કુસુમમાળા
કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા |
કુસુમમાળા.
સંગીતકાવ્યોનો સમુદાય,
રચનાર
નરસિંહરાવ ભોળાનાથ, બી. એ.
જીવનલાલ અમરથી મહેતા
મૅનેજર—પ્રિન્ટિંગવર્ક ઍન્ડ બુક્સ એજન્સી,
અમદાવાદ.
આવૃત્તિ ચૉથી. નકુલ ૧૫૦૦.
સંવત ૧૯૬૮.ઈ. સ. ૧૯૧૨.
કિમ્મત આઠ આના
આ પુસ્તની માલિકી સન ૧૮૬૭ ના ૨૫ મા ઍક્ટ પ્રમાણે
અમદાવાદ
ટંકશાળમાં ધિ અમદાવાદ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની લિમિટેડમાં
મોતીલાલ શામળદાસે છાપ્યું,
ઊડી જે સ્વચ્છન્દા હૃદયગિરિથી કાવ્યસરિતા,
વહી ચાલી મન્દા કદી, કદી કુદી તેહ ત્વરિતા,
પછી શુષ્કારણ્યે પડી જ સહસા સૅર વિરમી,
કીધા યત્નો કોટિ તદ્યપિ લહરી પાછી ન રમી.
ભમંતો દેશોમાં અજબ કદી જાદૂગર તર્હિ
ચઢ્યો આવી સાધુ દીઠી સરિત ડૂબી રણ મહિં,
ભણી મન્ત્રો મોઘા કઠણ પથરે દંડ પ્રહાર્યો,—
અને જો ! ચાલ્યો ત્ય્હાં ઊછળી બળવેગે જળઝરો; ર
ફરી ચાલી પેલી કવિતસરિતા સત્વ રણે,
હજી ના સૂકાઈ;—વદું વદું હું તો ધન્ય તુજને;
તુને સાધુ શો! હું ઉપકૃતિ તણો આપું બદલો ?
સમર્પું લે આ એ સરિતલહરી–અર્થ સઘળો.
સ્નેહાઙ્કિત નરસિંહરાવ ભોળાનાથ.
ચૉથી આવૃત્તિની પ્રસ્તાવના.
આ કાવ્યોનો સમુદાય પ્રથમ ઇ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો હતો તે પછી ૧૫ વર્ષે બીજી આવૃત્તિ અને ત્હેનાથી પાંચ વર્ષે ત્રીજી આવૃત્તિપ્રગટ થઈ, અને હવે પાંચ વર્ષને અંતરે ચોથી આવૃત્તિ રસિક વર્ગ આગળ મૂકવાનો પ્રંસંગ આવ્યોછે. આમ પચીસ વર્ષમાં ત્રણ આવૃત્તિયો થઈ તે ઉપરથી કવિત્વસાહિત્યની અભિરુચિનો પ્રજામાં વેગ માપવો એ, અન્ય સાધનોના દર્શનથી, અનુચિત ગણાશે. પરંતુ આ કાવ્યસમુદાયને રસિક વર્ગ તરફથી સત્કાર મળેછે તે માટે તે આનન્દપૂર્વક આભાર જ માનવો એ કર્તવ્ય છે.
પરંતુ આમ કરવાની સાથે બે એક વ્યક્તિયોની ક્ષમા માગવાની જરૂર છે. આજથી અઢી ત્રણ વર્ષ ઉપર વર્તમાન પત્રોમાં રાજકોટની સાહિત્યપરિષના પ્રમુખપદ, બાબત ઉકળાટભરી ચર્ચા ચાલી રહી હતી તે પ્રસંગે એક પારસી ગૃહસ્થે એમ સ્થિતિદર્શન કર્યું હતું કે— “રા. નરસિંહરાવની કવિતા હવે લોકોમાં રુચિ ઉત્પન્ન કરતી નથી; ત્હેમની કવિતાનો કાળ હવે ઊતરી ગયો છે.”— કાંઇક આ તાત્પર્યનાં વચનો ના એ ગૃહસ્થના ચર્ચાપત્રમાં હતાં. એ ગૃહસ્થની આજ મ્હારે પ્રથમ ક્ષમા માગવી જોઈશે. કેમકે
ત્હેમને મન “ફૅશન”માંથી ઊતરી ગયેલો પદાર્થ ફરીથી રજૂ કરવાની ધૃષ્ટતા આજ હું કરુંછું. બાકી ગુજરાતની સાહિત્ય- રસિક પ્રજાને કવિતાના વિષયમાં પણ “ફૅશન” ની પૂજનારી ચંચલ વૃત્તિની નારીની કક્ષામાં મૂકવાનું અપમાન હું તો નહિં કરું. તેમ જ કવિત્વનાં સનાતન સ્વરૂપો અને આત્મતત્ત્વો કાળના ફેરફારને વશ હોય એ પણ માનતે સંકોચ લાગેછે. પછી આ કાવ્યસંગ્રહમાં સ્થાયી કવિત્વના અંશો નહિં હોય તો ભલે તે યોગ્ય વિસ્મરણના અન્ધકારમાં ડૂબી જાઓ. તે માટે ખેદ વ્યર્થ જ થશે; અને તે ખેદ કરવાનો સમય હજી નથી આવ્યો એટલું આશ્વાસન છે.
ઉપરના પ્રસંગના કેટલાક માસની પૂર્વે એક મ્હારા તરુણ મિત્રે એક માસિકમાં અમુક વર્ષના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરતાં મ્હારી એકંદર કવિતા ઉપર દોષૈકદર્શી અને વૃથા આરોપો ખડક્યા હતા, અને ભવિષ્યમાં એ વિશે સવિસ્તર ચર્ચા કરી “રા. રમણભાઈ તથા નરસિંહરાવે” કવિતા સંબન્ધી ભૂલ્યભરેલા સિદ્ધાન્તો ફુલાવ્યાછે ત્હેનું ખંડન કરવાનું વચન પણ આપ્યું હતું. એ મિત્રે હજી સૂધી એ વચન પાળ્યું નથી, તેમ જ મ્હારી કવિતા ઉપર મૂકેલા આક્ષેપેનું સમર્થન કર્યું નથી, તેથી મ્હારે સુધરવાનો માર્ગ
હાલ તો નથી; એટલે એ યુવકની પણ ક્ષના માગીને હાલ સંતાષ માનુંછું.
બાકી એટલું તે જમાનાનાં ચિહ્નોમાંથી દર્શન થાય છે ખરું કે (pseudo-Sufism) કૃત્રિમ સૂફીવાદનો લેબાશ પ્હેરનારી કવિતા હમણાં હમણાં સાહિત્યના બજારમાં સ્હેલી હોવાની સાથે સસ્તી થઈ છે; તેમ જ દેશાભિમાન વગેરે સંકુચિત ભાવોનાં ગાનો લોકોનાં અન્તઃકરણને, ખુશામદની મારફતે, આકર્ષણ કરતાં થયાંછે. દેશાભિમાનના વિષય કવિત્વના વ્યાપારમાં પ્રવિષ્ટ ના થાય. એમ ક્હેવાનો હેતુ નથી. પરંતુ પરમ પિતાની વિસ્તીર્ણ માનવ પ્રજાનાં જીવનતત્ત્વોની આગળ એ વિષય નિર્વિવાદ રીતે સંકુચિત જ ગણાશે; તેમ કવિતા એ વિષયને સમર્થ રીતે છેડી સકે તે પ્રસંગો અને પ્રકારો વિરલ જ છે; કવિતાના ચિરસ્થાયી વિષયો–માનવ હૃદયનાં અને સૃષ્ટિનાં ઊંડાણો અને સંચલનો—તે તો કવિત્વનાં સનાતન તત્ત્વો જોડે નિરંતર જોડાયેલાં હોઈ એ વિષયની કવિતા સર્વકાલીન થવાને પાત્ર ગણાશે. રસિક વર્ગ આગળ આ ચૉથી વાર રજૂ કરવામાં આવતાં કાવ્યોમાં એ ચોગ્યતા અલ્પાંશે પણ હશે તો હું સુભાગ્ય ગણીશ; નહિં હોય તો, ઉપર કહ્યું, તેમ ભલે એ વિસ્મરણના અન્ધકારમાં વિલીન થાઓ !
એક ન્હાની વાતનો ખુલાસોઆજ ઉમેરવો ઇષ્ટ લાગે છે. આ કાવ્યસંગ્રહ પ્રથમ પ્રગટ થયો તે વખતે પ્રસ્તાવનામાં તેમ જ મુખપૃષ્ઠ ઉપર ‘સંગીત કાવ્યો’ એ શબ્દ મ્હેં યોજ્યો હતો. તે શબ્દની યોગ્યાયોગ્યતાની પરીક્ષા કરી એ શબ્દ તરફ રા. રમણભાઈ મહીપતરામે અરુચિ દર્શાવી હતી.❋ [૧] આ વિશે વિસ્તારથી ચર્ચા સ્વતંન્ત્ર લઘુ લેખમાં કરવાની હું ઇચ્છા રાખું છું.§ [૨] અહિં લંબાણ અને અપ્રાસંગિકતા અનિષ્ટ છે. આ સ્થળે માત્ર એટલું જ કહુંછું કે ‘સુબોધચિન્તામણિ’ના વિવેચનમાં† [૩] તેમજ ‘કાન્તા’ નાટકના વિવેચનમાં‡ [૪] સ્વ.નવલરામભાઇયે ‘સંગીત કવિતા’ શબ્દ lyric ના અર્થમાં વાપર્યો જણાયછે, તે તરફ મ્હારું લક્ષ બે એક માસ ઉપર ગયુ. મ્હેં શબ્દ યોજ્યો તે વખતે નવલરામભાઇએ યોજેલા શબ્દના સંસ્કાર મ્હારા મગજમાં હશે કે કેમ તે પૃથક્કરણ કરવું અશક્ય છે. ગમે તેમ હો, પરંતુ એ શબ્દયાજનાને નવલરામભાઇ તરફથી સ્વતંત્ર રીતે પુષ્ટિ મળેછે.
તા. ૨૨-૧૨-૧૨.
ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના
આ આવૃત્તિનો પ્રસંગ કાંઇક વ્હેલા આવ્યો તેથી ગુર્જર પ્રજાનો આભાર માતા જોઈશે.
બીજી આવૃત્તિમાં અને આ આવૃત્તિમાં મહત્ત્વના ફેરફાર કશો નથી. માત્ર એક બે કાવ્યોનાં નામ ફેરવ્યાંછે. ‘માનવબુદ્બુદ્’ (પૃ. ૨૨), અને ‘પ્રેમીજનનો મંડપ’ (પૃ. ૫૫), એ બે નામો અસલનાં દીર્ઘસૂત્રી નામને બદલે મૂક્યાંછે તેથી સુગમતા થશે.
લેખન પદ્ધતિમાં આ કાળના મ્હારા કાયમ જેવા થયેલા વિચાર પ્રમાણે કવચિત્ ફેરફાર કર્યો છે, તે તરત જણાઈ આવશે.
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
કુસુમમાળાની પ્રથમ આવૃત્તિ છપાયા પછી ચૌદે વર્ષે બીજી આવૃત્તિ કાઢવાનો પ્રસંગ આવ્યોછે, કેટલીક મુદ્દતથી એ પુસ્તક માટે માગણી ઘણે સ્થળેથી થવાને લીધે બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો નિશ્ચય કરતાં ત્હેમાં જરૂર જેટલા ફેરફાર કરવા આવશ્યક લાગ્યા. મર્હત્ત્વના ફેરફાર કશા નથી. જોડણી સુવ્યવસ્થિત કરીછે, તથા કેટલાક શબ્દોના ફેરફાર કર્યાછે.
મુખપૃષ્ઠ સ્હામે એક ચિંત્ર ઇંગ્લાંડમાં કરાવીને મૂક્યુંછે તે પુસ્તકના બાહ્યસ્વરૂપમાં આકર્ષણ ઉમેરશે. એમ આશા છે. કીમતમાં ફેરફાર આ ઉમેરો છતાં પણ કર્યો નથી.
પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના.
આ ન્હાના પુસ્તકને મ્હોટી પ્રસ્તાવના કરી “માથા કરતાં મ્હોટી પાઘડી” પ્હેરાવવાની જરૂર નથી તેમ ઇચ્છા પણ નથી. તેથી ફક્ત હામાં આવેલી કવિતાનો ઉદ્દેશ, સ્વરૂપ, ગોઠવણ, વગેરેને સંબન્ધે અવશ્યના બે બોલ બોલી બંધ રહીશ.
કવિતાનું ખરું સ્વરૂપ શું, આપણા આ દેશની કવિતાની પદ્ધતિથી કાંઇક જુદી પદ્ધતિની પાશ્ચાત્ય દેશની કવિતા કે’વી. લખાયછે, ત્હેનો પરિચય શુષ્ક વિવેચનની ચર્ચાથી નાહિં પણ ઉદાહરણથી જ ગુર્જર પ્રજાના સુજ્ઞ વાચકવર્ગને કરાવવો, તથા ત્હેવી કવિતા તરફ ત્હેમની રુચિનો પ્રવાહ ચલાવવો, એ ઉચ્ચગ્રાહી ઉદ્દેશથી આ ન્હાનાં સંગીતકાવ્યનો સમુદાય પ્રગટ કર્યો છે. તે ઉદ્દેશ સફળ થવો ન થવો અદૃષ્ટાધીન છે.
મ્હાટે અંશે આ બધાં [૫]❋સંગીતકાવ્યો છે. ગોઠવણનો ક્રમ, —[૬]†ધ્યાનાત્મક સંગીત, [૭]‡રસાત્મક સંગીત, [૮]§વર્ણનાત્મક કાવ્ય,—એમ કાંઇક છે. પછી માંહિં પેટાભેદના ક્રમ ઝીણા છે તે ચતુર વાંચનારને જણાઈ આવશે જ.
કાવ્યોમાં શબ્દોની લેખનપદ્ધતિ ચાલૂ શાળાની અવ્યવસ્થિત પદ્ધતિથી કાંઇક ભિન્ન માર્ગે જતી છે. પરંતુ તે વ્યુત્પત્તિ તથા ઉચ્ચારને અનુસરીને અમુક નિયમાનુસાર છે એટલું જ આ સ્થળે ક્હેવું બસ છે. કાવ્યોમાં વિરામાદિકનાં ચિહ્ન, ચરણના માપને અર્થે ન મૂકતાં, વાક્યાર્થના સંબન્ધને અનુલક્ષીને મૂક્યાંછે, તેથી અર્થ કાંઇક સુગમ થશે હેવી આશા છે.
અન્તે કાવ્યો ઉપર થોડી ટીકા આપીછે, તે ઉપરથી અર્થ કોઇ કોઇ ઠેકાણે સંશયગ્રસ્ત હશે ત્ય્હાં સ્પષ્ટ થશે હેવી આશા છે.
અનુક્રમણિકા
વિષય. | પૃષ્ઠ |
મંગળાચરણ | ૧ |
અવતરણ | ૧ |
સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ | ૩ |
કાળચક્ર | ૪ |
અમૃતત્વસિન્ધુ | ૫ |
ગિરિશૃઙ્ગ | ૬ |
દિવ્ય મંદિર તથા લેખ | ૮ |
વિનીતતા | ૧૦ |
નદીકિનારે | ૧૧ |
સરોવરમાં ઊભેલો બગ | ૧૩ |
દિવ્ય ટહુકો | ૧૪ |
ગર્જના | ૧૫ |
સરિત્સંગમ | ૧૬ |
મેઘવૃષ્ટિવાળી એક સાંઝ | ૧૮ |
લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમય | ૨૦ |
એક અદ્ભુત દેખાવ | ૨૨ |
દિવ્ય કાવ્ય | ૨૩ |
અનુત્તર પશ્ન | ૨૫ |
માનવબુદ્બુદ | ૨૭ |
અસ્થિર અને સ્થિર પ્રેમ | ૨૮ |
વિષય. | પૃષ્ઠ |
પ્રેમસિન્ધુ | ૨૭ |
પ્રેમનાં સ્વરૂપ | ૨૮ |
પ્રેમ | ૨૯ |
બહુરૂપ અનુપમ પ્રેમ ધરે | ૩૦ |
આનન્દ-ઑવારા | ૩૧ |
કવિનું સુખ | ૩૨ |
ફૂલ સાથે રમત | ૩૩ |
કરેણા | ૩૪ |
આશાપંખીડું | ૩૫ |
વિધવાનો વિલાપ | ૩૮ |
નદૃનદીસંગમ | ૪૩ |
કર્તવ્ય અને વિલાસ | ૪૫ |
વિપદમાં ધારણ કરનાર બળ | ૪૭ |
મિશ્ર થયેલી બે છાયા | ૪૮ |
સંસ્કારોદ્બોધન | -”- |
લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં | ૫૧ |
અભિનન્દૃનાષ્ટક | ૫૩ |
ત્હારી કાન્તિ, પ્રેમ અને આત્મા | ૫૪ |
પ્રેમીજનનો મંડપ | ૫૫ |
વસન્તની એક સાંઝ | ૫૭ |
ગાનસરિત | ૫૮ |
ત્હારી છબિ નથી | ૬૦ |
હુનાળાના એક પ્હરોડનું સ્મરણ | ૬૨ |
શિયાળાનું એક સ્હવાર | ૬૩ |
વિષય. | પૃષ્ઠ |
કૉયલનો ટહુકો | ૬૫ |
મધ્યરાત્રિએ કૉયલ | ૬૬ |
રાત્રિયે કૉયલ | ૬૭ |
વસન્તમાં એક સ્હવારનો સમય | ૬૮ |
હ્રદયપ્રતિબિમ્બ | ૬૯ |
એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ | ૭૧ |
ટેકરિયોમાં એક સાંઝનો સમય | ૭૨ |
કૉયલ | ૭૪ |
રાત્રિ | ૭૫ |
સૂર્યોદય | ૭૭ |
સન્ધ્યા | ૭૮ |
મેઘાડમ્બર | ૮૦ |
લાગટ હૅલી ઊઘડતી વખતની રચના | ૮૨ |
મેઘગર્જન | ૮૫ |
પ્રભાત | ૮૬ |
મેઘ | ૮૭ |
ચંદા | ૯૧ |
અવસાન | ૯૭ |
ટીકા | ૯૯ |
નરસિંહરાવ ભોળાનાથના પુસ્તકો
(દરેકનું પોસ્ટેજ જુદું.)
નામ. | કિમ્મત. | મળવાનું ઠેકાણું | |
કુસુમમાળા (સચિત્ર ચોથી આવૃત્તિ) |
૦—૮—૦ |
|
પ્રિન્ટિંગવર્ક ઍન્ડ બુક્સ એ જન્સી, સિવિલ ઇસ્પિતાળ પાસે, અમદાવાદ |
§હૃદયવીણા (આવૃત્તિ બીજી) |
૧—૦—૦ ૦—૧—૦ |
|
એન એમ ત્રિપાઠીની કંપની પ્રિન્સેસ સ્ટ્રીટ; કાલબાદેવી રોડ, મુંબાઈ |
પ્રેમાનન્દના નાટાકો— (નિબન્ધ) |
૦—૬—૦ |
|
નરસિંહરાવ ભોળાનાથ બ્લ્યૂ બંગલો, વડોદરા |
નવલરામ. | ૦—૨—૦ |
|
"વસન્ત" ઑફિસ અમદાવાદ |
દયા, ક્ષમા અને શાન્તિ | ૦—૨—૦ | પ્રાર્થના મન્દિર અમદાવાદ | |
ભક્તિ અને નીતિ. | ૦—૦—૬ | ||
બ્રાહ્મધર્મ. (અંગ્રેજી) | ૦—૪—૦ |
છપાવાને તૈયાર છે – થોડા વખતમાં પ્રેસમાં અપાશે
નૂપુર ઝંકાર
( નવાં કાવ્યોનો સંગ્રહ. )
પૃષ્ઠ ૧૨૫ મે મેઘગર્જન' કાવ્યની ટીકાને છેડે નીચે પ્રમાણે
ઉમેરવું :—
પૃષ્ઠ ૧૨ મે ‘ગર્જના’ નામનું કાવ્ય છે તે અને આ કાવ્ય એક જ સમયે થયેલા સૃષ્ટિદર્શન ઉપરથી પ્રેરાયાંછે; પાયારૂપ વર્ણનના અંશ પણ લગભગ એક જાત્યના છે, પરંતુ આ કાવ્યમાં માત્ર ગર્જનાદિકથી હૃદયમાં થયેલા ઉલ્લાસનું દર્શન છે; તો પેલા ‘ગર્જના’ કાવ્યમાં સૃષ્ટિદર્શનના ઉપરથી ઊપજવેલો તત્વચિન્તનો ભાવ અન્તે આવી બે કાવ્યમાં સ્વરૂપભેદ પાડેછે.
શુદ્ધિપત્ર.
( માત્ર મહત્ત્વની ભૂલ્યોનું. )
પૃષ્ઠ | પંક્તિ | અશુદ્ધ | શુદ્ધ |
૩૬ | ૮ | મૂરખું, | મૂરખું. |
૩૯ | ૮ | તરુ પાંદડાં; | તરુપાંદડાં, |
૪૮ | ૭ | ક્હેવી | કે’વી |
૪૯ | ૨ | " | " |
૫૦ | ૯ | ક્હેવો | કે’વો |
૫૩ | ૧૩ | નિત્ય | નિત્ય |
" | ૧૬ | સરિઘુગ | સરિયુગ |
૫૪ | ૧૬ | ક્હેવી | કે’વી |
૫૭ | ૧૦ | જ્ય્હાં | જ્યહાં |
૫૮ | ૯ | વ્હાલી | વ્હાલી |
૫૯ | ૧૪ | કડીનો આંકડો નથે ત્ય્હાં |
૪ એ અંક મૂકવો |
૬૦ | ૧૩ | જ્ય્હાં | જ્યહાં |
" | ૧૬ | ક્હોને | કો’ને |
૬૨ | ૪ | ક્હેવું | કે’વું |
" | ૫ | હુતી | હૂતી |
" | " | જ્ય્હાં | જ્યહાં |
" | ૬ | રુડી | રૂડી |
" | ૧૨ | ઉષાએ | ઉષાએ |
પૃષ્ઠ | પંક્તિ | અશુદ્ધ | શુદ્ધ |
૬૩ | ૧ | ત્ય્હાં | ત્યહાં |
૭૦ | ૧૧ | સમે | રમે |
૭૧ | ૬ | ચોકી | ચૉકી |
૭૨ | ૧૦ | ઊભાં | ઊભાં |
" | ૧૪ | શન્યતા | શૂન્યતા |
૭૫ | ૭ | સાળુ | સાળૂ |
" | ૧૧ | ચ્હોડ્યો | ચ્હૉડ્યો |
" | " | ચ્હોડ્યો | ચ્હૉડ્યો |
૭૬ | ૧૭ | ઉષા | ઉષા |
૭૮ | ૪ | પ્રગટ | પ્રગટી |
૭૯ | ૧૦ | ભૂલ્યો | ભૂલ્યો |
૮૦ | ૧૪ | રુડી | રૂડી |
૮૧ | ૧૦ | સેર | સૅર |
" | છેલ્લેથી બીજી | ચુમ્બતા | ચુમ્બતી |
૮૨ | તથા ૮૩માં જ્ય્હાં જ્ય્હાં દ્યો—છે—ત્ય્હાં | દ્યૌ વાંચવું | |
૮૩ | ૨ | ઝૂકી | ઝૂકી |
" | કડી ૧૦નો અંક પ્રથમ પંક્તિમાં છે તે બીજીની સ્હામે મૂકવો. | ||
" | ૧૪ | રે. | રે |
૮૪ | ૩ | વિરાજો | વિરાજે |
" | ૧૧ | પે’લી | પેલી |
૮૬ | ૨ | ઊઠે | ઊઠે |
૮૭ | ૪ | પ્હોંડતાં | પ્હોડતાં |
પૃષ્ઠ | પંક્તિ | અશુદ્ધ | શુદ્ધ |
" | કડી ૨ નો આંકડો ત્રીજી પંક્તિ સ્હામે છે તે ચૉથી સ્હામે મૂકવો. | ||
૮૭ | કડી ૩ નો આંકડો ત્રીજી પંક્તિ સ્હામે છે તે ચૉથી સ્હામે મૂકવો. | ||
" | ૧૨ | ઓગાળતો | ઑગાળતો |
" | ૧૭ | ઊજળું, | ઊજળું. |
" | ફુટનોટ | શેલી | શેલી |
" | " | ન્હાના—એ શબ્દ કાઢી નાખવો. | |
૮૮ | ૧૬ | મહિં | મહિં |
" | ૧૭ | ફેલવે | ફૅલવે |
" | ૧૮ | ઉગતો | ઊગતો |
૮૯ | ૭ | ઊચે | ઊંચે |
" | ૧૧ | હું, | હું! |
" | " | કોઈ | કોઇ |
" | ૧૨ | મારી | માહરી |
" | છેલ્લી | તહિં તહિં | તહિં તહિં |
૯૧ | ૬ | દ્યો | દ્યૌ |
" | ૧૬ | ઊઠું | ઊઠું |
૯૨ | ઠેકઠેકાણે ‘કરૂં’, ‘મ્હારૂં’, ઇત્યાદિ છે ત્ય્હાં ‘રૂં’ ને બદલે ‘રું’ કરવું | ||
" | ૧૦ | કરું | ફરું |
" | છેલ્લી | પીધી? | પીધી?— |
૯૩ | ૧૫ | સેજ | સૅજ |
પૃષ્ઠ | પંક્તિ | અશુદ્ધ | શુદ્ધ |
૯૫ | ૧ | ખાખી | ખાતી |
" | ૧૭ | ગૂંથી | ગૂંથી |
૯૬ | ૪ | સેજે | સૅજે |
" | ૯ | કોઈ કોઈ | કોઇ કોઇ |
૯૭ | ૧૨ | જઈ!— | જઈ! |
૧૦૮ | ૧૬ | કડી. | કડી ૧. |
૧૦૯ | ૪ | સુગન્ધ | સુગન્ધ |
૧૧૦ | ૧૫ | પ્રત્ય | પ્રત્યય |
૧૧૨ | ૨ | ચન્દ્ર— | ચન્દ્ર. |
" | ૫ | તરુવૃન્દમાં | તરુવૃન્દ–તરુવૃન્દમાં |
૧૧૪ | ૧૩ | કવિપણાં” | કવિપણાં”. |
૧૨૧ | ૧૧ | જીવાનું | જીવાતુ |
" | ૧૯ | અધ્યાહુત | અધ્યાહૃત |
૧૨૨ | ૧ | ઈત્તર | ઇતર |
૧૨૪ | ૨૧ | अक्रन्नुषासो | अक्रन्नुषासो |
" | ૨૨ | वयुनांनि | वयुनांनि |
૧૨૫ | ૩ | व्यश्वत् | व्यश्वैंत् |
આ શિવાય—નેન, કોણ, કોયલ, પ્હેલો (–લી–લું) ઘેલો
(–લી–લું) વ્હેલા (–લી–લું) એ શબ્દો જ્ય્હાં જ્ય્હાં હોય ત્ય્હાં
ત્ય્હાં પ્રથમ અક્ષરમાં અવળી માત્રા ના હાય તો કરી લેવી, ‘રુડું’
હોય ત્ય્હાં ‘રૂંડું’ વાંચનું અને પદ્યાર્થ લઘુતાનું ચિહ્ન મૂકવું.
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
- ↑ ❋“કવિતા અને સાહિત્ય” પૃ. ૨૧ જુવો.
- ↑ § સંગીત કાવ્ય ને સંગીતને સંબન્ધે ‘સંગીત મંજરી’ ના સંગ્રાહક રા. હિ. ગ. અંજારિયાએ પોતાના ઉપેાદ્ઘાતમાં કેટલીક અવ્યવસ્થા ઉપજાવનારી શબ્દયોજના તથા ચર્ચા કરેલી છે. તે પણ ઉપર કહેલા લઘુ લેખમાં તપાસવાની ઉમેદ રાખું છું.
- ↑ † નવલગ્રન્થાવલિ ભાગ ૨ જો પૃ. ૨૨પનું જુવો.
- ↑ ‡નવલ ગ્રન્થાવલિ ભાગ ૨ જો પૃ. ૧૮૮મું જુવો.
- ↑ ❋સંગીતકાવ્ય=Lyric.
- ↑ †ધ્યાનાત્મ સંગીત=Meditative Lyric.
- ↑ ‡રસાત્મક સંગીત=Pathetic Lyric
- ↑ §વર્ણનાત્મક કા=Descriptive Poem.