સભ્ય:Sushant savla/મુખપૃષ્ઠ

યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો.
શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર • સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિસોરઠને તીરે તીરેએ ઝવેરચંદ મેઘાણીની આગવી શૈલિમાં રજૂ થયેલી લોકવાર્તાઓ છે.
ઝવેરચંદ મેખાણીએ પોતાની આગવી શૈલિમાં અને તેમના મનપસંદ વિષય લોકસાહિત્યમાં ઉમેરો કરતી સોરઠ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર પ્રદેશની ભાતીગળ વાર્તાઓનો સંગ્રહ 'સોરઠને તીરે તીરે'સ્વરૂપે રજૂ કર્યો છે અથવા તો એમ કહો કે તે સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતો પ્રવાસગ્રંથ છે. ![]() 'અમારે સૌરાષ્ટ્ર જોવો છે. શી રીતે જોઈએ?' 'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?' 'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!' નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે : 'આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' 'આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.' જુદી જુદી નાજુક ખાસિયતોવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એકસામટું 'કન્ડેન્સ્ડ મિલ્ક'ના ડબ્બામાં ઠાંસેલું જોઈએ છે. દિવસેદિવસનો તેઓ કાર્યક્રમ માગે છે. એવું દર્શન કરાવવું અતિ કઠિન છે.
|
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલની સહકારી કાર્ય યોજનાહાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે રામનારાયણ પાઠકની રચના દ્વિરેફની વાતો – ભાગ બીજો પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા સહકાર્ય સૂચિ પાનાં પર જણાવો. આ કાર્યયોજનાના સંચાલકશ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.
|
મુખ્ય શ્રેણીઓ |
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|