સભ્યની ચર્ચા:Neetap

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

આપ નૂપુરજી જ છો એમ ધારી લઉં છું. આપે પ્રકરણ ૨૬નું કાર્ય સમયસીમા કરતાં ઘણું વહેલું પૂર્ણ કરી દીધું છે માટે આપનો ખૂબ આભાર. મારે તમને દોડાવવા પડ્યા તે માટે હું દિલગીર છું. પ્રકરણ ચડાવી દીધા બાદ આપની જવાબદારી પૂર્ણ થાય છે. હવે જે તે વ્યવસ્થાપક (આ કિસ્સામાં હું) તે પ્રકરણનું પ્રુફરીડીંગ કરી તેને ક્ષતિમુક્ત જાહેર કરશે. ત્યારબાદ પ્રબંધક શ્રી યોગ્ય સમયે તે પ્રકરણને સુરક્ષિત કરશે. આ પ્રમાણે અત્યાર સુધી બધા પ્રકરણ પર કામ થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૧, ૧૬ જૂન ૨૦૧૨ (IST)

નીતા જી આપનો આભાર[ફેરફાર કરો]

પ્રિય નીતાજી, મેં બતાવેલ પદ્ધતિ થી આપ વિકિસોર્સ પર યોગદાન કરી શક્યા તે જાણીને અત્યંત આનંદ થયો. આશા છે કે આપ અમારા આગળનાં પ્રોજેકટમાં જોડાશો!

પ્રિય વ્યોમ, આ હું નથી પણ નીતાજી ને ભદ્રંભદ્ર વિશે સાંભળીને જોડાવવની ઇચ્છા હતી તેથી મેં તેમને અમુક પાના ટાઇપ કરી ચડાવવાની સલાહ આપી. આ પાના તેમની મહેનત ના છે અને તેથી તેમણે જ ઉમેર્યા છે. Noopur28 (talk) ૧૫:૩૯, ૧૬ જૂન ૨૦૧૨ (IST)
ઓહ, માફ કરજો નીતાજી મને આપના વિશે જાણ નહોતી અને આપે નૂપુરજીને ફાળવેલ પ્રકરણ પૂર્ણ કર્યું જેથી મેં એવી ધારણા કરી. હું પણ એવી જ આશા રાખુ છું કે આપ આગામી પ્રોજેક્ટમાં જોડાશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૦૪, ૧૬ જૂન ૨૦૧૨ (IST)

સ્વાગત[ફેરફાર કરો]

પ્રિય Neetap, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

 • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
 • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
 • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
 • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--Dsvyas (talk) ૧૭:૪૬, ૧૬ જૂન ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૭, ૨૩ જૂન ૨૦૧૨ (IST)

નવી પરિયોજના[ફેરફાર કરો]

નીતાજી, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૩, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)