લીલુડી ધરતી - ૨
લીલુડી ધરતી - ૨ ચુનીલાલ મડિયા ૧૯૫૭ |
અપરાધ અને આળ → |
લીલુડી ધરતી
ભાગ બીજો
ચુનીલાલ મડિયા
એવું રે તપી રે ધરતી એવું રે તપી
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.
(‘સરવાણી’)પ્રહ્લાદ પારેખ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
Leeludi Dharati : Gujarati Novel
by : Chunilal Madia
Published by : N. S. Mandir,
Bombay−2, & Ahmedabad−1
© Daksha Madia
પુનર્મુદ્રણ : ૧૯૮૯
કિંમત : રૂ. ૫૧−૦૦
સેટનું મૂલ્ય રૂ. ૧૦૦−૦૦
પ્રકાશક :
ધનજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ−૩૮૦ ૦૦૧
મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧
‘હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણેકણ ઊગો. આ પાકી ગયેલા પડખેના ખેતરમાં લાણી પડવા દો.
‘તરસ્યાં પશુઓ માટે થળાં તૈયાર કરો. આ સદાય ભર્યા ઊંડા શુકનવંતા કૂવામાંથી પાણી સીંચવા માંડો.
‘થળાં તૈયાર છે; ઊંડા ને શુકનવંતા કૂવામાં ડૂબેલ કોસ છલકે છે. ખેંચો, પાણી ખેંચો.
‘હે ક્ષેત્રપાલ ! અમારા ખેતરમાં સ્વચ્છ, મધુર ને ઘી જેવો, આનંદદાયી, અતૂટ, અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો. મેઘરાજા ! અમારા પર પ્રસન્ન થાઓ.
‘બળદો, આનંદથી કામ કરો. માણસો, આનંદથી કામ કરો; હળ, આનંદથી ચાલો. આનંદથી નાડળ બાંધો; આનંદથી બળદો હાંકો.
‘ઇન્દ્ર ! આ ચાસને સ્વીકાર. પૂષન્ ! એને આગળ લઈ લે. વરસાદના જળે એ ભરાઈ જાય, અને વર્ષોવર્ષ અમને ધાન્ય આપે.
‘ચવડું જમીનમાં આહ્લાદથી ચાલો, માણસો બળદોની વાંસે વાંસે આહ્લાદથી ચાલો. પૃથ્વીને મધુર વરસાદથી ભીંજવો. હે દેવો ! અમારા પર સુખ વરસાવો.
We are created from and with the world
To suffer with and from it day by day.
(Canzone)—W. H. Auden
Fear the time when Manself will not suffer and die for a coneept; for, this one quality is the foundation of Manself.
નિવેદન
(પહેલી આવૃત્તિ)
‘જન્મભૂમિ’ દૈનિકમાં ૧૫મી નવેમ્બર ૧૯૫૬ થી ૧૪મી સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાના લેખનમાં નિમિત્ત બનાવવાનો યશ એ અખબારના તંત્રીને ફાળે જાય છે. શ્રી સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા લખવાનો આગ્રહ ન કર્યો હોત — અથવા તો, એ સૂચન કર્યા પછી ચારેક મહિના સુધી મેં સેવેલા પ્રમાદ દરમિયાન એમની ધીરજ ખૂટી ગઈ હોત — તો આ કૃતિ ભાગ્યે જ આકાર પામી હોત. વળી, આરંભમાં, પાંચ-છ મહિનામાં પૂરી કરવા ધારેલી આ વાર્તા બમણો સમય ચાલી એ દરમિયાન પણ સંસ્થાના સંચાલકોની ધીરજ ખૂટી ન ગઈ, અને અઠવાડિક હપ્તાઓ તૈયાર કરવામાં મારી લગભગ અક્ષમ્ય ગણાય એવી અનિયમિતતા પણ નિભાવી લીધી, એ બદલ એમનો આભારી છું.
‘જન્મભૂમિ’ના સંપાદકો—અને મારા ભૂતપૂર્વ સાથીઓ—શ્રી હિંમતલાલ પારેખ, શ્રી મનુભાઈ મહેતા અને શ્રી મગનલાલ સતીકુમારે આ વાર્તાના લેખનમાં બહુ ઊંડો રસ લીધો છે તથા એના હપ્તાવાર પ્રકાશનની ઉમળકાભેર માવજત કરી છે એની નોંધ લઉં છું.
હપ્તાવાર મુદ્રણ દરમિયાન શ્રી જીવણલાલ જાની અને એમના સાથીઓએ તથા ગ્રંથપ્રકાશનમાં શ્રી ગોપાળરાવ વિદ્વાંસ અને ગ્રામલક્ષ્મી મુદ્રણાલયના કાર્યકરોએ જોડણીશુદ્ધિની જવાબદારી ઉઠાવીને મારું કામ ઘણું જ સરળ કરી આપ્યું છે.
મારા પતિએ આ નવલકથામાં કોઈ ફેરફાર વિચાર્યો કે નોંધ્યો ન હતો. એથી આ કેવળ પુનર્મુદ્રણ છે.
|
|
⚫
ભાગ−૨
|
|
આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.