સભ્ય:Sushant savla/sandbox/ંmain page templates

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રૂપક કૃતિ-૧[ફેરફાર કરો]

કાશ્મીરનો પ્રવાસકલાપી કે કવિ કલાપી તરીકે પ્રખ્યાત એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે ૧૮૯૨માં લખેલું પ્રવાસવર્ણન છે.

કલાપી જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે અંગ્રેજ રાજના રાજવીઓની કેળવણીના ભાગરૂપે તેમણે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તે પ્રવાસ દરમ્યાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે તેમણે આખા પ્રવાસનું વર્ણન લખી મોકલ્યું હતું.

શ્રી જગન્ન્નાથપુરી, તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.

પ્રિય માસ્તર સાહેબ જોશીજી,

આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક લખવું એવી મારી ઈચ્છા છે.

૨. જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.

૩. અમે શ્રીનગર અક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારી પાસે વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને તેમાં કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડુબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં...
(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

-->

મેઘાણી સાહિત્ય
રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનો ખિતાબ પામનારા ગરવા ગુજરાતી સાહિત્યકાર "ઝવેરચંદ મેઘાણી"ની કૃતિઓ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોત પર ઉપલબ્ધ ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તકોની યાદી:

|}

રૂપક કૃતિ - ૨[ફેરફાર કરો]

રમણ સાહિત્ય
ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો ને નવલકથામાં વણી લેનાર ગુજરાતી સાહિત્યકાર "રમણલાલ દેસાઈ"ની કૃતિઓ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોત પર ઉપલબ્ધ રમણલાલ દેસાઈ લિખિત પુસ્તકોની યાદી: