લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૩

વિકિસ્રોતમાંથી
સરસ્વતીચંદ્ર — ૧
ગોવર્ધનરામ ત્રિપાઠી


સ્વ • ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. બી. એ., એલએલ. બી.

જન્મ : સંવત્ ૧૯૧૧ વિજયાદશમી.
અવસાન : સંવત્ ૧૯૬૩ પૌષ વદ ૫.
તા. ૨૦ મી ઑક્ટોબર ૧૮૫૫.
તા. ૭ મી જાન્યુઆરી ૧૯૦૭.

સરસ્વતીચંદ્ર. નવલકથા. ભાગ ૩. રત્નનગરીનું     રાજ્યતંત્ર.


કર્તા,

સદ્ગત સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, બી. એ., એલ્ એલ્. બી., વકીલ, મુંબાઇ હાઇકોર્ટ

૨૨:૧૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)૨૨:૧૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)~
“We too often forget that not only is there a soul of

“goodness in things evil, but very generally also, a soul of

“truth in things erroneous.”
Herbert Spencer's First Principles.
૨૨:૧૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)૨૨:૧૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)~
પાંચમી આવૃત્તિ
પ્રકાશક,
રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી
સર્વ અધિકાર સ્વાધીન.
મુંબાઈ.

મુખ્ય એનંટ્સ - એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની સંવત્ ૧૯૭૯.}        {ઇ.સ. ૧૯૨૩


મૂલ્ય રુપીઆ અઢી.


પ્રથમ આવૃત્તિ, સં. ૧૯પ૪; ઈ. સ. ૧૮૯૮. પ્રત. ૩૦૦૦.
બીજી આવૃત્તિ, સં. ૧૯૬૦; ઈ. સ. ૧૯૦૪. પ્રત. ૩૦૦૦.
ત્રીજી આવૃત્તિ, સં. ૧૯૬૮; ઈ. સ. ૧૯૧૨. પ્રત. ૩૦૦૦.
ચોથી આવૃત્તિ, ૧૯૭૪; ઈ. સ. ૧૯૧૮, પ્રત. ૩૦૦૦.

પાંચમી આવૃત્તિ, ૧૯૭૯; ઈ. સ. ૧૯૨૩. પ્રત. ૩૦૦૦.










Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya-Sagar

Press, 23, Kolbhat Lane, Bombay.
and
Published by Ramaniyaram Govardhanram Tripathi, at
Morarji Gokuldas Chawls, Girgam, Bombay No 4.

[ફેબ્રુઆરી ૧૯૨૩.]

PREFACE.

WITH the third volume this narrative enters upon a different phase of its career. It still continues to be a mosaic even blending of the actual and the ideal aspect of our eye in these days, but the latter, henceforth, begin to acquire a distinct predominance over the former. It is eleven years since the first volume was published, and the progress of the reading classes during the interval has been equal to the writer's aspiration to interest them in the principal problems of the day.

This and the succeeding volume will bring this tale to close. The labours of the writer will be sufficiently rewarded, if his book will have stimulated, among the various classes of our society, an abiding interest in some of the neat questions that make the young and the old in the country thrill with interchanging hopes and fears in all the tried matters which make up our life, and if it can enable them to follow with patience the solution which society is evolving upwards along a slow but sure gradient in relation to each of these pressing questions.

Each one of these problems is complicate and difficult, and the writer of a novel cannot be expected to do it the justice which a scientific or philosophical essayist can struggle for. An artist - and a novelist is no more - can only hope to give that simplicity to problems which the passive reader craves for, to bring out for his gaze the fascinations of their lights and shades so as to recreate and not tax his eyes, and yet to hope that, humble as this province of the writer is, he may enable the reader to rise a stage higher than where he was. At the same time it is no object of the writer to do so with that partisan spirit which may

fairly find room in polemical essays where he who has formed his convictions must strive to force them upon the erring world. To the artist the world is not so much a mass of errors as a prospect of beauty, even where it errs; and he can simply propose to draw upon the resources of his own soul to enlarge the vistas which he is picturing, only with a view to add to the beauty, and not to the logic, of his work. As the Athenian believed, his beauty carries a silent logic more potent then reason and her quarrelsome ways.

What these problems are, is a matter best left to the text itself. In the preface one can only attempt to introduce. Well, we are at present undergoing strange transitions in matters domestic, social, religious, political, and what not? What with the laden atmosphere of our domestic difficulties, what with the currents of our social ideals and forces, what with the many - tongued voices of the religions which a multiform and party - coloured nation is singing into our ears, what with the constant upheavals of new and jarring worlds of political entities and non-entities rising within one's view whether he locates himself in one of the native states or in any place in British India, one, standing in the midst of all this, is simply tempted to wish, like Cowper, “for a lodge in some vast wilderness;" or for a transmigration back into the body of some quiet and retired Rishi of antiquity.

This universal jar and noise casts a gloomy shadow over many a wistful eye and disconcerts many a well-built hope. We shall leave it to other fields of learning to settle with conviction whether the world in India will survive this deluge of conflict or not, and we may be sure that, even in discussing that, men will differ and fall to quarrelling. The only place, where we may safely look for a peaceful picture in spite of all transient, facts, is art and poetry, In the several volumes of this tale, the landing-place of our

relief are sought to be pictured. We, no doubt, start even here with the jar and noise that surrounds us, and we hope to travel a good deal in the midst of these regions. But Progress and Harmony at home, in society, in religion, and with Government, both in and outside British India, peer overhead in the long run in spite of all this bewildering confusion; at least that is the postulate fundamental to our perspective, To look at these two cherubs of beauty and hope as they look at us, is at least a vision of glory and happiness, and what is vision to-day may be reality tomorrow.

True it is that the realization of this vision of the future taxes our patience, and we may never live to see it. Well may one grumble with the poet,

When will the hundred summers die,
And thought and time be born again,
And, newer knowledge drawing nigh,
Bring truth that sways the soul of men ?
Here all things in their place remain,
As all were ordered, ages since,
Come, care and pleasure, hope and pain,
And bring the fate fairy prince. "

But after all we may also have the privilege of seeing with him

Faint shadows, vapours lightly curl'd,
Faint murmurs from the meadows come,
Like hints and echoes of the world,
To spirits folded in the womb. *[૧]

The vision is not altogether a dream. Transient hours will come and go, But the student of permanent elements and constant factors will be able to trace the birth and growth of an inward homogeneity in what is heterogeneous in the inception, and to hail the slow but sure triumph of Progress on lines which may not satisfy either theoretical, revolutionary and precipitate visionaries and reformers, or those who on the other hand wish to give an eternal rigidity


  1. * Tennyson's Sleeping Palace.

to the to-day whether of belief or of power, and to dam out the influx of a sure and different to-morrow ; for the lines of that Progress will certainly be such gradual and harmomized - resultants of numerous currents of life and facts as are still not dreamed of in our Horatio's philosophy Such will be the modus operandi of the elements that do and shall vivify individuals, societies and governments with new forms of life, and our visions may be realized according to the extent that they harmonize with this progress. Indian society and religions, orthodoxy and reform, visionaries and practical people, Indians and Englishmen and even Government and states and subjects - all on Indian soil - must yield to this irresistible process of reciprocal assimilation, at least as an inevitable duty in the working of the much talked of unity of all. And our vision in that none of them, whether of Eastern or Western boast, will be able to resist yielding to this process in this way and to this end, more or less, sooner or latter. Dear reader, more were better left to the text.

G. M.

Bombay, 1898.


સરસ્વતીચંદ્ર ભાગ પ્હેલો તથા ભાગ બીજો નામદાર
મુંબાઈ ઈલાકાની સરકારે ઈન્ડિયન સીવિલ સર્વીસની હાયર
પરીક્ષા માટે ટેકસ્ટ બુક તરીકે પસંદ કર્યાનું – તા૦ ૧૮ મી
જુલાઈ ૧૯૧૨ ના સરકારી ગેઝીટમાં પ્રસિદ્ધ કર્યું છે.
તથા
મુંબાઈ યુનિવર્સિટીની એમ્. એ. ની પરીક્ષા માટે
સરસ્વતીચંદ્ર (ભાગ ૧ થી ૪) ટેકસ્ટ બુક તરીકે પસંદ
કરવામાં આવી છે.

પ્રસ્તાવના.
——>o<——

મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે.

સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ૦ સૌ૦ સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો.

આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે.

સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી , એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું

નથી. આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચારઆચાર, અને આપણા આધિ-ઉપાધિઃ એ સર્વનાં વર્તમાન ચિત્ર વચ્ચે ઉભાં રહીને, આપણી ભાવી પ્રજાનું એ જ વિષયોના રંગોથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે. કલ્પિત ચિત્ર પ્રમાણે જ ભવિષ્ય બંધાશે એવો સિદ્ધાંત મનુષ્યથી બંધાય એમ નથી. એ ચિત્ર તો માત્ર, વ્યાપારી ભવિષ્ય લાભહાનિની વ્યર્થાવ્યર્થ કલ્પના કરે તેવી જ કલ્પના છે, ચિત્રની એક છાયામાંથી બીજી છાયામાં થતી સંક્રાન્તિ ક્રમે ક્રમે પરખી ક્‌હાડવી અને તેની શુદ્ધિ-અશુદ્ધિની કલ્પના કરવી એ વિદ્વાન વાચકોનું કર્તવ્ય છે. આ ચિત્રલેખનો ઉપક્રમ તો એ છે કે સર્વ છાયાઓના સંક્રમ નશ્વર ગણી તેમની મેળવણી કરી નાંખવી, સર્વ છાયાઓનું સહચરિત પ્રતિબિમ્બ એક આદર્શમાં પાડવું, અને સંક્રમને અંતે ત્રિવિક્રમપેઠે અવતરનાર અને વિક્રમ પામનાર ભાવી યુગની જન્મકુંડળી જેવી છાયા આલેખવી.

આ કાર્યમાં, ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદ્દેશ એક એવો છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડુબતાં અને તરતાં આર્ય - આર્યા - ગણનાં હૃદયોને કોઈક જાતનું દેશકાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું. એ ઉચ્ચગ્રાહ કોઈ ભૂમિકાઓમાં થાય એમ છે ? કુટુંબજાળોની ગાંઠોમાં ગુંચવાયલા ગંઠાઈ ગયેલા ઘેરઘેર અનુભવાતા પણ પરસ્પરથી ગુપ્ત ગૃહસંસારમાં, મનસ્તાપથી એકાંતમાં પીડાતાં ન્હાની મ્હોટી વ્યક્તિયોના મિત્રશુન્ય હૃદયોમાં, આત્મસત્વના અને લોકહિતના ઉચ્ચાભિલાષી પણ સાધનહીન જનોના – સમુદ્રતરંગના જેવા – ઉછાળાઓમાં, અંતર્વ્યાધિથી પીડાતાં દેશીરાજ્યોમાં, વિકસતા અંતર્ગર્ભને સંકોચાવતાં – પણ નવીન પ્રાણનું આધાન કરાવવા સમર્થ – ઈંગ્રેજી સત્તારૂપ પક્ષિણીના ભાર નીચે સેવાતા સુવર્ણ–અંડમાં હિરણ્યગર્ભપેઠે બંધાતા (દેશી રાજાઓ, પ્રધાનો, વ્યાપારીઓ, કૃષી–આદિ કલાના પ્રવીણ વર્ગો, દેશવત્સલ વિદ્વાનો આદિ અવયવવાળા) ગર્ભદેહને – સૂક્ષ્મ આત્મસ્વરૂપના બળથી થતા વિકાસકાળે - થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી એ જ ગર્ભને થતા સંકોચની વેળાએ થતા અવસાદોમાં, તેમ જ એ વિકાસ અને સંકોચની પરસ્પર સંઘટ્ટક મન્થનક્રિયાઓને કાળે થતી પ્રસવવેદનામાં, આર્યાવર્ત્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ તથા યુરોપની નવીન અને રાજસી વિદ્યાઓના વિસંવાદી સંગ્રહ-પ્રદર્શનમાં, અને આ દેશના અનુભવને અનુકૂળ થતાં કાળક્રમે રૂઢ થયલા – રૂઢિરૂપ

થયલા વ્યવસ્થારક્ષક લેાકાચાર અને પરદેશી સંસ્કારોથી ઉદય પામતા અને નવા યુગના ચમકારાથી ચમકાવનાર સ્વતંત્રતા વિકાસક પાશ્ચાત્ય આચાર: એ ઉભય આચારના વેગના - ગંગાયમુનાના જળના જેવા – નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં:- એ સર્વ ભૂમિકાઓમાં વર્તમાન સંક્રાન્તિકાળની તીવ્ર અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કષ્ટમયી દુ:સ્થિતિ સુદૃશ્ય છે. તેવી જ રીતે એ સર્વ ભૂમિકાઓમાં, આ આવા કાળનાં કષ્ટોના ભ્રામર વચ્ચે, વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન અને ક્ષણમાં મોહિત ચિન્તાઓની ભીંડાભીંડના ડબાણ વચ્ચે, સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટિગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાન ચિત્ર અને એ કિરણોનું ભાવિ ચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે.

સંક્રાતિકાળના આ ખગ્રાસે મોહમાં અને શોકમાં પાડેલાં જુનાં અને નવાં, તરુણ અને વૃદ્ધ, અશિક્ષિત અને શિક્ષિત, અજ્ઞ અને પ્રજ્ઞ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ, સર્વ ચિત્તોમાં મોક્ષકાળનાં આ ઉદયમાન કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્ત – એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેંદ્રસ્થ ઉદ્દેશ છે. ચોથા ભાગમાં આલેખવા યોજેલા સરસ્વતીના મનોરાજ્યની પૂર્ણાહુતિ સાથે બે ઉદ્દેશોનો ઉદ્દેશ અંશતઃ પણ સિદ્ધ થાવ એવી આ લેખકની એષણા છે. किं बहुना ? मन एव मनुश्याणां कारणं बन्धमोक्षयो: એ શાસ્ત્રવચનનો અનુભવ જ સુખસાધક છે અને પ્રિય વાચકવર્ગની સર્વ શક્તિઓનાં અને વાસનાઓનાં પાત્ર તેમનાં મન જ છે, તો એ પાત્રોમાં એ ભુખ સિદ્ધ થાવ, અને इष्टं धर्मेण योजयेत એ આજ્ઞાને અનુસરી અને સર્વ વાચકોને ઉદ્દેશી લખેલી આ કથા છે તે કથારૂપનિમિત્તથી, ઈષ્ટ વાચકજન સુખધર્મથી યુક્ત થાવ, અને એ ઈષ્ટ, એ પાત્ર, અને એ ધર્મ, એ ત્રણનો શુભ યોગ પરિણામ પામતાં,

सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यंतु ।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥

મુમ્બાપુરી, વિક્રમાર્ક ૧૯૫૪.

ગેા. મા. ત્રિ.


અનુક્રમણિકા

નિવાપાંજલિ.

પ્રકરણ પૃષ્ઠ
૧. સુન્દરગિરિના શિખર ઉપર.
૨. મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ. ૨૬
૩. મુંબાઈના સમાચાર: ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ. ૫૦
૪. સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. ૭૨
૫. વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે. ૮૬
૬. સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ: સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન. ૧૦૯
૭. રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો. ૧૨૭
૮. મલ્લરાજ અને તેનાં રત્ન. ૧૪૫
૯. મલ્લરાજની ચિન્તાઓ. ૧૭૨
૧૦. મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ. ૧૯૬
૧૧. પરરાજ્યનો પ્રથમ વમળ. ૨૨૫
૧૨. નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ. ૨૪૮
૧૩. મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય. ૨૯૪
૧૪. મણિરાજનો શોક અને પિતૃદર્શન. ૩૨૪
૧૫. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત. ૩૩૩

નિવાપાંજલિ.

——>o<——

બત્રીશ વર્ષનું સ્વન્ન થયું ત્યાં પુરું કર્યું યમદૂતે;
હતી ન હતી કરી દીધ ફુલવાડી મૂર્ખ પવનની ફુંકે. ૧
ભગિની ! હતી તું પ્રિય માતપિતાને. કંઈક આપી વિદ્યા ત્હેં;
સોંપી તને ગુણી માળીને, ત્યાં કેળવી ગુણવલ્લરી ત્હેં. ૨.
ફુલી ફળી તું કરમાઈ અકાળે; રુવે આપ્તજન સર્વે;
તુજ ગુણદ્રુમસંપત્તિતણાં શ્રીગન્ધ વહે સ્મૃત ગર્વે. ૩
વસે ગર્વ મુજ ઉરમાં ત્હારો ! ભાગ્યવતી થઈ ગઈ તું !
વિશ્વવાહિની મરણનદીમાં, કલ્યાણી l તરી ગઈ તું ! ૪
મનુષ્યમેધ*[૧] યજ્ઞ માંડે આજે, યુગ ભયંકર બેસે !
શમી પ્હેલી [૨]તું જગ પ્રસન્ન જોતી સુભાગ્યવતીને વેશે. ૫
શૈશવથી તરતી ઉત્સાહિની પ્રસન્નતા તુજ જોઈ;
એ જ નિકષ[૩] પર ગ્રન્થ-રતિ મુજ પ્રથમ ઘસી મ્હેં જોઈ ૬
આરંભ્યો આ ગ્રન્થ, લેખ મુજ નહી હતો સુકાયો;
કનકરેખ નિકષે પ્રકટી, તે, બ્હેની, ત્યાં ત્હેં સ્હાયો. ૭
મુજ પુસ્તકની કીર્તિ રંક, તે તુજને ભાસતી ઝાઝી,
અનુમોદતી મોદતી પ્રિય બાળા ઘણું ઘણું મલકાતી. ૮
ત્રીજા ભાગનું દર્શન કરવા અતિશય ધરી અભિલાષ,
ભ્રાતપાસ લ્હેણું રાખી, ગઈ પ્રભુપદ કરવા વાસ. ૯
જ્ઞાનદ્રષ્ટિ ઉઘડી; બાળા ! નથી અનુશોચન સિંચાતું,
પણ આ ગ્રન્થ વધે ત્યમ ત્યમ તુજ સ્મરણ-સલિલ ઉભરાતું. ૧૦
નિકષશિલા મુજ ! સ્મરી સ્મરી તુજપર પડેલી કંઈ કંઈ રેખા,
તત્પર કરું અક્ષરમય અંજલિ, નિવાપ તુજને દેવાં. ૧૧
વસી મુજ હૃદયે, એ અંજલિનો સ્વીકાર કરજે, બ્હેની !
ભુલી શેકરસ[૪] લેવો, ભ્રાતા દે અંજલિ, તે લેની. ૧૨
હર્ષશોકના દર્ભરાશિમાં લગાડી છે મ્હેં લ્હાય,
એક ક્રમે [૫] તેમાં પડી ભગિની – મૃત્યુશોક હોમાય. ૧૩
એ હોમે આહુતિ દેતો, નયન ન અશ્રુ ધરતો,
કઠિન હૃદયને ભ્રાત કાષ્ઠભર ભગિની-ચિતાપર ભરતો. ૧૪ ;



  1. * મનુષ્યનો હોમ. દુષ્કાળ અગ્નિરોહિણી(મરકી) આદિ સાધનેાથી.
  2. મનુષ્યમેધના કાળ પ્હેલાં સન ૧૮૯૪ માં.
  3. સોનું કસવાની કસોટીની શિલા.
  4. एकत्र्कमवर्द्धितगुरुतरशोकरस-વિક્રમોર્વશી,
  5. સાહસા એક જ ફાળ ભરીને.



સરસ્વતીચંદ્ર ભાગ પ્હેલો તથા ભાગ બીજો નામદાર
મુંબાઈ ઈલાકાની સરકારે ઈન્ડિયન સીવિલ સર્વીસની હાયર
પરીક્ષા માટે ટેકસ્ટ બુક તરીકે પસંદ કર્યાનું – તા૦ ૧૮ મી
જુલાઈ ૧૯૧૨ ના સરકારી ગેઝીટમાં પ્રસિદ્ધ કર્યું છે.
તથા
મુંબાઈ યુનિવર્સિટીની એમ્. એ, ની પરીક્ષા માટે
સરસ્વતીચંદ્ર (ભાગ ૧ થી ૪) ટેકસ્ટ બુક તરીકે પસંદ
કરવામાં આવી છે.






 

સરસ્વતીચંદ્ર.
ભાગ ૩.
રત્નનગરીનું રાજ્યતંત્ર.

 




Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.