લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષરદેહ/૧

વિકિસ્રોતમાંથી
(ગાંધીજીનો અક્ષરદેહ - ૧ થી અહીં વાળેલું)
ગાંધીજીનો અક્ષરદેહ
ભાગ ૧
ગાંધીજી



ગાંધીજીનો અક્ષરદેહ

"આ યુગના સૌથી મહાન પુરુષ"ના ઉછેર, વિકાસ અને કાર્યપદ્ધતિની પ્રેરણાદાયી કથાને, તેમનાં જ લખાણો અને ભાષણોના રૂપમાં સુલભ કરી આપે છે. આ ગ્રંથમાળા, આજની અને આવતી કાલની પેઢીને માટે, રાષ્ટ્રપિતાની વિકસતી અને વિસ્તરતી જતી વિચારસૃષ્ટિનો પરિચય પામવા માટે એક અમૂલ્ય દસ્તાવેજ છે.

પ્રથમ પુસ્તક એમનાં પ્રારંભિક અને ઘડતરનાં વર્ષોને આવરી લે છે. એનાં પાનાંમાં ગાંધીજીના અનેક અંગત અનુભવો અને "એક પ્રાચીન જાતિના લેાકોને અન્યાયી જુલમોમાંથી બચાવવા " માટે "રંગદ્વેષના દુર્ગ"– દક્ષિણ આફ્રિકામાં એમણે આદરેલા પ્રચંડ પુરુષાર્થનો પમરાટ છે. બૅરિસ્ટર ગાંધી લોકસેવક ગાંધીમાં પરિવર્તન પામવાનો શુભારંભ પણ આ પૃષ્ઠોમાં જોઈ શકાય છે.

દક્ષિણ આફ્રિકાની અખબારી આલમ પરની એમની પત્રધારા, ધારાસભાએાને તેમ જ એ સભાએાની બહારના યુરોપિયનોને સંબેધાયેલી એમની હૃદયસ્પર્શી અપીલો, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લંડ તથા હિંદના હાકેમો પરનાં એમનાં વિનયી છતાં સ્પષ્ટભાષી વિનંતીપત્રો – એ બધાંમાં વાચકને ખુદ દક્ષિણ આફ્રિકાના કલ્યાણ માટે હિંદી અને યુરેપિયન સમાજ વચ્ચેના સંબંધો ન્યાય અને સહિષ્ણુતાના પાયા પર જ રચાવા જોઈએ, એવી એમની અડોલ નિષ્ઠાનાં દર્શન થાય છે.

બીજા પુસ્તકમાં ગાંધીજીની ગાથા એક નવા અને નાજુક તબક્કામાં પ્રવેશે છે. એમની સ્ટીમરને ચાર અઠવાડિયાં ક્વૉરેન્ટીનમાં રાખ્યા બાદ ડરબન બંદરે ઊતરતાં એક અંગ્રેજ ટોળાએ એમને મારેલા મરણતોલ મારનું – સત્યને ખાતર પોતાના પ્રાણને હોડમાં મૂકવાના એમના પ્રથમ સાહસનું-એમાં વર્ણન છે. [ –પાછલા ફ્‌લેપ પર ચાલુ

ગાંધીજીનો અક્ષરદેહ

૧ અને ૨

[૧૮૮૪-૧૮૯૬ : ૧૮૯૬-૧૮૯૭]


ગાંધીજીનો અક્ષરદેહ

[મહાત્મા ગાંધીનાં લખાણો, ભાષણો, પત્ર વગેરેનો સંગ્રહ]

અને

[૧૮૮૪-૧૮૯૬ : ૧૮૯૬-૧૮૯૭ ]








નવજીવન પ્રકાશન મંદિર

અમદાવાદ-૧૪



ગાંધીજીનો અક્ષરદેહ

[ મહાત્મા ગાંધીનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ]

[૧૮૮૪-૧૮૯૬ ]

ગાંધીજીનો અક્ષર દેહ - ૧


મોહનદાસ કરમચંદ ગાંધી


અનુક્રમણિકા



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.