ગુજરાતી નાટ્યવિવેચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુજરાતી નાટ્યવિવેચન
ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ
પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા →
ગુજરાતી

નાટ્યવિવેચન


ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ

ગુજરાતી નાટ્યવિવેચન

ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ

પ્રકાશક
ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ
૯/૧૯૮, મેઘાણીનગર, ગુજરાત હાઉસિંગ બૉર્ડ
અમદાવાદ-૩૮૦૦૧૬

Gujarati Natya Vivachan
written by Dr. Deepak B. Bhatt

© વાસંતી દીપક ભટ્ટ

વિતરક
બાબુભાઈ હાલચંદ શાહ
પાર્શ્વ પબ્લિકેશન, નિશા પોળ, ઝવેરીવાડ,
રિલીફ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧


પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫

પૃષ્ઠસંખ્યા : ૬+૧૬૬

નકલ : પ૦૦


કિંમત : ૮૦.૦૦

પ્રકાશક :
ભટ્ટ દીપક ભાનુશંકર
૯/૧૯૮, મેઘાણીનગર,
ગુજરાત હાઉસીંગ બૉર્ડ અમદાવાદ-૩૮૦૦૧૬
ફોન : ૨૨૬૮૨૮૪૭

ટાઇપસેટિંગ :
શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ પંચવટી
પહેલી લેન, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦૦૦૬

મુદ્રક :
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ,
બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪


ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી પ્રકાશિત


અર્પણ


પૂ. જયાબહેન (બા)

તથા

પૂ. ભાનુશંકર શાંતિલાલ ભટ્ટ, (બાપુજી) – વાસંતી (પત્ની)

તથા

શ્રી ‘ભગવાન’ વ્યાસ


“નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, ફુલ્લારવિન્દાયત્ પત્રનેત્ર ।
તેન ત્વયા દીપક તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ”ઋણસ્વીકાર

નમ્રતાપૂર્વક આ મિત્રો અને વંદનીય વડીલોનો આભાર માનું છું. પીએચ.ડી. થયા પછી પુસ્તક પ્રકાશન સુધી જેમનો સહકાર મળ્યો છે. તેવા આચાર્યશ્રી હરેન્દ્રભાઈ ત્રિવેદી, આદરણીય શ્રી હર્ષદ ત્રિવેદી અને બિન્દુ ભટ્ટ, તથા ખેડા આર્ટ્સ કૉલેજ, પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ કૉલેજ, એસ.એલ.યુ.આર્ટ્સ કૉલેજ, ઉમિયા આર્ટ્સ, કૉલેજના સહુ અધ્યાપક મિત્રોનો પણ આ તબક્કે આભાર માનું છું.
નિવેદન

નાટકના વિવેચનના આ અભ્યાસને નિમિત્તે નાટકના રમ્ય સ્વરૂપની ઝાંખી થઈ. નાટક એ સાવ જ ઉપેક્ષિત સ્વરૂપ નથી તેનો ખ્યાલ આવ્યો. દરેક વિવેચકના નાટક સાથેના અનુબંધ મુજબ નાટક વિશેની તેમની અવધારણા શૈલી ઘડાતી અનુભવી. વિવેચન કેટલું બધું વ્યક્તિસાપેક્ષ અને પરંપરાથી પ્રભાવિત છે તેનો ખ્યાલ પણ આવ્યો.

ડૉ. સતીશ વ્યાસનું માર્ગદર્શન મને આ વિવેચનાનાં વિવિધ પરિમાણોનો પરિચય કરાવે છે. ઘણીવાર નહીં ઉકલતા કોયડા જેવા સિદ્ધાંતોના વિનિયોગની પ્રવિધિને તેમણે સહજ સ્પર્શ માત્રથી સ્પષ્ટતામાં રૂપાંતરિત કરી આપી છે. ડૉ. સતીશ વ્યાસના સ્નેહથી જ આ જ્ઞાનદીપ પ્રજ્વલિત છે એ વાત વીસરી શકાતી નથી.

જેમની પાસે હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય-કલા-વિચારની શિક્ષા-દીક્ષા પામ્યો છું તે અધ્યાપક મિત્રોને હૃદયપૂર્વક યાદ કરું છું. શ્રી વિશ્વનાથ પવારે કાળજીપૂર્વક શોધ નિબંધને ટાઇપ કરી આપ્યો અને ઝીણવટથી પ્રૂફ વાંચી આપ્યું અજિત મકવાણાએ. આ બંને મિત્રોનો આભારી છું.

સમરું છું આ મિત્રોને

વાસંતી, તન્વી – નરેશ, નવનીત, અશોક, કિન્નરી-નિધિ, પછાડ મિત્રો અને એ સહુ સ્નેહી-સ્વજન મિત્રોને વિદ્યાર્થીમિત્રોને જેમણે મારી સર્જક-ભાવક ચેતનાને ઝંકૃત કરી જાગતી રાખી છે.

-દીપક ભટ્ટ
 
અનુક્રમ

૧. પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા
૨. સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન
૩. પંડિતયુગમાં નાટક વિશેનું વિવેચન ૨૫
૪. ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન ૪૭
૫. સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન ૮૨
૬. ઉપસંહાર ૧૪૩
૭. પરિશિષ્ટ : ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો ૧૫૪
૮. પરિશિષ્ટ : ૨ નાટક : ઇતિહાસ અને સંશોધન ૧૬૨
૯. અભ્યાસ સામગ્રી ૧૬૪

નાટક લોકાશ્રિત કલાપ્રકાર છે. નટચમૂ દ્વારા ભજવાય છે ને જનસમુદાય દ્વારા ભોગવાય છે. તેનો મુખ્ય આશય જનરંજનનો રહ્યો છે. આરંભકાળમાં એ જ આશયને મુખ્ય બનાવી લોકરુચિ અનુસાર નાટકો લખવો-ભજવવામાં આવતાં, પરંતુ નાટકની લોકપ્રભાવક અસરને ધ્યાનમાં લઈ વિશ્વમાં નાટકના સંદર્ભે ઘણાં પરિવર્તનો આવ્યાં. નાટકમાં જીવનનો ધબકાર સહુ પહેલાં પ્રગટતો હોય છે. નાટક મંચ પર જિવાતું હોય છે ને પ્રેક્ષકોમાં પણ જિવાતું હોય છે. આથી લોકોમાં કે સમાજમાં જે ઘટના બને તેની સારી-માઠી અસર નાટકમાં દેખાતી. નાટક દ્વારા સમાજનાં દૂષણો સામેનો અભિગમ પણ કેળવાતો, સુધારો પ્રબોધવામાં આવતો. નાટક પર વિશ્વ નાટ્યસમાજોમાં થતી હલચલોની સ્વાભાવિક અસરો પડે છે. આરંભની સાંકેતિક પદ્ધતિએ ભજવાતાં નાટકો પછી વાસ્તવિક શૈલી અને અતિરંજામાં સરી પડતી રંગભૂમિના વિકાસપતનની તવારીખ પણ નાટ્યસમીક્ષકે તપાસવી પડે છે. વિવિધ કલાઆંદોલનોની અસરો નાટક પર પડી. શૂન્યવાદ, અસ્તિત્વવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદ, દાદાવાદ ને ઍબ્સર્ડની અનુભૂતિ કરાવતાં નાટકોને તપાસનારા સમીક્ષકે આ બધા જ પ્રદેશોમાં ગતિ કરવી જ પડે. વિશ્વની રંગભૂમિ સાથે તેમાં થતાં પરિવર્તનો સાથે અનુસંધાન રાખનાર નાટ્યસમીક જ ઉત્તમ સમીક્ષાઓ આપી શકે એટલું જ નહીં, નાટ્યપ્રકારના વિકાસને મદદરૂપ થઈ શકે તેવાં માર્ગ કે દિશાદર્શક સૂચનો પણ કરી શકે.આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.