લખાણ પર જાઓ

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન

વિકિસ્રોતમાંથી
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
ડાહ્યાભાઈ દેરાસરી












સાઠીના સાહિત્યનું દિગ્દર્શન.






ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
 
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી હીરક મહોત્સવ ગ્રંથમાળા નં. ૧


સાઠીના સાહિત્યનું દિગ્દર્શન.



લેખક

ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી,

એમ. આર. એ. એસ., એફ. જી. એસ.,
પ્રકૃષ્ટ ભૂસ્તરવિજ્ઞાનનું સિધ્ધિપત્ર ધારનાર,
બેરિસ્ટર-એટ-લો, એડવોકેટ હાઈકોર્ટ મુંબાઈ.


સરળ અર્થશાસ્ત્ર, સરળ રસાયનશાસ્ત્ર, સરળ પદાર્થવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર,

બુલબુલ, હરિધર્મશતક, અમારાં આંસુ, મધુભૃત ઇ. ઇ. ના
લેખક, કાન્હડદે પ્રબંધના સંપાદક અને અનુવાદક
અને રણજીતસિંહના અનુવાદક.


——♦——

છપાવી પ્રસિદ્ધ કરનાર
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી

હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ, બી. એ.,
આસિ. સેક્રેટરી.




સંવત ૧૯૬૮
સને ૧૯૧૧
 

કીંમત બાર આના.









અમદાવાદ
પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્કસમાં ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરે છાપ્યું.
.



ઉપોદ્‌ઘાત.

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સ્થપાયાને ૧૯૦૮ માં સાઠ વર્ષ પૂરાં થયાં તે અતિ આનંદદાયક પ્રસંગ નિમિત્તે સોસાઈટીનો હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને એ આનંદના પ્રસંગ નિમિત્તે સાહિત્યને લગતાં અમુક ખાસ કાર્યો કરવાની જે યોજના કરવામાં આવી હતી તે અન્વયે નીચેનાં પુસ્તકો તૈયાર થયાં છે:—

૧ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન.
રૂ. ૦–૧૨–૦
કીંમત
૨ ગુજરાતી ભાષાનો કોશ
રૂ. ૦—૮–૦
( સ્વર વિભાગ )

ગુ. વ. સોસાઇટી ઓફીસ,

તા. ૨૦–૧૨–૧૯૧૧.







સર્વ હક્ક સ્વાધીન.



પ્રસ્તાવના.
———•———

આવા ગ્રંથને પ્રસ્તાવનાની બહુ જરૂર જણાતી નથી, છતાં એક બે બાબતો કહેવી જોઇએ એમ પણ છે.

પ્રેમાનંદ જેવા સર્વોપરી કવિનાં કાવ્યોની કિંમત અને ગણના છેક આ કાળમાં થાય છે. શેક્સ્પીઅર જેવા કવિની કિંમત પણ તેમની પછીના જમાનામાં જ થઇ હતી. વળી એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેનો મોહ લાગે છે, તથાપિ કાળે કરીને ઉભરો શમી જતાં તે ઉતરી જાય છે, અગર ઓછો થાય છે. પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઇ, ઝોલાં ખાઈ આખરે પોતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે; કેટલાક તળીએ બેસે છે, કેટલાક અધવચ રહે છે અને કેટલાક સપાટીપર તરતા રહે છે. પુસ્તકોની બાબતમાં આવો જ નિયમ હોય એમ અમારૂં માનવું છે. કેટલાંક થોડો કાળ વાહ વાહ બોલાઇ પછીથી વિસરી જવાય છે ત્યારે કેટલાંક પ્રજાની દૃષ્ટિ આગળ સર્વદા રહીને વાંચનારને આનંદ આપે છે. કેટલાંકને ફરી ફરી વાંચતાં તેમાં નવો નવો આનંદ સ્ફુરે છે. પદાર્થ કઇ જગાએ સ્થિર થશે, કીયું પદ પ્રાપ્ત કરશે–તેનો નિર્ણય સમયને આધીન છે. ગૂજરાતી સાહિત્યમાં પ્રકટ થયેલાં પુસ્તકોને માટે પણ આમ જ કહી શકાય.

