મુખપૃષ્ઠ
યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો.
શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર • સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિગુજરાતનો જયએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૦-૪૨માં લખેલી ઐતિહાસિક નવલક્થા છે.
ગુજરાતનો જય ગુજરાતના પુનરદ્ધારની પ્રતાપોજ્જ્વલ ગૌરવકથાનું આલેખન કરે છે. આ નવલથા વસ્તુપાલ અને તેજપાલના પદાક્રાન્ત અને નષ્ટગૌરવ ગુજરાતને ફરીથી એકચક્રી અને મહિમાવંતું બનાવવાના પ્રયત્નો તથા લાટનો શંખ, ખંભાતનો સદીક, વામનસ્થલીના સાંગણ, ગોધ્રકપુરનો ઘુઘૂલરાજ, ભદ્રેશ્વરના ચૌહાણભાઈ, દેવગિરિનો સિંઘણદેવ ગૌડદેશના હર્ષવંશી હરિહર પંડિતના ગુમાન, હમીરનાં યવનધાડાં આદિને પરાસ્ત કરતી કથાઓની સુંદર માળા રચે છે અને છેવટે દિલ્લીના મૌજુદ્દીનની મૈત્રી મેળવીને ગુજરાત નિશ્ચિંત અને નિર્ભય બને છે બારમી તેરમી સદીની આવી ઘટનાઓને આ કથા આવરી લે છે.... વિક્રમ સંવત 1252ના માગશર મહિનાની અમાસના ગોધૂલિ ટાણે એક સાંઢણી બે અસ્વારોને લઈ ધવલકપુર (ધોળકા)થી ઓતરાદે રસ્તે આગળ વધતી હતી. રસ્તાની ઊંડી ધૂળમાં સાંઢણીનાં પહોળાં પગલાં મોટી મોટી ડાંફો માંડતાં હતાં. આથમણી-દખણાદી દિશાના સપાટ મેદાનને ક્ષિતિજ-છેડે સૂર્ય ભગવાનનું બિંબ જ્યારે નમી રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા ચાળીસેક વર્ષના અસવારે કહ્યું: “આંહીં ઝુકાવ, જેહુલ, આંહીં ઝાડપાલાની ઝૂક છે. ચારજે, ત્યાં હું ગામમાં જઈને પાછો આવું છું. વાર લાગે તો ઉચાટ કરતો નહીં.” "હો બાપુ" સાંઢણી-સવાર જેહુલ ડોડિયાએ એટલું કહીને ઉમેર્યું: “સાચવજો હો, બાપુ.” ઠંડીની ચમકીમાં એક ભાંગેલા શિવાલયનો ઓથ મળતાં સાંઢણી શરીર સંકોડતી સંકોડતી ઝૂકી અને પાછળના અસવારે પોતાની રેશમી ગાદી ઉપરથી ઊતરી આથમતા સૂર્યનું છેલ્લું દર્શન કર્યું. પોતાની સીધી ઝૂલતી કાળીભમ્મર દાઢીને એણે બે ભાગમાં વહેંચી, બેઉ કાન પાસે ચડાવી, ઉપર બુકાની બાંધી લીધી, અને પોતે આગળ વધતો ઘાટી ઝાડી પાછળ અદ્રશ્ય થયો. ટાઢા પવનના સુસવાટામાં એ આદમીને જોનાર કોઈ માનવી સીમમાં નહોતું, ને હોત તોપણ કાળી રાત્રિએ એ ચહેરો ભાળીને ફાટી પડવાનો ભય કોઈ માટે રહેવા દીધો નહોતો. |
મુખ્ય શ્રેણીઓ |
તાજી ઉમેરેલી કૃતિઓ
|
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલની સહકારી કાર્ય યોજનાહાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે રામનારાયણ પાઠકની રચના દ્વિરેફની વાતો – ભાગ બીજો પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા સહકાર્ય સૂચિ પાનાં પર જણાવો. આ કાર્યયોજનાના સંચાલકશ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.
|
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|