લખાણ પર જાઓ

નિરંજન

વિકિસ્રોતમાંથી
નિરંજન
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
પગ લપસ્યો →


નિરંજન





ઝવેરચંદ મેઘાણી






ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે * ગાંધી માર્ગ * અમદાવાદ-૩૮૦૦૦૧

Niranjan

a novel by Jhaverchand Meghāņi
Amadavad : Gurjar Grantharatna Karyalay
Ed. 3: 1946, reprinted 2003

Price Rs. 80


: આવૃત્તિઓ:

પહેલી1936, બીજી 1941, ત્રીજી 1946,
પુનર્મુદ્રણ 1957, 1969, 1997, 2003
'મેઘાણી ગ્રંથાવલી' (ખંડ 3)માં 1975, 1981

પ્રત: 1250

પાનાં: 8+212 = 220


કિંમતઃ રૂ. 80


અમર ઠાકોરલાલ શાહ

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ

અમદાવાદ 380 001


: કમ્પ્યુટર અક્ષરાંકન :

અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ
10 બીરવા રો હાઉસિસ, બોપલ, અમદાવાદ 380 058

ફોનઃ 373 5590. ઈ-મેલઃ apu@vsnl.com


: મુદ્રક :

ભગવતી ઑફસેટ
15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,

અમદાવાદ 380 004












અર્પણ
સહધર્મચારિણી ચિત્રાને










જીવ પાત્રાલેખન જેવું જ મેઘાણીની કલાનું મહત્ત્વનું તત્ત્વ એનું વાતાવરણ છે. ઘરગથ્થુ ટૂંકા જીવંત વાર્તાલાપ દ્વારા મેઘાણી જેમ એક તરફથી પાત્રના વ્યક્તિત્વને બહલાવી શકે છે તેમ બીજી તરફથી વાતાવરણના રંગોને પણ બહાર લાવી શકે છે. અને એમનાં વ્યક્તિઓનાં, સૌંદર્યના કે અભિનયના અથવા સ્થળનાં, સમયનાં કે પરિસ્થિતિનાં વર્ણનો એ વાતાવરણને આપણી કલ્પના પાસે પ્રત્યક્ષ કરવામાં ઓછો ભાગ નથી ભજવતાં. એ વર્ણનોનું ઘણું મોટું સામર્થ્ય વસ્યું છે એમની અભિનવ ઉપમાઓમાં. ઉપમાઓનું જેટલું વૈવિધ્ય, જેટલી અભિનવતા અને જેટલું સૌંદર્ય મેઘાણીમાં છે એટલું કદાચ આપણા કોઈ પણ નવલકથાકારમાં નહીં હોય. એ ઉપમાઓને લીધે ચિત્રો ખડાં થાય છે અને સ્થાનિક વાતાવરણનો રંગ જામે છે. આને પરિણામે મેઘાણીની નવલકથા વાંચી રહ્યા બાદ ચિત્ત જાણે અત્યારે નામશેષ થઈ ગયેલા કોઈ મધ્યયુગની અનુભવયાત્રા કરી આવ્યું હોય એવો ભાવ ધારી રહે છે અને ક્યાંય સુધી એની સ્મૃતિઓ અંતરમાં સળવળ્યા કરે છે.

મનસુખલાલ ઝવેરી




નિવેદન


[પહેલી આવૃત્તિ]

આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી.

આજે 'નિરંજન' પુસ્તકનો અવતાર પામે છે. એ નવા અવતારમાં વાર્તાની થોડીએક રેખાઓ સંપૂર્ણ પરિવર્તન પામી છે, તેટલું ન જણાવું તો વાચકોનો વિશ્વાસભંગ કર્યો કહેવાય. અસલ લખાણમાં નિરંજનને મેં સરયુ જોડેના લગ્નને પણ વિસર્જન દેતો આલેખ્યો હતો. આવો અંત નથી મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બંધબેસતો, કે નથી વાર્તાની વસ્તુ-સંકલના જોડે મેળ ખાતો, એવો ઠપકો મને 'નિરંજન'માં ખૂબ બારીક રસ લેનારાઓએ આપ્યો: કેટલાકે લખીને અને કેટલાકે રૂબરૂ મળીને.

