, પણ તેની પાસે રોમના યુદ્ધપ્રવીણ અને શૂરવીર યોદ્વાઓ હોવા ઉપરાંત તે પોતે પણ મહાન યોદ્ધો હતો. નેપોલિયને યૂરોપને ધ્રુજાવ્યો, પણ તેની સાથે દેશદાઝ જાણનારા યુવકો અને સ્વતંત્રતાનો પાનો પામેલા વિજયવંત લડવૈયા હતા. જોન ઑફ આર્ક બાળક હતી, અશિક્ષિત હતી, ગામડાની રહેનાર હતી; છતાં વિદેશીય રાજ્યસત્તા નીચે આવી પડેલી કંગાળ, ઉત્સાહરહિત, ત્રાસથી નિરાશ થઈ ગયેલી અને વિધિને આધીન બનેલા કાયર સરદારવાળી મુરદાલ જેવી ફ્રેન્ચ પ્રજાને તેણે સજીવન કરી; એટલુંજ નહિ પણ શત્રુપર વિજય ઉપર વિજય અપાવ્યા.
કોઈ વ્યક્તિના ચારિત્રની તુલના કરવા માટે માણસે તે વ્યક્તિના જમાના તરફ દૃષ્ટિ કરવી જોઈએ. પરંતુ જોન ઑફ આર્કનું પ્રમાણ એથી વિલક્ષણ છે. એકને બદલે સઘળા જમાનાને દૃષ્ટિમાં રાખી તેના ચારિત્રની તુલના કરીએ, તોપણ તે નિષ્કલંક લાગશે; આદર્શ તરીકે લેખીએ તોપણ તે સંપૂર્ણ છે.
જોન ઑફ આર્કના જમાનાનો વિચાર કરીએ, તો તે અદ્ભૂત
વીરબાળાના ચમત્કારથી આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ છીએ. દિવસ અને રાત્રિમાં જેટલી ભિન્નતા છે, તેટલીજ ભિન્નતા જોન અને તેના જમાનાનાં માણસો વચ્ચે હતી. દેશમાં સર્વત્ર અસત્યની પ્રબળતા હતી, ત્યારે તે સત્યથી ભરપૂર હતી; પ્રમાણિકતાનું કોઈ નામ ન જાણતું, ત્યારે તે પ્રમાણિક હતી; સત્યનિષ્ઠાની આશા કોઈ તરફથી ન રખાતી, ત્યારે તે સત્યનિષ્ઠ હતી; જ્યારે લેાકો પોતાની ક્ષુદ્ર આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા મથી રહ્યા હતા, ત્યારે તે પોતાનો મહાન આત્મા ઉચ્ચ કાર્ચવ્યવસાયમાં રોકતી; જ્યારે પ્રજા અસભ્ય હતી, ત્યારે તે સભ્ય રહેતી; જ્યારે ઘોર ક્રૂરતા પ્રચલિત હતી, ત્યારે તે દયા રાખતી, ઉત્સાહ જ્યારે ભાગી પડ્યેા હતો, ત્યારે તે ઉત્સાહી અને ઉત્સાહદાતા હતી; જયારે અશ્રદ્ધાનો વાયુ વાતો હતો, ત્યારે તે ભાવિક હતી; ગુલામીના જમાનામાં તે સ્વમાની હતી; પ્રજાના હૃદયમાંથી આશા અને નિર્ભયતા જયારે નાશ પામ્યાં હતાં, ત્યારે તે આશાવંત અને નિર્ભય હતી.
જોન નિ:સ્વાર્થી હતી. તેના કાઈ પણ કાર્ય અથવા શબ્દમાં સ્વાર્થ અથવા તેના આત્મલાભની આકાંક્ષાનું ચિહ્ન જણાયું નથી. જ્યારે પોતાના રાજાને તેણે પરતંત્રતામાંથી છોડાવી સ્વતંત્ર કર્યો અને તેના શિર ઉપર રાજમુકુટ શોભાવ્યો, ત્યારે માન-અકરામ અને ખિતાબો ધારણ કરવાનું પ્રલોભન તેને દર્શાવવામાં આવ્યું; પણ તે એકની બે થઈ નહિ. પોતાના ગામડામાં જઈ ઘેટાં ચારવાં અને માતૃપ્રેમનો લહાવો લઈ માતાની સેવા કરવી; એજ-જો રાજા રજા આપે તો-તેની ઈચ્છા હતી.
આ ચરિત્ર અક્ષરશ: અનુવાદરૂપે નથી. એમાં જોનના આત્માના ગૌરવનું જ બહુધા આલેખન કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ, બાળક અને યુવાન વાંચી શકે એવી સરળ ભાષા પસંદ કરવામાં આવી છે. જોન ઑફ આર્કના જીવન સાથે સંબંધ નહિ ધરાવનારી મૂળ ગ્રંથની કેટલીક બાબતો છોડી દેવામાં આવી છે; તેમજ રાજ્યકારભાર અને યુદ્ધ કળાને લગતી કેટલીક ચર્ચાઓ પણ લેવામાં આવી નથી. ટૂંકમાં આ જોન ઑફ આર્કના ચારિત્રની દિવ્યતાને કરવામાં આવેલું નાનું એવું નમનજ છે.
માટે નીચેના ગ્રંથ જોવા.
‘‘કૉન્ડેમનેશન એટ રેહેબીલીટેશન ડી જીને ડી આર્ક.” કર્તા:– જે. ઈ. જે. ક્વીચેરેટ
‘‘પ્રોસીસ ડી કૉન્ડેમનેશન ડી જીને ડી આર્ક” કર્તા:–જે ફેબ્રે.
‘‘જીને ડી આર્ક" કર્તા:– એચ. એ. વૉલન
‘‘જીને ડી આર્ક" કર્તા:–એમ. સેપેટ.
“જીને કી આર્ક” કર્તા:–જે. મીચેલેટ.
“લા ફેમીલી ડી જી ડી આર્ક” કર્તા બેરિયટ ડી સેઈન્ટ પ્રિક્સ.
“લા વર્જે લોરેન” કર્તા:–લા કાન્ટેસી એ. ડી કે કેબેનસ.
“જીને ડી આર્ક' લા વેનરેબલ” કર્તા:–મોન્સ્કીન્યુર રીકાર્ડ.
“જોન ઍફ આર્ક” કર્તા:–લૉર્ડ રોનાલ્ડ ગાવર એફ. એસ. એ.
“જોન ઍફ આર્ક” કર્તા:–જ્હૉન ઑ હેગન.
“જોન ઍફ આર્ક ધી મેઇડ” કર્તા:–જેનેટ ટકી.
આમાં એક એવી મહાન કુમારિકાનું જીવનચરિત્ર સાદર થાય છે, કે જેને થઈ ગયાને પાંચસો વર્ષ થયા છતાં જેનું નામ હજી પણ યૂરોપમાં એક દેવી તરીકે વંદન પામે છે. વર્તમાન ભારતવાસીઓની પેઠે તેના સમયનું ફ્રાન્સ પણ માંહોમાંહેના ક્લેશ કુસંપાદિ અવગુણોને આધીન હોઈ, તેના ફળરૂપે અનેક દુર્દશાઓ ભોગવંતું હતુ. આવા સમયમાં ગાઢ અંધકારમાં જેમ એકાએક જ્યોતિનો ઉદય થાય, તેમ કુમારિકા જોન ઑફ આર્ક પ્રકટી નીકળી હતી. અંતરની વિશેષ ઉન્નતિવાળા મહાત્માઓ પાછળથીજ અધિક એાળખાય છે, કે જ્યારે સમાજના હાથમાં માત્ર તેમની કબરના પથરાને નમન કેરવાનું જ અવશેષ રહ્યું હોય છે ! તેમની હયાતીમાં તેમના અતિ ઉન્નત ઉદ્દગારો અને કાર્યો તરફ થોડાઓજ ધ્યાન આપીને સમજી–સ્વીકારી શકે છે. જ્યાંત્યાં દંભપ્રપંચનાજ હાથમાં રમી રહેલો જનસમાજ, અને તેને તેવી રમતથી આંજી નાખી સ્વાર્થ સાધનમાં મચી રહેલા બાજીગરોથી ઉભરાઈ જતા જમાનામાં, એ સમજવું-સ્વીકારવું તો દૂર રહ્યું; પણ ઉલટું એવા મહાજનો પર તેજ દેશ કાળનાં મનુષ્યોએ દ્વેષ ધારણ કરી હૃદયવિદારક જુલમ ગુજાર્યાના દાખલા પણ જગતના ઇતિહાસમાં નોંધાયા છેજ, જોન ઑફ આર્કનો દાખલો પણ એજ પ્રકારનો છે. પોતાના દેશના રાજાને અને તેની સમગ્ર પ્રજાને પરતંત્રતાની બેડીમાંથી અનેક વાર પેાતાના જીવને જોખમે તથા શસ્ત્રોના ઘા ખમીને દિવ્ય કુમારિકાએ મુક્ત કર્યા હતા, અને હજી પણ જેના યોગે દેશના હકમાં મોટા લાભા થનાર હતા; તેજ દિવ્યમૂર્તિ દેશને ખાતર લડતાં કેદ પકડાયા પછી તેને છોડાવવા માટે કેટલાક હજારની રકમ ખર્ચનાર આખા દેશમાંથી કોઈપણ નીકળ્યું નહોતુ ! પરંતુ સ્વાર્થ ત્યાગ અને દેશસેવાની વાત વખતે પૂમડાની પેઠે ફુલાઈ જઈ અમલ કરવા સમયે બાર ગાઉ ભાગી જનાર કંઇએક યુવકો જેવી
કાંઈ જોન ઑફ આર્ક નહોતી. યુવાન છતાં તે પરમ આસ્તિક અને અડગ શ્રદ્ધાવાન હતી. તેના ઉપર શત્રુઓ તરફથી ગુજરેલા સીતમ વાંચતાં કોઈ પણ માનવપ્રાણીનું હૃદય કંપી ઉઠ્યા વિના રહે તેમ નથી; છતાં તે અપાર વેદનાને અડગ શ્રદ્ધાથી ખમનાર દેવી જોન ઑફ આર્ક ! તમારૂં જીવન સર્વ દેશ અને કાળમાં વંદનીય છે. તમારા જેવાં સ્વાર્થ ત્યાગના અતિ દુર્લભ આદર્શભૂત જીવનોને “વિદેશી” કહી અનાદરની દૃષ્ટિએ જોનાર જીવાત્માઓ પર પ્રભુ કૃપા કરે.
વાચક ! શું આવાં અસામાન્ય જીવન તને પસંદ છે ? ભારતવર્ષમાં અનેકવિધ અસામાન્ય ગુણસંપન્ન માનવરત્નો પેદા થવાની આવશ્યકતા શું તું સમજી શકે છે? જો હા, તો તે વિચારને તાજા રાખનાર આવાં દેશ વિદેશનાં જીવનચરિત્રાને હમેશાં વંદન અને પઠન કરતાં શીખ અને તારાં બચ્ચાંને શીખવ. વળી ભવિષ્યમાં પણ એવાં અસામાન્ય સંતાન પેદા થવાની આકાંક્ષા તું પેાતે ધારણ કરજે; અને ઘરની સ્ત્રીને પણ ધારણ કરાવજે. તારા પ્રત્યેક સંતાનની ગર્ભાવસ્થામાં તેની માતાને આવાં આવાં ઉત્તમોત્તમ જીવન વંચાવવાં અથવા શ્રવણ કરાવવાં અને તેમાંથી તે સ્ત્રીને જે ચરિત્ર અત્યંત પસંદ પડે તેનું વાચનું-શ્રવણ નિત્યનિયમની પેઠે રખાવવું જોઇએ; તેમજ પોતાને ત્યાં તેવું બાળક અવતરવા શ્રદ્ધાપૂર્વક નિત્યપ્રતિ પ્રભુપ્રાર્થના કરવી જોઇએ.
આ ખાતા તરફથી નીકળતાં પુસ્તકમાં એક મુસ્લીમ બંધુને હાથે લખાઈને નીકળતુ પુસ્તક આ પહેલુંજ છે. તેના લેખક રા. હાસમ હીરજી ચારણિયા એક સારા ખોજા કુટુંબના હોઈ સારી ઉમેદથી ભરેલા ઉછરતા યુવક છે. આ પુસ્તક તેમણે અંગ્રેજી ઉપરથી શ્રમપૂર્વક તૈયાર કરીને આ સંસ્થાને પ્રકટ કરવા આપ્યું, તે બદલ આ સંસ્થા તેમજ વાચકવર્ગ તરફથી તેમનો સપ્રેમ ધન્યવાદ છે.