આમ હોવાથી પુસ્તકોને માટે પણ અભિપ્રાય બે રીતનો હોય. જે કાળે તે પ્રકટ થયું હોય તે કાળના લોકોનો અને બીજો હવે પછીની પ્રજાનો. અમુક પુસ્તકને માટે હવે પછીની પ્રજા શો અભિપ્રાય બાંધશે તે તો ભવિષ્યની વાત છે. ટૂંકામાં ગુજરાતી વાચકવૃન્દનો અભિપ્રાયથાળે પડીને અમુક પુસ્તક પ્રજાની દૃષ્ટિએ કેવું અને કેટલું કિંમતી જણાશે એ નિર્ણયને માટે હજુ ઘણાં વર્ષ લાગશે. જે સમયમાં પ્રકટ થયેલા સાહિત્યનું આ પુસ્તકમાં દિગ્દર્શન થાય છે તે સાઠી એટલે સાઠ વર્ષનો છતાં ટૂંકો છે. એટલુંજ નહિ પણ બહુ પાસેનો છે. આમ હોવાથી અમારો એકલાનો આધીન અભિપ્રાય જ આપવા ધૃષ્ટતા કર્યા કરતાં તેમના પ્રકટ થવાના


કાળમાં તે પુસ્તકોને માટે શું કહેવાયું હતું અને તેમની કેવી કિંમત અંકાઇ હતી તે પણ જણાવવાની કાળજી રાખી છે.

ઇશ્વર કૃપાથી ઘણા લખનારાઓ હયાત હશે. કોઈ પણ વ્યક્તિને માટે રાગદ્વેષની છાયા ધરાધરી મનમાં પ્રવેશ થવા દીધી નથી. જેમ લાગ્યું તેમ શુદ્ધ અંતઃકરણથી લખ્યું છે. છતાં અજાણ્યે પણ કોઈનું મન દુભવવા જેવું લખાયું હોય તો તે તેવા હેતુ પુરસ્સર નથી જ લખાયું એ જણાવીને અમારી ક્ષમાની યાચના છે.

શરૂવાતમાં બિલકુલ પુસ્તકો ન હતાં. શુદ્ધ મનોભાવનાથી ઉત્સાહપૂર્વક આરંભ આદરીને જૂના મહાનુભાવોએ પ્રયત્ન કર્યો છે. તેમના શ્લાધ્ય પ્રયત્નથી ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રમાણે ગૂજરાતી અર્વાચીન સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું; ગુજરાતી પ્રજાને વાંચવા લખવાનો સ્વાદ લાગ્યો. સ્વાદ લાગતાં તેના પ્રમાણમાં જ પુસ્તકો પ્રકટ થવા લાગ્યાં. પોતાના સ્તુત્ય શ્રમ અને ઉચ્ચ આશાઓ ફળીભૂત થયેલી જોવાને ઓન. એ. કે. ફોર્બ્સ અને બીજા યત્નશાળી પુરૂષો જીવતા હોત તો તેમનો આનંદ કેટલો અને કેવો હોત ! હાલ હજારોથી ગણાય એટલાં પુસ્તક થયાં છે. સમગ્ર પુસ્તક વૃદ્ધિનો નિર્ણય કરવો સુગમ નથી, પરંતુ આજથી પચીશેક વર્ષ ઉપર સ્વ. નવલરામને ગૂજરાતી ભાષામાં પુસ્તકોની ઉત્તરોત્તર થતી વૃદ્ધિ જોઇને આનંદ થયો હતો. ત્યારપછીનાં પચ્ચીશ વર્ષમાં ઘણાંક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાનાં ઘણાંખરાં ભાષાન્તરો, રૂપાન્તરો અને કેટલાંક મૂળ ગ્રંથો પણ છે. આ વૃદ્ધિ ચોપાનીઆં કે ચીંથરીઆ ચોપડીઓથી શરૂ થઈ હતી. પણ કાળે કરીને નમાલાં પુસ્તકો પોતાને મોતે મરી ગયાં છે. ચીંથરીઆ ચોપડીઓ, પણ પ્રમાણમાં ઓછી નીકળે છે.

સ્વ. નવલરામના અભિપ્રાય પ્રમાણે તે કાળે નીકળતાં પુસ્તકોમાં ‘ઘણાંક તો ખરેખર સારાં હતાં. સારાં તે છપાઈમાં, કદમાં, વિષયમાં, અને શૈલીમાં પણ.’ આ વૃદ્ધિ એવી તો જોશભેર હતી કે સ્વ. નવલરામને કોઈ મોટા ત્રિમાસિક પત્રદ્વારા ‘વિવેચન’ ની જરૂર જણાઇ હતી. એ કાળ કરતાં હાલ એવા વિવેચનની વધારે જરૂર છે. વર્ત્તમાનપત્રોએ વિવેચનનું કામ પચીશ


વર્ષ ઉપર પણ ‘ક્યારનુંએ’ છોડી દીધું હતું. માસિકો ઉપર ઉપરથી ત્યારે અને હાલ પણ વિવેચન કરે છે પણ સ્વતંત્ર મોટા ત્રિમાસિક વિવેચનની ખરેખાત જબરી ખોટ છે.

કેટલાક કહે છે કે આ પુસ્તકવૃદ્ધિમાં જેને સારાં જ ગણીએ એવાં પુસ્તકો ઓછાં છે, એ વાત ખરીએ હશે. પણ એવી વસ્તુ સ્થિતિમાં ‘સારાં પુસ્તકો નથી,’ ‘સારાં પુસ્તક નથી’ એમ કહીને રડવા જેવી અમારા મનની સ્થિતિ નથી. ગમે તેવી સ્થિતિમાં પણ આશા, શુભ થવાની જ સંપૂર્ણ–બળવાન આશા, અને જે મહાનશક્તિ સઘળી વસ્તુ સ્થિતિ નિર્માણ કરે છે તેની સર્વદા શુભ કરવાની જ ધારણા ઉપર અને ગુણ ઉપર તેવો જ સંપૂર્ણ બળવાન વિશ્વાસ, એ અમારાં વિશિષ્ટ લક્ષણો હોઇને ગૂજરાતી ભાષાનું ભવિષ્ય અમને સુંદર અને તેજસ્વી જણાય છે.

હિંદુસ્થાનની સનંદી નોકરીવાળા કલેક્ટર મી. જે. ડબલ્યુ–વેર સાહેબ ગુજરાતી ભાષાના ખરેખરા ભક્ત હતા. ગુજરાતી ભાષાનું એમનું જ્ઞાન, ગુજરાતી ભાષાપર એમની પ્રીતિ અને એની ચઢતી તરફ એમનો પ્રયાસ અગાધ અને સાનંદાશ્ચર્ય ઉપજાવે એવો હતો. આવું પુસ્તક રચાયલું જોવાની એમની ઉત્કંઠા હતી. એટલું જ નહિ, પણ કાંઈક સંકલ્પ ધરાધરી કર્યો હતો. આવા એક ભાષા ભક્તના અકાળ અવસાનથી એમણે આદરેલો સબળ પ્રયત્ન પડી ભાગીને ગુજરાતી સાહિત્યને ખોટ ગઇ છે તેની દીલગીરી સાથે નોંધ લેવી જરૂરી જણાય છે.

આ પુસ્તકને અંગે ઘણા મિત્રોને તસ્દી આપવી પડી છે. તેમનો અને તેમાં એ ભાઇશ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો ઉપકાર માનવો ઘટે છે. આ પુસ્તકમાં માત્ર દિગ્દર્શન જ છે છતાં તેમાં ઘણી અપૂર્ણતા અને ખામીઓ હશે, તેમજ છાપવામાં નજરચૂક થઈ હશે. થોડી મુદતમાં બીજી આવૃત્તિ નીકળશે તે વખત મિત્રોની જે જે સૂચનાઓ થશે તે ઉપર વિશેષ લક્ષ આપીશું. હાલ તો અમારા દોષને માટે ક્ષમા જ મળશે એવી વાંચ્છના છે.

ગૂજરાતી સાહિત્યનો સર્વાંગે વિસ્મયકારક વિકાશ થશે એટલુંજ માત્ર હૃદયથી ઇચ્છી વિરામીએ છીએ.

———•———

અનુક્રમણિકા.
———♦———
પ્રથમ ખંડ.
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

પ્રકરણ ૧.
સાઠીની સ્થિતિ.

પ્રકરણ ૨.
કેળવણીની શરૂઆત અને સ્થિતિ.૧૨

પ્રકરણ ૩.
અમદાવાદમાં સાહિત્યને અઙ્ગે ચળવળ–ગુજરાત વર્નાક્યુલર
સોસાયટી–ફોર્બ્સ જીવન ચરિત્ર.૨૨

પ્રકરણ ૪.
તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.૩૪

પ્રકરણ ૫.
મુંબાઈ, સુરત, કાઠીઆવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.૪૪

દ્વિતીય ખંડ.
સાઠીનું વાઙ્મય.

પ્રકરણ ૧
ઉપોદ્‌ઘાત.૫૧

 પ્રકરણ ૨.
શાળોપયોગી ગ્રંથો—૧ લેખનકળા; ૨ વ્યાકરણ; ગુજરાતી,
સંસ્કૃત; ૩ ગણિત, બીજગણિત, અંકગણિત, ભૂમિતિ, ત્રિકો-
ણમિતિ; ૪ વાચનના ગ્રંથો, દ્વિભાષિક, વાંચનમાળા; ૫ કુંચીઓ,
અર્થ, પરચુરણ.૫૨

પ્રકરણ ૩.
સાહિત્ય, ૧ લેખકસંગ્રહ, ૨ નાટક.૫૯

પ્રકરણ ૪.
સાહિત્ય ( ચાલુ ) ૩ કવિતા, ૪ ગીતસંગ્રહ. ૧૧૬

પ્રકરણ ૫.
સાહિત્ય ( ચાલુ)–ગદ્ય ગ્રંથો, ૧. કહેવતો; ૨ નિબંધો અને બીજા
ફુટકળ વિષયના ગ્રંથો; ૩ નવલકથા; ૪ વિનોદ, બોધ, પરિહાસ
તથા હાસ્ય રસ ( હ્યુમર ) ૧૬૩

પ્રકરણ ૬.
ઇતિહાસ અને ભૂગોળ, ૧ જન્મચરિત્ર અને વંશાવળી; ૨ ઇતિ–
હાસ; ૩ નાતોની હકીકત; ૪ ભૂગોળ, સ્થળ વર્ણન; પ પ્રવાસ,
ભોમીયા; ૬ પંચાંગ.૧૯૦

પ્રકરણ ૭.
ધર્મ અને તત્વજ્ઞાન, ૧ બ્રાહ્ય ધર્મ અને એકેશ્વર મત; ૨ હિંદુ
પંથો, તત્વજ્ઞાન વગેરે;૩ ખ્રિસ્તી ધર્મ, સુવાર્ત્તા–ધર્મ પુસ્તકોનું
સાહિત્ય–પંથના ઈતિહાસ.–સિદ્ધાંત અને રૂપકો–પ્રાર્થના, સ્તુતી
વગરે–વાર્ત્તાઓ; ૪ મુસલમાની ધર્મ; ૫ પારસી ધર્મ.૨૦૩

