બે દેશ દીપક
| બે દેશદીપક ઝવેરચંદ મેઘાણી ૧૯૪૫ |
: પ્રકાશક :
શંભુલાલ જગશીભાઈ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી-રસ્તો : અમદાવાદ
નાથાલાલ મ. શાહ
સ્વાધીન મુદ્રણાલય
સવા બે રૂપિયા
સત્યવીર શ્રદ્ધાનંદ
આત્મ-કથા
| ૧. | ભક્તવીર ક્ષત્રિયકુળ | ૧ |
| ૨. | બાલ્યાવસ્થા | ૬ |
| ૩. | યૌવનના તડકા-છાંયા | ૧૭ |
| ૪. | યૌવનના ફાંસલા | ૨૭ |
| ૫. | પાપનું પરિબળ | ૩૪ |
| ૬. | લગ્નજીવન | ૪૦ |
| ૭. | અજવાળાંનો ઉદય | ૪૫ |
| ૮. | ધંધાની શોધમાં | ૫૨ |
| ૯. | દીક્ષા | ૫૮ |
| ૧૦. | ધાર્મિક કસોટી | ૬૨ |
| ૧૧. | પરીક્ષાની કતલ | ૭૨ |
| ૧૨. | વકીલાતની ગાડી | ૭૮ |
ઉત્તર ચરિત
| ૧૩. | આર્યસમાજનો ઉદ્ધાર | ૮૭ |
| ૧૪. | રાષ્ટ્રીય શિક્ષણનો પિતા | ૯૪ |
| ૧૫. | રાજદ્વારે સંન્યાસી | ૧૧૫ |
| ૧૬. | જેલયાત્રા | ૧૩૦ |
| ૧૭. | હિન્દુવટને હાકલ | ૧૩૫ |
| ૧૮. | મૃત્યુના પડછાયા | ૧૩૯ |
| ૧૯. | ધર્મવીરને છેલ્લી વંદના | ૧૪૨ |
| ૨૦. | હરામખોર | ૧૪૯ |
| ૨૧. | દીકરો | ૧૫૧ |
| ૨૨. | શિક્ષણમાં ક્રાંતિકાર | ૧૬૦ |
| ૨૩. | દીનબંધુ | ૧૬૪ |
| ૨૪. | વીરોનો પણ વીર | ૧૮૦ |
| ૨૫. | ધૈર્યનો સાગર | ૧૮૩ |
| ૨૬. | અમેરિકામાં | ૨૦૫ |
| ૨૭. | અસહકારને ઊંબરે | ૨૧૧ |
| ૨૮. | અભય | ૨૧૫ |
| ૨૯. | ઔદાર્ય | ૨૨૨ |
| ૩૦. | વીરમૃત્યુ | ૨૩૪ |
| ૩૧. | શ્રદ્ધાંજલિ | ૨૪૧ |
| ૩૨. | સાલાવરી | ૨૫૧ |
'સત્યવીર શ્રદ્ધાનંદ' અને 'નરવીર લાલાજી' નામની મેં આલેખેલી બે જીવનકથાએાનાં બે જુદાં પુસ્તકો હતાં તે રદ કરી આ એક જ પુસ્તકાકારે મૂકવાનું હવે ઉચિત લાગ્યું છે. બન્ને જણ મહર્ષિ દયાનંદના અગ્નિકુંડ સમા જીવનમાંથી ઊડેલા સ્ફુલિંગો હતા, બન્ને રાષ્ટ્રના ઘડનારા હતા, બન્નેનું બલિદાન પણ સરખુ જ અપાયું છે; ફરક એટલો જ કે એકે સંન્યાસીવેશે રાષ્ટ્રને ઉપાસ્યો, બીજાએ સંસારી રૂપે, પણ પરિણામે તો બેઉ જીવન-સરિતાઓ એક જ સાગરમાં સમાઈ ગઈ.
આ સંયુક્ત આવૃત્તિ વખતે, પ્રત્યેક પુસ્તકની નવી આવૃત્તિ કરતી વેળાની મારી ટેવ મુજબ, શ્રદ્ધાનંદજીની જીવનકથાના મૂળ આધારગ્રંથ તેમ જ ઇતર ઉપલબ્ધ સાહિત્ય ફરીવાર જોઈ ગયો છું અને નવા જે કંઈ મુદ્દા સાંપડ્યા તેનો હાથ આખી લખાવટ પર મારી લીધો છે. બીજો ફેરફાર તો બેમાંથી એકેયમાં કર્યો નથી.
'ઝંડાધારી' નામની મહર્ષિ દયાનંદ સરસ્વતીની જીવનકથાની પણ અત્યારે ચાલી રહેલી નૂતન આવૃત્તિને સવિશેષ સમૃદ્ધ બનાવી રહ્યો છું.
૧૯૨૨ થી ૧૯૩૧ સુધીના સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરમાંથી જે પ્રકાશનો અમે આપતા હતા, તેમાં આપણા મૃત્યુખોળે ખરી પડતા રાષ્ટ્રવીરોની ઝડપી જીવનકથાઓ અને પરપ્રજાએાની આઝાદીની લડતની
કથાઓ એ દાયકાના યુવાનોના ઘડતરમાં ઠીક ઠીક ભાગ ભજવનાર બની હતી '૩૧ - '૩૨ સુધીના યુવાનોનું વાચન એ પુસ્તકોથી સમૃદ્ધ બનતું રહ્યું.
તે પછી આ પુસ્તકો આંહીંના કાર્યાલયની પરિસ્થિતિને કારણે પ્રસિદ્ધિમાંથી જ લટકતાં ગયાં અને ક્રમે ક્રમે તેમનો કેડો લગભગ ઘસાઈ ગયો. આજે સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરને પુનર્જીવિત કરવાનો મારો યત્ન ચાલે છે. 'કાઠિયાવાડના ઘડવૈયા' એ પુનરૂદ્ધારના શ્રીગણેશ લેખે જ પ્રજાને ગયે વર્ષે અપાયું, અને પ્રજાએ એ અણધારી ઝડપે ઉપાડી લઈ પ્રથમાવૃત્તિ ખતમ કરી. સૌ. સા. મં. ને 'રર થી '૩૧નો આકર્ષણ-કાળ તાજો થયો.
તે પછી 'આપણે આંગણે ઊડનારાં' એ નામનું પક્ષીઓની દુનિયાનાં રમ્ય, રોમાંચક અને રહસ્યભર્યા સત્યો વર્ણવતું સચિત્ર અને દળદાર પુસ્તક, વિદ્યાર્થીઓ ને વિદ્વાનો, બાળકો ને સ્ત્રીઓ બધાં જ વાંચે તેવી શૈલીમાં 'ઘડવૈયા'ના જ લેખકોએ લખેલું, પ્રકટ થવાને હવે વાર નથી.
દરમીઆનમાં આ બે તેમજ 'ઝંડાધારી'ની જીવનકથાઓની નવી આવૃત્તિ થાય છે તે નવા દાયકાના યુવાનોની સ્નેહસાંકળને ગયા દાયકામાં ગવાયેલા રાષ્ટ્રવિધાયકો સાથે જોડી દેશે.
તે પછીનું નવું સાહસ કૂલછાબ પ્રકાશનમાળાનું હાથ લીધું છે, જેની ડેમી ૮૦ પાનાંની અકકેક સુંદર પુસ્તિકા દર આઠ જ આને દર પખવાડીએ પ્રકટ થનાર છે. પહેલી પુસ્તિકા આવતી. તા. ર-૧૦-'૪ર ના રોજ, મહાત્માજીની જન્મગાંઠના મંગલદિને બહાર પડશે.
| રાણપુર ૨૭ : ૯ : '૪૨ |
} |
બરાબર શ્રી શ્રદ્ધાનંદજીની ચોથી સંવત્સરી ઉપર જ આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી શકાય છે એ લેખકનું સદ્ભાગ્ય છે. તરૂણજીવનના કૈં કૈં કોયડા રજૂ કરતી અને તેનો વીરતાભર્યો ઉકેલ કાઢતી આ આપવીતી ગુજરાતનાં હજારો યુવાન-યુવતીઓની રગેરગમાં સીંચાઈ જાય એ જોવાની આકાંક્ષા છે.
| રાણપુર ૧૫ : ૧૨ : '૩૧ |
પહેલી આવૃત્તિ માર્ચમાં છપાઇ નવ માસમાં બે હજાર નકલો ખૂટી જતાં આ ડીસેમ્બરમાં જ બીજી આવૃત્તિ કાઢવાનું સૌભાગ્ય આ પુસ્તકને પ્રાપ્ત થયું છે તે પુસ્તકના નાયક પ્રતિનો પૂજ્યભાવ અને પુસ્તકના સંપાદક પ્રતિનો વાંચનારી દુનિયાનો પ્રેમ બતાવે છે. પૂજ્ય સ્વામીનું જીવન આપણાં ઘેરેઘેર વંચાય, હૃદયેહૃદયમાં સ્થપાય અને ડગલે ડગલે અનુસરાય એ મનોકામના, ભાવના અને પ્રાર્થના છે.
| રાણપુર ૨૮ : ૧૨ : '૨૭ |
} |
આ પુસ્તકના સંપાદન પરત્વે નીચેનાં પુસ્તકોનો ઋણસ્વીકાર કરૂં છું.
૧. કલ્યાણ-માર્ગકા પથિક : સ્વામીજીનું પોતાનું લખેલું અને કાશીના જ્ઞાનમંડળ કાર્યાલયે કેવળ સેવાભાવે જ પ્રગટ કરેલું આ આત્મવૃત્તાંત આપોઆપ વડોદરા આર્યકુમાર પુસ્તકાલયના
મંત્રીજીએ મોકલી આપેલું. તેનાં કુલ ૨૦૦માંથી ૬૭ પૃષ્ટોમાં મેં અર્ક નિચોવી લઈ એ પુરુષવરની જ વાણીમાં મૂકેલ છે. પરંતુ સ્વ. સ્વામીજીના વિચારો કે ઉદ્ગારો સાથે છૂટ લીધી નથી.
૨. The Gurukul through European eyes
૩. 'બંદીઘરકે બિચિત્ર અનુભવ' સ્વામીજીનું લખેલું.
૪. 'અલંકાર' માસિકનો શ્રદ્ધાનંદ–બલિદાન અંક.
એ ત્રણે નાની ચોપડીઓ કાંગડી ગુરુકુલમાંથી શ્રી શંકરદેવ વિદ્યાર્થીએ મોકલી હતી તેમાંથી પણ દોહન કરેલું છે.
એ તમામ અજાણ્યા સહાયકોનો હું વારંવાર આભાર માનું છું.
આ મહાપુરુષનું ટૂંકું છતાં સંગીન ચરિત્ર આપવાની ઉમેદ હોવાથી જરૂરી સામગ્રી મેળવતાં અને વલોવતાં વિલંબ થયો છે; છતાં જેટલું અપાયું છે તેથી અધિક હજુ અપ્રગટ પડ્યું છે. એમને પોતાને પોતાનું આત્મ–ચરિત્ર લખવાનો આગ્રહ વારંવાર થયેલો, પરંતુ આત્મસ્તુતિને અને એને કટ્ટર વેર હતું. તેથી એમના પ્રાણમાં સંઘરાયેલી વાતો તો હવે ખાક થઈ છે, છતાં એમના બચપણના મિત્ર ભાઈ પરમાનંદ, લાલા હંસરાજ વગેરે તેમ જ એમના અંતેવાસી પટ્ટ શિષ્ય લાલા ફિરોઝચંદ એ બધાની પાસે સદ્દગતનાં ઢગલાબંધ ઉમદા સંસ્મરણો છે, એ તમામ સામગ્રીને પ્રગટ કરવાનો નિશ્ચય લાલા ફિરોઝચંદે કરેલો છે. કદાચ એને વાર લાગશે. આજ તો એ બધાનાં હૃદય વ્યથામાં તેમ જ સદ્ગતની સેવા-પ્રવૃત્તિઓને અવિરત રાખવાના પ્રયત્નોમાં ડૂબ્યા છે. પરંતુ એ સંઘરેલો ઇતિહાસ જ્યારે બહાર પડશે. ત્યારે અમારે તો આ ભાગની અપૂર્ણતા પૂરવા
માટે એક બીજો ભાગ આપવાનો જ રહેશે. એ પૂરવણીમાં સદ્ગતનાં વિપૂલ અને વિસ્મયકારી લેખનોમાંથી પણ યથોચિત દોહન કરી લેવાશે.
આ પુસ્તકની કેટલીએક જરૂરી લેખન-સામગ્રી પૂરી પાડનાર તેમ જ ઇંતેજારીભર્યો આત્મીય ભાવ દર્શાવનાર બંધુ શ્રી શંકરદેવ વિદ્યાલંકાર (ગુરૂકુલ-સુપા : નવસારી) અમારા આભારના અધિકારી છે. બીજો આભાર લાલાજી રચિત પુસ્તકો પૂરાં પાડનાર બંધુ શ્રી રંગીલદાસ કાપડીઆનો થયો છે.
પુસ્તક બે વિભાગમાં વહેંચાયું છે: પ્રથમ વિભાગ 'જીવન-કથા'ના લખનાર ભાઈશ્રી કકલભાઈ કોઠારી છે, બીજો 'જીવન-સ્મૃતિ' નો ભાગ ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યો છે.
| સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર રાણપુર : ૧ : ૨ : ૨૯ |
} |
નરવીર લાલાજી'ની પહેલી આવૃત્તિમાં બે વિભાગ હતા : તેમાંથી જીવન-કથાનો ભાગ ઉડાવી દીધો છે. એમાંના પ્રસંગો-લગભગ તમામ આ બાકી રહેલ જીવન-સ્મૃતિમાં સંકળાઈ જાય છે. તે છતાં ચોપડી દસ આનાની હતી, તે ચાર આને આપી શકાય છે.
વસ્તુને જફા પહોંચાડયા વિના આવું વિભૂતિ-સાહિત્ય પાણીમૂલે આપી શકાય એ એક જ નેમથી આ ફેરફાર કર્યો છે.
'બહારવટિયો જોગીદાસ' અને 'એાળીપો' પછી, ચાર આનાની ચે૫ડીની યોજનાનું આ ત્રીજું ફળ છે.
| સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર અધિક આષાઢ ૧૯૮૭ |
} |
સૌરાષ્ટ્રની રસધાર ભા. ૧ થી પ ૯-૮-૦
સોરઠી બહારવટિયા ભા. ૧ થી ૩ ૪-૮-૦
રઢિયાળી રાત ભા. ૧ થી ૪ ૪-૧૪-૦
ચૂંદડી ભા. ૧ થી ૨ (_) ૧-૬-૦
નિરંજન [ નવલકથા ] ૨-૦-૦
વસુંધરાનાં વહાલાંદવલાં " ૧-૮-૦
સોરઠ, તારાં વહેતાં પાણી " ૨-૮-૦
અપરાધી " ૨-૮-૦
વેવિશાળ " ૨-૮-૦
સમરાંગણુ " ૧-૮-૦
રા” ગંગાજળિયો " ૧-૮-૦
તુલસીક્યારો. " ૨-૮-૦
ગુજરાતનો જય ભા. ૧-૨ " ૩-૮-૦
સત્યની શોધમાં " ૧ - ૦ - ૦
પ્રતિમાઓ [ ટૂંકી વાર્તાઓ ] ૧-૧૨-૦
પલકારા " ૧-૮-૦
પુરાતન જ્યોત શાહજહાં ૧-૦-૦
[સંતકથાઓ] ૧-૮-૦ રાણો પ્રતાપ ૧-૮-૦
એકતારો જેલ ઓફિસની બારી
[કાવ્યસંગ્રહ] ૧-૦-૦ ૧-૭-૦
યુગવંદના " ૨-૦-૦ વેણીનાં ફૂલ ૦-૮-૦
કંકાવટી ૧–૨ ૧ ૧ ૦-૦ કિલ્લોલ ૦-૮-૦
દાદાજીની વાતો ૦- ૮ - ૦ ડેાશીમાની વાતો ૦-૮-૦
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય : ગાંધી રસ્તો : અમદાવાદ
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