ઈ. સ. ૧૯૧૪ નવેમ્બર
નીચેનાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરી જણાવવાનું કે, આ સંસ્થા તરફ આવતાં પુસ્તકો વાંચી–વંચાવી અભિપ્રાયાદિ છાપવાનું ધોરણ રખાયું નથી; પરંતુ યોગાનુયોગ નીચે પ્રમાણે માત્ર પુસ્તકોનાં નામ, ઠામ, કદ, મૂલ્ય વગેરેજ જણાવાય છે.
૧ – શ્રી દક્ષિણામૂતિ પ્રકાશન મંદિર–ભાવનગર તરફનાં બાળસાહિત્યમાળાનાં પુસ્તકો :-
બુદ્ધચરિત્ર, ગુજરાત-મહારાષ્ટ્ર, જોડકણાં, કહેવતસંગ્રહ, હરિશ્ચંદ્ર, એમ કેમ ?, સાજા રહીએ, વ્યાકરણ પેાથી, વરત-સંગ્રહ, રમત–જોડકણાં, સંપાદકો :- ગિજુભાઈ અને તારા બહેન.
દરેક ચાપડીનું કદ ૪ા x પાા, પૃષ્ઠ ૪૦, સાદાં પૂઠાં, યોજનાના ગ્રાહકો માટે મૂલ્ય એકેક આનો અને છૂટક ૦)-ાા છે.
ઓતરાતી દિવાલો-ભા. ૧ લો તથા બીજો– લેખક:–કાકા સાહેબ. દરેક ભાગનુ કદ ૪ા x પાા પૃષ્ઠ ૪૦, મૂલ્ય ૦)-ાા
બાલ રાસાયણ – સંપાદક:– લીલાવતી બહેન. કદે ૫x૭, સાદું પૂંઠુ હું, મૂલ્ય ૦ાા=
૨–ગીતા પ્રેસ–ગોરખપુર તરફનાં હિદી પુસ્તકો:–
શ્રીમદ્ ભગવદ્ગીતા–પદચ્છેદ અને હિંદી અન્વય વગેરે સાથે. કદ ૫ાાx૭ાા, પૃષ્ઠ ૪૭૨, સાદુ પૂંઠુ , મૂલ્ય ૦ા ≡
શ્રીમદ્ ભગવદ્ગીતા–ભાષા. કદ ૫ાાx૭ાા, પૃષ્ઠ ૧૯૨, રૂ. ૦ા
શ્રીમદ્ ભગવદ્ગીતા–મૂળમૂળ. સ્થૂલાક્ષર, કદ ૫x૭ાા, પૃષ્ઠ ૧૦૬, સાદુ પૂ<ઠુ, મૂલ્ય ૦ા-
માનવધર્મ-લેખક:-હનુમાનપ્રસાદ પોદ્દાર. કદ, ૫x૭ાા, પૃષ્ઠ ૧૦૮, સાદું પૂંઠુ, મૂલ્ય ૦)=ાા
સાધનપથ– લેખક:-હનુમાનપ્રસાદ પોદ્દાર. કદ પx૭, પૃષ્ઠ ૭૨, સાદુ પૂંઠુ, મૂલ્ય ૦)=ાા
પ્રેમયોગ–લેખક:-વિયોગી હરિ. કદ ૫X૭, પૃષ્ઠ ૪૦૪, સાદું પૂંઠુ, મૂલ્ય ૧ાા
૩-સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર-રાણપુરનાં પુસ્તકો:-
મિસરનોન મુક્તિસંગ્રામ-લેખકઃ-ઝવેરચંદ મેધાણી. કદ ૫lx૮l પૃષ્ઠ ૧૬૦, સાદુ પૂંઠુ, મૂલ્ય ૦ાાા
૪-પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડ, વડોદરા તરફનાં પુસ્તકો:-
પ્રહ્લાદ (બાલોપયોગી નાટક)-લેખક:-જુગતરામ દવે. કદ ૫x૭ા, પૃષ્ઠ ૫૪, સાદુ પૂંઠુ, મૂલ્ય ૦ા
પ–સોરાબજી મંચેરજી દેસાઈ મુ. નવસારી તરફનાં પુસ્તકોઃ-
ખુદાનામુ-કદ ૬ાાx૯ાા, પૃષ્ઠ ૨૫૦ ૪, સાદુ પૂંઠુ, મૂલ્ય મૂલ્ય ૧ાા
પારસી વિષયો-કદ ૬ાાx૯ાા, પૃષ્ઠ ૨૫૦, સાદું પૂરું, મૂલ્ય ૧)
સૉબ્ઝ એન્ડ થ્રૉબ્ઝ - (અંગ્રેજી) કુદ ૫ાx૮, પૃષ્ઠ ૧૭૦, સાદું પૂંઠુ, મૂલ્ય ૧)
૬-અન્ય સજ્જનો તરફનાં પુસ્તકો:-
આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા-સંપાદક:-મુનિશ્રી નાનચંદ્રજી. મુ. લીંબડી. કદ પાાx૬ાા, પૃષ્ઠ ૫૭૬, મૂલ્ય ૧ાા
વેદમાધુર્ય અથવા રુદ્રાષ્ટાધ્યાયી-સંપાદકઃ–પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ - માંડવી. કદ ૪ાાx૭, પૃષ્ઠ ૪પ૦, મૂલ્ય ૨ાા
કઠોપનિષદ્-સંપાદક:-જેશંકર વિઠ્ઠલજી ભટ્ટ-અમદાવાદ. કદ ૩ાાાx૫ા, પૃષ્ઠ ૧૦૦, મૂલ્ય લખ્યું નથી.
પરમાર્થમાં પ્રદીપ અને ભજન-પ્રકાશક:-ત્રિભુવન હીરાલાલ અને દેવીદાસ પરસોતમદાસ. મુંબઈ. કદ ૪ાાx૭,પૃષ્ઠ ૯૬ , મૂલ્ય ૦ાા
કરેમિ ભન્તે-સૂત્ર અથવા ભગવાન મહાવીરનું જીવનરહસ્ય - ભા.૧ લે-પ્રકાશકઃ-પ્રભુદાસ બહેચરદાસ પારેખ—મુ. રાધનપુર. કદ ૪ાાાx૬, પૃષ્ઠ ૨૨૮, મૂલ્ય ૦ાા
પ્રણવાનંદલહરી યાને ગુરુ ગોવિંદની સમાલોચના- લેખકઃ-પાગલ (સ્વામી પરમાનંદજી). પ્રકાશક:-રેવાશકર બાળાશંકર મુ. ખેડા. કદ ૪ાાાx૬, પૃષ્ઠ ૧૭૬, મૂલ્ય - ૦ા
ગીતામર્મ-લેખક:-અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી. પ્રકાશક:- અરવિંદ મંદિર-નડીઆદ. કદ પx૭ાા, પૃષ્ઠ ૮ ૩, મૂલ્ય ૦ાા
ચમારવંશનો ઉદય-લેખક:-૫ં૦ ગણેશરામ છગનરા વરતીઆ મુ. કડી. કદ પx ૮, પૃષ્ઠ ૩૪, મૂલ્ય લખ્યું નથી.
सचित्र योगासन (હિંદી)-લગભગ ૪૦ આસનોનાં ચિત્ર, ફાયદા ઇ૦ છે. લેખકઃ-બ્રહ્મચારી ‘રામ’ પ્રકાશક:-અંજની બ્રધર્સ – આગ્રા. પૃષ્ઠ ૧૨૦, કુદ પx૭ાા, પાકુ પૂંઠૂ, ચિત્રો શુમારે ૩૫. મૂલ્ય રૂ. ૧ાા
પ્રેક્ટીસ ઑફ યોગ-( અંગ્રેજી પુસ્તક ) લેખકઃ-સ્વામી શિવાનંદજી. પ્રકાશકઃ-ગણેશ એન્ડ કંપની. મદ્રાસ. સાદું પૂઠું, કદ પાાx૮ાા, પૃષ્ઠ ૨૫૦, મૂલ્ય ૨)
યોગ એન્ડ વેદાંતસાધન-(અંગ્રેજીમાં) લેખક અને પ્રકાશકઃ–ઉપર પ્રમાણે. કદ પx૭ાા, પૃષ્ઠ ૪૦, મૂલ્ય ૦ાા, સાદુ પૂંઠુ.
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |