સર્જક:દાસી જીવણ

વિકિસ્રોતમાંથી

કૃષ્ણ ભક્ત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલા વર્ષે પણ જનમાનસના હૈયામાં પોતાનુ સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યુ છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યા જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રનાં મીરાંબાઈ પણ કહેવાય છે.

દાસી જીવણની રચનાઓ[ફેરફાર કરો]

દાસી જીવણની રચનાઓ વિશે પણ બે અભિપ્રાય જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે તેમની ૧૦૮ રચનાઓ છે, તો સંતવાણીના ખ્યાતનામ વિદ્વાન ડૉ. નિરંજન રાજ્યગુરુના અભિપ્રાય પ્રમાણે ૧૭૦ રચનાઓ છે. તેમના ભજનોમાં દાસીભાવ જોવા મળે છે. નીચે તેમનાં 21 ભજનો પૂર્ણરૂપે અને બીજાં કેટલાંક પ્રચલિત ભજનોની યાદી આપેલ છે.

ભજન

આ પણ જુઓ[ફેરફાર કરો]

દાસી જીવણ ગુજરાતી વિકિપીડિયા પર.