લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:જયમ પટેલ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: રાષ્ટ્રિકા વિષય પર Sushant savla વડે ૧૦ વર્ષ પહેલાં

સ્વાગત

[ફેરફાર કરો]

પ્રિય જયમ પટેલ, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--Sushant savla (talk) ૦૯:૪૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

દાદાજીની વાતો

[ફેરફાર કરો]

જયમભાઈ આપને દાદાજીની વાતો પુસ્તકનું પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૭, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ

[ફેરફાર કરો]

શું આપ આ[૧] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૧, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

દીવાળીની શુભકામનાઓ

[ફેરફાર કરો]
દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૧, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પરિયોજના વ્યવસ્થાપન

[ફેરફાર કરો]

મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

કલાપીનો કેકારવ

[ફેરફાર કરો]

જયમભાઈ , આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

આ તે શી માથા ફોડ!

[ફેરફાર કરો]

ભાઇ શ્રી જયમભાઇ, પરિયોજનામાં જોડાવા બદલ ખુબ ખુબ આભાર... આ પરિયોજનામાં આપણે જાતે જ પ્રકરણો ની વહેચણી નો પ્રયોગ કરેલો છે. અત્યારે સુધીમાં ૧-૨૦ પ્રકરણ સોપાઇ ગયા છે. આપ નીચેની કડીમાંથી મનગમતા પ્રકરણ લઈ પ્રકરણોની વહેચણીમાં આપ કયા પ્રકરણ પર કામ કરશો તે જણાવશો. સીતારામ... મહર્ષિ --85.180.14.228

https://www.dropbox.com/sh/6ulawds0pwzot3n/q8cDjK0gEL#f:4.jpg

https://www.dropbox.com/sh/3glvqp2da59tesd/g6d2PeJDNi#/

આભાર જયમભાઈ

[ફેરફાર કરો]
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૩, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

એક સાચો બાર્નસ્ટાર

[ફેરફાર કરો]
સાચો બાર્નસ્ટાર
આ સાચો બાર્નસ્ટાર આપને કોમ્પ્યુટરથી આગળ વધી અને સાચી જીંદગીમાં ભરૂચ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા અને વિદ્યાર્થીઓને વિકિસ્રોત અને વિકિપિડિયા વિષે માહિતીગાર કરવા માટે મારા તરફથી એક નાની ભેટ.

--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૪, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર જયમ

[ફેરફાર કરો]
કાશ્મીરનો પ્રવાસ
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૨૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

દલપત સાહિત્ય - પરિયોજના પૂર્ણાહૂતી - આભાર

[ફેરફાર કરો]
દલપત સાહિત્ય
પ્રિય જયમભાઈ, આપના સુંદર સહકાર્યને કારણે આજે આ પરિયોજના પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ વખત એક પરિયોજના હેઠળ છ પુસ્તક ચઢાવવાનો પ્રયાસ આ પરિયોજનામાં થયો. બુફે સિસ્ટમનો સરસ ઉપયોગ થયો. આવા સુંદર સાથ બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. કવિશ્વવર દલપતરામની કવિતાઓ થકી પ્રેરીતે આ છંદ આપના માનમાં .... :)

દોહરો
કળફલક પરે આંગળી, ટક ટક ચાલી જાય,
પડદે અક્ષર પાડતી, પુસ્તક રચતી જાય!
--Sushant savla (talk) ૨૧:૪૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આ તે શી માથાફોડ !

[ફેરફાર કરો]

ભાઇશ્રી જયમભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

આભાર

[ફેરફાર કરો]
વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર
પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)|}ઉત્તર

આભાર જયમભાઈ

[ફેરફાર કરો]
કંકાવટી
કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk)

મંગળપ્રભાત

[ફેરફાર કરો]
મંગળપ્રભાત
આપના સુંદર સહકારને કારણે પરિયોજના મંગળપ્રભાત પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે મંગળમય પ્રભાતનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. મંગળમય પ્રભાતના સોનેરી સૂર્ય કિરણો આપના જીવનમાં સ્વસ્થ્ય અને શાંતિની નિત નિત અભિવૃદ્ધિ કરે એ જ પ્રાર્થના. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

સોરઠ, તારાં વહેતાં પાણી

[ફેરફાર કરો]
સોરઠ, તારાં વહેતાં પાણી
મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સોરઠ, તારાં વહેતાં પાણી પરિયોજના પૂર્ણ થયેલ છે. આ ભગીરથ કાર્ય આપના સુંદર સાથ અને સહકાર વિના શક્ય નહોતું. આ સાથે મારે એ પણ જણાવવાનું કે નવલકથા પ્રકારના સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. આ સાથે હું આપને જેમ્સ પ્રિન્સેપનું બનારસ ખાતે રચાયેલ સુંદર ચિત્ર ભેટ સ્વરૂપે મોકલું છું. આપનો ફરી એકવાર આભાર માનું છું.

--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૦૫, ૨૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

ગરવા ગુજરાતીને અભિનંદન

[ફેરફાર કરો]
અભિનંદન
સતિષભઆઇ અને જયમ ભાઇ આજે ધવલભાઈના ઈમેલ દ્વારા અપના અને જયમભાઇ દ્વારા કરાયેલ કાર્યની સરાહના વિકિમીડિયા ઈન્ડિયા ચેપ્ટરે લીધી છે અને આપને વિષે પોતાના મુખ પૃષ્ઠ પર લખ્યું છેતેની જાણ થઈ. આ અમારા સૌ માટે ખૂબ ખૂબ ગર્વની વાત છે. આ સિદ્ધિ પામનાર આપ પ્રથમ ગુજરાતી હશો. આપ આવા વધુ ને વધુ લોકોપયોગિ કાર્ય કરો અને પ્રભુ આપને દીર્ઘાયુ અને સુંદર સ્વાસ્થ્ય બક્ષે તે જ શુકામના. --Sushant ૧૮:૫૩, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
અભિનંદન, જયમ!! --KartikMistry (talk) ૧૯:૫૪, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
પ્રિય જયમ, || અભિનંદન ||--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૩, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ખૂબ ખૂબ અભિનંદન, કમાલ કરી. આવું જ સારું કામ ચાલુ રાખો. મજા આવી ગઈ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૩, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ઉમદા કાર્યની યથોચિત કદર થવા બદલ ખૂબ હર્ષ થયો. અભિનંદન.--Amvaishnav (talk) ૨૨:૪૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

રસિકવલ્લભ

[ફેરફાર કરો]
ચિત્ર:SDIM2052-Krishna-Udaipur-x3f.png
રસિકવલ્લભ
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રસિકવલ્લભ પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રસિકવલ્લભ શ્રી કૃષ્ણનું નિર્મળ ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. રસિકવલ્લભ શ્રી કૃષ્ણ આપના આપના જીવનમાં આધ્યાત્મિક રસિકતા જગાવે એ જ પ્રાર્થના. આભાર.--sushant (talk) ૨૧:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

બીરબલ અને બાદશાહ

[ફેરફાર કરો]
બીરબલ અને બાદશાહ
આપના સુંદર સહકારને કારણે પરિયોજના બીરબલ અને બાદશાહ પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે અકબરના દરબારનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ વારતાઓ આપના જીવનમાં રમૂજ અને ચાતુર્ય કાયમ રાખે એવી શુભેચ્છાઓ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૧:૩૮, ૩ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર

રાષ્ટ્રિકા

[ફેરફાર કરો]
રાષ્ટ્રિકા
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રાષ્ટ્રિકા પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજની કલાત્મક પ્રતિકૃતિનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ પદો આપણા જીવનમાં રાષ્ટ્રભક્તિને વધુ ઊંડી બનાવે એજ શુભકામના. આભાર.--સુશાંત સાવલા (talk) ૦૯:૦૭, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

[ફેરફાર કરો]

પ્રિય જયમ પટેલ, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

[ફેરફાર કરો]

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)