મૂરખરાજ અને તેના બે ભાઈઓ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મૂરખરાજ અને તેના બે ભાઈઓ
ગાંધીજી
પ્રસ્તાવના →1
મૂ ર ખ રા જ


અને

તેના બે ભાઈઓ

ગાંધીજી

સમાલોચનાર્થેનવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ-૧૪


મુદ્રક અને પ્રકાશક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪
© નવજેવન ટ્રસ્ટ, ૧૯૬૪

પહેલી આવૃત્તિ, પ્રત, ૩૦૦૦૦પંચોતેર પૈસા
જુલાઈ,૧૯૬૪
 


પ્રકાશકનું નિવેદન

ટૉલ્સ્ટૉયની સુપ્રસિદ્ધ વાર્તા – ધિ સ્ટોરી ઑફ ઈવાન ધિ ફૂલની આ ગુજરાતી અનુકૃતિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ટૉલ્સ્ટૉયનાં લખાણોનો તેમણે ઘણો અભ્યાસ કર્યો હતો. તેમાંથી તેમણે આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તિકારૂપે પ્રગટ કરેલો. થોડાં વરસો પર સુરતના ગાંડીવ કાર્યાલયે તે પુસ્તિકા ભારતમાં પ્રકાશિત કરી હતી. તેમાં બાળકોને વાંચવામાં સરળતા રહે તે ખ્યાલથી ગાંધીજીની ભાષામાં ક્યાંક ક્યાંક ફેરફાર કરવામાં આવ્યા હતા. નવજીવન ટ્રસ્ટે આ પુસ્તિકામાં તેમની મૂળ ભાષા જાળવી રાખી છે. સૈન્ય અને ધનનાં બળો પરિશ્રમના તેજ આગળ કેવાં ઝાંખાં પડે છે તે પોતાની વિશિષ્ટ શૈલીથી ટૉલ્સ્ટૉયે બતાવી આપ્યું છે. ગાંધીજીએ સાદી અને સહેલી ભાષામાં અનુવાદ કર્યો છે, જેનો પૂરો લાભ એક બાળક પણ લઈ શકશે. ગાંધી-વિચાર સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે.

મૂળ રશિયન વાર્તાનું નામ ટૉલ્સ્ટૉયે નીચે મુજબ આપ્યું છે: धि स्टोरी ऑफ इवान धि फूल, ऍन्ड ऑफ हिझ टु ब्रधर्स, साइमन धि सोल्जर ऍन्ड तारास धि स्टाउट; ऍन्ड ऑफ हिझ डंब सिस्टर मारथा, ऍन्ड ऑफ धि ओल्ड डेविल ऍन्ड धि थ्री लिटल इम्प्स – મૂર્ખ ઈવાન ને તેના બે ભાઈઓ, સિપાઈ સાઈમન ને જાડિયો તારાસ, તેની મૂંગી બહેન મારથા, તેમ જ બુઢ્ઢો સેતાન અને તેના ત્રણ નાના ગુલામ.

૪–૭–’૩૬૪


પ્રસ્તાવના

ઉપલી વાત અમે મહાન મરહૂમ ટૉલ્સટૉયનાં કેટલાંક અત્યંત પવિત્ર લખાણોમાંથી લીધી છે. અમે વાતનો શબ્દારથ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.

ઉપલી વાત તે અમે જે બીજી આપી ગયા છીએ તેના કરતાં બહુ ચડિયાતી છે. યુરોપના જુદા જુદા લેખકોએ પણ તેને બહુ વખાણી છે. તેમાં લખેલું બધું બનવાજોગ છે, એટલું જ નહીં પણ તેવું ખૂણેખાંચરે આજ પણ બન્યા કરે છે. એવા બનાવો ઇતિહાસે નથી ચડતા તેથી બનવા જોગ નથી એમ કોઈએ માનવાનું નથી.

આ વાર્તામાં ટૉલ્સ્ટૉય શું બતાવવા માગે છે તે વાંચનાર પોતાની મેળે જેમ જેમ પ્રકરણ આગળ ચાલતું જશે તેમ તેમ સમજી લેશે.

વાર્તા એવી ઢબથી લખાયેલી છે કે તેનું શિક્ષણ જેટલું ઉત્તમ છે તેટલી જ તે રસિક છે. જેટલો રસ અમે અંગ્રેજી તરજુમામાંથી લઈ શક્યા છીએ તેટલો જ જો અમારા વાંચનાર અમે આપેલ લખાણમાંથી ન લઈ શકે તો દોષ વાર્તાનો નહીં પણ અમારો ગણવો.

રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી અમારા રિવાજ મુજબ અમે હિંદી નામઠામ દાખલ કર્યાં છે.

[મોહનદાસ કરમચંદ ગાંઘી]મૂરખરાજ અને તેના બે ભાઈઓ

Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
આ વાર્તા ગાંધીજી દ્વારા લખાયેલી છે. પુસ્તક સ્વરૂપે તેનું પ્રકાશન નવજીવન સાહિત્ય મંદિર દ્વારા જુલાઈ,૧૯૬૪માં ગાંધીજીના મરણોપરાંત થયું હતું. નવજીવન સાહિત્ય પ્રકાશને ગાંધી સાહિત્યને લોકપ્રકાશાન અધિકાર હેઠળ મુક્ત કરતાં આ પુસ્તક અહીં મુકવામાં આવ્યું છે.