સભ્યની ચર્ચા:Vyom25/જૂની ચર્ચા ૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

DJVU - PDF format[ફેરફાર કરો]

નમસ્કાર વ્યોમભાઈ, આપનો સંદેશ મળ્યો. આપને યાદ હોય તો પહેલાં આપણે પ્રકરણોની સ્કેન કોપી ડ્રોપબોક્સ આદિ ઠેકાણે મુકતાં. હવે DJVU-PDF ફોર્મેટમાં તેવું કશું કરવાની જરૂર નથી. પુસ્તકની પ્રત ડીજેવીયુ કે પીડીએફ ફોર્મેટમાં સીધી કોમન્સપર ચઢાવાય છે. અને વિકિ સ્રોત પર ટાઈપ કરવાની એડીટ વીંડો અને પાનાની પીડીએફ કોપી બંને સાથે દેખાય છે. દાત પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૫. આ પીડીએફ પરિયોજનાની કંટ્રોલશીટ સૂચિ:___.pdf હેઠળ હોય છે. હમણાં આપણે કિલ્લોલ એ પુસ્તક પર કામ કરીએ છીએ તો તેનો કંટ્રોલ સૂચિ:Killol.pdf પર જોઈ શકશો. અહીં પાનાંની લીસ્ટ આપી છે અને અનુક્રમણિકા આપી છે. જે પ્રકરણ આપને ગમે તેના પાના બર પર ક્લિક કરી ને ટાઇપ કરી શકો છો. બાકી પ્રકરણની પસંદગી આદિ બધું તો પહેલા જેવું જ છે. અહીં પ્રકરાણ બનાવવું પણ સહેલું છે. એક કોડ લખી નાખવાથી પરકરણ બની જાય છે. જેમ કે રા' ગંગાજળિયો/પાછા વળતાં આ પ્રકરણ લખવા માત્ર આટલો કોડ - <pages index="Ra Gangajaliyo.pdf" from=117 to=123 header=1 /> બસ છે. હેડર વગેરે બનાવવાની જંજટ જહિ. તે બધું ચિરાયુ ભાઈએ ઓટોમેટિક કરી દીધું છે. પ્રયત્ન કરી જુઓ કોઈ જગ્યાએ અટકોતો જણાવજો.--Sushant savla (talk) ૧૪:૫૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર સુશાંતભાઈ, મેં તમે જણાવ્યું તે મુજબ કિલ્લોલમાં શિવાજીનું હાલરડું કાવ્ય ટાઈપ કરી દીધું પણ તેનું સંયુક્ત પ્રકરણ બનતું નથી. જરા જોઈ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૨, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

સૌરાષ્ટ્રની રસધાર[ફેરફાર કરો]

જય માતાજી સાહેબ હુ સૌરાષ્ટ્રની રસઘાર માથી જે વાતો બાકી છે તે મુકવા માંગુ છુ પણ મને કઇ ટપ્પો નથી પડતો કઇક સરળ રસ્તો બતાવશો અથવા તમારુ મેઇલ આઇડી આપો જેથી આપને મેઇલ જ કરી દઊ.

જવાબ તમારા ચર્ચાનાં પાના પર આપી દીધેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

સોરઠ,_તારાં_વહેતાં_પાણી book ni pdf aapi sakaso? --Hitesh987 (talk) ૧૧:૪૬, ૧૫ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

ઈશુ ખ્રિસ્ત[ફેરફાર કરો]

ઈશુ ખ્રિસ્ત
પરિયોજના "ઈશુ ખ્રિસ્ત" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk) ૨૧:૨૬, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
સુંદર પુસ્તક સ્રોત પર ઉપલબ્ધ કરાવવા બદલ આપનો પણ આભાર. સમય મળ્યે હું કામ કરતો રહીશ. ફરી એકવાર અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના સંચાલન[ફેરફાર કરો]

વાહ, તમે તો મારા મનની વાત કહી દીધી. ખરૂં પૂછો તો પુસ્તક પરિયોજના સંચાલન પ્રક્રીયામાં મારે બ્રેક જોઈતો હતો.

પરિયોજના સંચાલનની જૂની પદ્ધતિ તો એમની એમ જ છે. તે અનુસાર પુસ્તકની સ્કેન પ્રત ડ્રોપબોક્સ વગેરે પચ ચઢાવી લેવી અને સભ્યો તે ડાઉનલોડ કરી પ્રકરણ વહેંચી લઈ તેને સ્રોત પર ચઢાવે.

જો આપ ડીજેવીયુ/પીડીએફ અનુસાર પુસ્તક ચઢાવવા માગો તો તે પદ્ધતિ આ મુજબ કાર્ય કરે છે:

  1. સૌ પ્રથમ આખું પુસ્તક પીડીએફ અથવા ડીજેવીયુ ફોર્મેટમાં તૈયાર કરી, તેને વિકિ કોમન્સ પર ચઢાવવામાં આવે છે. દા.ત.વિકિ કોમન્સ પર કુરબાનીની કથાઓ
  2. ત્યાર બાદ પરિયોજનાની કંટ્રોલ શીટ "સૂચિ:_____" એવા નામ હેઠળ બને છે દા.ત. સૂચિ:Kurbanini Kathao.pdf. ટીપ: કોમન્સ પર ચઢાવેલી ફાઈલનું નામ અને સૂચિ: એ શબ્દ પછી લખાયેલું ફાઈલનું નામ એક સરખા હોવા જોઈએ.
  3. ત્યાર બાદ સૂચિ એ પાના પરના ખાનાઓમાં, પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશન વર્ષ, વિગેરે જે વિગત ઉપલબ્ધ હોય તે ભરવી. પાનાં નામના બોક્સમાં પાના ક્રમાંક લખવા.દા.ત.<pagelist 1to9 ="—" 10=1 /> નો અર્થ એવો થાય કે પીડીએફ ફાઈલના ૧ થી ૯ પરચૂરણ પાના છે જેમ કે પ્રસ્તાવના, નિવેદન , અનુક્રમણિકા વગેરે ધરાવતા. અને પુસ્તકના પૃષ્ઠ ક્રમાંકો પીડીએફ ફાઈલના ૧૦મા પાને થી શરૂ થાય છે.
  4. ત્યાર બાદ સૌ પ્રથમ પુસ્તક્ની અનુક્રમણિકાના પાના ટાઈપ કરી લેવા.
  5. સૂચિના પાના પર અનુક્રમણિકા નામે એક ખાનું છે તેમાં આ અનુક્રમણિકા ના પાના નંબર ભરી દેવા. દા.ત.{{Page:Killol.pdf/૧૪}}. (અનુક્રમણિકાના એક કરતા વધુ પાના પણ લખી શકાય છે) આમ કરવાથી સૂચિ: પાના પર જમણી તરફ તમે અનુક્રમણિકા જોઈ શકશો.
  6. પ્રકરણ બનાવવા: સૌ પ્રથમ પુસ્તકના નામનું મુખ્ય પાનું બનાવો દાત. કિલ્લોલ. તેમાં અનુક્રમણિકા બનાવો.
  7. જે પ્રકરણ બનાવવું હોય, તે પાનું બનવી તેમાં આ કોડ પેસ્ટ કરો <pages index="Killol.pdf" from=xxx to=yyy header=1 /> xxx એટલે પ્રકરણની શરૂઆતનું પાનું yyy એટલે પ્રકરણની શરૂઆતનું પાનું.

આ સિવાય કોઈ મદદ જોઈએ તો જણાવશો. મારો ફોન નંબર તો આપની પાસે છે જ.

વિહરમાન પરિયોજના રામ-કૃષ્ણ પતે ત્યાર બાદની પરિયોજના આપ લઈ શકો છો. મારા મતે રામ-કૃષ્ણ પરિયોજના હજી એક મહિનો સહેજે લઈ લેશે.

--Sushant savla (talk) ૦૭:૦૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

ઠીક છે હું કોશિષ કરી જોઉં છું અને જ્યાં ફસાઈસ ત્યાં આપની મદદ લઈશ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૮, ૨૨ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આગામી પરિયોજના - મામેરું[ફેરફાર કરો]

વ્યોમભાઈ નમસ્કાર, વિહરમાન પરિયોજના રામ અને કૃષ્ણ લગભગ અઠવાડીયામાં પૂર્ણ થઈ જશે. આપને કરેલી ચર્ચા અનુસાર ત્યાર બાદ આપણે મામેરું લઈશું. અને ત્યાર બાદ એક અન્ય શામળજીનું કાવ્ય. તૈયાર રહેશો. --Sushant savla (talk) ૨૨:૦૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના મામેરૂં પર કાર્ય શરૂ કરી દેશો. --Sushant savla (talk) ૨૨:૩૨, ૩૦ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

રામ અને કૃષ્ણ[ફેરફાર કરો]

રામ અને કૃષ્ણ
પરિયોજના "રામ અને કૃષ્ણ" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk)
વાહ, ખૂબ સારા સમાચાર. સ્રોત પર અનેકવિધ પ્રકારના પુસ્તકો આપણે ચડાવતા રહીએ અને સફર ચાલુ રહે તેવી જ શુભેચ્છા.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૫, ૪ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

દોઢ પાના પર ફેલાયેલી કૃતિ[ફેરફાર કરો]

વ્યોમ, જો કૃતિઓ એકથી વધુ પાને ફેલાયેલી હોય તો તેને એક જ પાને દર્શાવવા માટે ઢાંચામાં થોડો ફેરફાર થશે. તે તમને સરળતાથી સમજાય તેમાટે મેં મામેરું/કડવું ૨ આ પાનું બનાવ્યું છે. તે જોઈ જશો. તેમાં કોઈ બીજી તકલીફ લાગે તો જણાવશો. ટીપ: આમાં ખાસ બાબત યાદ રાખવ જેવી ઢાંચાની શરૂઆત અને અંત જે ક્રમે ચાલુ થયા તેના વિરૂદ્ધ ક્રમે પુરું થશે. poem center ....... /center /poem. એટલે કે ૧,૨,૩ હોય તો અંતમાં /૩, /૨, /૧ એમ ઢાંચા પૂરા કરવા. --Sushant savla (talk) ૨૦:૦૦, ૧૫ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

વાહ, સુશાંતભાઈ તમે મારી મુશ્કેલીનું સમાધાન કરી દીધું, હું pdfમાં જરૂરી ફેરફાર કરી અને ફરીથી અપલોડ કરવા ધારતો હતો પરંતુ આ સમાધાન અડધા પાનાં વાળું સચોટ છે. આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૩૭, ૧૫ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

મામેરૂં[ફેરફાર કરો]

કારકીર્દી અને અન્ય કાર્યોની વ્યસ્તતા છતાં આપે આ કૃતિનો સુઝાવ આપ્યો અને તેનું સ્ફળ વ્યવસ્થાપન કર્યું તે બદ્દલ આપને પણ ઘણા ઘણાં અભિનંદન. --Sushant savla (talk) ૦૭:૩૫, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર, સુશાંતભાઈ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૪, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

શ્રી વ્યોમભાઈ, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આ અગત્યની ચર્ચામાં આપ જેવા સક્રિય સભ્ય જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૪, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

ધવલભાઈ, હું બનતો પ્રયત્ન કરીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૩૫, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]