લખાણ પર જાઓ

લાલકિલ્લાનો મુકદ્દમો

વિકિસ્રોતમાંથી
લાલકિલ્લાનો મુકદ્દમો
ઝવેરચંદ મેઘાણી
ઊધડતી અદાલતે →




લાલકિલ્લાનો મુકદ્દમો



વહેતાંપાણી પ્રકાશનમાળા – ૧

લાલ કિલ્લાનો

મુ ક દ્દ મો










: સોલ એજન્ટ :

ભા ર તી સા હિ ત્ય સં ઘ લિ મિ ટે ડ
મીમરાજ બિલ્ડીંગ : કાલબાદેવી રોડ : મુંબઈ ૨.
ફરનાન્ડીઝ પૂલ નીચે : ગાંધી રસ્તો : અમદાવાદ.

વહેતાંપાણી પ્રકાશનમાળા

સંપાદક

ઝ વે ર ચં દ મે ઘા ણી
પહેલી આવૃત્તિ : ૨૩ : જાન્યુઆરી '૪૬ નેતાજીની ૫૦મી વર્ષગાંઠ
બીજી આવૃત્તિ : ૧ : ફેબ્રુઆરી '૪૬
કિમત

સાદી : દોઢ રૂપિયા

ઊંચી : ત્રણ રૂપિયા


મુદ્રક
પ્રકાશક
ના થા લા લ મ. શા હ
ના થા લા લ મ. શા હ
સ્વા ધી ન મુ દ્ર ણા લ ય
કાઠિયાવાડ લિમિટેડ
સૌરાષ્ટ્ર રોડ : રાણપુર
રાણપુર કાઠિયાવાડ
ક્રમ
ઊધડતી અદાલતે
તહોમતનામું
લેફ૦ નાગની જુબાની ૨૯
કામચલાઉ સરકારનું જાહેરનામું ૪૨
'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની' ૪૯
'તો આપણે જાપાનીઓ સામે પણ લડશું.' ૫૯
પઢાવાયેલા સાક્ષીઓ ? ૬૯
'હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી' ૭૯
પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની ૯૭
આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની ૧૧૩
આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો ૧૩૭
'મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર' ૧૫૨
ફેંસલો : સજા : માફી ૧૬૯

નિ વે દ ન

સમયના વહેતાં પાણીમાં જે કાંઈ ઘસડાઈ આવે છે, થોડુંઝાઝું વહેણમાં ટકી રહે છે અને પછી વહેલુંમોડું જેમ આવ્યું હતું તેમજ ઘસડાતું-પછડાતું ચાલ્યું જાય છે, તેમાંથી કાંઈક ને કાંઈક ઉપાડી લઈને પુસ્તિકાઓ રૂપે એને સાચવી રાખવાના ઉદ્દેશથી આ “વહેતાં પાણી પ્રકાશનમાળા”ની શરૂઆત કરવામાં આવી છે. પેઢીઓ સુધી ન વિસરાય એવી આઝાદ હિંદ ફોજની ગૌરવકથાનું એક નાનું પ્રકરણ આ પુસ્તિકા શ્રેણીની પહેલી પુસ્તિકા તરીકે અપાય છે એ એને માટે શુકનવંતી શરૂઆત છે. એ શુકન માથે ચડાવીને આગળ વધવાની અને થોડા થોડા વખતે ચાલુ કાળના બનાવોને લગતી આવી પુસ્તિકાઓ આપતા રહેવાની એની નમ્ર ઉમેદ છે.

આઝાદ હિંદ ફોજની શૌર્યકથાઓ જ્યારે આરાકાનના પહાડોમાં અને મણિપુરના મેદાનોમાં સાચેસાચ ભજવાઈ રહી હતી ત્યારે વિધાતાની કોઈ ક્રૂર કરામતને લીધે આ દેશની પ્રજા એની સાથે તાલ મિલાવી શકેલી નહિ એટલું જ નહિ પણ ઊછળતી છાતીએ એને નીરખતી રહીને એમાં પારસ રેડવાનું પણ એનાથી બની શક્યું નહોતું, ઈરાવદીને પેલે પારથી જ્યારે વતનનો સાદ સાંભળીને 'ચલો દિલ્હી'ના નાદ ગજવતા આઝાદ ફોજના સિપાહીઓ દિલ્હીની વાટને લેહીભીની બનાવતા દોડ્યા આવતા હતા, હિંદી-હિંદીના લોહીનાસંગમ વચ્ચે માત્ર થોડી ટેકરીઓ અને થોડાં મેદાનો જ જ્યારે બાકી રહ્યાં હતાં, ત્યારે વતનનું લોહી તો થીજેલું જ પડ્યું હતું. આ દેશના પ્રજાજનો એ સિપાહીઓને મુક્તકંઠે આવકારી પણ શકે તેમ નહોતા. એમને મોઢે જેમ ડૂચો દેવાયેલો હતો તેમ એમની આંખે એ પાટા બાંધેલા હતા. અને હવે, આઝાદ ફોજ ગુલાબી એક સ્વપ્નામાંથી ઊડીને એમાંજ જાણે પાછી સમાઈ ગઈ હોય તેવું લાગે છે ત્યારે પ્રજાના અંતરમાં એને માટે પ્રેમનાં લાખ-લાખ ઝરણાં ફૂટ્યાં છે. પોતે જેને ખરે ટાણે સન્માની શકી નહોતી તેને આજે તે એ પૂજવાની હદે પહોંચી ગઈ છે. આઝાદ ફોજ વિશે જેટલું મળે તેટલું જાણીને પોતાનું અંતર એનાથી છલકાવી દેવાનો તનમનાટ પ્રજામાં જાગ્યો છે.

આઝાદ ફોજ વિશે થોકબંધ સાહિત્ય બહાર પડવાની તૈયારીઓ થઈ રહી છે. એની સત્યકથામાં જ બલિદાન અને મરણિયાપણાના એવા રાતા-કેસરિયા રંગો પડ્યા છે કે શબ્દચાતુરીની ગમે તેવી રંગપુરણી પણ કદાચ એની આગળ ફિકકી જ દેખાશે. એટલે આ પુસ્તિકામાં માત્ર હકીકત જ આપેલી છે. લશ્કરી અદાલતમાં લગભગ બે મહિના સુધી આઝાદ ફોજના ત્રણ અફસરો ઉપર ચાલેલા પ્રથમ મુકદ્દમાનો ટુંકાવેલો અહેવાલ અહીં આપ્યો છે. પૂરા અહેવાલના શબ્દ શબ્દમાં સામાન્ય વાચકને કાંઈ રસ ન હોય એટલે એમાંથી વીણી વીણીને અહીં આપ્યું છે. પુસ્તિકા પ્રથમ તો ૧૦૦ પાનાની જ કરવા ધારેલી. પણ અગત્યની કોઈ વાત આ સળંગ અને કડીબદ્ધ અહેવાલમાંથી રહી ન જાય તેથી એને એના અત્યારના કદ સુધી ન છૂટકે વધવા દેવી પડી છે.

આ અહેવાલ દૈનિક અંગ્રેજી અખબારની કટારામાંથી ભેગો કરી, વીણીને તેનો અનુવાદ કરવાનું કામ મહેન્દ્ર મેઘાણીએ કર્યું છે.દિલ્હીના 'હિંદુસ્તાન ટાઈમ્સ'ના અહેવાલને સૌથી વધુ જવાબદાર અને ઝીણવટભર્યો માનીને વિશેષતઃ એને જ એ વફાદાર રહ્યા છે.

જેને લીધે આ પુસ્તિકા શોભિતી બની છે તે ચિત્રોના બ્લોક વાપરવા દેવા બદલ અમદાવાદના 'ગુજરાત સમાચાર'ના અમે ઋણી છીએ.

પ્રકાશનમાળાનું સંપાદન-કાર્ય શ્રી ઝવેરચંદ મેઘાણીના હાથમાં છે. પરંતુ આ અથવા બીજી કોઇ પુસ્તિકા કે આખી પ્રકાશનમાળા અંગેના કોઈપણ સૂચનો ભારતી સાહિત્ય સંઘ લિ.ને જણાવવા વિનતિ છે. પ્રકાશનમાળાની હવે પછીની પુસ્તિકા જાવાને લગતી રાખવાની અને પહેલી માર્ચ સુધીમાં એને બહાર પાડવાની ધારણા છે. હવે પછીની પુસ્તિકાઓનું કદ સો-સવાસો પાનાનું રહેશે, અને કિંમત લગભગ રૂપિયો રહેશે.

પ્રકાશક



લાલ કિલ્લાનો
મુ ક દ્દ મો



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.