પૃષ્ઠ:Dinanath ni Dhalo.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દીનાનાથની ઢાળો


દીનાનાથની ઢાળો

ઢાળ ૧ લી


દીનાનાથ દયાળ હવે હેતે કરજો દયા રે
ત્રિગુણાતિત મને તરછોડી દોડી ક્યાં ગયા રે,

સમજ્યો નહિ હું સ્વાર્થ સર્યામાં, નાથ ચરણમાં ચીત ધર્યામાં;
નથી ભયા મારામાં દોષ ક્યા કયા રે... દીના૦

થાક્યો ભવ અટવીમાં ભટકી, અંતે સાવ રહ્યો છું અટકી;
મારાથી છટકીને ક્યાં છાન રહ્યાં રે... દીના૦

આપ વિના આધાર ન મારો, પ્રભુ સમ્કટથી પાર ઉતારો;
સેવકને સંભારો, કઓપટી કાં થયા રે... દીના૦

કરૂણા સાગર કેમ તપાવો, બહુ મુંઝઆણો માર્ગ બતાવો;
કેશવ હરિ આવા સંતાપ ઘણાં સહ્યાં રે... દીના૦


ઢાળ ૨ જી

અંતર્યામી ક્યાં જશો, નહીં જાવા દૌં હરી રે;
હઠથી રાખીશ, હવે મનમંદિરમાં ધરીરે. એ ટેક.

મોહન તમને ઘણા મનાવું, ઘર મેલીને ન ઘટે જાવું,
નિર્દય આમ ન થાવું, પ્રભુ પદ વીસરી રે. અંતર૦

રીઝવવાની રીત ન જાણું, મનગમતી રીતે વરતાણું;
મન ગભરાણું, બીજી કાશ કરી કરી રે. અંતર૦