લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો

વિકિસ્રોતમાંથી
સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
નરહરિ પરીખ
૧૯૫૨




સરદાર વલ્લભભાઈ

ભાગ બીજો


નરહરિ દ્વાo પરીખ















નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ




સરદાર વલ્લભભાઈ

ભાગ બીજો



લેખક

નરહરિ દ્વાo પરીખ











નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ



મુદ્રક અને પ્રકાશક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૯



સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને આધીન





પહેલી આવૃત્તિ, પ્રત ૩,૦૦૦







છ રૂપિયા
ડિસેમ્બર, ૧૯૫૨
 


નિવેદન

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના જીવનચરિત્રનો પહેલો ભાગ सरदार वल्लभभाई (भाग पहेलो) એ નામથી ૧૯૫૦ની સાલમાં નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રગટ કરતાં તેની સાથે જોડેલા ૧૦–૧૦–’પ૦ના મારા અંગત નિવેદનમાં મેં જણાવ્યું હતું કે

“આ પુસ્તકમાં એક રીતે કહીએ તો એ સાધનાના કાળની વિગતો જ આવી છે. એ સાધના મારફતે સરદારે જે જે શક્તિ કેળવી તેને લાભ હિંદની પ્રજાને કેવી રીતે મળ્યો અને દેશની સ્વતંત્રતાની લડત પાર પાડવામાં ને તે પાર પડ્યા પછી વસમા વખતમાં દેશનું સુકાન ધીરજથી તેમ જ દૃઢતાથી સંભાળી. આજે તે શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે તેની વિગતે હવે પછી પ્રગટ થનારા આ ચરિત્રના ઉત્તર ભાગમાં આવશે. એ ભાગ પૂરો કરી આપવાનું નરહરિભાઈએ માથે લીધેલું છે એ જાણીને વાચકો રાજી થશે.”

એ પ્રમાણે સરદારશ્રીના ચરિત્રનો આ બીજો ભાગ सरदार वल्लभभाई (भाग बीजो) એ નામથી બહાર પડે છે, પણ તે નિવેદનમાં કહેલી વાતમાં એક ફેર પડ્યો છે — કરવા પડ્યો છે. આ ભાગમાં ૧૯૩૦ની સવિનયભંગની લડતની શરૂઆતથી તે ૧૯૪રની ‘હિંદ છોડો’ ની લડતના આરંભ સુધીનાં બાર વર્ષના ગાળાનું ચરિત્ર જ આપવાનું બની શક્યું છે. તેનું કારણ એ કે સરદારશ્રીના પહેલા ભાગમાં આપેલા ચરિત્ર પછીનો તેમના અવસાન સુધીના જીવનનો ભાગ અનેક રીતે અત્યંત સમૃદ્ધ છે. અને તે બધી સમૃદ્ધિ એક પુસ્તકમાં સમાવી લેવાનું બને એવું ન લાગ્યું. તેથી પહેલા ભાગને જોડેલા નિવેદનમાં જેને ‘ઉત્તર ભાગ’ કલ્પ્યો હતો તેના બે ભાગ કરવા પડ્યા છે. એ ‘ઉત્તર ભાગ’નો ઉત્તર ભાગ હવે પછી આપવાની ઉમેદ છે.

જે સદ્‌ભાવથી અને ભક્તિથી ગુજરાતી જાણનારા વાચકોએ પહેલા ભાગને આવકાર્યો છે તે જ લાગણીથી આને પણ તેઓ આવકારશે એ ખાતરી રાખીને મારું નિવેદન હું પૂરું કરું છું.


૧૦-૧૨-’પર
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
 

અનુક્રમણિકા

નિવેદન જીવણજી ડાo દેસાઈ
૧. રાસ ગામે સરદારની ધરપકડ
૨. સાબરમતી જેલમાં ૧૫
૩. સબરસ સંગ્રામ ૨૭
૪. ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી ૪૧
૫. કરાંચી કૉંગ્રેસના પ્રમુખ ૪૭
૬. સંધિનો અમલ ૫૪
૭. બારડોલી તપાસ અને સંધિભંગ ૭૦
૮. ગાંધીજી અને સરદારની ગિરફ્તારી: સરકારનું દમનચક્ર ૮૩
૯. યરવડા જેલમાં ગાંધીજીની સાથે ૯૧
૧૦. ગાંધીજીના છૂટ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં ૧૨૮
૧૧. વત્સલ હૃદય ૧૪૪
૧૨. વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ ૧૫૯
૧૩. બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ ૧૬૫
૧૪. ’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી ૧૭૧
૧૫. જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ ૧૮૬
૧૬. ગુજરાતનો હરિજન ફાળો, લખનૌ કૉંગ્રેસ અને પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓની તૈયારીઓ ૨૦૨
૧૭. ફૈઝપુર કૉંગ્રેસ ૨૧૨
૧૮. પ્રધાનપદાંનો સ્વીકાર ૨૧૭
૧૯. નરીમાન પ્રકરણ — ૧ ૨૨૫
૨૦. નરીમાન પ્રકરણ — ૨ ૨૪૨
૨૧. હરિપુરા કૉંગ્રેસ — ૧ ૨૬૬
૨૨. હરિપુરા કૉંગ્રેસ — ૨ ૨૭૩
૨૩. પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન ૨૯૦
૨૪. દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧ ૩૧૬
૨૫. દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨ ૩૨૯
૨૬. દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩ ૩૯૯
૨૭. ત્રિપુરી કૉંગ્રેસ ૪૨૪
૨૮. કૉંગ્રેસ વનવાસી બને છે ૪૪૦
૨૯. પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી ૪૫૭
૩૦. ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે ૪૬૯
૩૧. વ્યક્તિગત સવિનયભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી ૪૭૪
૩૨. યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે ૪૯૨
૩૩. ક્રિપ્સ વિષ્ટિ ૫૦૨
૩૪. હિંદ છોડીને ચાલ્યા જાઓ ૫૧૦
૩૫. નવમી ઑગસ્ટ ૫૨૬
સૂચિ ૫૩૫


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.