નિત્ય મનન
નિત્ય મનન ગાંધીજી ૧૯૫૨ |
નિત્ય મનન
ગાંધીજી
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ–૧૪
નિત્ય મનન
ગાંધીજી
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ–૧૪
મુદ્રક અને પ્રકાશક
શાંતિલાલ હરજીવન શાહ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪
© નવજીવન ટ્રસ્ટ, ૧૯૫૨
પહેલી આવૃત્તિ, ૧૯૫૨, પ્રત ૬,૦૦૦
પુનર્મુદ્રણ, ૧૯૬૫, પ્રત ૧,૦૦૦
પુનર્મુદ્રણ ૧૯૬૯, પ્રત ૨,૦૦૦
પ્રકાશકનું નિવેદન
રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી, રોજ એક એક કરીને, તા. ૨૦–૧૧–’૪૪થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુઃખથી ઘવાયા હતાં તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી.
શરૂમાં તા. ૧૩–૧૦–’૪૪થી થોડા દિવસ સુધી આ રીતે તેમણે એક એક સુવિચાર લખ્યો; પછી ૨૦-૧૧-’૪૪થી તે રોજ લખવાનો નિયમ લીધો; અને પોતે નોઆખાલી ગયા ત્યારે અનેક નાનાં મોટાં કામ છોડી ત્યાંના જ એકમાત્ર કામમાં લીન થયા, તેથી આ નિયમ પણ છૂટ્યો હતો.
આ વિચારોમાંથી (તા. ૨૦–૧૧–’૪૪થી ૧૯-૪-’૪૫ સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી
સાથે તેના ગુજરાતી અનુવાદ અહીં પ્રસિદ્ધ કર્યો છે, જેથી તેની સસ્તી નકલ સૌને મળી શકે.
આ વિચારોમાં ત્રણ જગ્યાએ ગાંધીજીએ અમુક હિંદી ભજનોનો ઉલ્લેખ કર્યો છે, તે ભજનો પરિશિષ્ટમાં ઉતાર્યાં છે. ઉપરાંત, તા. ૨૦–૧૧–’૪૪થી નિયમ લેતા પહેલાં, તા. ૧૩-૧૦-’૪૪થી ૧૬-૧૧-’૪૪ સુધીમાં છૂટક તારીખોએ વિચારો લખવાના શરૂ કરેલા, તે પણ શરૂનાં પાનાંના ક્રમાંકમાં આપવામાં આવ્યા છે.
૧૫-૨-’૫૨
નિત્ય મનન
ક્રમ
![]() |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. | ![]() |