એ વસ્તુ મારા અંતરમાં મહિનાઓ સુધી ઘોળાતી રહી. મારી ભૂલ મને પણ હૈયે વસી. પરિણામ વાચકોની પાસે છેલ્લાં બે પ્રકરણોમાં રજૂ થાય છે.

'નિરંજન' લખ્યા અગાઉ લાંબી વાર્તાઓ બે લખી છે, પણ તેની પછવાડેની ભૂમિકા મને તૈયાર મળેલી. તદ્દન સ્વતંત્ર ભૂમિકા પર રચાયેલી આ મારી પહેલવહેલી નવલકથા છે.

આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ 'નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે.

અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી 'નિરંજન’ મેં હજુ પણ જોયું નથી.

ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઈચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું ‘નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે.

મુંબઈઃ 15-9-1936

[બીજી આવૃત્તિ]

સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ 'નિરંજન’ મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે.

જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો.

બેએક વર્ષ પર જ્યારે મહારાષ્ટ્રીયન કવિ અને વિદ્વાન શ્રી માધવ જ્યુલિયનનું અવસાન થયું ત્યારે હું મુંબઈમાં હતો. એમના વિશે માહિતી મેળવવા મહારાષ્ટ્રી નાટ્યકાર શ્રી મામા વરેરકર પાસે જતાં, પહેલી જ જે વાત મામાએ મને કહી તે આ હતી કે, તારું ‘નિરંજન’ સ્વ. માધવરાવે વાંચેલું અને બહુ વખાણેલું.

તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઈતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો ‘નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની

એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદ્રષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.

‘નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદ્રષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ, કર્યું છે. તદુપરાંત 'મિનારા પર' તેમ જ 'ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે

રાણપુરઃ 25-9-1941
ઝવેરચંદ મેઘાણી
 


ક્રમ
નિવેદન ... ... ... ... [5]


પગ લપસ્યો
શ્રીપતરામ માસ્તર ૧૦
ભૂલો પડેલો! ૧૪
પ્રત્યેક મહિને ૧૭
દાદર પર ૨૦
દીવાનસાહેબ ૨૭
પુત્રીનું પ્રદર્શન ૩૩
મનની મૂર્તિઓ ૪૦
પ્રો. શ્યામસુંદર ૪૫
૧૦ ઝાંઝવાનાં જળ ૪૯
૧૧ નવો તણખો ૫૨
૧૨ નવો વિજય ૫૬
૧૩ સ્નેહની સાંકળી ૬૦
૧૪ ભાઈની બહેન ૬૬
૧૫ ત્રણ રૂમાલ ૭૧
૧૬ દીવાદાંડી ૭૮
૧૭ મિનારા પર ૮૧
૧૮ વંટોળ ૮૭
૧૯ “ગજલું જોડીશ મા!" ૯૨
૨૦ વાત્સલ્ય ૯૬
૨૧ નવીનતાની ઝલક ૯૮
૨૨ માસ્તરસાહેબ ૧૦૨

૨૩ એને કોણ પરણે? ૧૦૫
૨૪ નિરંજન નાપાસ ૧૧૨
૨૫ મનનાં જાળાં ૧૧૭
૨૬ બાપડો ૧૨૨
૨૭ સાન આવી? ૧૨૬
૨૮ સરયુનો હાથ ૧૩૦
૨૯ દયાજનકતાનું દશ્ય ૧૩૩
૩૦ છોકરીઓ પર દયા ૧૩૭
૩૧ દયાપાત્ર ૧૪૦
૩૨ પામરતાની મીઠાશ ૧૪૩
૩૩ વિજયની ગ્લાનિ ૧૪૯
૩૪ નવું લોહી! ૧૫૧
૩૫ જુવાનોનાં હૈયાંમાં ૧૫૬
૩૬ 'મારા વહાલા!' ૧૬૨
૩૭ વિકૃતિ કે પ્રકૃતિ? ૧૬૬
૩૮ વિજય – કોલાહલનો ૧૭૧
૩૯ બદનામ ૧૭૫
૪૦ ભર્યો સંસાર ૧૭૭
૪૧ બે ક્ષુધાઓ ૧૮૪
૪૨ તોડી નાખું? ૧૮૭
૪૩ વિસર્જન કે નવસર્જન? ૧૯૩

ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન ... ... ... ... [૨૦૭]
મેઘાણી-સાહિત્ય ... ... ... ... [૨૧૦]


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.