સભ્યની ચર્ચા:Unnati

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય Unnati, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૧૮:૨૬, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આભાર ઉન્નતિબેન[ફેરફાર કરો]

Old book - Les Miserables.jpg સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૫, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આ તે શી માથાફોડ ![ફેરફાર કરો]

બેન ઉન્નતી, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી[ફેરફાર કરો]

ઉન્નતિબેન, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો~-ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)

ધવલભાઇ, આમંત્રણ બદલ આપનો હ્રદયપૂર્વક આભાર. મને પ્રાર્થના કરવાની જરૂર ન હોય, ખાલી આદેશ આપવાની જરૂર હોય. હું ભારતની બહાર "બહેરીન" માં રહુ છું એટલે આ કાર્યક્રમાં ભાગ લેવો શક્ય નથી. જો હું ત્યાં હોત તો અચૂક હાજર રહેત અને એટલુ જ નહિ પરંતુ આપને આ કાર્યક્રમના વ્યવસ્થાપનમાં મારાથી બનતી મદદ પણ કરત. પણ હું ત્યાં નહિ હોવાથી આ સુંદર કાર્યક્રમમાં હાજર રહી શકીશ નહિ, તે બદલ ક્ષમા ચાહુ છુ. અ સિવાય અન્ય કોઇ મારે લાયક સેવા હોય તો જરૂરથી જણવશો.

આભાર ઉન્નતિબહેન[ફેરફાર કરો]

Kankavati.jpg કંકાવટી
કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk)