વિકિસ્રોત:સમાજ મુખપૃષ્ઠ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આવો આપણે જાણીએ કાર્યક્રમ, ભરુચ[ફેરફાર કરો]

કાર્યક્રમ દરમ્યાન જયમ પટેલ

આવો આપણે જાણીએ આ કાર્યક્રમ ભરુચ ખાતે આવેલા નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે યોજાયેલા ભરુચ જિલ્લાઓની શાળાઓ માટેના વિજ્ઞાનમેળા દરમ્યાન કરવામાં આવ્યો હતો. એમાં ગુજરાતી વિકિપીડિયા તેમજ વિકિસ્ત્રોતનો લાભ કઈ રીતે મેળવી શકાય, હાલમાં કઈ કઈ માહિતીઓ/ પુસ્તકો/ રચનાઓ ઉપલબ્ધ છે, અહીં યોગદાન કઈ રીતે કરી શકાય, ગુજરાતી ભાષામાં કેવી રીતે લખી શકાય, વિકિ નીતિઓ શું છે, વગેરે બાબતોની સમજ લોકોને આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા લેખો લોકોને કોમ્પ્યુટર પર બતાવ્યા હતા. આ મેળો બે દિવસ ચાલ્યો હતો. ભરુચ રહેતા દેવેન્દ્રસિંહ ગોહિલ, સતિષ પટેલ તથા જયમપટેલ વિકિપીડિઅન તરીકે હાજર રહ્યા હતા.--સતિષ પટેલ (talk) ૨૧:૫૮, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

આપની ત્રિપુટીને ખોબલે ખોબલે અભિનંદન. --Sushant savla (talk) ૧૧:૦૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
શ્રી.સતિષભાઈ, દેવેન્દ્રભાઈ અને જયમ. આપનો હાર્દિક ધન્યવાદ. આમ જ, આપનાં કાર્યેથી પ્રેરણા પામી, અમ જેવા અન્ય સભ્યશ્રીઓ પણ ઉત્સાહ પામશે. વાહ !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૯, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
વાહ બાપુ વાહ કમાલ કરી એક સે ભલે દો અને દો સે ભલે તીન.....--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
આવી જ રીતે આપણે પણ વિકિસ્રોતની વર્ષગાંઠ નિમિત્તે રૂપાયતન ખાતે આયોજન કરવાનું વિચાર્યું છે. હજુ સુધી તારીખ નક્કી નથી કરી. પરંતુ સૌ કોઇને અનુકુળ આવે તે તારીખ/સમયે આયોજન કરીશું.
દરેક શક્ય તક સમયે ગુજરાતી વિકિ માધ્યમોનો પ્રચાર થતો રહે તે ગુજરાતીઓ અને ગુજરાતી બન્ને માટે આવકારદાયક છે. તે સાથે જ જુદી જુદી દિશાઓમાં થતાં સ્વયંસેવી આ પ્રકારનાં કાર્યો - દરેકની પોતાની પ્રાથમિક વ્યાવસાયીક પ્રવ્રુત્તિ, નૅટવિશ્વ પર પોતાની આગવી પ્રવ્રુત્તિ- અને વિકિ કે (હવે નવો આદરાયેલો) વૅબ-ગુર્જરી જેવા પ્રયોગો અને પ્રવ્રુત્તિઓને સાંકળી લઇ, અસરકારક રીતે પ્રગતિ થતી રહે તે અંગે પણ સાથે સાથે વિચાર કરતા રહેવાનો સમય પણ્ પાકતો જાય છે. વિકિનાંમાધ્યમો પર કામ્ કરતાં લોકોની સંખ્યા વધી છે તેમ છતાં ગુણવતા જળવાઇ રહી છે, તે માટે સંચાલક મિત્રોની જહેમત અને કાળજીની પણ દાદ દેવી જ પડે. -- --Amvaishnav (talk) ૨૨:૪૦, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

One year Gujarati Wikisource[ફેરફાર કરો]

Hello Wikisource editors,
congratulations, today it is now 1 year since the gu.wikisource.org subdomain was created. From the Wikimedia Incubator & Language Committee, we would like to get some feedback from newer wikis about their situation.

We prepared some questions about what we would like to know. Feel free to answer as many of them as you like.

  1. How has activity developed after the subdomain's creation? (in comparision with the situation on www.wikisource.org)
  2. Is it now easier to be found by new users?
  3. Would you have done something in a better/different way in hindsight?
  4. Is there anything where you say 'This should have been better during the testing phase (OldWikisource, Langcom)'?

Best regards, --MF-Warburg (talk) ૦૬:૪૮, ૨૮ માર્ચ ૨૦૧૩ (IST)

Thank you very much for your wishes,
  1. After getting the subdomain the activity ha become more speedy. It's like living in Rented home and living in owned home. One might not be too keen to decorate the rented house, but when one has his or her on houe he puts efoort with all its will. When we got sudomain the page count was around 1000+ after one year it is 2300+. It was during this year when we uploaded 25 books, that with all typing a there is no OCR for Gujarati Language.
  2. the new domain address is easier to found by new users.
  3. I dont think so
  4. no, it is good only.

Thanks for contacting, Regards. --Sushant savla (talk) ૦૭:૪૮, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

Many thanks for your answers! :) --MF-Warburg (talk) ૦૦:૦૫, ૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

ગુજરાતી વિકિસ્રોત પ્રસાર કાર્યક્રમ- ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ[ફેરફાર કરો]

Gu-wikisource- outreach2.JPG
Gu-wikisource- outreach1.JPG

તા ૨૯-૦૩-૨૦૧૩, શુક્રવારના દિવસે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં ત્યાંના પ્રાદ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ વિકિસ્રોતની ઓળખ અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધવલ વ્યાસ પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશન દ્વારા સભ્યોને વિકિસ્રોત અને વિકિ પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ સભ્યોને કોમ્પ્યુટર પર લાઈવ અકાઉન્ટ કેમ ખોલવું, ગુજરાતીમાં કેમ ટાઈપ કરવું વગેરેની માહિતી અપવામાં આવી હતી. વિદ્યાપીઠના પ્રાદ્યાપીકા વિક્સ્રોતના કાર્યથી ખૂબ પ્રભાવિત થયાં હતાં અને તેમણે આવનારા સત્રમાં અભ્યાસક્રમના પ્રોજેક્ટ રૂપે કૃતિ ચઢાવવાના પ્રયોગ હાથ ધરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સુશાંત સાવલા, હર્ષ કોઠારી, ધવલ ભાવસાર, સમકિત શાહ, આકાશ પંચાલ, કોંડીચેરી વગેરે વિકિમિત્રો એ આવી સહભાગી વિદ્યાર્થીને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી-જુનાગઢ[ફેરફાર કરો]

Gu- Wikisource- First Birthday -Cake.jpg
Gu-Wikisource-First Birthday-Group Photo.jpg

તા.૩૧/૦૩/૨૦૧૩ના રોજ જુનાગઢ ખાતે આવેલા રૂપાયતનમાં વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવામાં જુનાગઢના સક્રીય મિત્રો અશોક મોઢવાડિયા, વ્યોમ મજમુદાર અને નીલેષભાઈ બંધીયાનો અથાગ પ્રયત્નો રહ્યાં હતાં. રૂપાયતનના સભાખંડમાં પ્રોજેક્ટર પર પાવર પોઈંટ પ્રેસેન્ટેશન દ્વારા શ્રોતાઓને વિકિસ્રોતનો ઈતિહાસ, વિકિસ્રોત અને અન્ય વિકિ પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમા સંચાલન વ્યોમ મજમુદારે કર્યું હતું. પ્રાર્થના બાદ અતિથીઓએ પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. વિકિસ્રોતની વર્ષગાંઠની ઉજવણી કેક કાપી થઈ અને સૌએ ભેગા મળી કેક ખાધી હતી. ત્યારબાદ અતિથિ રાવલસાહેબ અને રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી, હેમંતભાઇએ પ્રવચન આપ્યું. તેઓએ આ કાર્યક્રમને આવકારતા કહ્યું કે રૂપાયતન આવા (સાહિત્યના) કાર્યક્રમને હંમેશા આવકારે છે, અને તેમાં રૂપાયતનનો તન, મન, અને ધનથી સહયોગ રહેશે. તેમણે યુવાનોને આવી નવી પ્રવૃતિ કરવા પ્રોત્સાહન આપ્યું. પોતાના વક્તવ્યમાં તેઓએ કહ્યું કે અમે તો પાનખર છીએ, પરંતુ આ નવી પેઢી વસંત છે. તે સાહિત્ય માટે કામ કરે છે, અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યની સેવા કરે છે, એ જાણી ખુબ જ આનંદ થાય છે

ત્યારબાદ ધવલ વ્યાસએ વિકિસ્રોતના ઇતિહાસ અને વિકિ પ્રકલ્પો અંગેનું પ્રેઝેન્ટેશન આપ્યું. જેમાં વિકિસ્રોત જ્યારે સહિયારા વિકિસોર્સમાં હતું, ત્યારથી લઇને તેનું ગુજરાતી ડોમેઇન અસ્તિત્વામાં આવ્યું ત્યારસુધીનો ચિતાર આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. સુશાંત સાવલાએ વિકિસ્રોત શું છે? તેને કઇ રીતે વાપરવું, તથા સક્રિય સભ્યોનો પરિચય આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ લંડન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક સભ્યનો વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તેનો વિડિયો સંદેશ બતાવવામાં આવ્યો અને વિકિસ્રોતના સભ્યોને સર્ટીફીકેટ તથા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. નીલેશભાઈ બંધીયાએ આભાર પ્રવચન આપ્યું હતું. --Sushant savla (talk) ૧૦:૪૪, ૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

જુનાગઢ ખાતે આવેલા રૂપાયતનમાં વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીની તસવીર-ઝલક માટે અહીં ક્લિક કરશો --દેવેંદ્રસિઁહ ગોહિલ ૧૨:૨૫, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST)


ગુજરાતી વિકિસ્રોત પ્રસાર કાર્યક્રમ - ઝરુખો - મુંબઈ[ફેરફાર કરો]

Gu-wikisource-outreach-Jarukho1.JPG
Gu-wikisource-outreach-Jarukho2.JPG
Gu-wikisource-outreach-Jarukho3.JPG
Gu-wikisource-outreach-Jarukho4.JPG

તા.૦૬/૦૪/૨૦૧૩ના રોજ મુંબઈ - બોરીવલીમાં સાંઈલીલા વેલફેર ટ્રસ્ટ અને ઝરુખોના યજમાન પદ હેઠળ વિકિસ્રોતના પ્રસારનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિકિસ્રોત અને અન્ય વિકિપ્રકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી અને વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણીના પુસ્તક "દાદાજીની વાતો"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવલકથાકાર દિનકર જોશીએ પ્રમુખસ્થાને ઉપસ્થિત હતા. તે સિવાય પત્રકાર તરુ કજારિયા તથા ઝવેરચંદ મેઘાણીના પુત્રી પદ્મલાબહેન પણ ઉપસ્થિત હતા.

ધવલભઈ વ્યાસે પોતાના વક્તવ્યમં જણાવ્યું હતું કે," વિકિપીડિયા મુક્ત જ્ઞાનકોષ છે . પૈસાની અપેક્ષા વગર સ્વયંસેવકની જેમ વ્યક્તિ , લેખો તથા માહિતી વિકિપીડિયા પર ચઢાવે છે . દરેક લખાણ સાથે સંદર્ભ મૂકવામાં આવે છે અને લખનારે અમુક માપદંડોનો ખ્યાલ રાખવાનો હોય છે" . અન્ય નિયામક સુશાંત સાવલાએ જણાવ્યું હતું કે ગાંધીજીના કહેવા મુજબ વૈભવની વહેચણી સામાન્ય જન સુધી થવી જોઈએ તે વાતને ને અનુસરી વિકિસ્રોતમાં ચઢાવવામાં આવતું સાહિત્ય નિ:શુલ્ક વાંચી શકાય છે . પ્રકાશન અધિકારથી મુક્ત પુસ્તકોને જ વિકિસ્રોત પર ચઢાવવામાં આવે છે .

કવિ સંજય પંડ્યાએ શાળા કોલેજો સુધી સાહિત્યપ્રસારની પ્રવૃત્તિ લઇ જઈને વિદ્યાર્થીઓને વિકિસ્રોતમાં સાહિત્ય ચઢાવવા પ્રવૃત્ત કરવા યોજના રજુ કરી હતી . નવલકથાકાર દિનકર જોશીએ પ્રમુખસ્થાનેથી સાહિત્યપ્રસારની પ્રવૃત્તિને બિરદાવી હતી છતાં નવી ટેકનોલોજી માનવ માનવ વચ્ચે અંતર ઉભું ન કરે એનું ધ્યાન રાખવા કહ્યું હતું .

ઝવેરચંદ મેઘાણીના પુસ્તકને વિકિસ્રોત પર દિનકરભાઈ , પત્રકાર તરુ કજારિયા તથા ઝવેરચંદ મેઘાણીના પુત્રી પદ્મલાબહેન દ્વારા ચઢાવવામાં આવ્યું હતું . શ્રોફ્ કોલેજના વિદ્યાર્થીઓ વત્સલ દવે , વિનાયક રાઠોડ , નિકિતા પોરિયા , જીજ્ઞાસા મેઘાણી , પ્રણય રૂપારેલિયાએ મેઘાણીના ગીતો તથા સંવાદોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. --Sushant savla (talk) ૦૮:૩૯, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)

  1. આ સફળ કાર્યક્રમ બદલ સૌ સહભાગીઓને વિકિસ્ત્રોત વતી ખૂબ ખૂબ અભિનંદન ! --સતિષ પટેલ (talk) ૦૦:૪૨, ૧૨ એપ્રિલ ૨૦૧૩ (IST)
ખુબજ સુંદર પ્રયાસ --ભાવેશ (talk) ૧૬:૫૮, ૧૩ એપ્રિલ ૨૦૧૩ (IST)

Help from Multilingual Wikisource[ફેરફાર કરો]

Hello! I'm not able to read nor write Gujarati, so please let me write in English.

I'm deleting the last Gujarati pages from Multilingual Wikisource that already were moved to this site in 2012. In some cases I don't know how do I have to proceed, so let me post those cases here. For the moment, just one:

mul:તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી was deleted here because it was a duplicate of સિંધુડો/સ્વતંત્રતાની મીઠાશ. Both the page contained same poem. Hence, the earlier one was deleted. You may delete both the page. The poem is already with gu wikisource.--Vyom25(ચર્ચા) ૧૪:૧૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
Yes check.svg -Aleator (ચર્ચા) ૦૪:૪૦, ૧૧ નવેમ્બર ૨૦૧૬ (IST)
Necessary corrections are incorporated Gu:WikiSource; now mul:હું ને ચંદુ can be deleted. --સુશાંત સાવલા ૨૧:૧૬, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
Yes check.svg -Aleator (ચર્ચા) ૦૪:૪૦, ૧૧ નવેમ્બર ૨૦૧૬ (IST)
જરાયે દોસ્તો ખબર નથી is a copyvio. Please delete it. Thanks for copying talk page of ચર્ચા:ભગવદ ગીતા ૬ may serve as example of copyvio. The extra edit on યમુનાષ્ટક is not suitable for the wikisource. Hopefully this is suitable answer. Feel free to post any queries. Thank you.--Vyom25(ચર્ચા) ૧૪:૨૫, ૬ નવેમ્બર ૨૦૧૬ (IST)
Yes check.svg -Aleator (ચર્ચા) ૦૪:૪૦, ૧૧ નવેમ્બર ૨૦૧૬ (IST)
  • The last ones: they are not present here in Gujarati Wikisource (well, I was not able to find them), or they are but are not exact equals, so before deleting in Multilingual Wikisource, please have a look to those texts, copy, merge or comment. Thanks a lot:
Please delete this as well. Its here.--Vyom25(ચર્ચા) ૨૧:૫૪, ૨૪ નવેમ્બર ૨૦૧૬ (IST)

Thanks! :) -Aleator (ચર્ચા) ૦૪:૪૦, ૧૧ નવેમ્બર ૨૦૧૬ (IST)

I have answered for majority against the entry themselves. We will discuss other ones and answer. Thank You.--Vyom25(ચર્ચા) ૧૬:૫૯, ૧૨ નવેમ્બર ૨૦૧૬ (IST)
OK. I've added Yes check.svg when deleted in Multilingual. Thanks. -Aleator (ચર્ચા) ૨૨:૩૯, ૧૨ નવેમ્બર ૨૦૧૬ (IST)
જરા જોઈ લેશો, Sushantbhai. ઉપર કેટલાક પાનાં હજુ મલ્ટીલિગ્યુઅલ થી ગુજરાતી વિકિસોર્સ પર લાવવાના બાકી છે.--Nizil Shah (ચર્ચા) ૧૯:૦૦, ૭ એપ્રિલ ૨૦૧૭ (IST)

Indic Wikimedia Campaigns/Contests Survey[ફેરફાર કરો]

Hello fellow Wikimedians,

Apologies for writing in English. Please help me in translating this message to your language.

I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikimedia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.

If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.

You can read the Privacy Policy for the Survey here

Please find the link to the Survey at: https://forms.gle/eDWQN5UxTBC9TYB1A

P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.

Looking forward to hearing and learning from you.

-- SGill (WMF) sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૩૯, ૨૫ જૂન ૨૦૧૯ (IST)