પ્રકરણ ૮.
ભાષા અને વિજ્ઞાન,
 ભાષા, ૧ કોષ; ર પિંગળ–અલંકાર વગેરે; વિજ્ઞાન,
 ૧ અર્થશાસ્ત્ર; ૨ સમાજશાસ્ત્ર; ૩ ન્યાય અને દર્શન સંબંધી
 ગ્રંથો; ૪ નીતિ; ૫ કેળવણી, શિક્ષણશાસ્ત્ર; ૬ વ્યવહાર અને
 ધર્મશાસ્ત્ર; ( અંગ્રેજી કાયદા, હિંદુ ધર્મ શાસ્ત્ર, મુસલમાની
 ધર્મશાસ્ત્ર, દેશી રાજ્યના કાયદા. ) ૭ પ્રકૃતિવિજ્ઞાન કિંવા
ભૌતિક વિદ્યા,; વિજળી, રસાયન શાસ્ત્ર, પ્રાણિ વિદ્યા, ખેતી-
વાડી અને વનસ્પતિશાસ્ત્ર-વાનસ્પત્ય, ખગોળ વિદ્યા અને
જ્યોતિષ, ૮ વૈદ્યક, આરોગ્ય; ૯. રમતો. ૧૦ હુન્નર અને
કળાઓ. ૧૧ સંગીત. ૨૦૭

પ્રકરણ ૯.
જૈન સાહિત્ય૨૪૪

પ્રકરણ ૧૦.
સામાયિક પત્રો, અને છાપખાનાં.૨૭૪

પૂરવણી ૧.
મુંબાઈ ઈલાકાનાં ગુજરાતી છાપખાનાં.૨૯૬

પૂરવણી ૨.
ગુજરાતી વર્ત્તમાન પત્રો, માસિકો વગેરે.૩૦૧
સૂચિપત્ર.૩૦૯


———♦———
શુદ્ધિપત્ર.


પાનુ. લીંટી. અશુદ્ધ. શુદ્ધ.
૨૬ કવિતાના કવિતાનાં
૧૦ ૨૫ કેનડીને કેણ્ડીને
૧૪ ૨૪ ગોક લોક
૧૫ ૨૦ |વષે વિષે
૧૭ ચાં ચાંદ
૧૩
૧૮ ૧૭
૧૯ ૨૬ ફેવરવાંરીનું ફેવરવારીનું
૨૨ સ્ટાએટી સાએટી
૨૨ ૨૦ ચળવિકળ ચળવળ
૨૩ ભાપણમાંથી ભાષણમાંથી
૨૪ કોઈ નેજ કોઈનેજ
૨૬ ૨૪ આધકારીઓનો અધિકારીઓને
૨૭ લેન તેના
૨૦ કહે છે કે કહેછે કે
૨૪ અવી એવી
" આવ આવે
૩૨ છે. છે,
ફાર્બ્સસ ફાર્બ્સ.
૩૭ ૧૫ અમને એમને
૪૯ ૨૩ દુરઘારામના દુર્ગારામના
૫૧ લીંટી પછી પ્રકરણ ૧ નીચે ઉપોદ્‌ઘાત
૫૧ ૧૨ પુરીપુષ્ટિ પરિપુષ્ટી



પાનુ. લીટી. અશુદ્ધ. શુદ્ધ.
૫૨ મથાળે સાઠીની સાક્ષર પ્રવૃત્તિ. સાઠીનૂં વાઙ્‌મય
૫૨ ૨૧ લેખનકળા (૧) લેખનકળા
૫૩ (૧) વ્યાકરણ (૨) વ્યાકરણ
૫૪ મથાળે સાઠીની સાક્ષર્ પ્રવૃત્તિ સાઠીનૂં વાઙ્‌મય
૫૪ ૨૪ (૨) સંસ્કૃત સંસ્કૃત
૫૫ ૨૪ मुग्धाववोध मुग्धावबोध
૫૬ મથાળે સાઠીની સાક્ષર પ્રવૃત્તિ સાઠીનૂં વાઙ્‌મય
૫૭ જાવસે જર્વિસે
૫૮ મથાળે સાઠીની સાક્ષર પ્રવૃત્તિ સાઠીનૂં વાઙ્‌મય
" ૧૯ કર્યાં કર્યા
૫૯ ચાપડી ચોપડી
૬૦ મથાળે સાઠીની સાક્ષર પ્રવૃત્તિ સાઠીનૂં વાઙ્‌મય
૬૨ " " "
૬૪ " " "
૬૫ ૨૧ શલીવાળા શૈલીવાળા
" ૨૭ વનતિ વિનતિ
૬૬ ૨૦ આધક અધિક
" ૨૭ વિધિ
૬૯ એના એ ના
૮૯ ૨૫ સંશોધન સંશોધિત
૯૧ ૨૭ આવતે આવતો
૧૦૧ ૨૪ આશ્વર્યકારક આશ્ચર્યકારક
૧૦૩ ૨૭ દશાવવા દર્શાવવા
" ૨૭
૧૦૫ ૧૬ નાંટકેમાં નાટકોમાં
૧૦૭ ૧૩ ખરખરી ખરેખરી



પાનુ. લીંટી. અશુદ્ધ. શુદ્ધ.
,, ૨૦ અ–પવિત્ર આ પવિત્ર
૧०८ સદ્દાય સદાય
૧૧૦ ૨૪ બિભત્સ બીભત્સ
૧૧૩ ૨૬ પદ્વી પદવી
૧૧૪ સ્મ્રુદ્ધિ સમૃદ્ધિ
૧૧૬ પ્રકરણ ૩ પ્રકરણ ૪
૧૧૯ ૨૭ પડે છ પડે છે
૧૩૦ શ્રેષ્ટ શ્રેષ્ઠ
૧૩૨ વિસ્તર્ણ જ્ઞાન વિસ્તીર્ણ જ્ઞાન
૧૩૬ ૧૩ બહુધાતો બહુધા તો
૧૩૭ ૨૬ રા. વિજ્યાશંકર રા. વિજયાશંકર
૧૩૮ ૨૧ ગૂઢાથદ્વારા ગૂઢાર્થદ્વારા
૧૩૯ બ્રહ્ય બ્રહ્મ
" સહદરજનો સહૃદયજનો
" અશ અંશ
" ૧૭ વના વિના
૧૪૧ ૨૩ અત્ય અંત્ય
૧૪૯ ૧૨ અવો એવો
૧૫૧ અલકારથી અલંકારથી
૧૫૨ હાય હોય
૧૫૩ ૨૭ અદ્‌ભૂત અદ્‌ભુત
" " મહતા મહત્તા
૧૫૯ ૧૩ ઉર્મિ ઊર્મિ
૧૬૨ ૧૭ સિમંત સીમંત
૧૬૩ પ્રકરણ ૪ પ્રકરણ ૪
" ગદ્યગન્થો સાહિત્ય (ચાલુ) ગદ્યગન્થો





-
પાનુ. લીંટી. અશુદ્ધ. શુદ્ધ.
૧૬૪ ગદ્યગન્થો:–નવલકથાવગેરે નવલકથા વગેરે
૧૬૮ ર૭ પહેલવેહલી પહેલવહેલી
૧૬૯ ૧૯ ઉદેશ ઉદ્દેશ
૧૭૨ દુગુણમય દુર્ગુણ મય
" ૨૦ સંહાર ઉપસંહાર
૧૭૭ ૧૨ નામફેરથી નામ ફેરથી
" ૨૪ પ્રતિષ્ટિત પ્રતિષ્ઠિત
૧૮૬ ૮૪ તદ્યા તથા
૧૮૯ ૧૬ ખરાં ધર્મવાળા ખરા ધર્મવાળા
૧૯૦ પ્રકરણ્ ૫ પ્રકરણ ૬
૧૯૦ ૨૦ રૂ૫ રૂપ
૧૯૪ કહીશુ કહીશું
૧૯૫ દૂનિયા દુનિયા
૧૯૬ ૨૪ નિતિ નીતિ
૧૯૭ મહાપતરામ મહીપતરામ
" ૧૯ નવલરામની નવલરામને.
૨૦૦ પ્રવાસ ભોમીયા પંચાંગ પ્રવાસ ભોમીયા:–
૨૦૧ ૧૧ મહાપતરામ મહીપતરામ.
૨૦૨ ૨૭ માહેતી માહીતી
૨૦૩ ૧૫ પ્રકરણ ૬ પ્રકરણ ૭
૨૦૪ પૂરાણ પુરાણ.
૨૦૫ હાલતો હાલતો
૨૦૭ પ્રકરણ ૭ પ્રકરણ ૮
૨૦૭ ૧૧ ઉદ્દારતા ઉદારતા.
૨૦૯ ૧૩ વણ પણ
" ૨૩ કાવ કવિ.



પાનુ. લીંટી. અશુદ્ધ. શુદ્ધ.
૨૧૧ ૧૦ નજર નજરે.
૨૧૫ સારામાંસારો સારામાં સારો.
૨૧૬ ૧૧ દ્રષ્ટિ દૃષ્ટિ.
૨૧૭ ૧૭ યાત્રા સાંધ યાત્રા સંધિ
" ૨૦ થયેલો કેવળ બંધ થયેલો કેવળ બંધ.
૨૧૯ ૧૯ ધોળ ધોળ.
" ૨૦ ધોળ ધોળ.
" ૨૩ જીજ્ઞાસુ જિજ્ઞાસુ.
૨૧૧ નવિન કલ્પના નવીન કલ્પના.
૨૨૨ સિદ્ધાંત્ત સિદ્ધાંત્ત.
૨૨૪ ૧૯ સંશોધિત સંશોધિત.
૨૨૫ ૨૭ મહાપતરામ મહીપતરામ.
" ૨૭ દૂર્દૈવ દુર્દૈવ.
૨૨૭
૨૨૭ ૨૯
૨૨૮
૨૨૮
૨૨૯ ૮ રસાયનશાસ્ત્ર રસાયન શાસ્ત્ર
૨૩૧ ૨૭ ૯ પ્રાણિ વિદ્યા પ્રાણિ વિદ્યા
૨૩૨ ૧૦ ખેતીવાડી ખેતીવાડી
૨૩૩ વન્સ્પતિ વન્સ્પતિ.
૨૩૫ ૧૩ લીંટીઆથી લીંટીઓથી.
૨૩૩ ૧૨ ૧૧ ખગોળ ખગોળ
૨૩૫ ૧૨ વૈદ્યક ૮ વૈદ્યક
૨૩૭ ૧૦ ૧૨ રમતો ૧૦ રમતો

પાનુ. લીંટી. અશુદ્ધ. શુદ્ધ.
૨૩૭ ૧૪ ૧૪ હૂન્નર ૧૪ હૂન્નર
૨૪૩ ૧૫ ૧૫ સંગીત ૧૧ સંગીત
૨૪૫ ૨૧ ચારિત્ર્ય વિજયજી ચારિત્ર વિજયજી.
૨૪૫ ૨૩ વિજયજી વિજયજી.
" ૨૫ " વિજયજી.
૨૫૨ ૧૩ દ્વામિશંદ દ્વામિશંત.
૨૫૫ ૨૩ તત્વાર્થા ધિગમ તત્વાર્થાધિગમ.
૨૬૦ ૧૫ વીના વિના.
૨૬૨ મંદીરોમાં મંદિરોમાં.
" ૨૬ જોયા જોવા.
૨૬૪ વેગેરે વગેરે
" સચિપત્ર સૂચિપત્ર.
૨૭૧ ૨૧ જૈનહિતેચ્છુ જૈનહિત્તેચ્છુ.



-----૦-----



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.