ચર્ચા:ભદ્રંભદ્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શ્રી વ્યોમજી અને મિત્રો, આ પુસ્તકનાં ISBN માટે શોધતાં નીચે પ્રમાણે મળેલ છે. મને આ ISBN વિષયે વધારે જ્ઞાન ન હોય આપને ધ્યાને લાવું છું.

 • ISBN : 8189598759,
 • ISBN-13 : 9788189598754
 • ISBN : 978 8184801798
 • ISBN : A100008844

આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૦૨, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

આ એક જ પુસ્તકના એક કરતા વધારે નંબર હોય તો શું કરવું?--Vyom25 (talk) ૧૬:૪૬, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
હવે આ ગુંચવાડાવાળું કામ છે. એક જ પુસ્તકના ૪ જુદા-જુદા નંબર? જો કે બે પ્રણાલીઓ ઉપલબ્ધ છે, ISB અને ISBN-13, એટલે બે નંબર મળે તે શક્ય છે, પણ ચાર? જરા સંશોધન કરીને સાચો નંબર શોધીને જણાવું છું.--Dsvyas (talk) ૧૬:૫૧, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ઉપર ચેક્યા વિનાના બે નંબર સાચા છે. સંદર્ભ માટે જુઓ. મેં અગાઉ જણાવ્યું તેમ દસ અને ૧૩ આંકડાના એમ બે નંબર હોઈ શકે છે. ISBN (ISBN-10) અને ISBN-13. ISBN-13 એ અદ્યતન નંબર પ્રણાલી છે. પણ, આ ખાંખાખોળા કરતા એક વાત જેનો મને સંશય (ડાઉટ) હતો તેની ખાતરી થઈ ગઈ, કે આ નંબર પુસ્તકની ચોક્કસ આવૃત્તિ સાથે સંલગ્ન હોય છે. માટે મારા મતે તે વાપરવો હિતાવહ નથી. કેમકે આપણે અહિં પુસ્તકની શક્ય હોય ત્યાં સુધી જૂનામાં જૂની આવૃત્તિ વાપરવાનો આગ્રહ રાખીશું, અને અત્યાર સુધીમાં થયું છે પણ એવું જ. કેમકે ISBN નંબરો ૧૯૭૦માં અસ્તિત્વમાં આવ્યા જે ૨૦૦૭માં બંધ કરવામાં આવ્યા અને તેનું સ્થાન ISBN-13એ લીધું. હવે જો આપણે પુસ્તકની આવૃત્તિમાં ૧૯૨૩, ૧૯૪૫ કે એવું કોઈક વર્ષ લખતાં હોઈએ તો ચોક્કસ જ આપણી પાસેનો ISBN કે ISBN-13 નંબર તેને માટે ખોટો ઠરે. માટે, મારૂં તો નમ્ર સૂચન છે કે આપણે આ નંબરો વાપરવા નહીં અને આત્મકથામાંથી પણ તેને દૂર કરવો. આ પિષ્ટપીંજણ (પિષ્ટપેષણ) બહુ લાંબુ થતું લાગે છે એટલે અટકું છું. પણ હજી આ બાબતે ઘણું કહેવું છે. જો કોઈને જાણવામાં રસ હોય તો કહેજો. જેમકે, જૂનામાં જૂની આવૃત્તિ કેમ પસંદ કરવી, વગેરે.--Dsvyas (talk) ૧૭:૫૪, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
હું પણ ધવલભાઈની વાત સાથે સહમત છું. ISBN નંબર તો પછીથી આવ્યા,તેમાં પણ ગોટાળા થશે, એથી તો આપણે તેને અડકવાનું જ રદ કરીએ ! આમે મને લાગે છે કે આ નંબર પ્રકાશક પાસેથી પુસ્તક મંગાવવા જેવા વ્યાપારી ઉપયોગ અર્થે હોઈ શકે. આપણે તે સાથે ખાસ કંઈ લેવાદેવા જણાતું ન હોય તો શા માટે નાહક પિષ્ટપીંજણ (આ ખોટો શબ્દ ! ખાલી ’પીંજણ’ વપરાય, જો કે હાલ વ્યવહારમાં પ્રચલિત ખરો)/પિષ્ટપેષણ (આ સાચો શબ્દ !)માં પડવું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૩૧, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ના તો આ નંબર વાપરવા હિતાવહ નથી. માટે તેને આત્મકથામાંથી કે અન્ય કોઇપણ પુસ્તકમાંથી પણ દૂર કરવો એ બાબત પણ યોગ્ય જ લાગે છે. જો કે અન્ય વિકિસ્ત્રોત આ વિશે શું કરે છે?--Vyom25 (talk) ૦૦:૧૪, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
અંગ્રેજી વિકિસ્રોતમાં અમુક પુસ્તકોમાં આ નંબર આપેલો દેખાય છે, પણ તે ISBN નંબર શોધતા તે પુસ્તકની કોઈક ચોક્કસ આવૃત્તિનું પુન:મુદ્રણ હોવાનું સ્પષ્ટ લખેલું મળી આવે છે. ઉદા. ચાર્લ્સ ડિકન્સની પિક્વિક પેપર્સ જુઓ, તેમાં કયા પુસ્તકની કઈ આવૃત્તિ તે લોકોએ લીધી છે તે સ્પષ્ટ લખ્યું છે. અને ગુગલ બુક્સમાં એ ISBN નંબર હેઠળ જોતાં તે પુસ્તકમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે, "First published 1836-7... Reprinted with a revised Dickens chronology 2003" એટલે કે એ પુસ્તક પુન:મુદ્રણ છે. જ્યારે ગુજરાતી પુસ્તકોમાં જો આડા અવળા નંબરોને ISBN તરીકે ખપાવી શકાતા હોય તો, પુન:મુદ્રણને પણ આસાનીથી આવૃત્તિમાં ખપાવી શકાય છે. અને એવું હોય તો આપણે ભરાઈ પડીએ. માટે સલામત રહેવામાં માલ છે.--Dsvyas (talk) ૦૫:૧૨, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ના ના તો તો પછી નંબર ન ઉમેરવો જ યોગ્ય રહેશે.--Vyom25 (talk) ૧૩:૨૪, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ’ભદ્રંભદ્ર’[ફેરફાર કરો]

વિકિસ્રોત પર રમણભાઇ નીલકંઠ કૃત હાસ્ય-કટાક્ષ કથા ભદ્રંભદ્રનું અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

 1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
 2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
 3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
 4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
 | title   = [[ભદ્રંભદ્ર]]
 | author   = રમણભાઈ મહિપતરામ નીલકંઠ
 | translator = 
 | section  = પ્રકરણનું નામ
 | previous  = [[ભદ્રંભદ્ર/xxx|xxx]]
 | next    = [[ભદ્રંભદ્ર/yyy|yyy]]
 | notes   = 
}}
 zzz

(અપૂર્ણ)

'''[[ભદ્રંભદ્ર]]'''

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 1. સુશાંત: પ્રકરણ= ૭, ૯, ૧૮, ૨૦
 2. ધવલભાઇ: પ્રકરણ= ૨, ૩, ૪, ૫, ૧૨, ૨૩, ૨૫
 3. અશોકભાઇ: પ્રકરણ= ૬, ૧૧, ૧૯, ૨૨, ૩૦,
 4. વ્યોમભાઈ : પ્રકરણ= પ્રસ્તાવના, ૧
 5. સતિષચંદ્ર: પ્રકરણ= ૮, ૧૩, ૧૬, ૨૪, ૨૯
 6. દેવેન્દ્રસિંહ ગોહિલ: પ્રકરણ= ૧૦
 7. Roopal Mehta: પ્રકરણ= ૧૪, ૨૮
 8. Maharshi675: પ્રકરણ= ૧૫
 9. Amvaishnav: પ્રકરણ= ૧૭, ૨૭
 10. Findjigar: પ્રકરણ= ૨૧
 11. Noopur Raval: પ્રકરણ= ૨૬
 • આપ પણ સામેલ થાઓ. (નીચે જાણ કરો)

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

 • આપનું સભ્યનામ લખો.

--Amvaishnav (talk) ૧૭:૧૫, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર, કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૯, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

--અવકાશ હોય તો મારું નામ પણ શામેલ કરવા વિનંતી... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૩૯, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર, કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૯, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

--Noopur28 (talk) ૧૬:૧૦, ૬ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર, કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૪, ૧૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

Sanjay Balotiya (talk)--Sanjay

પરિયોજના વિકાસ પત્ર[ફેરફાર કરો]

સંપન્ન = ૩૧, કુલ =૩૧

ટકાવારી = ૧૦૦%

કુલ પૃષ્ઠસંખ્યા = ૩૨૮, સંપન્ન = ૩૨૮

ટકાવારી = ૧૦૦%

 • રમણભાઈ નીલકંઠ રચિત હાસ્ય નવલ ભદ્રંભદ્રની પરિયોજનાની જવાબદારી ઊઠાવવાનો લાભ મળ્યો તે માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. કહેવાય છે કે માતા, માતૃભૂમિ અને માતૃભાષાની જેટલી સેવા કરો તેટલી ઓછી છે. માટે આ તકાદાને ધ્યાનમાં લઈને હું એટલું જ કહીશ કે આપ સૌના સહકાર વિના આ કાર્ય સંભવિત નહોતું. આભાર.
 • નીચે આપેલ સારણી ફક્ત સભ્યને પોતાના કાર્યની જાણ થાય તે માટે સભ્યના પોતાના અંગત ઉપયોગ માટે છે. તેને અન્ય કોઇ રીતે ઉપયોગ ન કરવો અને તેને મુકવાનો આશય પણ સભ્યના પોતાના ઉપયોગ માટે જ છે. કોઇ મુદ્દો આવરવાનો રહી ગયો હોય તો ધ્યાન દોરવા વિનંતી. આભાર.
 • પ્રકરણ ૨૬ નું કાર્ય નૂપુરજી અને નીતાજીએ સાથે મળીને કરેલ હોવાથી બંનેને કુલ પાંનાના અડધા પાંના વહેંચી દીધા છે અને તેથી જ પ્રકરણની સારણીમાં સરવાળો ૩૧ ને બદલે ૩૨ થાય છે.
સભ્ય પ્રકરણ પાનાં ટકાવારી
સુશાંતભાઈ ૭૫ ૨૨.૮૬%
અશોકભાઈ મોઢવાડીયા ૬૯ ૨૧.૦૩%
ધવલભાઈ ૬૪ ૧૯.૫૧%
સતિષભાઈ ૫૭ ૧૭.૩૭%
અશોકભાઈ વૈષ્ણવ ૧૭ ૫.૧૮%
રૂપલબહેન ૧૧ ૩.૩૫%
દેવેન્દ્રસિંહ ૨.૪૩%
જીગરભાઈ ૨.૪૩%
મહર્ષિભાઈ ૧.૮૨%
વ્યોમ ૧.૮૨%
નૂપુરબહેન ૩.૫ ૧.૦૬%
નીતાબહેન ૩.૫ ૧.૦૬%
કુલ ૩૧ ૩૨૮ ૧૦૦.૦૦%

(કુલ પાનાંની ગણતરીમાં અડધાં કોરા પાનાં વગેરેને બાદ કરેલ નથી.)

ભૂલશુદ્ધિ[ફેરફાર કરો]

 • કુલ પ્રકરણ=૩૧
 • ભૂલશુદ્ધિ-પૂર્ણ=૨૩
 • ભૂલશુદ્ધિ-બાકી=૮

ભૂલશુદ્ધિ-પૂર્ણ[ફેરફાર કરો]

 • ૧. નામધારણ
 • ૨. પ્રયાણ
 • ૩. આગગાડીના અનુભવ
 • ૪. આગગાડીના અનુભવ (ચાલુ)
 • ૫. મોહમયી મુંબાઈ
 • ૬. માધવબાગમાં સભા
 • ૭. જયયાત્રા
 • ૮. હરજીવન અને શિવભક્ત
 • ૯. પ્રસન્નમનશંકર
 • ૧૦. વંદાવધ
 • ૧૧. નાત મળી
 • ૧૨. પોલીસચોકીમાં

 • ૧૩. જામીન પર–વિધવાવિવાહ
 • ૧૪. ભૂતલીલા
 • ૧૫. ભૂતમંડળમાં પ્રવેશ
 • ૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર
 • ૧૭. વિશ્રાન્તિ–વકીલ
 • ૧૮. શોધ કરવામાં બનેલું સાહસ
 • ૧૯. વલ્લભરામના દાવા
 • ૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન
 • ૨૧ રાત્રિમાં થયેલ અનુભવ
 • ૨૨. સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર
 • ૨૮. 'કેસ' ચૂક્યો

ભૂલશુદ્ધિ-બાકી[ફેરફાર કરો]

 • પ્રસ્તાવના
 • ૨૩. તંદ્રાચંદ્રનો અને જોશીનો મેળાપ(ચર્ચાનું પાનું જોવું)
 • ૨૪. તંદ્રાચંદ્રનો વરઘોડો
 • ૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો(ચર્ચાનું પાનું જોવું)

 • ૨૬. બ્રહ્મભોજનની ચિંતા
 • ૨૭. નાતનો જમણવાર
 • ૨૯. ભદ્રંભદ્ર જેલમાં
 • ૩૦. જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા

સબ ટાઇટલ[ફેરફાર કરો]

કેટલાક પ્રકરણમાં અંદર સબ ટાઇટલ છે જેમ કે પ્રકરણ ૩ અને ૭. તો તેનો સમાવેશ કઈ રીતે કરવો? એટલે કે તે કેવી રીતે લખવું. હાલમાં પ્રકરણ ૩ અને ૭ માં અલગ અલગ રીતે લખેલ છે. મને બંન્ને યોગ્ય લાગે છે પરંતુ પુસ્તકમાં પ્રકરણ ૭ માં છે એવી રીતે આપેલ છે એટલે હું તેની તરફેણ વધુ કરું છું. આપ સૌ આપના વિચાર જણાવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૨, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

જે નિર્ણય લો તે મને સ્વિકાર્ય હશે.--Dsvyas (talk) ૨૨:૪૬, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
તમે માર્ગદર્શક છો. યોગ્ય તે નિર્ણય લેશો --Sushant savla (talk) ૨૨:૫૫, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
મને પ્રકરણ ૭ મુજબની રીત બરાબર લાગે છે કારણ કે પુસ્તકમાં તે મુજબ દેખાય છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૫, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
વ્યોમજી સાથે સહમત, પ્રકરણ ૭ પ્રમાણે પેટામથાળું દર્શાવાય તે યોગ્ય લાગે છે. (ચાર દહાડા રજા પર હતો, દરગુજર કરશોજી.) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૪૭, ૨ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ભૂલશુદ્ધિ (છાપકામની)[ફેરફાર કરો]

પ્રકરણ ૪ લખતી વખતે ધ્યાને ચડ્યું કે ક્યાંક કોઈક ટાઈપોગ્રાફિક ભૂલો રહેલી છે, જે સાહજિક રીતે જ લેખકની ભાષા કે લેખકની ઈચ્છારૂપ નથી જણાતી. મેં પ્રકરણ ૪ની ચર્ચાનાં પાનાં પર તેનો ઉલ્લેખ કર્યો છે. અહિં કે ત્યાં તે વિષે અન્યોના મંતવ્ય જાણવા મળે તો સારું.--Dsvyas (talk) ૨૩:૧૪, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજનાની પૂર્ણાહુતિ[ફેરફાર કરો]

વ્યોમભાઈ, આ પરિયોજના બહુ લંબાઈ ગઈ હોય એમ લાગે છે. કોઈક કારણસર જો મિત્રો તેમને સોંપેલા પ્રકરણો પૂર્ણ કરવામાં અગવડ અનુભવતા હોય તો, હું તે પૂર્ણ કરવામાં મદદરૂપ થવા તૈયાર છું. આપ જે ચાર પ્રકરણો બાકી છે, તે સભ્યોનો સપર્ક કરીને તાગ મેળવી શકો તો સારૂં. આપણે એકાદ અઠવાડિયાની મુદત બાંધીને ચાલીએ અને તે દરમ્યાન આ કામ આટોપીને નવું કામ હાથ પર લઈએ તો જે જુવાળ જાગેલો છે તે શાંત ના પડે.--Dsvyas (talk) ૧૭:૧૯, ૧૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ઠીક છે હું હાલ જ તેમનો સંપર્ક કરું છું અને આપને જણાવુ છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૪, ૧૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
વ્યોમજી, કદાચને કોઈ મિત્ર સંયોગવશ હાલ પોતાનું કાર્ય પૂર્ણ કરવા અસમર્થ હોય તો તેમનાં બાકી રહેલાં કાર્યને પૂર્ણ કરવામાં આપણે સહુ હાથવાટકો કરીશું. તો મને પણ હજુ થોડા પાનાં મોકલી આપશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૪૯, ૧૫ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
હા, મે તેમને સંદેશ તો તે મુજબનો મોકલી આપ્યો છે. પરંતુ હજી કોઇનો જવાબ આવ્યો નથી. પ્રકરણ ૧૦ માં માત્ર દોઢ પાનું અને પ્રકરણ ૨૯ માં બે પાનાં જ બાકી છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૫, ૧૫ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
પ્રકરણ ૨૬ પૂર્ણ થઈ ગયું છે. અને પ્રકરણ ૧૦ પર ગોહિલજીએ કામ શરૂ કરેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૩, ૧૬ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
સરસ, આ યોજના હવે ટૂંક સમયમં પપૂરી થઈ જશે. --Sushant savla (talk) ૧૦:૩૮, ૧૭ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
આ પરિયોજનાની પૂર્ણાહુતિ કરવા મારી રાહ જોવી પડી તે માટે ક્ષમા ચાહું છું. --સતિષચંદ્ર (talk) ૦૯:૧૦, ૧૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
સરસ, હવે માત્ર પ્રકરણ ૨૧ બાકી છે જે જીગરભાઇને સોંપાયું છે. તેમનો હજુ સુધી કોઇ જવાબ નથી આવ્યો. મારી પાસે તેમનું મેલ એડ્રેસ ન હોવાથી તેમના ચર્ચાનાં પાનાં પર સંદેશ લખ્યો છે જોકે હવે તેમની રાહ જોવી છે કે બાકીનું પ્રકરણ હું પૂર્ણ કરી નાખું. તમારા વિચાર જણાવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૭, ૧૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
લાગે છે જીગરભાઈ કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં વ્યસ્ત છે. તો પ્રક્રણ પૂરો કરી દેવો જોઈએ. --Sushant savla (talk) ૨૧:૦૧, ૧૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ઠીક છે, તો હું આ પ્રકરણ ઉપર કામ શરૂ કરી દઊં છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૮, ૨૦ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
પ્રકરણ ૨૧ અને આ સાથે પરિયોજના સંપન્ન થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૦૭, ૨૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

મુખપૃષ્ઠનું ચિત્ર[ફેરફાર કરો]

મારી પાસે એક મુખપૃષ્ઠનું ચિત્ર આવેલ છે. જો કે તે આપણે લખી છે તે આવૃત્તિનું નથી પરંતુ હાલમાં પ્રકાશિત આવૃત્તિનું છે તો શું તે ચડાવવું યોગ્ય રહેશે? આપ સૌ આપના વિચાર જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૯, ૧૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

મારા અંગત મંતવ્ય પ્રમાણે ચિત્ર ભલે કોઈપણ આવૃતિનું હોય, વાયા કૉમન્સ, ચઢાવવામાં વાંધો નહિ. (આ મુખપૃષ્ઠ ચિત્ર કઈ આવૃતિનું છે તેનો ઉલ્લેખ ચિત્ર સાથે કરી દેવો)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૬, ૧૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
પુસ્તકના પુંઠા પર જો કોઈ ચિત્ર કે કલાકારીગરી અથવા કોઈ ફોટો હોય તો વાંધાજનક હોઈ શકે છે. એનું કારણ છે કે પુસ્તકનું લખાણ લેખકના મૃત્યુ પછીના ૬૦ વર્ષે લોક પુંજીમાં આવી જાય છે. જ્યારે ચિત્રો અને ફોટોગ્રાફ્સ માટે અલગ ક્રાયટેરિયા છે. એમાં પણ તાજેતરની આવૃત્તિમાં શક્ય છે કે કોઈ એવા કલાકારે પોતાની રચનાત્મકતા વાપરી હોય જે હજુ જીવિત હોય, અને માટે તે ડિઝાઈન તેના રચયેતાના પ્રકાશનાધિકારમાં ગણાય અને માટે આપણાથી ના વાપરી શકાય.
જો ફક્ત અક્ષરો જ વપરાયેલા હોય તો તેને કોમન્સ પર ચઢાવવામાં કશો વાંધો નથી.--Dsvyas (talk) ૧૯:૧૨, ૨૦ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ના, પુસ્તકના કવર પર ચિત્ર છે. છતાં હું તે આપ લોકોને મેલ કરીશ જેથી આપ યોગ્ય નિર્ણય કરી શકો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૪, ૨૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]