લખાણ પર જાઓ
સભ્ય:Meghdhanu/sandbox/રૂપક કૃતિઓ
વિકિસ્રોતમાંથી
૩. ભદ્રંભદ્ર
[ફેરફાર કરો]
ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠની ગુજરાતી સાહિત્યમાં સિમાચિહ્નરૂપ ગણાતી હાસ્ય નવલકથા છે.
જૂનો ધર્મ, ભાષા અને સંસ્કૃતિના રક્ષણ અને પ્રચાર-પ્રસાર તથા સંવર્ધનના કાર્યને પોતાની એકમાત્ર જવાબદારી સમજીને મેદાને પડેલા અને સાથે સાથે તે સમયની સમાજમાં રહેલી ઊંચનીચની અને છૂતાછૂતની માન્યતાઓથી ઘેરાયેલા દોલતરામ ઉર્ફે ભદ્રંભદ્રની આ કથા છે.
ચિત્ર:Cover - Bhadrambhadra.jpg
'શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, 'ભક્ત ! તું તારા નામમાં 'દોલત' જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-' હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, 'મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.' પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી 'ઓ બાપ રે' કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !
આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, 'આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ' પણ મેં સંભાર્યું કે 'કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.'
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૭. મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
[ફેરફાર કરો]
મેઘાણીની નવલિકાઓએ બે ભાગમાં પ્રકાશિત થયેલો ઝવેરચંદ મેઘાણીએ લખેલી નવલિકાઓનો સંગ્રહ છે.
ઝવેરચંદ મેઘાણીના પોતાના શબ્દોમાં: ખાસ કરીને ગ્રામ સેવામાં પડેલા યુવકબંધુઓને આ ચિત્રો આવશ્યક લાગ્યાં છે. ગામડિયા સમાજની નજીકમાં નજીક હોઇ તેઓને આ સાહિત્યની યથાર્થતા વિશેષ દેખાઇ છે. હું તો કલાની કે સાહિત્યની દ્રષ્ટિએ મારી આ વાર્તાઓના ગુણદોષ તપાસવા નથી બેઠો. આપ્તજનોના અભિપ્રાયને ભરોસે આ નાવ તરતું મૂકું છું.
ગાંડી હશે!
ઘડીવાર ઓશીકે પોટકું મૂકીને આ બાઈ પાટિયા ઉપર સૂવે છે. ઘડીમાં પાછી ઊઠીને બેસે છે. બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે. બે પળમાં પાછી નીચે ઊતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંધી પડે છે. ફરીવાર ઊઠીને બાંકડા પર બેસે છે. થોડી વાર માથે ઓઢણું ઓઢે છે, તો થોડી વાર ઉતારી નાખે છે.
આ તે ગાંડી હશે ! ઠીક થયું, ગમ્મત આવશે. કાંઈક જોણું તો જડ્યું !
એ રીતનું એનું સૂવું, ઊઠવું, બેસવું, બારીએ ઝકડવું, નીચા પડવું, ડોળા તાણવા, હોઠ ફફડાવવા વગેરે ચસકેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી; ગાંડાં-ડાહ્યાં સર્વને ઉઠાવી જતી ગાડી સૂસવાટ દોડતી રહી; અને ડબ્બાનાં લોકો એ બાઈ તરફ હસતાં, ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતાં રહ્યાં.
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૯. દાદાજીની વાતો
[ફેરફાર કરો]
દાદાજીની વાતોઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૫-૨૬માં લખેલો ટૂંકી વાર્તા સંગ્રહ છે.
આ પહેલા તેમણે ડોશીમાની વાતો નામે આવો જ લોકકથાઓનો વાર્તાસંગ્રહ આપ્યો હતો. તેમાં રગેલી વાર્તાઓ કારુણ્યસભર હોવાને કારણે બાળકો માટે કેટલી રૂપક નિવડશે તે વિચારીને તેમણે દાદાજીની વાતો નામે આ સંગ્રહ રજૂ કર્યો. ઝવેરચંદ મેઘાણીના પોતાના જ શબ્દોમાં કહીએ તો, "આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે".
સોરઠમાં પાંચાળ દેશ એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ : એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી.
ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે : નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો.
રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.”
રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.”
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૧૨. સોરઠને તીરે તીરે
[ફેરફાર કરો]
સોરઠને તીરે તીરેઝવેરચંદ મેઘાણીની આગવી શૈલિમાં રજૂ થયેલી લોકવાર્તાઓ છે.
ઝવેરચંદ મેખાણીએ પોતાની આગવી શૈલિમાં અને તેમના મનપસંદ વિષય લોકસાહિત્યમાં ઉમેરો કરતી સોરઠ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર પ્રદેશની ભાતીગળ વાર્તાઓનો સંગ્રહ 'સોરઠને તીરે તીરે'સ્વરૂપે રજૂ કર્યો છે અથવા તો એમ કહો કે તે સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતો પ્રવાસગ્રંથ છે.
'અમારે સૌરાષ્ટ્ર જોવો છે. શી રીતે જોઈએ?'
'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?'
'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!'
નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે : 'આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' 'આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.'
જુદી જુદી નાજુક ખાસિયતોવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એકસામટું 'કન્ડેન્સ્ડ મિલ્ક'ના ડબ્બામાં ઠાંસેલું જોઈએ છે. દિવસેદિવસનો તેઓ કાર્યક્રમ માગે છે. એવું દર્શન કરાવવું અતિ કઠિન છે.
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૧૩. કાશ્મીરનો પ્રવાસ
[ફેરફાર કરો]
કાશ્મીરનો પ્રવાસકલાપી કે કવિ કલાપી તરીકે પ્રખ્યાત એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે ૧૮૯૨માં લખેલું પ્રવાસવર્ણન છે.
કલાપી જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે અંગ્રેજ રાજના રાજવીઓની કેળવણીના ભાગરૂપે તેમણે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તે પ્રવાસ દરમ્યાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે તેમણે આખા પ્રવાસનું વર્ણન લખી મોકલ્યું હતું.
શ્રી જગન્ન્નાથપુરી, તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.
પ્રિય માસ્તર સાહેબ જોશીજી,
આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક લખવું એવી મારી ઈચ્છા છે.
૨. જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.
૩. અમે શ્રીનગર અક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારી પાસે વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને તેમાં કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડુબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં...
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૨૨. માણસાઈના દીવા
[ફેરફાર કરો]
માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૫માં લખેલું રવિશંકર મહારાજનું જીવનચરિત્ર છે.
લોકસેવાના આજીવન દીક્ષિત એવા પાતળી કાઠીના, અડીખમ, ત્રાંબાવરણા, ટીપીને કોઈ શિલ્પીએ ઘડ્યા હોય એવા સત્પુરુષ શ્રી રવિશંકર મહારાજનું જીવનચરિત્ર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. આ કથા સૌ પ્રથમ ઊર્મિ નામના માસિકમાં ટુકડે ટુકડે પ્રગટ થઈ હતી.
વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ.
બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો.
એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.
આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું.
કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૨૬. કુસુમમાળા
[ફેરફાર કરો]
કુસુમમાળાનરસિંહરાવ દિવેટિયા લિખિત કવિતાસંગ્રહ છે જેની પ્રથમ આવૃત્તિ ૧૮૮૭માં પ્રસિદ્ધ થઈ હતી.
આ સંગ્રહમાં નરસિંહરાવ દિવેટીયાએ તે સમયે ગુજરાતીમાં લખાતી કવિતાઓ અંગ્રેજી કાવ્યોથી કેવી રીતે જૂદી પડે છે તે દર્શાવવા માટે પાશ્ચાત્ય કવિતાશૈલીમાં ગુજરાતી સંગિતકાવ્યો પ્રગટ કર્યા છે. તેમણે લખેલી પ્રસ્તાવનામાં કહ્યા મૂજબ, પાશ્ચાત્ય કવિતા તરફ ગુર્જર પ્રજાના સુજ્ઞ વાચકવર્ગની રુચિનો પ્રવાહ ચલાવવો એ ઉચ્ચાગ્રહી ઉદ્દેશથી તેમણે આ નાનાં સંગિતકાવ્યોનો સમુહ પ્રગટ કર્યો હતો.
સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ
અહિંયા સહસ્રલિંગ તળાવ વિશાળું હૂતું,
અહિંયા પાટણ જૂનું અહિં આ લાંબું સૂતું,
અહિંયા રાણીવાવ્ય તણાં આ હાડ પડેલાં
મોટા આ અહિં બુરજ મળ્યા માટીના ભેળા. ૧
એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ હાવા !
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ-નયન ભીંજ્યાં નહિ જળમાં ? ૨
(આગળ વાંચો...)
''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''"
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]].
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''
૩૭. મારો જેલનો અનુભવ
[ફેરફાર કરો]
મારો જેલનો અનુભવ એ ઈ. સ. ૧૯૨૧માં ગાંધીજી દ્વારા લખાયેલી તેમના દક્ષિણ આફ્રિકાના જેલવાસ દરમ્યાન થયેલા અનુભવની ગાથા છે.
આફ્રિકાના સ્થાનીય હબસી-ગોરા કેદી વચ્ચેનો ભેદભાવ, કેદીઓની વર્તણૂક, ખોરાક સંબંધી પ્રતિબંધો, જગ્યાની તંગી, વાંચન, કેદીને સોંપવામાં આવતું શ્રમ કાર્ય, આદિને આવરી લેતા અનુભવો ગાંધીજીએ આહીં વણી લીધા છે
જો કે માત્ર થોડા જો કે માત્ર થોડા દિવસજ મેં તથા બીજા હિન્દીઓએ સત્યને સારૂં જેલ ભોગવી છે, તોપણ તેમાં મળેલો અનુભવ એ બીજાઓને ઉપયોગી થઈ પડે એમ સમજીને, તથા ઘણાઓ તરફથી માગણી થઈ છે તેથી અહિં આપવા ધારૂં છું. જેલની મારફતે હિન્દી કોમને હજુ ઘણા હક્કો મેળવવાના રહેશે એમ પણ માન્યતા છે. તેથી જેલનાં સુખ, દુઃખ હોતું નથી ત્યાં આપણે મનથી દુઃખ ધારી લઈએ છીએ, એટલે દરેક વસ્તુ વિષે ખરી હકીકત જાણવી તેથી લાભ જ છે એમ ચોખ્ખું દેખાઈ આવે છે.
તા૦. ૧૦મી જાનેવારીએ બપોરના બે વખત જેલમાં નાખવાના હુમલા થયા બાદ જેલમાં જવાનો વખત આવ્યો. મારા સાથીઓને અને મને સજા મળતાં પહેલાં પ્રિટોરિયાથી તાર આવી ગયો હતો, તેમાં ખબર હતા કે ત્યાંના પકડાયેલ હિન્દીઓને નવા કાયદાને શરણ નહિ થવાને સારૂં ત્રણ મહિનાની સખત મજૂરીની જેલ મળી હતી; ને તે ઉપરાંત દંડ પણ થયો હતો અને જો દંડ ન આપે તો બીજા ત્રણ મહિનાની સજા હતી. આ વાત સાંભળીને હું પોતે ધખી રહ્યો હતો. માજીસ્ટ્રેટની પાસે તેટલા સારૂં મેં વધારેમાં વધારે સજા માંગી, પણ મળી નહિ.
(આગળ વાંચો...)
''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''"
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]].
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''
૧૧૪. ગુજરાતનો જય
[ફેરફાર કરો]
ગુજરાતનો જયઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૦-૪૨માં લખેલી ઐતિહાસિક નવલક્થા છે.
ગુજરાતનો જય ગુજરાતના પુનરદ્ધારની પ્રતાપોજ્જ્વલ ગૌરવકથાનું આલેખન કરે છે. આ નવલથા વસ્તુપાલ અને તેજપાલના પદાક્રાન્ત અને નષ્ટગૌરવ ગુજરાતને ફરીથી એકચક્રી અને મહિમાવંતું બનાવવાના પ્રયત્નો તથા લાટનો શંખ, ખંભાતનો સદીક, વામનસ્થલીના સાંગણ, ગોધ્રકપુરનો ઘુઘૂલરાજ, ભદ્રેશ્વરના ચૌહાણભાઈ, દેવગિરિનો સિંઘણદેવ ગૌડદેશના હર્ષવંશી હરિહર પંડિતના ગુમાન, હમીરનાં યવનધાડાં આદિને પરાસ્ત કરતી કથાઓની સુંદર માળા રચે છે અને છેવટે દિલ્લીના મૌજુદ્દીનની મૈત્રી મેળવીને ગુજરાત નિશ્ચિંત અને નિર્ભય બને છે બારમી તેરમી સદીની આવી ઘટનાઓને આ કથા આવરી લે છે....
વિક્રમ સંવત 1252ના માગશર મહિનાની અમાસના ગોધૂલિ ટાણે એક સાંઢણી બે અસ્વારોને લઈ ધવલકપુર (ધોળકા)થી ઓતરાદે રસ્તે આગળ વધતી હતી. રસ્તાની ઊંડી ધૂળમાં સાંઢણીનાં પહોળાં પગલાં મોટી મોટી ડાંફો માંડતાં હતાં.
આથમણી-દખણાદી દિશાના સપાટ મેદાનને ક્ષિતિજ-છેડે સૂર્ય ભગવાનનું બિંબ જ્યારે નમી રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા ચાળીસેક વર્ષના અસવારે કહ્યું: “આંહીં ઝુકાવ, જેહુલ, આંહીં ઝાડપાલાની ઝૂક છે. ચારજે, ત્યાં હું ગામમાં જઈને પાછો આવું છું. વાર લાગે તો ઉચાટ કરતો નહીં.”
"હો બાપુ" સાંઢણી-સવાર જેહુલ ડોડિયાએ એટલું કહીને ઉમેર્યું: “સાચવજો હો, બાપુ.”
ઠંડીની ચમકીમાં એક ભાંગેલા શિવાલયનો ઓથ મળતાં સાંઢણી શરીર સંકોડતી સંકોડતી ઝૂકી અને પાછળના અસવારે પોતાની રેશમી ગાદી ઉપરથી ઊતરી આથમતા સૂર્યનું છેલ્લું દર્શન કર્યું. પોતાની સીધી ઝૂલતી કાળીભમ્મર દાઢીને એણે બે ભાગમાં વહેંચી, બેઉ કાન પાસે ચડાવી, ઉપર બુકાની બાંધી લીધી, અને પોતે આગળ વધતો ઘાટી ઝાડી પાછળ અદ્રશ્ય થયો. ટાઢા પવનના સુસવાટામાં એ આદમીને જોનાર કોઈ માનવી સીમમાં નહોતું, ને હોત તોપણ કાળી રાત્રિએ એ ચહેરો ભાળીને ફાટી પડવાનો ભય કોઈ માટે રહેવા દીધો નહોતો.
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૧૧૭. પ્રતિમાઓ
[ફેરફાર કરો]
પ્રતિમાઓઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૪માં લખેલું એક વાર્તા સંગ્રહ છે.
શ્રી નાથાલાલ દોશીની કાંઈક લખવાની પ્રેરણાને પ્રરણાને માન આપીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ તે સમયના જાણીતા અંગ્રેજી ચિત્રપટનો આધાર લઈને આ ટૂંકી વાર્તાઓ રચી છે. 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ', 'બૅકસ્ટ્રીટ', 'ધ મૅન આઈ કિલ્ડ', 'મૅડમ બટરફ્લાય', 'ધ સીડ', '20,000 યર્સ ઈન સિંગ સિંગ', 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ', 'સિટીલાઈટ્સ’, 'ધ ક્રાઉડ' જેવા ચિત્રપટો ને આધારે આ કથાઓ રચાઈ છે.
'સાત જન્મો સુધી.'
સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે.
'તું મને નિરંતર ચાહીશ ?' – 'સાત સાત જન્મો સુધી.'
એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી.
(આગળ વાંચો...)
''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''"
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]].
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''
૧૨૩. સિદ્ધરાજ જયસિંહ
[ફેરફાર કરો]
સિદ્ધરાજ જયસિંહ'જયભિખ્ખુની કલમે લખાયેલ એ ગુજરાતના સુવર્ણયુગના મહાન ચક્રવર્તી 'સિદ્ધરાજ જયસિંહ'નું ઉજ્વળ ચરિત્ર છે. તે ગુજરાતનો સર્વથી વધારે લોકપ્રિય અને લોકહૃદયમાં ચિરંજીવ રહેનારો મહારાજાધિરાજ, ગુજરાતી સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એક ચિરંજીવ વ્યક્તિત્વ છે. હાલના ગુજરાતે સાંસ્કૃતિક ઐક્યનો મૂળરાજના સમયથી કરેલો આરંભ, આ મહારાજાધિરાજના સમયથી સંપૂર્ણ સધાયો એવો મત છે.'
સાંજનો સમય હતો. સરસ્વતીનો કાંઠો હતો.
ઢોર ચરીને પાછાં વળતાં હતાં.
પંખીઓ માળામાં બેસવા આવી રહ્યાં હતાં.
આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટેગોટા ઊડતા દેખાયા.
સીમાડા પર ભારે કોલાહલ થતો લાગ્યો.
જોયું તો પાતાળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો : પૂરેપૂરો અસુરનો અવતાર !
અસાડનાં વાદળાં જેવો કાળો રંગ. તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો. કોડા જેવી મોટી અને લાલઘૂમ આંખો.
આખા શરીર પર કાળી રુંવાટી. હાથીની સૂંઢ જવા હાથ. થાંભલા જેવા પગ. માથે સાપના જેવા ગૂંચળાવાળા વાળ. મોટી મોટી દાઢી. લાંબીલાંબી મૂછો .
ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.
અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.
(આગળ વાંચો...)
કંકાવટી
[ફેરફાર કરો]
કંકાવટી'ઝવેરચંદ મેઘાણીએ સંકલન કરેલી વ્રતકથાઓનું વર્ણન કરતું પુસ્તક છે.'
આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે.
થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે -
પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન, વા'લા!
જમશે માની દીકરી રે
પીરસે બેનીનો વીર, વા'લા!
ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે: અગાસી હોય તો અગાસીએ ,નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ: પણ ઉઘાડા આભ નીચે.
સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેના કિરણોમાંથી અમી વરસે છે. હોંશભરી બહેન રાંધે છે.
અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં બોજન જેવા મોંઘેરા છે.
બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છેઃ
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૧૪૩. સ્નેહસૃષ્ટિ
[ફેરફાર કરો]
સ્નેહસૃષ્ટિરમણલાલ દેસાઈની દ્વારા રચાયેલ નવલકથા છે.
રમણલાલ દેસાઈ એ પોતાની આગવી શૈલિમાં રચેલી પ્રણય ત્રિકોણના વિષય આધારિત નવલકથા આઝાદી મળી તે સમયના સમાજ જીવનનો ખયાલ આપે છે. સમાજવાદના વિષયને કથામાં સુંદર રીતે વણવામાં આવ્યો છે.
નદીતટનો સદુપયોગ કરતાં આવડે તો એ તટ બગીચો બની જાય છે. મોટે ભાગે ભારતનાં નગરેનગરમાં નદી હોય છે. નદી ન હોય ત્યાં તલાવ-સરોવર પણ હોય. અહીં તો નદીકિનારો હતો. કિનારા ઉપર એક વિશાળ સાર્વજનિક બગીચો હતો. બગીચામાં વૃક્ષોની ઘટા હતી, નીલમ લીલું ઘાસ પથરાયેલું હતું અને પુષ્પક્યારાઓ પણ વેરાયેલા પડ્યા હતા. ઉજાણી માટેની એ આદર્શ જગા. ઉજાણી આપણી પ્રાચીન ઉદ્યાનિકા માટે પ્રજાના મોટા ભાગને હવે ફુરસદ નથી. છતાં પ્રજાનો વિદ્યાર્થીવર્ગ હજી બાગબગીચા અને નદીતટનાં એકાંત શોધી સમૂહઆનંદ કદી કદી લે છે. રજાનો દિવસ હોય, દિવસનો ત્રીજો પ્રહર હોય, મિત્રોનું જૂથ હોય અને એ જુથમાં થોડી વિદ્યાર્થિનીઓ પણ હોય ત્યારે ‘પિકનિક’ના અંગ્રેજી નામ નીચે વિદ્યાર્થીઓને આવા સ્થળ બહુ આનંદ આપી રહે છે.
આ બગીચાનો એવો જ ઉપયોગ થઈ રહ્યો હતો. પંદર-વીસ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એક વિશાળ ઘટામાં અને ખુલ્લા ઘાસ ઉપર બેઠાં હતાં, ફરતાં હતાં, દોડતાં હતાં, હીંચકા ખાતાં હતાં, હસતાં હતાં અને બેડમિન્ટન પણ રમતાં હતાં. આનંદ નિર્દોષ જ હોય; છતાં એ આનંદમાં અંગત તત્ત્વ ભળે ત્યારે આનંદ દુષિત તો નહિ પરંતુ મર્યાદિત બની જાય ખરો. સમૂહમાં હસતાં રમતાં યુવક-યુવતીઓ વચ્ચેથી લાગ જોઈ કોઈને અલગ થઈ જવું હોય તો તેની સગવડ પણ આવા બગીચાઓમાં મળી શકે ખરી. જોકે એમાં એકાંતભંગ થવાનો પણ ભય પ્રત્યેક ક્ષણે હોય જ. યુવક-યુવતીના સમૂહ એકાંતશોધનનો ઠીકઠીક આગ્રહ રાખે છે, અને લાગ જોઈ એકાંત મેળવે પણ છે. આવો લાગ શોધી સહજ છૂટાં પડેલાં યુવકયુવતીનું એક યુગલ વૃક્ષના વિશાળ થડને ઓથે ઉભું રહ્યું હતું અને વાત કરતું હતું. વાત કરતે કરતે યુવતીએ યુવકનો હાથ પકડ્યો અને પૂછ્યું :
‘મધુકર ! આ વીંટી આપ્યે કેટલા માસ થયા ?’
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૩૦. ભટનું ભોપાળું
[ફેરફાર કરો]
ભટનું ભોપાળુંનવલરામ પંડ્યાની દ્વારા રચાયેલ નાટક છે. ઠેઠ ૧૮૬૭માં લખાયેલ આ તે સમયની ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા કેટલીક નઠારી રૂઢીયોનું રમુજી ચિત્ર પ્રસ્તુત કરે છે.
આ નાટક ફ્રેન્ચ નાટક મોલિયેરના આધારે રચાયેલું છે. આ નાટકનું મુખ્ય નામ આનંદચંદા હતું, તે સમયે સાહિત્ય કૃતિઓને એક કરતા વધારે શીર્ષકો આપવાનું ચલન હતું, તે પરંપરા અનુસાર આ નાટક્નું બીજું નામ "ભટનું ભોપાળુ ને પ્રેમનું પ્યાલું" હતું.
શિવ૦ – સાંભળોછ કે ? મેકું સાંભળોછ કે ?
ભોળા૦- (આગલી પડસાળમાંથી લ્હેંકો કરી) ના-આ-અં-
શિવ૦ – ....
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
૫૬. તુલસી-ક્યારો
[ફેરફાર કરો]
તુલસી-ક્યારોઝવેરચંદ મેઘાણીની દ્વારા રચાયેલ સામાજિક નવલકથા છે. જેમાં એક બ્રાહ્મણ કુટુંબનો સંસાર આલેખવાનો પ્રયત્ન થયો છે.
૧૯૪૦માં પહેલી વખત પ્રકાશિત થયેલી આ નવલકથા 'ફુલછાબ'ની ૧૯૩૯-૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રકટ થઈ હતી. ચિરવૈધવ્ય વેઠતી અને કુટુંબ-જીવનના ક્યારામાં 'તુલસી' સમી શોભતી ભદ્રા એ નવલકથા નું મુખ્ય પાત્ર છે.
સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊભી ઊભી લાંબા હાથ કરીને રોષેભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી.
પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.
યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : 'બાફોઈ, બોલો મા, બાફોઈ, ચુપ રહો તો બાપુ નહિ મારે. બાપુજી, હવે બાફોઈને ના મારો , એ કશું બોલતાં નથી, હો બાપુજી !'
(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''"
(**short introductory statement**) [[સર્જક:**name**|]].
(**Summary statement about work**)
(**snippet of starting text of work**)
:('''[[**pagename**|Read on...]]''')
ગાંધી સાહિત્ય
[ફેરફાર કરો]
ગાંધી સાહિત્ય
રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા રચિત સાહિત્ય રચના "રચનાત્મક કાર્યક્રમ"થી વિકિસ્રોત પર સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ ગાંધીજીના ઘણા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવામાં આવ્યા છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોતપર ઉપલબ્ધ ગાંધીજી લિખિત પુસ્તકોની યાદી: